સમયયાત્રા ની સફરે - 4 Pradeep H.Dangar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

સમયયાત્રા ની સફરે - 4

                               સમયયાત્રા ની સફરે                      

                             -  Pradeep Dangar                    

                                     પ્રકરણ-૪

                                નીષ્ફળતા ના અંતે....

                  અંકલ વીલની ટાઈમ મશીનનાં મોડલે મારી અંદર પણ જાણવાની ઉત્સુકતા ને વધારી દીધી , અંકલ વીલે આગળ કહ્યું કે,

                   "મોડલ તો મે તૈયાર કરી લીધું પણ હવે જ સાચી અને કપરી સફર શરૂ થવાની હતી , મારે આ મશીનની ગોપનીયતા ની સૌથી વધુ તકેદારી રાખવાની હતી કારણ કે હું પ્રોફેસરની સાથે એક નામી વૈજ્ઞાનીક પણ હતો તેથી ઘણા લોકોની નજર પણ મારા પર રહેવાની હતી, એક પ્રશ્નના નિરાકરણની સામે ૧૦ પ્રશ્ન ઉભા થતા".

                 અંકલ વીલે મને આગળ જણાવતા કહ્યું કે 

                 "જેક કોઈ પણ આવીષ્કારના ફાયદા અને નુકશાન બન્ને હંમેશા હોય જ છે, હું પણ સારી રીતે જાણતો હતો કે જો હું ટાઈમ મશીન બનાવવામાં સફળ રહ્યો તો તેના પરીણામો વીશે મારે તેની પૂર્વ તૈયારીઓ ઉપર પણ ધ્યાન આપવુ પડશે".

                  "મે એક એવી જગ્યા શોધી કે જ્યા હું મારુ કામ સરળતાથી લાંબા સમય સુધી કરી શકુ, સાથે સાથે એ પણ ધ્યાન રાખ્યુ કે એ જગ્યા એવી હોય કે જ્યાથી મને મશીન બનાવવા માટેની  સામગ્રીસુવીધા પણ સરળ રીતે મળી શકે, હું રાત દીવસ નુ ધ્યાન કર્યા વગર મંડી પડ્યો, મારી સૌપ્રથમ આવશ્યકતા હતી અખુટ ઉર્જાનો સ્ત્રોત એક એવો સ્ત્રોત કે જે હંમેશ માટે મશીનને ઉર્જા પૂરી પાડે, આ કામ ખૂબ જ કપરું હતુ, હું એ કાર્યમાં મંડી પડ્યો હું સારી રીતે જાણતો હતો કે નીષ્ફળતાઓ હજાર હશે અને સફળતા માત્ર એક".

              "રાત દીવસ ની સખત મહેનત હજારો અચડણ હજારો નીષ્ફળતા હજારો હતાશા બાદ લગભગ  પાંચ વર્ષના અંતે એ સ્ત્રોત નુ સફળ પરીક્ષણ કરી શક્યો, મે એવી તકનીકનો આવીષ્કાર કર્યો જે ઉર્જાનો પૂનઃ ઉપયોગ કરીને પોતાની જ ઉર્જાને બીજી વાર કાર્ય માં લઈ શકે , મારા માટે તો આ ખુબ જ મોટી સફળતા હતી પરંતુ જો હું સમય યાત્રાની વાત કરુ તો આ તો માત્ર એક નાની સફળતા જ હતી, કાર્ય ખુબ જ કપરૂ અને લાંબુ ચાલશે એનો અંદાજ આવી ગયો હતો પણ કહેવાય છે કે સફળતાનો કોઈ વિકલ્પ નથી".

