Living Food - 1 books and stories free download online pdf in Gujarati

Living Food - 1

Only me


સાત્વિક ભોજન કોને કહેવાય???

ભોજન એ હોય જેમાં થી આપણ ને પ્રાણ મળે..ના કે બીમારી
અત્યારે આપણે બધા એ વિચારીએ છીએ કે ભોજન એટલે ઘર નું ભોજન એટલે બેસ્ટ ...સાચી વાત ને ??

પણ એવું નથી ભોજન નો પણ એક નિયમ હોય છે જેમ દિવસ પછી રાત થાય છે એમ ભોજન નું પણ એવું જ છે ..જે વસ્તુ ને આપણે તાજી સમજીએ છે એ જ તાજું ભોજન નથી હોતું..

..કેમ ખબર છે ???

આપણે તો બધા ભણેલા એટલે મોલ માં જાવ વસ્તુ લાવો ને શિખામણ પણ પછી કેવી દેવાની ખબર.. અરે તમે મોલ માં જાવ તો પેકીંગ ની તારીખ ખાસ જોજો..

બોલો કેટલા હોશિયાર..

પેલા જે ભોજન ગેસ કે ચૂલા પર થી ડાયરેક થાળી માં આવતું એ જ ભોજન ની આજે તારીખ જોવામાં આવે છે..

અને હા પાછું ગર્વ થી આપણે ખાયે છે પણ.

સુ પણ

આનો જવાબ પણ મળશે

દોસ્તો,

આ સવાલનો જવાબ મેં પણ ઘણો ગોતીયો..અને

એમાની હું પણ એક હતી..

પણ કેવાય છે ને જાગીયા ત્યાં થી સવાર..

તો ચાલો આપણે બધા ભોજન નું વાસ્તવિક રૂપ સુ છે એ સમજીએ..

દોસ્તો,

ભોજન માત્ર ખાવાથી પોષણ નથી આપતું..
એના ઘણા નિયમો નું પાલન પણ કરવું પડે છે.
એમનો 1 નિયમ

1) હંમેશા ભોજન તાજું જ લો ભોજન બનાવીયા ના માત્ર
3 કલાક ની અંદર જ એ ભોજન નો ઉપયોગ કરો.
- ભોજન માં તેના ઘણા પોષકતત્વો જે 3 કલાક થી વધુ
રાખવાથી નાશ પામે છે અને એ ભોજન ભલે ઘર નું
હોય પણ એ કંઈપણ કામ નું નથી ..
- હા પેટ ભરવા માટે બરાબર છે ,પણ સુ આપણે પેટ
ભરવા પૂરતું જ ભોજન લઈએ છે..
હા કે ને મને કોમેન્ટ બોક્સ માં જરૂરથી કે જો..
દોસ્તો ,

ભોજન થી આપણા શરીર ને ઉર્જા મળે છે ,શક્તિ મળે છે, તાકાત મળે છે..

દિવસભર કામ કરવા માટે જેમ ગાડી માં પેટ્રોલ અને ડીઝલ જરૂરી છે એવી જ રીતે શરીર રૂપી ગાડી માં ભોજન રૂપી ખનીજ તત્વો નું યોગ્ય પ્રમાણ જરૂરી છે..

હવે, આ વાત તો આપણે કરી ભોજન કેટલા સંમયમાં ખાવું પણ કેવું ખાવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે .

હંમેશા ઋતુઓ ને અનુરૂપ શાકભાજી ખાવા જોઈએ.
ફળો પણ જે ઋતુ માં જે ફળ આવતું હોય એ જ ખાવું જોઈએ.

હંમેશા શાકભાજી ને ફળો ને ધોઈ ને ખાવા જોઈએ.

વધુ તેલવાળું કે મસાલા વાળું ના ખાવું જોઈએ.

વધુ મસાલા સ્વાદ માં તો સારા લાગે છે પણ આગળ જતાં ઘણા બધા રોગો ને આવકાર પણ આપે છે.

આજે આપણા દેશ માં વધુ બીમારી નું કારણ આજ છે
આપણે બધા આપણી સંકૃતિ ને ભૂલી ને આપણા ભોજન ને ભૂલી ને ચાઈનીઝ,પંજાબી,ઇટાલી જેવા ભોજન ની પાછળ પડી ગયા છે.

અત્યારે પીઝા,બર્ગર,ન્યૂડલ્સ,ગ્રેવી વાળા શાક, પકોડી,જેવા ના ખાવા ના ભોજન આપણે બધા ને બોવ જ ભાવે છે અને ઘણા શોખ થી ખાયે છે પણ,

અત્યારે માર્કેટ માં મળતા તાજા નહિ પણ પેકીંગ ભોજન પર આપણે બધા બોવ જ આકર્ષિત થયે છે અને બીજા ને પણ પાછા કેતા જાયે કે આ ફ્રુટ જામ બોવ જ સરસ છે તારા છોકરા કે છોકરી માટે લઈ આવજે..

અને હા અહીં નવી દુકાન ખુલી છે ..

ત્યાં પીઝા ને ચાઇનીઝ ખૂબ જ સારું ને સસ્તું પણ છે
માત્ર 20 રૂપિયા માં બર્ગર ..
સુ 20 રૂપિયા માં ..
હા , અને એક ખાયે ત્યાં તો ધરાય જવાય..ઓહ હો તો તો જવું પડશે...

જોયું દોસ્તો ,

માત્ર 20 રૂપિયા ને લાલચે આપણે બધા એના તરફ આકર્ષિત થઈ ગયા ને..

પણ તમને ખબર છે એ 20 રૂપિયા ક્યારેક 20 લાખ ખર્ચતા પણ આપણી કે આપણાં પરિવાર ની ઝીંદગી પાછી નહિ આપી શકે..

વિચારો દોસ્તો , વિચારો..

જાગો ને

વિદેશી ભોજન નો ત્યાગ કરી સાત્વિક ભોજન નો ઉપીયોગ વધારો અને નિરોગી બનો..

હવે સાત્વિક ભોજન કઈ રીતે બને એની રેસિપી હું આગળ ના ભાગ માં કહીશ..
જો મારી આ રચના સારી લાગી હોય તો plz સેર કરજો અને કોમેંટ માં જરૂર થી કહેજો કે તમને કેવું ભોજન ભાવે છે...

Only me...

.


બીજા રસપ્રદ વિકલ્પો