શું કરે છે મોક્ષા ? જલ્દી આવને બેટા ....
આવી મમ્મી થોડી જ વારમાં કામ પતાવી આવું જ છું
કબાટ સાફ કરતા કરતા મોક્ષા ના હાથમાં થોડાક બાળપણ ના ફોટા આવ્યા અને સરી પડી ભૂતકાળ ની યાદ માં અચાનક થયેલી એ સગાઇ અને બે મહિના પછી તો લગ્ન ,ખુબ જ અજુગતું અને આશ્ચર્ય ચકિત પણ ,મોક્ષા ને તો લગ્ન ખુબ જ ગમતા હજી તો બાળપણ જ હતું એટલે ઢીંગલી ના લગ્ન કરવાનો પણ બહુ શોખ અને આજે તો પોતાના લગ્ન હતા ,હાસ્તો હજી તો મોક્ષા ની ઉમર સાડા નવ વર્ષ ની જ હતી
પણ સમાજ ના કુરિવાજો માં સપડાઈ ગઈ નાની કુમળી છોકરી ,મોક્ષા એ તો પોતાના જીવન સાથી ને લગ્ન મંડપ માં જ જોયેલો ,હજીપણ યાદ છે એ સહેલી ઓ ને આપેલું આમંત્રણ કે મારા લગ્ન છે ,પણ લગ્ન એ શું છે ? તેને તો કઈ ખબર જ નઈ .. લાલકલર ના લગ્ન ના પોશાક માં ખુબ જ સુંદર લાગતી હતી ,ઢીંગલી જેવી , લગ્ન ના દિવસે જ રડવાનું થયું ,'' મોક્ષા આ શું કેમ રડે છે ?" મમ્મી આ જોને સાડી ખુબજ વજનદાર છે મારે નઈ પહેરવી ! ' અરે મારી ઢીંગલી આ સાડી માં તું ખુબજ સુંદર લાગે છે બિલકુલ પરી જેવી " સાચે મમ્મી ? આંસુ લૂછતાં મોક્ષા બોલી ,
હવે રડતી નહીં .નહીંતર તારા આંખ નું કાજલ રેળાઈ જશે -મોક્ષા ની મમ્મી બોલી
મોક્ષા ના લગ્ન ખુબ જ ધામધૂમ થી થયા , વિદાય જેવું તો કઈ હતું જ નહિ કારણકે રાત્રે જ પાછું આવવાનું હતું .લગ્નના નવ વર્ષ પછી પણ આ સબંધ ને આપનાવી નહોતી શકતી ,મોક્ષા આ કુરિવાજો વિરુદ્ધ હતી પણ શું કરે સમાજ અને પોતાના માતાપિતા ના સન્માન ની વાત હતી , મોક્ષા ખુબ જ નીડર અને સાહસિક હતી એકદમ બિન્દાસ છોકરી ,ઘરમાં પણ સૌની લાડકી ઘરમાં ચાર ભાઈ બહેન હોવા છતાં સૌની લાડકી ,પપ્પા એ ખુબ જ ભણાવી અને મોક્ષા હતી પણ હોશિયાર ...
મોક્ષા ક્યારે વીસ વર્ષ ની થઇ ખબર જ ના પડી ........મોક્ષા અને ધ્યાન ની મુલાકાત એક સોશ્યિલ સાઈટ પર થઇ ....પણ અજનબી તરીકે પછી તો ચેટ અને કલાકો સુધી વાતો ,બંને ને એકબીજાની બધી પસંદ -નાપસંદ વિષે ખબર ,અને બંને એકબીજાના નિકનેમ થી જ ઓળખતા મોક્ષા ના મનમાં તો ધ્યાન માટે માત્ર એક મિત્ર તરીકે ની જ ફીલિંગ હતી ,પણ ધ્યાન મોક્ષા ને મિત્ર કરતા વધુ માનતો ,પણ તે ડરતો કે તે ના પાડશે તો ..પરંતુ એકદિવસ મોક્ષા ને મેસેજ માં પોતાના દિલ ની વાત કહી જ દીધી
"ખબર નહિ મોક્ષા આપણે એકબીજાને મળ્યા પણ નથી અને એકબીજાને જોયા પણ નથી ,છતાંપણ તારી તરફ એક ગજબ નું આકર્ષણ છે તારી સાથ વાત કરવી ગમે ,તારી વાતો ગમે ,મને તું ગમે ,એ પળ ત્યાંજ થંભી જાય એવી હું હંમેશા ભગવાનને પાર્થના કરતો હોઉં છું સાચે જ હું તને પુરા મન થી ચાહું છું જો તું હા પાડે તો આ સંબંધ આગળ વધશે , નહીંતર આપણે મિત્ર તો છીએ જ .. ખબર નહીં તારો મધથી પણ મીઠો સ્વભાવ ખુબ જ અટ્ટરેક્ટ કરે છે તારી તરફ નાં ચાહવા છતાં બઁધાતો જાઉં છું આ બંધ માં ગુસ્સો આવે છે મારાં અસ્તિત્વ તરફ કે જે મને ખેંચ્યા કરે છે તારી તરફ. ..........................to be continue.......