Murder in hyderabad part-1 books and stories free download online pdf in Gujarati

મર્ડર ઇન હૈદરાબાદ - ભાગ 1

તમે જો કોઈ હેદ્રાબાદી ને પૂછશો કે હેદ્રાબાદનું નું પ્રખ્યાત શું ?

તો જવાબ મળશે પેહલી બિરયાની પછી શેરવાની અને છેલ્લે પરેશાની
આ હેદ્રાબાદ નું સ્લોગન છે.


તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી, 2021, ની સવારે ચારમિનાર પોલીસ સ્ટેશનમાં ૬૫ વર્ષ ના એક વૃદ્ધ હાંફતા હાંફતા આવે છે.

' સાહેબ,હું હેબ્રોન ચર્ચનો ફાધર છું. છેલ્લા બે દિવસથી માથું ફાડી નાખે એવી દુર્ગંધ આવતી હતી એટલે આજુબાજુમાં તપાસ કરી તો ચર્ચ થી થોડે દૂર એક બાવળિયા માં એક કોથળો પડ્યો છે તેની ઉપર લાહી ના ડાઘ છે અને ભયકંર ગંધ આવી રહી છે. ત્યા ના ઇંચાર્જ અર્જુન શેખાવત ફાધર ને પાણી આપી ને રિલેક્સ થવાનું કહે છે.

ત્યાર બાદ અર્જુન ને ફાધર જીપ લઇ ને ચર્ચ પાસે પહોંચે છે. અર્જુન અને તેની ટિમ હાથ માં ગ્લોવ્ઝ અને માસ્ક બાંધી ને બાવાડિયા નજીક જાય છે અને કોથળો ખોલી ને જોવે છે તો એક લાશ ને કટકા કરીને ફેંકી દેવામાં આવી હતી.લાશ ઓળખી શકાય એવી દશામાં નહોતી. લાશ ૩૦-૩૫ વર્ષ ની લાગતી હતી. લાશની આસપાસ પોલીસે નિરીક્ષણ કર્યું ત્યારે અર્ધા બળેલા બે ફોટોગ્રાફ મળે છે. અર્જુન તે ફોટોગ્રાફ હાથ મા લઇ ને જોવે છે તો તેની નજર ફોટોગ્રાફ પાછળ લખેલા નંબર પર પડે છે. બીજા ફોટા માં આઠેક નામ લખેલા હતા અને દરેક નામની સામે રકમ લખેલી હતી. અર્જુન શેખાવતે કાગળની રકમનો સરવાળો કર્યો તો નેવું લાખ જેટલો થયો. અર્જુને સબ ઇન્સ્પેક્ટર વાઘલે ને કહીને લાશને પ્રાથમિક વિધિ પતાવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી. દેવા જણાવ્યું. અર્જુન ખુરશી ઉપર બેસી ની મન માં વિચારી રહ્યો હતો.હવે? આ માણસ કોણ હશે ? કોણ આની હત્યા કરી હશે? ત્યાં Dr. જયેશ પનારા પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ લઇ ને આવ્યા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોઈને અર્જુન ની વિચારવાની દિશા બદલાઈ ગઈ. રિપોર્ટમાં જણાવાયું હતું કે તીક્ષ્ણ હથિયારથી હત્યા કર્યા પછી કોથળામાં બાંધી ને લાશને ફેંકી દેવામાં આવી છ હતી!

હત્યાનો ગુનો નોંધાયા પછી પોલીસ તપાસનો ધમધમાટ ચાલુ થયો. હેદ્રાબાદના દરેક પોલીસ સ્ટેશનમાં આ ઉંમરની વ્યક્તિ ગૂમ થયાની ફરિયાદ નોંધાયેલી હોય એ તમામની જાણકારી,ઉપરાંત ફોટો મા જે મોબાઈલ નંબર લખાયેલા હતા એ કોના છે એની તપાસ પણ ચાલુ હતી. ક્રાઈમબ્રાન્ચના ઈન્સ્પેક્ટર તુષાર દેશપાંડેની ટીમ પણ તપાસમાં જોડાઈ ગઈ હતી. ત્રીજા દિવસે પેલા બે મોબાઈલ નંબરમાંથી એક મોબાઈલ નંબર જેમનો હતો એનો પત્તો મળ્યો. પોલીસ સ્ટેશનમાં આવીને એ ભાઈએ જાણકારી આપી કે આ નંબર તો મારો છે, પણ એ ત્યાં કેમ પહોંચ્યો એની મને ખબર નથી.

અર્જુને કડક શબ્દોમાં કહીંયુ કે મગજ ઉપર જરા જોર કરો ને જરા વિચારી ને કહો. પછીએમણે યાદ કરીને કહ્યું કે ચીલકૂર પાસે આવેલા એન્ટીક મ્યુઝિયમ બહાર એક ભિખારી જેવો માણસ બેસે છે. એ દારૂડિયાએ થોડા દિવસ અગાઉ મારો નંબર માગેલો અને મેં એને આપેલો.પોલીસે ત્યાં તપાસ કરી. આજુબાજુના માણસો પાસેથી માહિતી મળી કે આવો એક ભિખારી જેવો માણસ ત્યાં બેસતો હતો એ જ્યોર્જ પેલેસ પાસે આવેલા સદાવ્રત માં જમવા જતો હતો. ત્યાં તપાસ કરી તો એ માણસનો અતોપતો મળી ગયો. એનું નામ મહેશ માનકોર હતું.
સત્યમ નગરમાં પહોંચીને પોલીસે મહેશ ના પરિવારજનોને પૂછયું તો એમણે કહ્યું કે મહેશે તો અમારા કુટુંબનું નામ બોળ્યું છે. એ અઠંગ દારૂડિયો અને રખડેલ થઈ ગયા પછી અમારે એની સાથે કોઈ સંબંધ નથી. એને કાઢી મૂક્યા પછી ક્યારેય એ આ ઘરમાં આવ્યો પણ નથી.

ક્રમશ:

by vijay R vaghani

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED