Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૨


ક્લાસ પૂરો થતાં જીનલ બહાર નીકળી સાગર ને શોધવા લાગી. પણ સાગર ક્યાંય દેખાયો નહિ. એટલે જીનલ તેના રૂમ તરફ નીકળી. જીનલ તેની ફ્રેન્ડ સાથે એક ભાડાના મકાનમાં રહેતી હતી.

ચાર દિવસ પછી અચાનક જીનલ ની સામે સાગર આવ્યો પણ સાગર તો મો નીચું કરી તેના ક્લાસ તરફ જતો રહ્યો. જીનલ સમજી ગઈ કે લાગે છે સાગર સમજી ગયો. પણ થોડા દિવસ સાગર એક સીધા છોકરા ની જેમ કોલેજ માં રહેવા લાગ્યો, પણ પછી તેની ખરાબ આદત પર આવવા લાગ્યો. તેની એક બહુ મોટી ખરાબ આદત હતી દરેક છોકરી ના ચહેરા કરતા તેના બ્રેસ્ટ જોતો. પણ ત્રાસી નજર થી જોતો એટલે કોઈ તેની પર સક પણ કરતું નહિ.

હવે ધીરે ધીરે ફરી સાગર જીનલ ને લાઈન મારવા લાગ્યો. ક્યારેક ત્રાસી નજર થી જોતો તો ક્યારેક છૂપાઈને તેને જોઈ લેતો. પણ જીનલ ને આ વાત ની ખબર હતી નહિ કે સાગર હજુ મને ખરાબ નજર થી જ જુએ છે. તેને એમ લાગ્યું કે સાગર હવે સુધરી ગયો છે.

એક દિવસ સાગર જીનલ પાસે આવી ને પગે પડી ગયો. "જીનલ મને માફ કરી દે મે તારી પર ખરાબ નજર કરી" પણ સાચું કહુ તો તારા કારણે હું ઘણો બદલાઈ ગયો છું. હું પહેલા જેવો નથી રહ્યો.

સાગર ઉભો થા બધા જોઈ રહ્યા છે. જીનલ તો સાગર ને ઊભો કરવાની કોશિશ કરવા લાગી પણ સાગર તો જીદ કરવા લાગ્યો. જીનલ તું મારી ફ્રેન્ડ બનીશ તો જ હું તારા પગ છોડીશ નહીં તો આમ જ પકડી રાખીશ. સરમ અને દિલાસો આવતા જીનલે હા કહી. સાગર ઉભો થા આજ થી હું તારી ફ્રેન્ડ બસ ને...

સાગર ઉભો થયો ને જીનલ નો આભાર વ્યક્ત કર્યો. પણ જીનલે ફરી કીધું મને જો લાગશે કે તું હજુ તું એજ સાગર છે જે પહેલા હતો તો તું સમજી જાજે હું શું કરી શકીશ.

આશ્વાસન આપી સાગરે જીનલ નું દિલ જીતી લીધા. બસ હવે તો ધીરે ધીરે બને સારા ફ્રેન્ડ બની ગયા. રોજ કોઈ ના કોઈ બહાને સાગર જીનલ ને મળતો ને વાતો કરતો. સાગર નો ઈરાદો બહુ ખરાબ હતો કે જીનલ મારા પ્રેમ માં પડે અને પછી હું ધારું તે તેના પર કરી શકું. પણ સાગર ની નજર તેની દુશ્મન બની રહી હતી.

એક દિવસ સાગર કોલેજ ના દાદર પાસે બેસીને આવતી છોકરીઓ ને નિહાળતો હતો. ત્યાં અચાનક જીનલ ત્યાં આવી અને સાગર ને પૂછ્યું કેમ અહી બેઠો છે તું સાગર.?
તારી રાહ જોઈ રહ્યો હતો જીનલ એટલે. આટલું કહી સાગરે જીનલ સામે સ્માઇલ કરી.

જીનલ ને સાગર પર વિશ્વાસ બેસી ગયો હતો કે સાગર હવે સારો છોકરો છે. જીનલ કહ્યું પણ આવી રીતે..?

હું વિચારું છું આપણે મારી બાઈક લઈને ક્યાંય ફરવા જઇએ જો તું હા કહે તો. અને આ પહેલી અને છેલ્લી વાર હો...આજીજી કરતો સાગર જીનલ ને મનાવવા લાગ્યો. પહેલી અને છેલ્લી વાર સાગરે કહ્યું એટલે જીનલ ના કહી શકી નહિ ને સાથે જવા માટે હા કહી.

પાર્કિંગ માંથી બાઇક બહાર કાઢી એટલે જીનલ એક બાજુ બેસી એટલે સાગરે કહ્યું એક બાજુ કરતા બંને બાજુ બેસ તો સારું રહેશે. જીનલ ને બંને બાજુ બેસવું સારું લાગ્યું એટલે તે બેસી ગઈ. તરત સાગરે ફાસ્ટ બાઇક ચલાવવાનું શરૂ કર્યું. થોડીક આગળ નીકળી એટલે પહેલા બાઇક ફાસ્ટ ચલાવે ને અચાનક બ્રેક મારે એટલે જીનલ તેની બાજુ ખેચાય અને જીનલ ના બ્રેસ્ટ સાગર ને ટચ થાય એટલે સાગર ને મઝા આવે. પહેલી વાર જીનલે કઈ કહ્યું નહિ પણ બીજી વાર બ્રેક મારી એટલે તરત કહ્યું સાગર બાઇક ધીરે ચલાવ મને ડર લાગે છે.

સાગર ધીરે ધીરે બાઇક ચલાવવા લાગ્યો. એકવાર જીનલે પૂછ્યું આપણે કયા જઈ રહ્યા છીએ.? તો સાગરે જવાબ આપ્યો એક સુંદર રમણીય સ્થળ પર જ્યાં તને બહુ ગમશે. જીનલ ને પહેલે થી રમણીય સ્થળ બહુ પસંદ એટલે તે ખુશ થઈ. એક સુંદર રમણીય સ્થળ પર જીનલ ને સાગર લાવ્યો. જીનલ તો તે સ્થળ જોઈ ખુશ ખુશ થઈ ગઈ. આજુ બાજુ જીનલ જોવા લાગી અને પોતાના મોબાઈલમાં ફોટો શૂટ કરવા લાગી.

સાગરે જીનલ ને પાસે બોલાવી કહ્યું ચાલ આપણે પાસે બેસીને વાતો કરીએ. જીનલ તો સાગર ની પાસે બેસી ગઈ. વાતો કરતો કરતો સાગર તેની નજીક આવવા લાગ્યો. વાતો માં ધ્યાન ના કારણે જીનલ કઈ સમજી શકી નહિ કે સાગર નો ઈરાદો શું છે અને સાગર શું કરી રહ્યો છે. સાગર ધીરે ધીરે આગળ વધ્યો, જીનલ ના હાથ ને ટચ કરતો કરતો જીનલ ના બ્રેસ્ટ સુધી હાથ પહોંચાડી દીધો.

આગળ જોઈએ જીનલ શું કરે છે.

વધુ આવતા ભાગમાં.

ક્રમશ....