Aangadiyaat - 19 - last part books and stories free download online pdf in Gujarati

આંગળિયાત - 19 - છેલ્લો ભાગ

આંગળિયાત..ભાગ..21

આગળ આપણે જોયું પરમ લીના અંશ સાથે હોટલમાં જાય છે જમવા એને ત્યા પરમના મમ્મી પપ્પા પણ હોય છે ,હવે આગળ.....

લીનાને ઘરે મુકી પરમ પોતાના ઘરે જવા નીકળે છે , પણ મનમા લીનાને ખોઈ બેસવાનો ડર હજુ ફરતો જ રહે છે,પરંતુ આજ હવે છેલ્લા નિર્ણયની પણ જરૂર હતી, પોતે લીના સાથે ખુશ રહેશ અને લીના જ એની લાઈફ પાર્ટનર બનશે મનથી મક્કમ નિર્ણય કરી લીધો હતો એણે, પરમ ઘરમાં જતા જોવે છે મમ્મી પપ્પા એની જ વાટ જોતા બેઠા હતા, એ સમજી ગયો આજ હવે આ ચર્ચાનો અંત આણવાનો સમય આવી ગયો છે,પપ્પાએ વાતને શરૂ કરતા એક નજર પરમના મમ્મીના ચહેરા તરફ નાખતાં બોલ્યા,
" પરમ, તારી મમ્મી અને હુ વિચારીએ છે તુ આ જીદ મુકી દે,"
વચ્ચે જ થોડા ગુસ્સા ભર્યા અવાજ એના મમ્મી બોલી પડ્યા,
" એ પરણેલી અને છૂટાછેડા થયેલા છે, એક બાળક છે...!હું મારો અટલો હોશીયાર અને હેન્ડસમ દિકરોને લગ્ન આવી છોકરી સાથે કેમ થવા દઉં..?
પરમે પહેલા તો કંઈ જ બોલવાનુ ઉચીત નહીં લાગ્યું ,પણ મમ્મીએ જયારે લીનાને 'એવી' કહ્યુ, એટલે પરમનો મગજ પણ ગરમ થોયો એને માથે પણ ગુસ્સો સવાર થતા બોલ્યો,
" મમ્મી પ્લીઝ..!'એવી' થી શું મતલબ છે તમારો એ કોઈ એવી છે, એ એક બાળકની મા છે અને પતિથી છુટાછેડા લીધા છે એ એની મજબુરી હતી, એ જગ્યાએ કોઈ પણ હોય પોતાનું બાળક છીનવવાની કોશીશ કરે તો એને છેડવું તો પડે ,એમા એનો શું વાંક હતો..?"
" પણ..! તુ સમજતો કેમ નથી દુનિયા શું કહેશે આવા સારા છોકરાને આમ છુટાછેડા વાળી છોકરી મળી એને એ પણ એક આંગળિયાત બાળક સાથે. ...! એ સમયે તને શરમ આવશે ,"
" મને લીનાથી કે અંશની મને કોઈ પ્રોબ્લમ નથી, હુ એ બંનેને અપનાવા માંગુ છુ,હુ લીનાને દિલથી ચાહું છુ.....પછી દુનિયાને જે બોલવું હોય બોલે,મને એની પરવાહ નથી...."
પરમ જરા ગુસ્સાનો છણકાથી બોલ્યો,
એના મમ્મીની ઈચ્છાની એને જાણે પરવાહ ન હતી,એ જોઈ એના મમ્મી પણ એટલું જ બોલ્યા, " આ એ છોકરી પાછળ ગાંડો થયો છે...સમાજમાં કુટુંબના નાકની પણ આને નથી પડી..." એને માથુ પકડી બેસી ગયા, બંનેની રકજક સાંભળતા
પરમના પપ્પા ઊભા થઈ એની પત્ની પાસે આવ્યા, અને એને સમજાવા લાગ્યા, " રીટા,પરમ સમજદાર છે, વેલ સેટલ છે ,
એને એની જીદંગી નિર્ણય ખુદ કરવા દે, એણે જે કંઈ કર્યું હશે વિચારીને કર્યું હશે,આપણે એનો સાથ આપી એના નિર્ણયને માન આપવું જોઈએ.."
રીટાબેન રમેશભાઈ સામે એકી ટશે જોતા રહ્યા, અને આંખોમાંથી આંસુ ટપટપ વહેવા લાગ્યો, એ સ્વાભાવિક હતુ,
જયારે દિકરો કે દીકરી માતા પિતાની વિરુદ્ધ કોઈ નિર્ણય કરે ત્યારે ભલે એ સો ટકા સાચો હોય પણ એક વાર તો માતા પિતાનું દિલ દૂભાય છે,એને પોતાની પરવરિશમાં કયાંક ખોટ વર્તાય છે,અને પોતે મા-બાપ છે એવો અહંમ ઘવાય છે,પરંતુ એ વાત પરમ હજું પિતા ન હતો એટલે એના માટે એ વાત સમજવી મુશ્કેલ હતી, રમેશભાઈ રીટાબેનને હાથ પડકી અને એના ઓરડામાં લઈ ગયા,બંને આખી રાત પડખા ઘસતા રહ્યા, એ વિચાર સાથે કે સમાજમાં આપણી ઈજ્જતનું શુ થશે. ..? અને પરમ એના ઓરડામાં આખી રાત પડખા ઘસતો
રહ્યો,- કે ક્યારેય નહીં ને આજ લીના માટે થઈને મમ્મી સામે ઊંચા અવાજે બોલવું પડ્યુ, એ પણ કદાચ લીનાને ખોઈ બેસવાના ડરનું કારણ હશે,મનોમન ભગવાનને પ્રાર્થના કરતો રહ્યો આખી રાત કે બસ મમ્મી શાંતિથી માની જાય.

