જીવન એક આવું પણ - 2 Mani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

જીવન એક આવું પણ - 2


આગળ આપણે જોયું કે દાદી ફરી ગામડે જાય છે હંમેશા ના માટે પણ ગુડી કંઈપણ બોલી શક્તિ નથી ,,)

દાદી કંઈપણ બોલિયા વગર બસ માં બેસી જાય છે ને બસ માં બેસી ને બોવ જ રડે છે ને દીદી પછી દાદી ને સાચવે છે ..
બીજી બાજુ ગામડે બધા ચિંતા માં હોય છે કે ગુડી નું હોવે કોણ..

પણ ગુડી એટલી ડરેલી હોય છે કે કોઈ ને કંઈપણ કેતિ નથિ ને અંદર ને અંદર દુઃખી થયા કરે છે..

પણ થોડા જ સમય માં સ્કૂલ ચાલુ થઈ ગિય ને ગુડી પણ બધું ભૂલી ગઈ..

ગુડી ભણવામાં એટલી ખાસ નતી એ તો ખાલી એ જ વાટ જોતી હોય કે ક્યારે વેકેશન પડે ને ગામડે જાય..

ગુડી એટલું એના પાપા થી ડરતી કે ક્યારેક એની સ્કૂલ ની બુક પુરી થઈ જાય તો એમાં જ બધુ રફ કરી ને એમાં જ ફરી લખતી..

થોડા દિવસ પછી વેકેશન પડે છે ને બાપુજી પોતે જ એને લેવા પોચી જાય છે ને ગુડી તો એટલી ખુશ થાય છે કે જાણે એ કોઈ જેલ ની કેદી હતી ને હોવી જેલ માંથી બાર નીકળી છે..

ગુડી ગામડે જાય છે ને બધા બોવ જ ખુશ થાય છે..

ત્યાં જ જોત જોતામાં વેકેશન પણ પૂરું થઈ જાય છે..

ગુડી તારા કપડાં પેક કરી લીધા કાલે તારા પાપા આવે છે લેવા ને ગુડી નું રોવાનું ચાલુ ..

કોઈ સાથે બોલે નઈ ને રડિયા જ કરે..


પણ છેલ્લે એને એ જ જીવન ની આદત પડી જાય છે..
ગુડી મોટી થતી જાય છે ..ગુડી તું તો બોવ મોટી થઈ ગઈ..
હા બા મોટી તો થાવ ની ને..

મનુ હવે થોડા વર્ષો માં તારે ખર્ચો ..દીકરા પણ મોટા થઈ ગયા..

પાપા બીજે ઘર રાખે છે ..

હું જેમ જેમ મોટી થાવ છું એમ એમ મારી એકલતા વધતી જાય છે મને એક મા ની જરૂર હતી ..પણ મને યાદ છે મમી હું નિશાળે જાવ ત્યારે કેટલી વાર કેતિ ત્યારે માથું ઓળવી દેતા..
ઘણીવાર તો નિશાળે જમીયા વગર પણ જવું પડતું..પણ કોને કેવાની મારી વાત..મમી રોજે સવાર ના બપોર ના વાસણ ભેગા કરી ને રાખતા એ બધા મારે નિશાળે થી આવી ને ધોવા પડતા..કચરા પોતું ને વાસણ તો મારે જ કરવાનું અને એક દિવસ મેં વાસણ ના ધોયા તો જમવાનું જ ના મળિયું..

ખરેખર માં વગર ઝીંદગી કઈ નથી..

પાપા ને કવ તો એ પણ ગુસ્સે થાય.. એમ મમી પ્રેગનેટ થયા મારે ત્યાં નાનો ભાઈ આવીયો પણ પાપા કે 3 ભાઈ કોઈ એને બોલાવતા નહિ પણ હું એ ભાઈ ને બોવ જ રાખતી પાપા ના હોય ત્યારે એને હીંચકા નાંખતી એની છી પીપી બધું હું ધોતી પણ વિચારતી કે કાસ મને ક્યારે માં મળશે..

ઝીંદગી માં જાણે કઈ રહીયું જ નતું ..મને ક્યારેય બહાર રમવા પણ નથી મળિયું..

થોડા time પછી અમે બીજે રેવા ગયા..

ત્યા ભાઈ ની સગાઈ કરવાનું વિચારીયું..

ભાભી બોવ જ સારા હતા..ભાઈ કામે લાગીયો પછી રોજે મને નવા નવા ડ્રેસ લઈ આવતો..

ભાભી ના આવીયા પછી પણ મારા માટે એનો પ્રેમ ક્યારેય ઓછી થયો નહિ..

ભાઈ ને ભાભી જ્યાં પણ જતા મને સાથે લઈ ને જતાં ..હું ક્યારેય ઘર ની બહાર જ નીકળી ન હતી પણ ભાઈ પેલા જ કીધું કે ગુડી જ્યાં પણ જાયે મારી સાથે જ રેસે..એક પિતા ની ગરજ મોટા ભાઇ એ સારી હતી..

