ખળ ખળ વહેતુ મા રેવાનું પાણીનો એક આહલાદક અને અતુલ્ય નજારામાં મારુ મન પુરી રીતે પરોવાયેલું હતું..હું કુદરતના ખોળે રમવા માટે બેઠો હતો અને મસ્તકની અંદર ઘણા બધા સવાલો ઝઘડી રહ્યા હતા...
આ બધા સવાલોની વાતો હું મા રેવાનાં રેશમ નીર સાથે કરવા માંગતો હતો...
શું ખરેખર આ ઝળહળતું પાણી મને મારા સવાલોના જવાબો આપશે કે નહિ ?? એ વિચારમાં જ મારા હાથના રુવાડા ઉભા થઈને જાણે સલામી આપી રહ્યા હોય એવું મને અંદર થી લાગી રહ્યું હતું.
મા રેવાનો અરમ્ય નજારો તમારો અને મને એની પાસે બેસાડવો આ કંઈક ઇતફાક તો ન જ હતો , મારી જાત સાથે ની મારી લડાઈ સાથે મારા બધા ધસમસતા સવાલો અને મા રેવાની સાથેના સંવાદો કંઈક અલગ જ થવાના હતા....
સવારના ૧૧ વાગ્યાનો એકજ જગ્યા પર બેઠેલો હું બપોરના ૩ વાગ્યા તો પણ ત્યાંથી હજુ ઉભું થવાનો નામ તો શું મને એનો વિચાર પણ નહોતો આવતો...
મારી ભીતર નો અંતર આત્મા મને ડંખતો હતો કે આ બધું શું છે?? તું મા રેવા સાથે વાતો કરવા આવ્યો છે અને તારા સવાલોના જવાબો તો પછી ચૂપ શાને બેઠો છે?
એટલામાં જ રેવાનું એક ઝાલક(પાણી નો છટકાવ) આવીને મારા મોં પર પડયો આ જાણે રેવાનો પણ મારી સાથે વાત કરવાનો અલગ અંદાજ હોય એવિ પ્રતીતિ થતી હતી ...
હજુ તો મારૂ મગજ અને મન એના વિચારો કરે કે શું રેવા ને સવાલ કરવાને લાયક છું એ પહેલા જ આ ઝાલક ઘણું બધુ કહી ગઈ હતી...
અને સાથે જ મારા અંતર આત્માને પહેલો સવાલ યાદ આવ્યો કે બધું મારી સાથે જ કેમ થાય છે?? કોઈ પણ દુઃખ હોય કે દર્દ બધું કેમ મારી સાથે અને મારી પાસે જ કેમ આવે છે ???
આટલું બોલ્યા પછી ભીતર એક શાંતિ ચળવણી કે હું બોલી તો શક્યો....!!!!!!!!!!!!
આ વાત સાંભળતાની સાથે રેવાનો વહેવાનો અવાજ જરા જોરથી સંભળાયો મને જાણે રેવા મારા સવાલો પેર હસી હોય એવું મને લાગ્યું પણ ના પછી થયું કે એ હસી ને સમજાવવા પણ માંગતી હોય....
ધીમે ધીમે ખળ ખળ વહેતો અવાજ મને દૂરથી આવવા લાગ્યો અને દૂર મારી નજર પડી તો ઘણા લોકો પોતાની મોજ-મજા માટે રેવાનાં નીર માં પથ્થર ફેકતા હતા....
રેવાનાં નીરમાં મેં ડેમ બાંધેલો પણ જોયો અને માણસોને ન્હાતા પણ જોયા...
આ બધાની સાથે જ રેવા એ મને સમજાવ્યું કે જીવનમાં દુઃખ અને દર્દ તો ઘણા આવશે લોકો તમારા પર પ્રહાર કરશે પણ તમારે તમારું સારા પણું ક્યારેય નહિ છોડવાનું અને કોએ પણ વસ્તુ માટે અડગ ,અદ્રઢ ઊભા રેહવાથી કોઈ પણ પરિસ્થિતી નો સામનો તો થઈ જ શકે છે અને સાથે શાંત અને અને નીર્મળ પણ રહેવાનું તો છે જ......!!!!!!!!!!!!!
