હુકમ નો એકો - 1 Raj King Bhalala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

હુકમ નો એકો - 1

તમને વાર્તા નું ટાઇટલ થોડું અજીબ લાગશે પણ જેમ જેમ તમે આગળ વાંચતા જશો ખબર પડતી જશે. પીતામ્બર સિંગ સવાર માં વહેલા ઉઠીને મંદિર જાવા નીકળી જાય છે ત્યાં રસ્તા માં મનુ લોટી ગામ નો સરપંચ મળે છે.

શુ હાલે પીતામ્બર ?
બસ પ્રભુ મંદિર જાય સુ..
કેમ? કાંઈ ખાસ કારણ..
છોકરા ને દિલી કોલેજ કરવા મોકલવાનો છે.. આજે સવાર ની આઠ વાગા ની ટ્રેન છે એની..
કઈ લાઈન છે?
B. B. A
મારી તરફથી આશીર્વાદ દે જો છોકરા ને..
હા. એટલું કેતા પીતામ્બર ઉતવળા મંદિર પહોંચી છોકરા ને આગળ વધવા ની ભગવાન પાસે પ્રાર્થના કરે છે...
ત્યાં તો મોબાઈલ ની રિંગ વાગે છે..Rinkiya Ke Papa Gail Tohar Hasiya...
હાલો,
ત્યાં સામે થી રૂપાદેવી (પીતામ્બર ની પત્ની)જલ્દી આવો ટ્રેન નો ટાઈમ થાય સે..
હા, આવું સુ પાસ મિનિટ માં..
પીતામ્બર મંદિર થી જલદી નીકળી ગોલુ ફરસાણ વાળા ની દુકાન પર આવી ને પેડાં અને સવાણા નો ઓર્ડર આપે છે..
ગોલુ ત્વરિત ઓર્ડર પેક કરી આપે છે.
પીતામ્બર થેલી ટીંગાડી સ્પલેન્ડર ને કિક મારી ઘર નીકળે છે..
રૂપાદેવી - તારા બાપા નું કામ જ આવું હોય રેલ નો ટાઈમ થયો તોય ઘરે ટોસાણા નથી..
ત્યાં પીતામ્બર ખડકી ખોલે છે.
પીતામ્બર - તારા છોકરા હાટુ પેડાં અને સવાણું લેવા ગયો તો..
નયન તૈયાર જ બેઠો હતો..
હાલો બેટા જાઈ તારો ટાઈમ થઇ ગયો ને..
નયન માં અને એના બાપ ના આશીર્વાદ લેય છે..
રૂપાદેવી થોડા જંખાય જાય છે પોતાનો છોકરો બાર જાય છે એ વાત થી થોડા નરમાય છે.
પૈસા ની ચિંતા નો કરતો તારા પપ્પા સમય મોકલી દેશે...
નયન માં ને ભેટી પડે છે પછી પોતાને થોડોક સંભાળે છે.
નયન થેલો લઇ પાછળ બેસી જાય છે.
પીતામ્બર ગાડી ધીમે ધીમે ભગાવે છે.
રૂપાદેવી પાછળ પાછળ ડેલે લગી જાય છે.
તેની આખો આંસુ પાછા ખેંચી લે છે. તે પોતાના રોજિંદા કામ મા લાગી જાય છે.

પીતામ્બર આગળ બદામશેક ની લારી ભાળી જાય છે. તે ગાડી ત્યાં સાઈડ મા ઉભી રાખે છે.
તે એક બદામશેક નો ઓર્ડર આપે છે.
તેને ખયાલ હતો નયન ને બદામશેક બોવ પીવો ગમે છે.
નયન એક ગટકે આખો ગ્લાસ પી જાય

પીતામ્બર પઇસા આપી ગાડી હકવે છે.
બંને ગાડી થી ઉતરી ને ટેશન મા જાય છે.
નયન ટિકિટબારી થી દિલી ની ટિકિટ લઇ પિતા પાસે આવે છે
બેવ જણ ટ્રેન ની વાટ જોવે છે.
ત્યાં પીતામ્બર કેય છે.
બેટા તારે જીવન મા ખુબ આગળ વધવાનું છે.જીવન તને ઘણી વખત નીચે પછાડશે પણ તું ફરી ઉભો થઇ તેનો સામનો કરજે.
નયન પિતા ની વાત શાંત મન થી સાંભળે છે.
ત્યાં ટ્રેન નો પાવો વાગે છે. વાતાવરણ મા એકદમ એકાએક ખલબલી મચી જાય છે.
હાલો ટ્રેન આવી ગઈ.
નયન પોતાનો થેલો સીટ ની નીચે નાખી બારી માંથી પિતા ને હાથ હલાવી વિદાય કરે છે
થોડી વાર મા ગાડી ચાલવા માંડે છે.
તે બારી માંથી પોતાના ગામ ને બાલ સહજ રીતે તાકે છે અને ત્યાં તેને તેના મિત્રો ની યાદ આવતા ચહેરો ભાવ હીન થઇ જાય છે.

તે ગાડી મા આમ તેમ નજર ફેરવે છે ત્યાં તેની નજર એક ગ્રુપ પર પડે છે તે પ્રવાસ ઊપર નીકળીયુ હોય તેવું લાગતું હતું.
તે બારી માંથી એક પછી એક પસાર થતા ખેતરો અને વારંવાર બદલાતા ભુ ભાગ ને જોઈ મન મા કિલ્લોલ કરતો હોય તેવું લાગતું હતું.
તે ઉઠે ત્યાં તેને ભાસ થાય છે કે દિલ્લી આવી ગયું છે. તે નીચે થી બુટ કાઢી ઝડપ થી પહેરે છે અને પોતાનો સામાન ખંભે ટીંગાડી ગાડી માંથી ઉતરે છે
ટેશન પર ખુબ ભીડ હતી તેથી તે જડપ થી બાર નીકળી શાંતિ થી ઊંડો શ્વાસ લેય છે.
તે કેવિન ને કોલ કરે છે. ત્યાં રિંગ વાગે છે
હા તને લવ કરું કે બે વીઘા ઘવ કરું...
ત્યાં સામે થી અવાજ આવે છે..
બોલ.. ક્યાં પોયગો ?
કેળા ટેશન ની બાર ઊભો સુ ક્યાર નો..
હા.. ભાઈ.. બસ બે મિનિટ મા પુગો..
જલદી આવ બેટા નકર પેલી નાખય..
ફોન કટ થાય છે નયન કેવિન ની વાટ જુવે છે..
નયન વિચારે છે આ ઘંટો ક્યાં ગયો હશે હજી નથી આવો...


Please friend like, share, comment and follow me second part comming soon....


Please give your review and follow...