ત્યારે હું કહિતો હોગા સિરિયલ બોવ જોતી ને એના જેવા જ કસીસ ના ડ્રેસ પેરતી..

મોટી મોટી એરીગ..ડ્રેસ..હાઈ હિલ સેન્ડલ ..પણ આ બધું ભાભી ના આવીયા પછી પોસીબલ થયું..


થોડા સમય પછી બીજા ભાઈ ની પણ સગાઈ નકી થઈ ગઈ..

મારે 2 ભાભી થઈ ગયા..

ગુડી ને એક માં ની જરૂર હતી એ કદાચ પુરી થતી હતી..

પણ હઝી પણ ગુડી ની life માં સંકટો ની ઘડી બાકી હતી ..

ભાઈ ને કટલરી ની દુકાન હતી ..

એક દિવસ

હી સંજય. કેમ છે બસ મઝા

કઈ સેટીંગ છે કે સુ ..હા જો હમણાં જ નિકળશે મારી હિરોઈન ઓહ હો..ભાઈ ભાઈ..

ત્યાં જ એક દોસ્ત નીકળે છે ..

એક છોકરી કટલરી ની દુકાન માં આવે છે ત્યાં જ છોકરી ના ભાઈ બને ને વાત કરતા જોય જાય છે ..

ત્યારે નવરાત્રી હોય છે અમે બધા તૈયાર થતા હોય છે ને ત્યાં જ એક ભાઈ આવે છે કે સંજય ને કોઈ ગુંડાઓ પકડી ને લઈ ગયા..

પાપા ને ભાઈ કઈ બોલતા પણ નથી ને જલ્દી થી ભાગે છે ત્યાં જ બીજી બાજુ એ છોકરી ના ભાઈ મારા ભાઈ ને પકડી ને સુમસાન જગીયા એ લઈ ને મારે છે ..અને ત્યાં જ મૂકી ને આવી જાય છે..

બીજી બાજુ પાપા ને ભાઈ સંજયભાઈ ને શોધવા નીકળે છે ..

અને થોડીવાર માં મળી જાય છે..

ત્યાં જ ઘણા ગુંડા ઓ આવે છે ને કહે છે રાતે મળીયે..

પાપા કીધું જ વાત કરવી હોય ઘરે આવો બેસી ને વાત કરીએ...

બધા ઘરે આવે છે કેટલા દિવસો સુધી મારા ઘરે મોડી રાત સુધી બધા ભેગા થતા..

મને ત્યારે અંદર ના રૂમમાં પુરી દેતા ને કઈ દેતા કે તારે કંઈપણ બોલવાનું નહિ..

એક દિવસ તો અમને એવા સમાચાર મળિયા કે એ લોકો અમને બધા ને મારવા તૈયાર હતા ..

થોડા દિવસ પછી પાપા પર કોલ આવીયો તમારી બેબી ક્યાં જાય છે ખબર છે અમને ક્યાં એની નિશાળ છે જો તમે 20000 નહિ આપો તો એ પછી ઘરે નહિ પોચે..

પાપા એ એમ ને પૈસા આપી દીધા..

પણ ફરી ફૉન આવીયો હઝી 15000 આપો પણ હવે પાપા પણ ક્યાં થી લાવે ત્યારે હું 10 માં હતી..

ભાઈ જ્યાં પણ જાવ હવે સાથે રહેતા પણ ક્યાં સુધી ..પાપા એ નક્કી કરીયું કે ગુડી ને ગામડે મોકલી દઈએ..

મારુ 10 પૂરું થઇ યુ ને હું ગામડે ભણવા માટે જતી રહી..

આગળ ની સ્ટોરી અહીં જ વાંચતા રહો..

અને ગમે તો plz કૉમેન્ટ્સ આપશો ...plz plz

ત્યાં જ બીજા દિવસે એના પાપા આયા..ગુડી એકદમ ચૂપ જે ગુડી આખો મહિનો વેકેશન માં કાબર ની જેમ ક્લબલ કરતી એ જ એકદમ ચૂપ ..દાદી જેવા જ પાપા આવિતા એકદમ ચૂપ ..

ખબર નઇ કોએ સુ કરી દીધું કે માં અને દીકરો એક બીજા નું મો પણ નતા જોતા..

પાપા ..ગુડી ચાલો ત્યાં જ ગુડી દાદી પાસે જઈ ને છુપાય જાય છે..ને કસું પણ બોલતી નથી..ત્યાં જ બાપુજી કે છે તમે જાવ હું રાતે મૂકી જઈશ
...

બધા ની આંખ માં આંસુ હતા પણ બધા લાચાર હતા..