આટલું સાંભળી અને વિચારી ને મારા મગજ અને દિલ કઈંક અલગ જ મૂડમાં આવી ગયા આજે એમને પણ થયું કે એકાદ સવાલ તો હું પણ પૂછી લઉં....
તરત જ અવાજ આવ્યો પણ ક્રોધ અને અહંકાર મારા મને ક્યારેય આગળ જ વધવા નથી દેતા તો એનું શું કરવાનું ????
મા રેવાનું ખળ ખળ નીર ધસમસતું વહેતુ હતું એટલામાં જ મા રેવા પરના નર્મદા ડેમના પાટિયા ખોલીને ત્યાંથી પાણીને છોડવામાં આવ્યું ત્યાંરે મારી નજર એ ડેમના બાંધકામ પર પડી કે રેવાને પણ બાંધી રાખી?? અને જયારે આ બાંધેલી વસ્તુ ને છોડવામાં આવે ત્યારે એ કેટ-કેટલું નુકસાન કરે તેની તો કોઈ ભીતી જ નથી થતી.........
સંસાર નો નિયમ છે જ્યારે વધુ પડતી બાંધેલી વસ્તુ કે વ્યકતી ને છોડવામાં આવે ત્યારે તે વધારે તારાજી સર્જે છે....
આપણો અહંકાર આપણને બાંધી રાખે છે અને કદાચ અહંકાર માંથી છૂટી પણ જઈએ તો ?? એ કદાચ એકસાથે છૂટવાથી વિનાશકારી જ સાબિત થઇ શકે....
રેવાનાં નિર્મળ જળની જેમ જો શાંત અને પ્રવાહ માં વહેવામાં આવે તો દુનિયા ના કોઈ પણ ખૂણા માં જઈને જસ્ન માનવી શકાય છે
રેવાતો ગુજરાત ,મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ એ શિવાય પણ બીજા ઘણી બધી જગ્યાએ જઈને બધા ને ખુશ કરનારી છે એજ એનો ગુણ નિર્મળતા અને સહજતા પ્રતીત કરે છે...
આ બધી વાતોમાં આખો ક્યાં બાકી રેવાની હતી
આંખોના સવાલ પણ કંઈક અલગ જ દ્રષ્ટિ સાથે આવે અને એ બોલી કે મારે કોઈ વસ્તુ પણ ધ્યાનકેન્દ્રિત કઈ રીતે કરવું .????હું એક જગ્યાએ કેન્દ્રિત નહીં થઈ સકતી એટલે મારા બધા કામ પણ બગડે છે.....
આંખોના સવાલો પણ રેવા માટે નવા તો નહોતાજ ...
સાંજના ૫ વાગ્યાનો સમય હતો હું હજુ એ કે જગ્યા પર બેઠો હતો એટલામાં સૂર્યનો ઓછો પ્રકાશ રેવાનાં નીર પર પડ્યો અને મારો ચહેરો એમાં દેખાવા લાગ્યો રેવાનું એકદમ શુદ્ધ પાણીમાં મારો ચહેરો આબેહૂબ મનછાદક દેખાતો હતો
જોત જોતામાં સૂર્ય પશ્ચિમ દિશામાં જઈને આથમી પણ ગયો પણ મા રેવાનાં વહેવાનું કાર્ય અવિરત રહ્યું
આ જોઈને મારી આંખોને આશ્રયચકિત થયું કે જો સૂર્ય અને ચંદ્ર તારા પાણી સાથે રમત કરી શકે છે ભરતી અને ઓટ ના સ્વરૂપ માં અને તો પણ એના ગયા પછી પણ તે તારું કાર્ય મૂક્યું નહિ...??
આ વાતની સાથે જ મને એક વાત ની અનુભૂતિ તો લાઈજ લીધી કે મારે મારુ કામ સારી રીતે કરવું હશે તો ધ્યાન કેન્દ્રિત પૂરેપૂરું કરવું પડશે કદાચ મને કોઈ જોવા વાળું હોય અને ના પણ હોય....
