દિવ શહેર.
આમતો કેન્દ્ર શાસિત પ્રદેશ.
પણ ગુજરાતીઓ ની જાન આ દિવ એમાં પણ ખાસ આપણા અમદાવાદીઓ ની.
આમ પણ આપણે અમદાવાદી ઓ માટે ટૂંકા પ્રવાસ માટે ફેવરિટ જગ્યાઓ એટલે દિવ – દમણ અને માઉન્ટ
આબુ પર્વત. પણ મને આ ઊંચા ઊંચા પર્વતો કરતા આ દરિયો વધારે તેની તરફ ખેંચે છે.
એટલે જ્યારે પણ આ ભાગદોડ ભર્યા જીવન થી થાક જેવુ મહેસુશ થાય કે હું નીકળી પડું જાણે આ દરિયો મને તેની પાસે બોલાવતો હોય.
દિવ મા દિલ માં વસેલો નયનરમ્ય ઘોગલા બીચ.
જ્યાં થી ઉભા ઉભા દિવ નો અદભૂત કિલ્લો દેખાય ને જ્યાં જોવો તો આ અફાટ દરિયો ને તેમાં ઉછળતા મોજા. બધો જ થાક ઉતારી દે એવો અદભૂત નજારો.
ખરેખર તો નાગવા બીચ કરતા પણ સુંદર છે,
એકદમ શાંત ને સુંદર.
ને એમ પણ ત્યાં નાગવા બીચ જેટલા લોકો નથી હોતા.
ઘોઘલા બીચ પર સુંદર સાંજ ઢળી રહી હતી,
કોઈ ચિત્રકારે કેરસી ને પીળા રંગ ની પીંછી ફેરવી હોય આકાશ માં એમ આ આકાશ પણ જાણે રંગાઈ ગયું હતું,
સૂરજ પણ હવે થાકી ને ધીમે ધીમે જાણે સમાધિ લેતો હોય તેમ દરિયા માં સમાઈ રહ્યો હતો.
દરિયા માં ઉઠતા આ મોજા આ આંખો ને ઠંડક આપી રહ્યો હતા,
દરિયા કિનારે વહેતો આ પણ જાણે કોઈ સુમધુર સંગીત સંભળાવી રહ્યો હતો.
પક્ષીઓ ઓ પણ હવે તેમના વિસામા તરફ વળી રહ્યા હતા.
હું અહીંયા બેઠો હતો એકલો,
ને આ સુંદર સાંજ ને માણી રહ્યો હતો ને આંખો બંધ કરી ને આ વહેતી હવા ઓ નો સ્પર્શ અનુભવી રહ્યો હતો.
સાંજ પણ હવે ધીમે ધીમે ઢળી રહી હતી,
સૂરજ પણ હવે આ દરિયા માં ડૂબવા ની તૈયારી માં હતો,
રંગો થી ભરેલા આ આકાશ માં પણ હવે ધીરે ધીરે કાળો રંગ ઉમેરાઈ રહ્યો હતો,
પ્રકાશ ના બચેલા થોડા કિરણો પણ હવે ખોવાઈ જવાની તૈયારી માં હતા ઝ બસ એક
ધૂંધળું અજવાળું બચી ગયું હતું
અને એ પણ ગમે ત્યારે અલિપ્ત થવાનું હવે અને અંધારું આ સુંદર સાંજ ને ગળી જવા તૈયાર થઈ ને બેઠું હતું.
ગણી શકાય એટલા જ લોકો અત્યારે દરિયા કિનારે પોતાની હાજરી પુરાવી રહ્યા હતા તો કેટલાક જવાની તૈયારી માં હતા.
આ બધુ નિહાળતા હું આ કિનારા ની રેત પણ આડો પડ્યો જાણે સ્વર્ગ માં પહોંચી ગયો હોવ એવી લાગણી આવી રહી હતી.
ધીમેક થી મે મારી આંખો બંધ કરી,
ને કુદરત ના ખોળા માં સમાવવા ની તૈયારી કરી રહ્યો હતો,
અચાનક આ વાતાવરણ માં જાણે મારૂ નામ મારા કાને સંભળાયું.
હા આ અવાજ ઓળખીતો જ હતો.