રાત પડી બાપુજી ને બા ચાલ ગુડી આપણે ઉના જાયે ફઇ ના ઘરે મેં કીધું સારું...

ત્યાં જ દાદી છુપાય જાય કેમ કે એ એની લાડકી ને જતા જોય શકે એમ નથી..

(આ વાતો લખતી વખતે પણ એ ગુડી ની આંખો આ આંસુ છે કેમ કે એ સમય ઝીંદગીનો ખુબ દુઃખ ભરેલો સમય હતો.)

બાપુજી ફઈ ને ત્યાં જઈ ને ગુડી ને જમાડી દે છે ને વેલી સુવડાવી દે છે..બસ નો સમય થાય છે ને બાપુજી આંખમાં આંસુ સાથે ગુડી ને તેડી ને બસ માં સુવડાવી દે છે..

બાપુજી એક જ વાક્ય બોલે છે સાચવજે ગુડી ને....અને ત્યાં થી તરત નીકળી જાય છે...

બીજે દિવસે ગુડી ની આંખ ખુલી તો એ ગામડે નહિ પણ અમદાવાદમાં હતી..
એ બોવ જ રડે છે પણ ત્યાં જ પાપા ખીજાય છે પણ ગુડી નો મોટો ભાઈ ગુડી ને સાચવી લે છે..

એ ગુડી ને રોજે નવડાવી , જમાડી દેતા અને બીજો ભાઇ છે એ ગુડી ને બે ચોટલા વાળી ને નાસ્તા નો ડબો ભરી સ્કૂલ માટે રેડી કરતા...

ગુડી નું બધું કામ એના બે મોટા ભાઇ કરતા..

પણ ગુડી ને એક ભાઇ ની સાથે મમતા ભરીયા પ્રેમ ની પણ જરૂર હતી એ કદાચ કોઈ ની પાસે થી નથી મળી..
એ પ્રેમ એને દાદા દાદી અને બા બાપુજી પાસે થી જ મળી..શકે એમ હતો ..

ગુડી ધીરે ધીરે મોટી થઈ રહી હતી..

ગુડી 2 ધોરણ મા આવી ને એના પાપા બીજી મમી લાવીયા..
એ મમી બોવ જ સારા હતા પણ કેવાય છે ને કે મમી નો પ્રેમ કોઈ ન આપી શકે ...

બીજી મમી આવી થોડો સમય બધું સારું ચાલીયું પણ..

પાપા ને ત્યાં જ કામ માટે આવતા બેન ને આ વાત ના ગમી એ રોજ પાપા ના ગાડી પર બેસી ને આવે ને બેસી ને જતી..
અમને બધા ને દરાવતી..એમા મને તો બોવ જ હું એમની સામે પણ જોય શક્તિ નહિ..

એમના ઘરે લઈ જાય ને બધું કામ કરાવતા અને ના પાડું તો પાપા પાસે માર ખવડાવતા..

હું ત્યારે દાદી ને બોવ જ યાદ કરતી..

અને મમી ને પણ ..કે..કાસ મમી હોટ તો કેટલું સારું હોત..
જ્યારે કોઈ મમી ને જોતી આખો માં આંસુ આવી જતા કે મારે પણ આવી મમી હોત તો...

એ આંટી નું નામ કૈલાસ હતું..
એના son નું નામ રવિ ..રવિ માટે બધું જ પાપા લાવતા પણ અમારા માટે પણ લાવતા પણ એની પાસે મમી હતી અને મારી પાસે નફરત...

પાપા ના બીજા લગ્ન થયા ..નવી મમી આવી..થોડો સમય ગયો કે ઘર માં ઝગડા ચાલુ થયા..

પેલા આંટી ના લીધે મમી પપ્પા ના ઝગડા...
પાપા મમી ને બોવ જ મારતા..

મમી એક વાર દવા પણ પીધી તિ..

ઘણીવાર ઘરે પોલીસ પણ આવતી..

ઝીંદગી જાણે કઈ હતું જ નહીં રોજે ઝગડા ને પોલીસ..

હું બોવ જ કંટાળી પણ કોને કવ કે મારે દાદી પાસે જાવું છે..

મોટા ભાઈ મને બોવ જ સાચવતા જે પણ જોતે બધું લઈ આપતા પણ પાપા ઘણી વાર ભાઈ ને પણ મારતા હું રોજે રડતી કેમ કે મને આ બધા થી બોવ જ ડર લાગતો..અહીં બધા હતા પણ કોઈ હતું નહીં..

ઝીંદગી તો હતી પણ એમા જીવ હતો નહિ..

પાણી તો હતું પણ તરસ નતી..

આંસુ હતા પણ કોઈ એ આંસુ લુછવા વાળું નતું..

ગુડી ની આગળ ની ઝીંદગી જોવા માટે વાંચતા રહો. ...જીવન એક આવું પણ....

.