Part-2
એ તપાસ દરમ્યાન અન્ય એક એક્ટિવ મિસિંગ કેસ મળ્યો. ૨૬મી જાન્યુઆરી ના દિવસે બંજારા હિલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવેલી કે હું
જેનેલિકા ડિઝુઝા, બુશ ડિઝુઝા ની પત્ની છું. મારા પતિ પરમ દિવસથી ઘેર આવ્યા જ નથી. ચારમિનાર પોલીસ સ્ટેશનના ઇંચાર્જ અર્જુન શેખાવતને આ જાણકારી આપતી વખતે બંજારા હિલ પોલીસ સ્ટેશનના અધિકારી એ વધારાની માહિતી આપી કે ગૂમ થયેલો આ માણસ શેર બજાર નો એજન્ટ છે અને એની સામે
એક વેપારી એ ચિટિંગ ની ફરીયાદ નોધાવી છે કે મને શેર બજારમાં 1 મહિમાના 35% નફો કરાવી આપવાની લાલચ મા મારી પાસે થી 5.5 લાખ રૂપિયા લઇ ને ગુમ થયેલ છે એવી ફરિયાદ નોંધાવેલી છે. આ માહિતી કંઈક ઉપયોગી નીવડશે એ ધારણા સાથે અર્જુન બુશ ડિઝુઝા ઘેર પહોંચી ગયા. બુશ ડિઝુઝાની પત્ની જેનેલિકા ડિઝુઝાએ જણાવ્યું કે એ ગૂમ થઈ ગયા એવી ફરિયાદ મે નોધાવી છે. પછી અર્જુન તેની પાસે બુશ ના ફોટોગ્રાફ માંગે છે. એ એની પત્નીએ બતાવ્યા. જ્યારે લાશ મળેલી ત્યારે અર્જુન એ સ્થળનું નિરીક્ષણ કરેલું. ત્યાંથી જે ફોટોગ્રાફ મળેલા એની છાપ મગજમાં જળવાઈ રહેલી. એને લીધે અત્યારે ઘરમાં નજર ફેરવતી વખતે અચાનક અર્જુન ની આંખ ચમકી. જે ફોટોગ્રાફ તેને મળેલા તેની બેક સાઇડ મા જે લોગો ને ને સિમ્બોલ માર્ક હતો તે જોઈને અર્જુનનો ઉસ્સાહ વધી ગયો. અર્જુન એ બુશ ની પત્ની પાસે થી બુશ વિષે શેરબઝાર માં લાગ્યો તે પેલા તે શું કરતો હતો એ તમામ માહિતી પણ પ્રાપ્ત કરી લીધી. આ અઘરા ખૂન કેસને ઉકેલવા માટે એક છેડો મળ્યો હતો. હવે પોલીસે સીસીટીવી ફૂટેજ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. ચીલકૂર પાસે આવેલા એન્ટીક મ્યુઝિયમ આસપાસના જેટલા પણ કેમેરા હતા એના ફૂટેજ ચકાસ્યા ત્યારે પોલીસની મહેનત ફળી. બુશ અને મહેશ સાથે ઊભા રહીને વાતો કરતા હોય એવું એક દ્રશ્ય જોવા મળ્યું. એ દ્રશ્ય ચાર દિવસ પહેલાનું હતું. હવે પોલીસે ,બુશ ના ઘરની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવીને એની ચકાસણી શરૂ કરી. ફૂટેજ જોયા પછી પોલીસનો ઉત્સાહ વધી ગયો. એક કાર માં બુશ અને મહેશ સાથે જઈ રહ્યા હતા, હવે પોલીસે ત્યાં થી આગળ ૪ કિલોમીટર આવેલા ટોલગેટ પાસે સીસીટીવી ફૂટેજ ચેક કરે છે. ત્યાં અર્જુન ની નજર તે કાર પર પડે છે જે કાર માં બુશ અને મહેશ જઈ રહ્યા હતા
તે કાર માં બે ની જગ્યા એ ત્રણ વ્યક્તિ હતી. અર્જુન સહીત બધા આ દ્રશ્ય જોઈ ને
આશ્ચર્ય માં પડી ગયા. આ બધા દ્રશ્યો જોયા પછી પોલીસને હવે એટલી ખાતરી થઈ ગઈ કે આ હત્યામાં જ ત્રણ પાત્રો છે.
બુશ, મહેશ અને ત્રીજી અજાણી વ્યક્તિ, અર્જુન સીસીટીવી ફૂટેજ ઝૂમ કરી ને જોવા નું કહે છે તો વધુ એક ઝાટકો લાગે છે.તે અજાણી વ્યકતિ બીજું કોઈ નહિ પરંતુ ચિટિંગ ની ફરીયાદ નોંધાવેલી
તે રાજેશ અરોરા હોય છે.અર્જુન વિચારે છે કે આ કેસ જેટલો સરળ લાગે છે તેટલો સરળ નથી,હવે આ ત્રણ માંથી લાશ કોની છે તે એક અઘરો પ્રશ્ન બનતો જાય છે.બુશ
નો મોબાઈલ બંધ જ આવતો હતો. મહેશ વિષે કઈ માહિતી હજુ સુધી મળી ના હતી.અર્જુને બુશ ની કોલ ડિટેઇલ લાવવા હવાલદાર શામજી ને કહ્યું.સાથે રાજેશ અરોરા ના ઘર ની ડિટેલ પણ લઇ આવવા કહ્યું.આજે અર્જુન નું ગણિત બરાબર ફિટ નોતુ બેશતું એટલે તેને ચાય લઇ આવવા માટે છોટુ ને બૂમ પડી ને ચાય લઇ આવવા જણાવ્યું.
ક્રમશ: