સમય યાત્રા ની સફરે- 3 Pradeep H.Dangar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય યાત્રા ની સફરે- 3

સમય યાત્રા ની સફરે

ભાગ -૧

-Pradeep Dangar

૩૫ વર્ષ પૂર્વે

ભાગ -૩


આફતા!! અંકલ વીલની આ વાતથી હુ સ્તબ્ધ થઈ ગયો, એવી તે શી આફત આવી શકે? હુ વિચારોના વંટોળમાં ખોવાઈ ગયો, ત્યાજ,

"જેક ક્યા ખોવાઈ ગયો? "

અંકલ વીલે મને ટપાર્યો

"અંકલ વીલ આ પુસ્તકની જે મશીનનો ઉલ્લેખ કર્યો છે તેની પાછળ ના રહસ્ય એ મને વીચારમાં મૂકી દીધો છે",

અંકલ વીલે લાંબાં નીસાસા સાથે મારી સામે પ્રેમથી જોઈને કહ્યુ,

"તેના માટે તારે મારા જૂના કબાટમાં પડેલી બેગ કાઢવી પડશે"

મે તુરત જ અંકલના જુના કબાટમાં નીચેથી એક ખુબજ જૂની બેગ કાઢી હું આ બેગને પ્રથમ વાર જોઈ રહ્યો હતો અંકલ વીલે બેગને, બેગમાં જુના પત્રો, જૂની ફાઇલ તેમના જુના દરતાવેજો પણ હતા અંકલ વીલે બેગમાં સૌથી નીચેથી એક જુનુ મોટુ કવર કાઢ્યુ અને મને આપ્યુ, મે કુતુહલતાથી કવર ખોલ્યુ જોયુ તો તે કવરમા બે જુના સ્કેચ હતા.

"આ સ્કેચ કોના છે અંકલ?"

મે કુતુહલતા પૂર્વક પુછ્યું, અંકલ વીલે આંગળી ચીંધતા કહ્યુ

"આ તારા આંટી જેન અને તારો ભાઈ ટોમ",

આ સાંભળી હું નવાઈ પામ્યો કારણ કે અંકલ વીલ ના લગ્ન જીવન વીશે મે કદી કઈ સાંભળ્યુ ન હતુ.અંકલ વીલે મને બેસવા કહ્યું, બાજુ માં પડેલી ખુરશી પર બેસીને અંકલ વીલ સામે ધ્યાનપૂર્વક મીટ માંડી, અંકલ વીલની બંન્ને આંખોના ખુણા ભીના થઈ ગયા હતા, અંકલ વીલે વાત ની શરૂઆત કરતા કહ્યુ કે,

" આજથી ૩૫ વર્ષ પૂર્વે મારા અને જેનના લગ્ન થયા હતા અને એક વર્ષે બાદજ ટોમ પણ અમારા જીવનમાં આવ્યો અમે ખુબ જ ખુશ હતા અમારા સુખી જીવનથી પણ આજ થી ૩૦ વર્ષ પૂર્વે એ કાળી રાત અમારા જીવનની ભયાનક રાત સાબીત થઈ "

આટલુ કહેતા જ અંકલ વીલના મોં માં ડુમો ભરાય ગયો, તેમનો અવાજ ગળગળો થઇ ગયો, અંકલ વીલે આગળ કહ્યુ કે

"તે ભયાનક રાત્રીએ અમે ત્રણેય બહારગામ જવા નીકળ્યા, રાત પણ એટલી ભયાનક હતી કે જરા પણ કંઈ અવાજ આવે તો ડર લાગે, ફાનસના અંજવાળા સાથે ધીમે ધીમે ઘોડાગાડીમાં વાતો કરતા કરતા આગળ વધી રહ્યા હતા થોડે દૂર જતા જ શહેરની બહારના આવેલા એક જુના પુલ પરથી પસાર થઇ રહ્યા હતા, પણ ત્યાજ અચાનક લુંટારા ની એક ટોળકી ધસી આવી તેના ઓચીંતા હુમલાના લીધે અમે ગભરાય ગયા ૧૫ ૨૦ લુંટારા ટોળકી ની સામે હું એકલો જ હતો પુલ ઉપર અફરાતફરી મચી ગઈ , મે ઘોડાગાડી ઝડપથી હંકાલવા પ્રયત્ન કર્યો પણ પાછળ થી લુટારા એ જોરથી ગાડીના પૈડા પર પ્રહાર કર્યો તેની સાથે જ ઘોડાગાડીનુ સંતુલન બગડ્યું અને ગાડીનો ભાગ પુલ સાથે અથડાયો પૂલ ખુબ જ જુનો હતો, ગાડીના અથડાવાથી પુલ હચમચી ઉઠયો અને પુલનો પાછળનો ભાગ તુટી પડ્યો, આની સાથે જ લુંટારા તો ખીણમાં ખાબકી ગયા પણ ગાડીનો એક ભાગ પણ પુલમાં ફસાય ગયો, જેન અને ટોમ બન્ને પુલના નીચેના ભાગમાં ફસાય ગયા."

' અચાનક આવેલી આ ભયાનક સ્થીતી ને લીધે અમે ચોંકી ગયા હુ ઘોડાગાડી ના આગળના ભાગમા હતો તેથી બચી ગયો પણ જેન અને ટોમ પુલના નીચેના ભાગમા બગી માં ફરાય ગયા , બન્ને ની બુમો મારા કાનમાં આજ પણ સંભળાય , મે ખુબ પ્રયત્ન કર્યા પણ બગી સુધી ના પહોચી શક્યો , હું કાંઈ બીજુ સમજી શકુ કે બચાવી શકુ તે પહેલા જ પુલ ની નીચેનો ભાગ તૂટી પડ્યો !!!, જેન અને ટોમ પણ નીચે ખીણમાં તેમની છેલ્લી ચીસો સાથે ખાબકી પડ્યા, મારી નજરની સામે બન્ને મોતને ભેટી ગયા અને હુ અભાગો કઈ કરી પણ ના શક્યો"

આટલુ કહેતા જ અંકલ વીલ રડી પડ્યા,મારી આંખોમાં પણ આંસુ આવી ગયા.

"મે સ્વપ્નમાં પણ નહોતુ વિચાર્યું કે આ અમારી જીવનની આખરી સફર હશે, જેન અને ટોમ ને છેલ્લી વાર પણ હુ જોઈના શક્યો ખીણ એટલી ઉંડી હતી કે દીવસના સમયે પણ કંઈ ના દેખાય મારૂ શરીર શીથીલ થઈ ત્યાંજ ઢળી પડ્યું , પૂરા બે દીવસ પછી હું ભાનમાં આવ્યો જોયું તો હજુ પણ એ જ જગ્યાએ હતો ટોમ અને જેનના મોતથી હું ભાંગી પડ્યો , મારુ માનસીક સંતુલન ગુમાવી બેસ્યો, પૂરા બે વર્ષ સુધી હુ અસ્થીર મગજની બીમારીથી પીડાય રહ્યો, હું રોજ એ જ વીચારતો કે કાશ હું તેમને બચાવી શક્યો હોત કાશ અમે ત્યારે બહારગામ ગયા જ ના હોત"

" આમને આમ દિવસો પસાર કરતો હતો પણ એક દીવસ હું વીચારી રહ્યો હતો કે કદાચ હું જો ત્યા પાછો જઈ શકુ તો કદાચ હું એ સમય પાછો લાવી શકુ તો એ ઘટના જ ના થવા દીધી હોય તો આ વિચારે જ મને સમયની યાત્રા માટે પ્રેરીત કર્યો!!!

"પણ આ કાર્ય મુશ્કેલ નહી પણ અશક્ય જ કહી શકાય એવુ હતુ, સમયને કાબુ કરવો !!! એ તો કોઈ પણ વ્યક્તિ ના માનવામાં ના આવે , હું જાણતો હતો કે આ કાર્યમાં સફળતા માત્ર વિચારોમાં જ મળી શકે વાસ્તવિકતામાં નહી, છતા પણ હું મંડી પડ્યો રાત દીવસ જોયા વગર એ કલ્પનાને હકીકત બનાવવા લાગી ગયો, હજારો પ્રશ્નો હતા ક્યાથી? કેવી રીતે?, લગભગ દશ વર્ષ સમયયાત્રાના મશીનનુ મોડેલ કાગળ પર તૈયાર કરવામાં ગયા.

હું સ્તબ્ધ થઈ ગયો !! ૧૦ વર્ષ માત્ર મોડેલ તૈયાર કરવામા!!? હું સ્થીર થઈને તેમની વાતો સાંભળી રહ્યો હતો, અંકલ વિલે આગળ કહ્યું કે

"જયારે મોડેલ કાગળ પર તૈયાર થયુ ત્યારે મે તેને નામ આપ્યુ ટાઈમ મશીન હું ખુશ હતો કે મારી મહેનત ધીમે ધીમે રંગ લાવી પણ સાચી મુશ્કેલી તો હવે જ શરૂ થવાની હતી કાગળ પર મોડેલ તૈયાર કરવું અને વાસ્તવમાં તૈયાર કરવું એ બન્ને માં ઘણો ફરક",

ક્રમશઃ.............