કેમ કે સુકુંન ની મૌત તારો ચેહરો...
કવિતા - ૨ ( મને યાદ રાખજે )
દિલ માં થોડી જગાં રાખજે,
બસ તું મને યાદ રાખજે,
જીવનનાં અંત સુધી એક વાત યાદ રાખજે,
બસ તું મને યાદ રાખજે,
આપણી જૂની યાદો ને સાચવીને રાખજે,
બસ તું મને યાદ રાખજે,
મુલાકાત ના સ્થળો ને મારી યાદ આપજે,
બસ તું એમને યાદ રાખજે,
જેને મડાવ્યા આ એ પરિબળો નો આભાર માનજે,
બસ તું મને યાદ રાખજે,
મારા સવાલો નો જવાબ આવતા જન્મે આપજે,
બસ તું મને યાદ રાખજે,
મારા એકતરફી પ્રેમ ને આખરે કંઇક નામ આપજે,
બસ તું મને યાદ રાખજે,
મારા આપેલા પ્રેમપત્રો ને મારી જોડે બાળજે,
બસ તું મને યાદ રાખજે,
આવતાં જન્મે મળવાની એક આસ આપજે,
અંતે એટલું જ કહીશ હું ના હોવ આ દુનિયામાં,
તો પણ બસ તું મને યાદ રાખજે..
કવિતા - ૩ ( અંતિમવાર )
મન ભરીને જોવી છે તને અંતિમ વાર,
તારા ગાલો ને નિહાળવા છે અંતિમ વાર,
મનમાં ઊઠેલાં પ્રશ્નોને મારે પૂછવા છે અંતિમ વાર,
તું બસ બોલ્યા કરે અને હું તને સાંભળ્યાં જ
કરું અંતિમ વાર,
તારા હાથો મારા ચેહરા પર મૂકી તારો એહસાસ
દિલમાં ઉતરી લઉ અંતિમ વાર,
"સાંભળ્યું " આ શબ્દ તારા મુખે થી
સાંભળવો છે અંતિમ વાર,
તારા ખોળામાં માથું મૂકીને રોઈ લેવું છે અંતિમ વાર,
તારા માંથા ને ચૂમી તને કાયમ માટે અલવિદા
કેહવુ છે " અંતિમ વાર".
કવિતા - ૪ ( વાંક કોનો ? )
આખી રાત વાત કરવાવાળું વ્યક્તિ ખામોશ
થઈ જાય તો વાંક કોનો ?
જીવનભર સાથે રહેવાનો વાયદો કરી
કોઈ જતું રહે તો વાંક કોનો ?
સાથે મળી લખી હતી પ્રેમ ની કહાની,
અંત અધૂરો રહી જાય તો વાંક કોનો ?
કોઈની રાહ જોતા આં આંખો રાતે
તકિયો ભીંજાવી જાય તો વાંક કોનો ?
લાગણીઓ ને શબ્દોમાં ઢાળી તો દઈએ પણ,
એમને એ શબ્દો નો મોલ ના સમજાય તો વાંક કોનો ?
પ્રેમ મારો દર્દ મારો જુદાઈ ની વ્યથા મારી,
જો ખુદ પર જ બેવફાઈ નું લાંછન લાગે તો વાંક કોનો ?
ખુશ છે એ અન્ય જોડે એમની જિંદગી આલિશાન છે,
એમને ખુશ જોઈ મારાથી મુસ્કાઇ જવાય તો વાંક કોનો ?
જેમના માટે મે બધું જ ભૂલાવ્યુ જે એજ,
મને ભૂલી જાય તો વાંક કોનો ?
કિસ્સો અધૂરો, રાત અધૂરી, મળવાની ચાહ પણ અધૂરી,
એવામાં કોઈનો જીવ જતો રહે તો એમાં વાંક કોનો ?
લાગણીઓ તો વેચાઈ ચાલી કોળીઓ ના ભાવમાં માં,
એવામાં સાચો પ્રેમ ભર બજારે નીલમ થાય તો વાંક કોનો ?
શરાબ થી હતી નફરત આજે એના ઉપર જ નિર્ભર થયો છું,
પછી જો એમની યાદ માં થોડું વધારે પીવાય જાય તો વાંક કોનો ?
કવિતા - ૫ ( પાછા વળી જઈએ )
ઝળવાનું નથી કઈ આં એકતરફી સફર માં,
સફર ને અહી જ થંભાવી દઈએ,
ચાલો પાછા વળી જઈએ..
થઈ રહ્યું છે અપમાન પ્રેમ નું ભરી મેહફીલ માં,
આત્મસન્માન થોડું સાંભળી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...
અલગ તળી રહ્યો છું હું લોકો ની ભીડ માં,
ખુદની ઓળખાણ છિપાવી લઈએ,
ચાલો પાછા વળી જઈએ...
વિરહ ની વેદના ને ઉતારી રહ્યો છું કાગળ માં,
તારી બેરૂખી ને બે શબ્દો માં વર્ણવી લઇએ,
ચાલો પાછા વળી જઈએ...
મુંતઝર સદા રહેશે તારું આં જીવનમાં,
પણ એકતરફી પ્રેમ ની લાજ રાખી લઈએ,
નથી જવું આં સફર માં હવે આગળ,
ચાલો પાછા પાછા વળી જઈએ...