મને એક વિચાર આવ્યો કે એ અહીંયા ક્યાંથી હોય.
એ તો વર્ષો પહેલા મને છોડી ને જઈ ચૂક્યા છે.
ના હોય શકે આ,
ભ્રમ છે આ તારો એમ ખુદ ને બોલી ને મે ફરી આંખો બંધ કરી લીધી.
ખોવાવવા ની હું તૈયારી માં જ હતો ને ફરી થી એજ અવાજ ને એજ મારું નામ.
ઉતાવળે હું ઉભો થયો ને આમતેમ નજર ફેરવી ને હું એ અવાજ ને શોધી રહ્યો.
અચાનક એ ચહેરો મારી નજર સામે હતો,
હા એજ ચહેરો જો વર્ષો પહેલા આ આંખો થી દુર ચાલ્યો ગયો હતો,
હા એક એ જ ચહેરો જેને જોઈ ને આ ચહેરા પર મુસ્કાન આવી જતી હતી,
હા એ એજ ચહેરો હતો જે ક્યારેક આ આંખો માં સમાયેલો હતો.
હા એજ સુંદર ચહેરો હતો હતો એ જે ક્યારેક આ દિલ માં ઉટરી ગયો હતો,
એ જ ચહેરો જે જીવ હતો ક્યારેક મારો,
હા એ જ ચહેરો હતો તે જે ક્યારેક મારી દુનિયા હતી.
હું બસ આંખો મચકાવ્યા વગર એક નજરે તેને જોઈ જોઈ રહ્યો.
હા એ હતી “રાધિકા”.
મારી રાધિકા જેની માટે ક્યારેક મે દુનિયા ભૂલાવી હતી,
જે ક્યારેક આ દિલ ની ધડકન હતી.
એ જ રાધિકા જે મારો જીવ હતી.
જેની સાથે મે મારા જીવન ના સુંદર સપના ઓ સજાવ્યા હતા.
ક્યારેક?”
મારા મુખ પર એક નાનકડું સ્મિત આવી ગયું.
ને ખુદ ને એક સવાલ પૂછી લીધો “ક્યારેક?”
હા હું ખોટો હતો,
ખુદ થી હું ખોટું બોલતો હતો.
ક્યારેક નઈ પણ આજે પણ એ જ ચહેરો આ આંખો માં વસેલો છે,
આજે પણ આ આંખો તેને એક નજર જોવા માટે તડપતી હતી,
જાણે વર્ષો નો ઈંતજાર આજે પૂરો થયો હતો.
“આભાર દિવ,
તારો ખૂબ ખૂબ આભાર” હું જાણે મન માં બોલી ઉઠ્યો.
હું હજી પણ ખોવાયેલો હતો,
એકી નજરે તેને નિહાળી રહ્યો હતો,
આજે તો આ મૌસમ નો પણ હું આભાર માની રહ્યો હતો,
જેનો હું વર્ષો થી રાહ જોઈ રહ્યો એ નજરો મારી આંખો ની આગળ ઉભો હતો.
મારી તજ્ઞા તોડતા મારી આંખોની આગળ તેને હાથ લાવી ને હલાવ્યો ને જાણે હું નિંદ્રા માં થી બહાર નીકળ્યો.
તે બોલી ઉઠી “કેમ છે આર્યન?
કેમ નો તું અહીંયા?
શું કરે છે આજકાલ?”.
જવાબ માં મુખ પર એક નાનકડું સ્મિત લાવતા બોલ્યો કે “બસ આવ્યો છુ અહીંયા ઈંતજાર માં કોઈ ની,
ખોવાયો હતો આવ્યો છું ખુદ ને શોધવા અહીં.”
રાધિકા ના મુખ પર પણ જાણે સ્મિત છવાઈ ગઈ બોલ્યું તેને “શું વાત છે જનાબ શાયર બની ગયા તમે તો?”.
ને જવાબ મા કે આપણે ફરી એક શાયરી બોલી દીધી “ઘાવ બહોત દિયે હે ઇસ જીંદગી ને,
હસતે થે કભી રૂલા દિયા ઇસ જીંદગી ને,
આતી તો નહિ શાયરી હમે,
પર શાયરી રચના શિખા દિયા ઇસ જીંદગી ને.”
જાણે મારી કહેવા નો અર્થ સમજી ગઈ હોય તે એમ તેના ચહેરા પર થોડી ગંભીરતા આવી ગઈ.
બોલતા તેના હોઠો જાણે એકદમ શાંત બની ગયા.
થોડી વાર આમ જ શાંતિ છવાયેલી રહી.
જેને તોડતા હું બોલ્યો “તું બોલ રાધિકા,
તારે કેવું છે?
તું કેમની અહીંયા?
મને તો એમ કે મારૂ નામ પણ તને યાદ નઈ હોય.
હા આશ્ચર્ય ની વાત હતી કે મને ખબર હતી કે રાધિકા ને દરિયો નઈ પણ ઉંચા ઉંચા પર્વતો ગમે છે,
ને તે અહીંયા?
એટલે થોડું અજુગતું લાગ્યું મને.
તેણે કઈ જવાબ ન આપ્યો બસ થોડું સ્મિત આપી દીધું તેણે.
મારી માટે તો જાણે એટલું સ્મિત જ કાફી હતું,
હું ફરી તેને નીરખી રહ્યો,
આટલા વર્ષો પછી પણ જાણે તેના માં કોઈ ફર્ક આવ્યો ન હતો,
હજી પણ એટલો જ સુંદર ચહેરો,
હજી પણ એ જ નિખાલસતા,
હજી પણ કોઈ પણ તેની તરફ આકર્ષિત થઇ જાય એવું વ્યક્તિત્વ.
હે ભગવાન આવું કંઈ રીતે બની શકે.
હું જાણે ખુદ થી સવાલ પૂછી રહ્યો હતો.
બધુ ભૂલી ને એકવાર ફરી થી તેના માં ખોવાઈ રહ્યો હતો.
હવે તો અંધારા નું સામ્રાજ્ય પણ આવી ગયું હતું,
દૂર દૂર લાઈટ ના થાંભલા ઓ નો પ્રકાશ દેખાઈ રહ્યો હતો અને અમે બંને હજી ઉભા રહ્યા હતા એ તો જાણે અમે બંને ભૂલી જ ગયા હતા.
પણ થાક હવે ચહેરા પર દેખાઈ રહ્યો હતો.
રાધિકા બોલી જો તને વાંધો ન હોય તો અને સમય હોય તો બેસી શકીએ થડું.
જવાબ માં મે બસ માથું હકાર માં હલાવ્યું.
ને અમે ઠંડી થઇ ગયેલી રેતી ઉપર બેસી ગયા.
દરિયા ના મોજા નો અવાજ શાંતિ નો ભંગ કરી રહ્યો હતો,
પવન ના સૂસવાટા હજી કાને અથડાઈ રહ્યા હતા ને અમે બંને હજી ચૂપચાપ બેઠા હતા જાણે રાહ જોઈ રહ્યા હતા કે કોણ વાત કરવાની શરૂઆત કરે.
પણ હવે છૂટકો ન હતો,
કોને ખબર આ સમય ફરી ક્યારેય જીવન માં મળશે કે નઈ.
કહેવું તો ઘણુ હતું મારે,
વાતો તો ઘણી હતી આ દિલ માં,
મન ને હલકું કરવું હતું એકદમ,
પણ બધુ દબાવી રાખી ને હું એટલું જ બોલ્યો કે “રાધિકા તારો ફોન નંબર એ જ છે કે બદલાઈ ગયો?.”
ના હજી પણ એ જ છે મારો નંબર”
વર્ષો થી એ જ છે જે હું ક્યારેય બદલી ન શકી.
તેને જવાબ આપ્યો.
બસ પછી તો અમે જૂની યાદો તાજા કરતા ગયા કઈ રીતે પહેલી મુલાકાત થઈ એ ને કઈ રીતે ખુશી ઓ થી જીવતા હતા એ વાતો કરતા રહ્યા.
સમય પણ જાણે હવે તો ભૂતકાળ માં આવી ગયો પહેલી મુલાકાત આ નજર સામે આવી ગઈ.
********
૧૫ સપ્ટેમ્બર,
૨૦૦૬, આજે રાત્રે મારા ભાઈ ના લગ્ન નું રિસેપ્શન હતું, બધા ખુશ હતા, ઘર નો પ્રસંગ હતો તો હું થોડા કામ માં હતો, બધા આનંદ કરી રહ્યા હતા ને હું ને મારો જીગરજાન મિત્ર, અરે મિત્ર નઈ પણ મારો ભાઈ જ સમજી લો એ “જય” જે દરેક પળ મારી સાથે રહેતો, અમે બંને અમને સોંપાયેલ કામ પતાવી રહ્યા હતા.
એ રાત આવી ગઈ હતી બધા તૈયાર થવા દોડાદોડ કરી રહ્યા હતા,
રિસેપ્શન શરૂ થઈ ચૂક્યું હતું,
બધા મહેમાનો ધીમે ધીમે આવવા લાગ્યા હતા.
પણ કોને ખબર આજ ની રાત્રે મારૂ જીવન જ જાણે બદલાઈ જવાનું હતું.
કામ પતાવવા દોડાદોડ કરતા,
અચાનક મારી નજર મંડપ ના શણગારેલા દરવાજા પર પડી,
હા એ રાધિકા જ હતી,
એ તેના મમ્મી અને તેના ભાઈ સાથે આવી રહી હતી.
લીલાં રંગ નો અનારકલી ડ્રેસ તેને પહેર્યો હતો,
વારે વારે તેના ચહેરા પર આવતા વાળ ને તે એક હાથે સાંભળી રહી હતી.
કાનો માં લાંબી ઇયરરિંગ ઝૂલતી હતી,
કાજળ થી ભરેલી કાળી કાળી એની આંખો ચમકતી હતી,
ગુલાબ ને પણ શરમાવે એવા તેના સુંદર હોઠો પર એક સ્મિત મજા ની હતી,
પગ માં ઉચી એડી ના મોજડી તેને પહેરેલી હતી, જાણે સ્વર્ગ માં થી એક અપ્સરા ને ભગવાને ખુદ આ ધરતી પર મોકલી હતી.
ફાટેલી આંખો થી હું તો જાણે તેને જ જોઈ રહ્યો,
આજુ બાજુ ની દુનિયા જાણે ભૂલી ગયો,
દિલ નો એક ધબકારો ચૂકી ગયો,
ને હું જાણે તેના માં જ ખોવાઈ ગયો.
પાસે થી નીકળતા એની નજર મારી પર પડી ને એક ક્ષણ માટે નજર અમારી એક થઈ ગઈ,
જોઈ ને મને ચહેરા પર તેના એક નટખટ સ્મિત આવ્યું ને જોઈ ને તેને આ દિલ ને જાણે ચેન આવ્યું.
પહેલાપહેલા કોઈ માટે આ દિલ માં આવી અજીબ લાગણી નતી ઉઠી,
જોઈ ને તેને આ જીવન રંગો થી ભરાઈ ગયું.
વર્ષો થી સૂકા પ્રદેશ માં જાણે આજે વરસાદ વરસી રહ્યો હતો એ તો અંદર વહી ગઈ હતી પણ હું ભાન ભૂલી ને બસ ત્યાજ ઊભો થઈ રહ્યો.
મારી આ હાલત જોઈ ને મારો ભાઈ મારો દોસ્ત “જય”
સમજી ગયો કે જનાબ ને પ્રેમ નો રંગ લાગી ગયો.
તેણે પણ મારી ખેંચવાની શરૂઆત કરી ને હું હવે શરમાઈ ગયો.
ભાગ્યો અંદર મહેમાનો ની વચ્ચે ને હું તેને શોધતો રહી ગયો.
મન મા થયું કે આ દિવસ પતે જ નહિ ને તે આ નજર આગળ થી હતી જ નહિ.
મન ભરી ને હું તેને જોતો રહ્યો,
નજર પણ શું મળી તેની મારી સાથે જાણે દિલ પણ એક બીજા ના મળતા ગયા.
કહેવાનું કાંઈ હતું નહિ,
બસ નજરો થી વાતો અમે કરતા રહ્યાં.
જાણે અમારી વચ્ચે જન્મો જનમ ના સંબંધ રચાઈ ગયો.
પણ આ તો સમય છે ક્યાં કોઈ ની માટે પણ રોકાય છે?
બસ તેનો પણ સમય આવી ગયો ને આ નજર સામે થી ઓજળ થતા રહ્યા.
ખોવાયેલો હતો એ હદે તેના માં હું કે ભવિષ્ય મા કઈ રીતે વાત થઈ શકે એ વિચારવાનું જ હું ભૂલી ગયો હતો.
કોસી રહ્યો હતો ખુદ ને કે કાશ હિમ્મત કરી ને એકવાર નંબર તેનો માંગી લીધો હોત.
હશે થવાનું થઇ ગયું,
સમય વિતી ગયો,
વીતેલો સમય પણ ક્યાં પાછો આવે છે,
હવે શું કરી શકીએ બસ મન ને હું સમજાવી રહ્યો હતો,
પણ હકીકત માં તો મે જાણે કેટલોય મોટો ગુનો કરી દીધો હોય એવી લાગણીઓ મહેશુશ થઈ રહી હતી જાણે અંદર થી મને કોતરી રહી હતી,
શોધુ ક્યાં હું તેને,
અરે નામ પણ હું તેનું જાણતો ન હતો,
ખુશ હતા બધા પણ દુઃખી હું થઈ ગયો હતો.
દિવસો વીતતા રહ્યા પણ હજી હું તેને ભૂલ્યો ન હતો,
બધા ની વચ્ચે પણ એકલો હું બેસી રહ્યો હતો,
અલિપ્ત હું થઈ રહ્યો હતો જાણે તેના માં જ હું ખોવાઈ રહ્યો હતો.
વિચારી રહ્યો હતો કે શું તેને પણ હું યાદ હોઈશ હજી?
જે લાગણી મારા આ દિલ માં છે એ જ લાગણી તેના દિલ માં હશે?
આમ ને આમ વિચારતા દિવસો અને મહિના ઓ હું વિતાવી રહ્યો હતો,
લોકો પણ ખોટું બોલે છે સમય સાથે બધુ ભુલાતું જાય છે,
કારણ કે હું હજી પણ તેને ભૂલાવી ન શક્યો હતો.
આંખો બંધ કરતા સામે તેને જોતો હતો.
જોઈ ને મને આવેલું તેના ચહેરા પર નું સ્મિત હજી પણ હું ભૂલી શક્યો ન હતો.
જીવન તેની સાથે વિતાવવા ના સપના હું જોતો રહ્યો.
મારૂ આ જીવન હું તેના નામે કરતો રહ્યો.
કોઈક રીતે મુલાકાત થઈ જાય તેના થી,
ઘણું છે આ દિલ માં તેને કહેવા માટે,
વાતો ઘણી કરવી હતી તેની પાસે બેસી ને,
બસ ભગવાન ને હું પ્રાથના કરતો રહ્યો.
એક દિવસ જાણે ભગવાન એ પણ મારી પ્રાથના સાંભળી લીધી,
આ દિલ જાણે ખુશી ઓ થી ભરાઈ ગયું,
મારા મોબાઇલ પર એક અજાણ્યા નંબર પર થી એક મેસેજ આવ્યો હતો જેને ખોલતા જ આ ખુશી ઓ નો પાર ન આવ્યો.
હા એ એનો જ મેસેજ હતો,
હા મારી “રાધિકા”.
જેની માટે મે મારા સપનાઓ સજાવ્યા હતાં,
જેને મે મારી દુનિયા બનાવી હતી,
ને સુંદર કલ્પના ઓ થી એ દુનિયા ને સજાવી પણ હતી.
મારી “રાધિકા”.
મારો જીવ,
મારી આત્મા,
મારા દિલ ની સરનામું,
મારી ખુશીઓ નું કારણ,
મારૂ જીવન.
બસ પછી તો શું હોય,
એકબીજા સાથે પ્રેમભરી વાતો થઈ રહી,
દુનિયા થી છુપાઈ ને મુલાકાતો થઈ રહી,
અમે બંને એકબીજા માં ખોવાતા રહ્યા,
જાણે એકબીજા ની નજીક આવતા ગયા.
સાથે જીવવા મરવા ના વચનો આપતા ગયા,
બે શરીર ને એક આત્મા બનતા ગયા,
ને એક બીજા માં અમે સમાતા રહ્યો.
આ દિલ તેના નામે કરી લીધું હતું,
દિલ માં સ્થાન તેનું મજબૂત કરી લીધું હતું,
સમાઈ ગયા હતા એકબીજા માં જાણે,
એકબીજા વગર શ્વાસ લેવાનું પણ મુશ્કિલ બની ગયું હતું.
એક દિવસ જાણે આ ભગવાને આખો દિવસ અમને સાથે રહેવાની મંજૂરી આપી દીધી.
તેના એક મિત્ર ના બહેન નો લગ્ન પ્રસંગ મા તેને ખંભાત જવાનું હતું.
અજાણ્યું શહેર હતું,
અજાણ્યો રસ્તો હતો,
તે સમજી ન શકતી હતી કે શું કરે તે.
જાય કે ના જાય,
અચાનક તેને યાદ આવ્યું કે હું ચરોતર માં રહેતો હતો,
તો કદાચ ખંભાત મારી માટે એટલું અજાણ્યું ન હોય.
હું થોડા કામ માં હતો,
વાઈબ્રેટ પર રાખેલો ફોન ટેબલ પર ધ્રુજી ઉઠ્યો,
ને તે ધ્રુજારી નો અવાજ મારા કાને અથડાય ગયો.
સ્ક્રીન પર જોતા મારો ચહેરો મલકાઈ ગયો,
મારો જીવ મારી
“રાધિકા”
નો જ એ ફોન હતો.
હું મોબાઇલ પકડી ને ઉઠ્યો,
ઓફિસ ની બહાર નીકળી ને ફોન મે રીસિવ કર્યો.
થોડા મીઠા ગુસ્સા માં તેને ફરિયાદ કરી “યાર આટલો બધો ટાઈમ લાગે એક ફોન ઉપાડતા?.
હું બોલ્યો સોરી બેટુ
(અમે બંને એક બીજા ના નામ ના બદલે એકબીજા ને બેટુ,
દીકુ જ કહેતા હતા)
“થોડો કામ માં હતો,
ઓફિસ ની બહાર નીકળવા માં વાર લાગી.”
મે બે કાન પકડ્યા ને દિલગીરી વ્યક્ત કરી ને એ ખળખળાટ હસી પડી.
એની હસી મા જાણે કેટલીય ખુશીઓ હતી,
નદી નું પાણી જાણે ખળખળ વહેતું રહ્યું હતું.
કામ મૂકી ને બધુ હું તેને ગળે લગાવી લવ એવું મન મા થતું હતું.
હું બોલ્યો “હસવાનું બંધ કર ને જણાવીશ કે શું કામ પડ્યું અમારું?”.
તે બોલી “હા બેટુ બોલું છું થાકી ગઈ હું હસી ને શ્વાસ તો લેવા દે મને.”
હું બોલ્યો” ઠીક છે હવે જણાવશો જરા કે આ નાચિઝ નું શું કામ પડ્યું આ દિલ ની મહારાણી ને?”.
તે ફરી હસી પડી ને હસતા હસતા બોલી “બેટુ મારે ખંભાત જવાનું છે,
મને રસ્તો ખબર નથી, તો આવશો મારી સાથે?”.
બસ આટલું સાંભળતા હું જાણે ખુશી થી ઉછળી કૂદી પડ્યો,
મને મારા કાન પર વિશ્વાસ ન આવ્યો,
મે તેને ફરી બોલવા કહ્યું,
કે જાણે હું સપનુ તો નથી જોઈ રહ્યો ને?
તે ફરી બોલી “તમે આવશો મારી સાથે ખંભાત?”.
હું હા બોલ્યો ને દિવસ જાણી ને ફોન કટ કર્યો.
સીધો ઓફિસ માં ગયો અને એ દિવસ પૂરતી રાજા રાખી લીધી.
અને ના કરું તો કેમ ના કરું,
મારા જીવન નો બહુ જ સુંદર દિવસ બનવા નો હતો આ,
હું ને મારી રાધિકા આખો દિવસ એક સાથે,
વિચારી ને પણ હું ખુશી થી ઝૂમી ઉઠ્યો.
અને આખરે એ દિવસ પણ આવી ગયો,
સવાર ના ૭:૦૦ વાગ્યે હું મારી બાઈક લઈ ને મારી રાધિકા ને લેવા માટે નક્કી કરેલી જગ્યા પર પહોંચી ગયો. આમ તો ૮:૦૦ વાગે જવાનું હતું, પણ ઉત્સાહ ને ઉત્સાહ માં હું વહેલો પહોંચી ગયો.
સવાર ના ૮:૦૦ વાગવા આવ્યા હતા, રસ્તા પર લોકો ની ચહલ પહલ વધી રહી હતી, પક્ષી ઓ પણ કલરવ કરતા તેમના માળા ઓ માં થી નીકળી પડ્યા હતા, ને આ આંખો? આંખો તો જાણે એક જ વ્યક્તિ ની જોવા માટે તરસતી હતી. દિલ ની ધડકનો વધી રહી હતી, વારે વારે હાથ માં પહેરેલી ઘડિયાળ પર નજર પડતી હતી.
આખરે ભારે લાગતાં આ સમય નો પણ અંત આવ્યો,
રાહ જોતા આ જીવ માં જીવ આવ્યો,
રિક્ષા માં થી તે ઉતરી.
જોઈ ને તેને આ દિલ ધડકવા નું ભૂલી ગયું,
લોકો ને ભૂલી ને આ નજર બસ એક તેને જોઈ રહી.
હરણ જેવી એની સુંદર ચાલ સાથે તેના પગલાં મારી તરફ આવતા હતા,
જોઈ ને મને હજી પણ સ્મિત તેના મુખ પર આવ્યું હતું.
અંતર તો બહુ ન હતું પણ આજે આ અંતર ઘણું લાગ્યું હતું,
દરેક ડગલે આ જ અંતર દૂર થતું લાગ્યું હતું.
નજર તો બસ જોઈ રહી તેને,
આજે અપ્સરા થી કમ નથી લાગતી એ.
પિંક કલર નું ટોપ ને બ્લેક જિન્સ,
કાજળ થી ભરેલી એની એ આંખો,
ગુલાબ જેવા એના ગુલાબી હોઠ,
કાન માં આમ તેમ લહેરાતી બુટ્ટી,
હવા ન ઝોકા સાથે લહેરાતા તેના રેશમી વાળ,
જાણે સ્વર્ગ માં થી કોઈ અપ્સરા મારી માટે આ ધરતી પર આવી ગઈ હોય તેવું લાગી આવ્યું.
તે મને મને જાણે ઊંઘ મા થી જગાડતી હોય એમ ઢંઢોળી ને સપનાઓ માં થી બહાર નીકળ્યો અને મને ગળે લાગી ગઈ.
ઓહ જીવન ની એક અદભૂત ક્ષણ હતી આ મારી માટે.
બસ પછી તો થઈ ગઈ શરૂઆત એક સપના સમાં સફર ની,
અમદાવાદ થી ખંભાત,
આમ તો બાઈક મારૂ ક્યારેય ૮૦ ની સ્પીડ ની નીચે તો ના ચાલે પણ આજે એ જ બાઈક ની સ્પીડ ૫૦-૬૦ ની થઈ ગઈ હતી, બાઈક પણ મને આજે પૂછી રહ્યું હતું કે ભાઈ આજે આટલો રહેમ કેમ મારી ઉપર? કારણ હતું તે paachal
થી પકડી ને બેઠી હતી,
સાઈડ ગ્લાસ માં થી વારે વારે હું તેણે જોઈ રહ્યો હતો અને તે પણ મને જોર થી હગ કરી રહી હતી.
આખરે આવી ગયું ખંભાત પણ,
ને સફર નો હાલ પૂરતો અંત થયો,
સાથ માણતા એક બીજાં નો આ દિવસ નો પણ અંત થયો.
છોડવા ગયો હું તેના ઘરે ને એ મને ફરી ગળે લાગી ગઈ,
આ દિવસ મારા જીવન નો સહુ થી ખાસ દિવસ બની ગયો.