                                 અંકલ વીલની કામ પ્રત્યેની ધગશ અને ધીરજ વીશે સાંભળીને હું પણ ગદગદ થઇ ગયો, અંકલ વીલે  મશીન ના મોડેલ વીશે આગળ જણાવતા કહ્યુ કે,

                               " અખુટ ઉર્જાના સ્ત્રોતના કાર્ય પર સફળતા મેળવ્યા બાદ હવે સમય હતો મુખ્ય કાર્યને પાર પાડવાનો , ટાઈમ મશીનને વાસ્તવીક રૂપે પ્રત્યાપણ કરવાનો , આ વાતમાં કોઈ શંકા ન હતી કે ખુબ જ અડચણો આવશે પરંતુ ના છુટકે કાર્ય કરવું પડશે એવુ માનીને જ હું કાર્યમાં મંડી પડ્યો લગભગ ૧૦૦૦થી ઉપર ટાઇમ મશીનના ચીત્રો તૈયાર કર્યાં બાદ મે એ ચીત્રો માંથી એક ટાઇમ મશીનનુ મોડેલ ચીત્ર પસંદ કર્યું, અને વાસ્તવીક રૂપ આપવા માટે હું મંડી પડ્યો".

              "મારા ટાઇમ મશીનના મોડેલ પ્રમાણે સૌપ્રથમ તો મે એ મશીન તૈયાર કર્યું, લગભગ ૩ વર્ષના અંતે હું માત્ર તેને એક વાસ્તવીક રૂપ આપી શક્યો, તે માત્ર હજુ એક ખાલી ખોખું જ કહી શકાય કારણ કે તેમા હજુ કાર્ય બાકી હતુ , એ મોડેલ ૨૦ ફુટ લાંબુ ૪ ફૂટ પહોળુ અને ૨ ફુટ ઊંચાઈ ધરાવતુ બનાવ્યું તેની અંદર મે અખુટ ઉર્જાના સ્ત્રોતનો પૂનઃ ઉપયોગ કરી શકાય તેવા ૪ એન્જીન બનાવ્યા".

                 ચાર એન્જીન !!? હું વચ્ચે જ બોલી પડ્યો.

                  "હા ચાર એન્જીન કારણ કે કોઈ પણ મશીન ઉપર પૂરેપૂરો વિશ્વાસ તો ના જ કરી શકાય , ભવિષ્યમાં કદાચ જો એન્જીન ખરાબ થઈ જાય અને ભવિષ્ય કે ભુતકાળમાં જ રહી જાય એ તો સપના માં વીચારવુ પણ મુશ્કેલ છે, તેથી મે આ વાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચાર એન્જીન બનાવ્યા",અંકલ વીલે જવાબ આપતા મને કહ્યુ.

                   અંકલ વીલ ની આ વાત સાંભળી મે પણ ડોકુ હા માં     ધુણાવ્યું, ભવીષ્ય કે ભૂતકાળમાં જ ફસાઈ જઈએ વાતના વીચારથી જ મારા શરીરમાં પણ કંપારી છુટી ગઈ!, અંકલ  વીલે આગળ જણાવતા કહ્યું કે,

                  "એન્જીન કાર્ય બાદ હવે અગત્યનું કાર્ય હતુ તેમા સમય દર્શક યંત્ર  બેસાડવાનું કે જેના વડે આપણે કોઈ પણ તારીખ મહીનો કે વર્ષ દાખલ કરીએ તો તે એટલી જ ઉર્જા એન્જીનને આપે કે તે એ સમયમાં પહોંચી શકે, પણ કાર્યમાં ખુબજ મુશ્કેલી આવી રહી હતી, હું જેવું જ સમયદર્શક યંત્રમાં તારીખ મહીનો અને વર્ષ દાખલ કરતો તો તે યંત્ર માત્ર ઝડપથી એ જ ઓરડામાં પરીભ્રમણ કરતુ, આની પાછળનુ કારણ હું સમજી ના શક્યો, લગભગ સખત ૫ વર્ષના અંત બાદ હું એ સમજી શક્યો કે મશીન તો મારી પાસે છે પણ એ મુખ્ય સ્ત્રોત નથી કે જેમાથી મશીન પસાર થઈને હું ભુતકાળ કે ભવીષ્યમાં જઈ શકે".