આ બાજુ લીનાને ઊંઘ નથી આવતી ખુશીમાં કે એને એક સારો,મેચ્યોર અને વેલ સેટલ જીવન સાથી મળી જશે અને અંશને એક જીમ્મેદાર પિતા મળી જશે,એ અંશના વાળમાં હાથ ફેરવતા ફેરવતા મનમાં મુસ્કુરાતી જાગતી આંખે એ પરમના સપનામાં ખોવાઈ હતી,લીનાના મમ્મી પપ્પા ફરી લગ્નની ચિંતામાં જાગતા હતા,કોઈનું ધાર્યું થતુ હતુ એટલે જાગતુ હતુ, તો કોઈની ઈચ્છા મુજબ નહતુ થતું એટલે જાગતા હતા, પણ રાત અને દિવસતો પોતાનું જ ધર્યું કરતા હોય છે, ચાંદ એના સમયે આવી જ જાય છે અને સુરજ એના સમયે નીકળી જ આવે છે,એમ જ ફરી એક સવાર થઈ.

એજ સવાર પરમના ઘરમાં પણ થઈ, નિત્ય ક્રમ મુજબ બધા હૈયાના ભાર સાથે પોતપોતાના નિત્ય ક્રમ પતાવ્યા અને ડાઇનિંગ ટેબલે ભેગા થયા, કોણ કોને બોલાવાની પહેલ કરે,
જાણે તુફાન પછીની શાંતિ હોય એમ સંન્નાટો છવાયેલો હતો,
પરમ પણ ચુપચાપ ઓફિસ જતો રહ્યો, ટીફીન પણ નહીં લઈને ગયો,એના ગયા પછી રીટાબેન પણ નાસ્તો નહીં કર્યાં
અને આંસુ સારતા ટેબલે હાથનો ટેકો લમણે દઈ બેસી ગયા.
રમેશભાઈ એની નજીક આવી ખભે હાથ દઈ સમજાવા લાગ્યા, " રીટા જીદ છોડી દે..! આપણી ખુશી આપણો દિકરો છે, 'એ ખુશતો આપણે ખુશ' લીના એની ખુશી છે,એની ખુશીનો એ હકદાર છે.."રીટાબેન રમેશભાઈને સાંભળતા રહ્યા, અને કઈ પણ બોલ્યા વગર એના ઓરડામાં જતા રહ્યા.
અહીં લીના બુટીક જવા નીકળી ગઈ, રસ્તામાંથી જ પરમને ફોનમાં હાઈ હલ્લો કર્યું અને બુટીકના કામમાં વ્યસ્ત થઈ ગઈ, આ બાજુ ઘરે ડોર બેલ વાગી, મંજુબેનને દરવાજો ખોલ્યો, સામે કોઈ અજાણ્યુ દંપતિ ઊભું હતુ,
" જી,કોનુ કામ છે આપને..? મંજુબેન એ આધેડ દંપતિને સવાલ કર્યો,
" અમારે મંજુબેન અને ભરતભાઈને મળવું હતુ, "
" જી હું મંજુ,તમે કોણ..? ઓળખાણ ન પડી..!"
" અમે પરમના માતા પિતા.."
" ઓહો ..આવો આવો...'જય શ્રીકૃષ્ણ ' માફ કરજો મે ઓળખ્યા નહીં,અને લીના કે પરમ વાત પણ નહતી કરી કે તમે આવવાના છો,"
" એમને ખબર પણ નથી કે અમે અહીં આવવાના છીએ..!
