બાળપણ નાં લગ્ન - 2 Boricha Harshali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાળપણ નાં લગ્ન - 2

લગ્નના તેર વર્ષ પુરા થશે .....સ્વભાવેવે

હજુ પણ મને યાદ છે કે એ નવ વર્ષની ઉંમરમાં લગ્નનો સાચો અર્થ શું છે ?એ ખબર નહોતી ત્યાં તો તારી સાથે એ પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ ,ત્યારે એ પણ ખબર નહોતી કે લગ્નમાં ફેરા ચાર હોય કે સાત ? પણ એ અગ્નિની ફરતે તારો હાથ પકડીને ફરવું ગમતું હતું .આમ તો બહુ શણગાર ગમતો નહીં પણ તે દિવસે દુલ્હનના પરિધાનમાં સજ્જ થવાની આતુરતા હતી ,જયારે પેલો ફોટોગ્રાફર મારી અવિસ્મરણીય યાદો ને કેમેરા માં કેદ કરતો હતો એ ક્ષણ ને કેવી રીતે ભૂલવી ,બાળપણની એ ખાટીમીઠી યાદો તો યાદ નથી પણ એ ફોટોસ જોઈને બધું યાદ આવી જાય છે અત્યારે ,જયારે પેલી વાર મેં તન લગ્નમાં જોયો તો મનમાં થયું અરે બાપ રે આટલો ઉંટ જેવડો ઉંચો છોકરો !!એમાં પણ હજુ યાદ છે એ તારા સ્પાઈસી વાળ ,પેલો ફોટોગ્રાફર બંનેની હાઈટ મેચ કરવા મને બાજોટ પર ચડાઈ દીધી અને ફોટોસ ક્લિક કર્યા ,અને છેલ્લે વિદાય જે ખરેખર વિદાઈ નહોતી પણ મનમાં ત્યારે ઘરથી દૂર થવાનો આભાસ તો જરૂર થયો હતો અને અત્યારે આ લખતા લખતા આંખોના ખૂણા જરૂર ભીના થઇ ગયા .

મોક્ષા દીકરા ક્યાં છો તું ?જલ્દી અહીં આવ તો !

હા બા આવી !

પોતાની ડાયરી અને પેન ટેબલ પર મૂકીને મોક્ષા પોતાના દાદીમા પાસે જાય છે

સુ થયું બા ? કેમ બુમાબુમ કરે છે ?

લે મેં તો તને સાદ પાડ્યો એમાં બુમાબુમ શાની ?

ઠીક છે હવે બોલો તો ખરા સુ કામ છે ?

જો ને મારા ચશ્માં નથી મળતા ,ક્યારની ગોતું પણ મળતા જ નથી !

વાહ !!! ચશ્મા પોતાના માથા પર જ છે આખા ઘરમાં ખૂંદી વળી મારી માવડી !

અરે મારી ચકુડી તું જઈશ સાસરે પછી મારુ શું થશે ?

હું તો જવાની જ નથી હા ! એને ઘર જમાઈ આવું હોય તો ઠીક બાકી હું ત્યાં નઈ જવાની અમેરિકા બમેરિકા ..
મોક્ષા હવે 20 વર્ષની થઇ ગઇ હતી પણ સ્વભાવે હજુ એવીજ ચંચળ અને મસ્ત મોજીલી કોઈ પણ તેની પ્રકૃતિ સાથે તરત જ ભળી જાય એવી... જેટલી બોલકણી હતી એટલી જ આંખોમાં કંઈક હતું કે કોઈ હજુ સુધી વાંચી શક્યું નહોતું..
સંભાળ મોક્ષા ચાલ અહીં આવ જલ્દી જલ્પા બેન હાથ માં તેલનો વાટકો લઈને આવ્યા..
બેસ ચાલ અહીંયા કેટલા દિવસ થી વાળ માં તેલ નઈ નાખ્યું હોય આટલા લાંબા વાળ છે છતાં કંઈ દરકાર નઈ કરતી એની..
મમ્મી મને નઈ ગમતું તને ખબર તો છે
ગમવા વળી બેસ જલ્દી ચાલ!
કમર સુધી લાંબા વાળ હતા મોક્ષા નાં ખુબ જ ભરાવદાર અને એકદમ સુંવાળા...મોટા ભાગે એ ખુલા જ રાખતી, આટલા લાંબા વાળ મોક્ષાની સુંદરતામાં વધારો કરતા હતા.
મમ્મી સાંભળને! તારી જેમ મને કોણ આમ સાચવશે?
બોલતાની સાથે તેના આંખના ખૂણાથી બે આંસુ સરી પડ્યા.
એય ગાંડી હજુ તો તું અહીંયા જ છે ને મને હેરાન કરવા એમ થોડી આટલી જલ્દી જઈશ પછી મને હેરાન કોણ કરશે?
હાસ!! તારા લાડકા દીકરા છે ને!
અરે મારાં માટે તો તમે બધા સરખા જ છો દીકરા.
એમ બોલતા જ જલ્પા બેન હસી પડ્યા..
બસ આમ જ હસતી રહેજે મારી માવડી સુકુન મળે છે જયારે તું ખુશ હોય છે. એટલે હંમેશા ખુશ રહેજે... તું મારું પેસમેકર છે માં તને કેમ ભૂલું હું માં, જયારે ધબકારા ચૂકું ત્યારે તું તો કામ આવે છે.💚🌼