                    "ખરી મુંજવણ હવે ઉભી થઇ, આ વાત વીશે તો મે વીચાર્યું જ ન હતું, હું જ્યા હતો ત્યાજ પાછો આવી ગયો હોય એવો અહેસાસ થયો, સખત ૧૨ વર્ષના અંતે પણ હજુ કશુ જ ન હતું તેવુ લાગ્યુ, પરંતુ ૧૨ વર્ષનો ભોગ દીધા બાદ પાછુ વળવાનો પ્રશ્ન જ ન હતો , હવે વિચારવાનુ કાર્ય એ હતુ કે એવા સ્ત્રોતનું નીમાર્ણ કેવી રીતે કરવું કે જે ભવીષ્ય અને ભુતકાળ ની સફર કરાવી શકે, ઘણા લાંબા અધ્યયન, નીરીક્ષણ બાદ હું એક અનુમાન પર પહોંચ્યો કે જો હુ અખુટ ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરી એવી બે વીજકીય દીવાલો બનાવી શકુ કે જેની એક ર્વતમાનની વીજકીય દીવાલમાંથી પસાર થઈને બીજી વીજકીય દીવાલ કે જે ભવીષ્ય કે ભુતકાળમાં પેલેપાર ખુલે".

                   
                 હું ધ્યાન દઈને અંકલ વીલની વાતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો હતો કારણ કે તેની વીજકીય દીવાલ વાળી વાતમાં મને વધારે ગડમથલ ના પડી, અંકલ વીલે આગળ કહ્યું કે ,

                 "અખુટ ઉર્જાના સ્ત્રોત દ્વારા આ કાર્ય કરી શકાય એમ હતુ , ઘણા પ્રયત્નો કર્યાં પરંતુ  વીજકીય દીવાલોનુ નીર્માણ પાર નહતું પડતુ , લગભગ અંદાજીત ૩ વર્ષના અંતે મે  અખુટ ઉર્જાના સ્ત્રોતને મે એક ચોક્કસ વેગ આપીને વીજકીય દીવાલોનું નીર્માણ કર્યું, આ દીવાલો એક વીજકીય ક્ષેત્રનું નીર્માણ કરતી હતી જે એક સુરંગ જેવુ હતુ, ટાઇમ મશીન  એક વીજકીય ક્ષેત્રની સુરંગમાંથી થઈને બીજા  વીજકીય ક્ષેત્રના સુરંગમાં નીકળે".

                   મારી મહેનત રંગ તો લાવી પરંતુ હજે મહત્વનું કહી શકાય એવુ કાર્ય આવી નીકળ્યુ , ટાઇમ મશીન અને વીજકીય દીવાલોને એકી સાથે કાર્ય પર લગાડવાનું ,જો એ બન્ને એકી સાથે કાર્ય ના કરે તો કોઈ ચોક્કસ સમયમાં જવુ અશક્ય હતુ, લગભગ પાંચ વર્ષ એટલે કે આજના દીવસ  સુધી સખત નીરીક્ષણ હજારો પરીક્ષણ બાદ  ભૌતીકવીજ્ઞાનના સીદ્ધાંતો દ્વારા મે ટાઇમ મશીન અને વીજકીય દીવાલો ને  એવી રીતે સાથે બનાવ્યા કે તે ચોક્કસ વેગ અને ચોક્કસ ઉર્જા આપી અને નક્કી કરેલા સમય પર ટાઇમ મશીનને પહોચાડી શકે.

                મે ચોંકીને અંકલ વીલને કહ્યું કે "એટલે જ આજ સવારે તમારા ચેહરા ઉપર તેની ચમક હતી "?

                   અંકલ વીલે હળવુ સ્મીત આપતા કહ્યુ,
                
                    "હા,વીસ વર્ષ  હજારો નીરાશા, હજારો દીવસ હજારો રાત હજારો પરીક્ષણ હજારો નીષ્ફળતાના અંતે સફળતા મળી".


ક્રમશ:..                   

રેટ કરો અને રિવ્યુ આપો

Payal Chavda Palodara

Payal Chavda Palodara 1 માસ પહેલા

Pradeep H.Dangar

Pradeep H.Dangar 11 માસ પહેલા

Viral

Viral 11 માસ પહેલા

Sukesha Gamit

Sukesha Gamit 11 માસ પહેલા

Jay Ajani

Jay Ajani 12 માસ પહેલા