પણ આ ભગવાન,
હા એ જ ભગવાન જેણે અમને મળાવ્યા હતા,
એ ભગવાન આજે અમારી વચ્ચે વિધિ ના લેખ કાંઈ અલગ રચી રહ્યા હતા,
ગળાડૂબ પ્રેમ માં અમે બંને ને દૂર કરવાનું જાણે તે કોઈ ષડયંત્ર રચી રહ્યા હતા.
જાણે બતાવવા માંગતા હોય કે તમે ગમે તેમ કરી લો,
પણ ધાર્યું તો આ દુનિયા માં મારું જ થશે,
શું કરી શકે છે એ જાણે અમને બતાવવા માગતા હતા.
પ્રેમ ભરી વાતો ની વચ્ચે હવે થોડા મતભેદો આવતા ગયા,
સહુ થી ઉપર હતા અમે ક્યારેક તેના જીવન માં આજે સહુથી નીચે આવી ગયા.
આખો દિવસ રણકતો આ ફોન પણ હવે એકદમ શાંત બની ગયો,
મેસેજો થી ભરાતો રહેતો ફોન પણ હવે તેના એક મેસેજ માટે તરસી ગયો.
આખરે ભગવાને એ સમય પણ બતાવી દીધો કે જે જોવા નતા માગતા,
ક્યાં પ્રેમ અહીંયા કોઈ નો પૂરો થાય છે,
અમે હવે જુદા થઈ ગયા.
********
હું વિચારો મા થી બહાર નીકળ્યો,
આંખો ભીની થઈ ગઈ હતી,
રાત ના ૧૨:૦૦ થવા આયા હશે, અંધારું હવે એકદમ ઘોર રાત્રી માં ફેરવાઈ ગયું હતું. અમે બંને હજી સાથે જ બેઠા હતા. શાંતિ ચિરતા તે બોલી “આર્યન, માફ કરજે મને. હું સમજી ન શકી. પ્લીઝ ખુશ રહેજે તું. મારા લગ્ન થઈ ગયા છે અને હું અહીંયા મારા પતિ સાથે આવી છું.”
બસ આ સાંભળીને આંખો મા પાણી આવી ગયા,
પગ નીચે થી જમીન ખસી ગઈ,
આટલા વર્ષો ની રાહ જોવાનો અંત આવ્યો હવે.
દિલ ના તો જાણે ગણી ના શકાય એટલા ટુકડા થઈ ગયા હતા,
મારી જેને માની હતી હંમેશા,
એ રાધિકા,
હા મારી રાધિકા,
(સોરી મારી નઈ હવે)
કોઈ બીજા ની થઈ ગઈ હતી હવે.
લોકો થી ઉભરાતું આ શહેર એકલું પડી ગયું હતું હવે,
દુનિયા જે સજાવી હતી તે તૂટી ગઈ હતી આજે , સપનાઓ મારા ચનાચૂર થઈ ગયા હતા,
આ દુનિયા માં એકલો પડી ગયો હતો હું હવે.
ભારે હૈયે હું ઉભો થતો,
તેને રોક્યો મને પણ હું “તારો આભાર,
ખુશ રહેજે અને ધ્યાન રાખજે તારું”
બસ એટલું બોલી ને ભીની થયેલી આંખો લઇ ને હું ચાલવા લાગ્યો.
રાધિકા મને જાતા જોઈ રહી હશે કે નઈ ખબર નહિ,
રાહ જોવા નો કોઈ મતલબ નથી હવે જાણી ને પાછળ જોયા વગર હું આગળ વધતો રહ્યો જાણે અંધારું મને નીગળવા માટે મોં ખોલી ને તૈયાર બેઠું હતું.
વર્ષો થી જેની રાહ હું જોઈ રહ્યો હતો એ રાહ નો અંત હવે અહીંયા થઈ ગયો હતો.
અંત હિન સફર ની જે શરૂઆત થઈ હતી તે સફર નો અંત થઈ ગયો હતો આજે.
“THANK U DIU, THANK U GHOGHLA BEACH".
મૃગેન
(મૃગ)”.