હા અને જો કદાચ કોઈ મેઈન વ્યક્તિ અલગ રીતે કામ કરે કે ના કરે કે પછી હેરાન કરે પણ મારે મારુ કામ પુરા ધ્યાન પુરા દ્રષ્ટિકોણ થી અવિરત કરવું જોઈએ.
ધ્યાન કેન્દ્રિત કરવા માટે શાંત રહવું ,ધીમી પણ મક્કમ ગતિ એ આગડ વધવું અને કોઈ ગમે તેટલો ખરાબ વ્યવહાર કરે પણ આપણે આપણું કર્તવ્ય સારી રીતે કરતાં રહેવું....
આ બધાની સાથે મા રેવાનો પાણીનો અવાજ મારી કાનોમાં ગણગણાટ કરીને કહેવા લાગ્યો કે હંમેશા ખીલેલું રહેવું,બોલતું રહેવું અને કરતુ રહેવું...........
કર્યા વગર કદી કશું મળતું નથી અને કરેલું ક્યારેય વ્યર્થ જતું નથી...
અનુભૂતિ ની સાથે અહેસાસ અને વિશ્વાસ પણ માણસની જાતને અડગ બનાવે છે
જીવનને જીવવામાં ,હર્શૌલ્લાસ લાવવામાં અને કઈંક કરી બતાવવું એટલું પણ અઘરું નથી જેટલું તું માને છે
તું જ તારો સારથી છે અને તું જ તારો કૃષ્ણ છે તારી સાથે અને તારી પાસે બધી જ લાયકત છે જે તને ડગલે ને પગલે આગળ વધવામાં મદદ કરે છે
તું કોઈ એવી વસ્તુ નહિ કે માણસ એને અલગ કરી શકે કે તને દૂર મોકલી શકે તું એક એવી અલોકીક રચના છે ભગવાન ની કે તું તો બધાને આગળ ધકેલીને કરીને પોતાની મદદ આપોઆપ જ કરી શકે છે....
“અર્જુન યુદ્ધધા જેવો પડકાર છે તું,
કૃષ્ણ નાદ કેરો રણકાર છે તું,
અડગ મન કેરો શણગાર છે તું અને ,
મનુષ્ય હૃદયનો અકલ્પનીય અવતાર છે તું.............”
તું માનવીની એક એવી અતુલ્ય ક્રુતિ છે જે બધાને મદદ કરી શકે છે “ કોરા માખણ “ ની જેમ.............
મા રેવા સાથેની આ મુલાકાતમાં હું એટલું તો સમજી ગયો હતો કે મારા માટે હું જ સર્વશ્વ છુ અને મારી બધી પરિસ્થિતિ નો નિર્માણ કરનાર પણ હું અને એનું જો નિવારણ લાવવાનું છે તો એ જવાબ પણ હું જ છુ.....
મા રેવા સાથેની મુલાકાત એક અવિશ્વસનીય હતી મારા માટે
આ બધાની સાથે જ સવારના ૬ વાગ્યાનો અલાર્મ વાગ્યો અને હું ઉઠી ગયો
પણ આજે મારામાં અલગ તાજગી હતી અલગ નવ ચેતન હતું
સવારે મે નાસ્તા માટે “ ભીનું માખણ અને ભાખરી” તો લીધા પણ મગજ હજી “કોરા માખણ” કેરા મારા હ્રદય માં જ અટવાયેલું હતું....
અને મારા માં આજે એક નવું ઉદીપક કોરા માખણ ના રૂપ માં જનમ્યું હતું...
મારે સૌપ્રથમ મારી જાતની મદદ કરવાની છે હું એક કોરી પાટી છુ અને એમાં મારે જ મારુ જીવન કંડોરવાનું છે અને મારે જ એને ભરવાનું છે
સવારે નાસ્તો કરી અને હું નવી રાહ નવી ચાહ મા આગળ વધ્યો...
મા રેવાના નીર અને મારા હ્રદય ના સૂર બંને એવા મળ્યા કે લાઈફ કંઈક અલગ જ બની ગઈ..............