રીટાબહેન અંદર ઘરમાં પ્રવેશ કરતા બોલ્યા અને ઘરમાં આમતેમ નજર ફેરવવા લાગ્યા, એટલામાં અંશ ઓરડામાંથી લથડતા પગે દોડતો આવી રીટાબેનને ચોટી ગયો,અને 'ચોકલેટ, ચોકલેટ ' બોલવા લાગ્યો, એ જોઈ બધા હસવા લાગ્યા, રીટાબેને પર્સમાંથી ડેરીમીલ્ક કાઢીને આપી એટલે પાછો નાની મંજુબેન પાસે જતો રહ્યો.
રીટાબેન, રમેશભાઈ અને મંજુબેન અને ભરતભાઈ ચારેય મળી ઘણી વાતો કરી વ્યવહારીક અને પછી વાત લીના અને પરમ ઉપર આવી બંનેની ખુશી જોતા બંને પરીવાર એક થવાનો નિર્ણય કર્યો, એ વાત હજું લીના અને પરમને ખબર ન હતી, મંજુબેને ફોન કરી લીનાને અને પરમને ઘરે આવવા કહ્યુ, થોડીવારમાં બંને આવીગયા એને પરમે એના મમ્મી પપ્પાને અહીં જોતા જ અંચબીત થઈ ગયો, લીનાએ એ હોટલ વાળા અંકલ આંટીને અહીં જોઈ વિચારમાં પડી ગઇ,
બંને એક બીજાને આશ્ર્ચર્યથી જોઈ રહ્યા, એટલામાં મંજુબેન બોલ્યા, " લીના..., પગે લાગ આ પરમના મમ્મી પપ્પા છે.."
એ સાંભળતા જ લીના એકદમ દુપટ્ટો સરખો કરતા રીટાબેનના પગ તરફ વળી, આ બધુ પરમ તો જોતો જ હતો,
એને હજું સમજાતું ન હતુ આ બધું શું બની રહ્યુ હતુ,
રીટાબેને અંશને મંજુબેન પાસે તેડી લીધો અને પરમને સોંપતા કહ્યુ આ આજથી અહીં આપણી અમાનત છે,મારા પૌત્રને જલ્દી ઘરે લઈ આવજે.. !" આ સાંભળી પરમને તો પોતાના કાન ઉપર જાણે વિશ્વાસ જ ન હતો એ રીટાબેન અને રમેશભાઈ, લીનાના ડોક આમ તેમ ફેરવતા જોતો જ રહ્યો, ખુશી કેમ વ્યક્ત કરવી એ પણ એ સમજી ન શકયો અને બસ
અંશ અને લીનાને હલકા આલીંગનથી બસ આંખમાંથી ખુશી આંસુ બની વહેવા લાગી,
રમેશભાઈ પેટે હાથ ફેરવતા બોલ્યા, "અરે ભરતભાઈ, બહુઉ ભૂખ લાગી છે, આજ સવારથી કઈ ખાધું નથી,મંજુબેન નાસ્તો કાઢો અને પહેલા ગળ્યું મોઢું કરાવો તમારા જમાઈને..."
અને બધાં એકબીજા સામે જોઈ હસવા લાગ્યા......

( સમાપ્ત.)
🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍doli modi 'urja'

🙏Thanku all 🙏ખૂબ ખૂબ આભાર વાંચક મિત્રોનો, તમારો કીંમતી સમય આપી આંગળિયાત વાંચી પસંદ કરી અને ખૂબ સરસ પ્રતિભાવ આપવા બદલ,......આજ હંમેશા સાથ આપી અમને પ્રોત્સાહન પૂરુ પાડતા રહેશો એવી દિલથી નમ્ર વિનંતી....🙏

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED