આશાબેન એક નાના શહેરની પ્રાથમિક શાળામાં ધોરણ 5ની શિક્ષિકા હતા. તેમની એક ટેવ હતી તેઓ ભણાવવાનું શરુ કરતા પહેલા હંમેશા "આઈ લવ યું ઓલ" બોલતા.
પણ તે જાણતા હતા કે તે સાચુ નથી બોલી રહ્યા, તે ક્લાસનાં બધા છોકરાઓને એટલો પ્રેમ નથી કરતા.ક્લાસમાં એક એવો છોકરો પણ હતો જેને આશાબેનને જોવો પણ ન ગમતો.
તેનું નામ હતું રાજુ. રાજુ ખરાબ ને મેલી સ્થિતીમાં શાળાએ આવ-જા કરતો.
તેના વાળ ખરાબ હોય, બુટની દોરી ખુલેલી હોય, અને શર્ટનાં કોલર પર મેલનાં નિશાન હોય.
ભણાવતી વખતે પણ એનું ધ્યાન બીજે ક્યાંક રહેતું. આશાબેન તેને વઢે એટલે ચોંકીને તેમની સામે જોતો, તેના પરથી ચોખ્ખુ લાગતું કે તે ક્લાસમાં શારીરિક રીતે હાજર હોવા છતાં પણ માનસિક રીતે તે ક્લાસમાં નથી.
ધીમે ધીમે આશાબેનને રાજુ પ્રત્યે નફરત જેવું થવા લાગ્યું. ક્લાસમાં દાખલ થવાની સાથે જ તે આશાબેનનાં ધીક્કારનો નીશાન બનવા લાગતો.
બધાં જ ખરાબ અને કુટેવવાળા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કરવામાં આવતા. અને બીજા છોકરાઓ ખીલખીલાટ તેની ઠેકડી ઉડાવતા.
તેમને રાજુંને અપમાનિત કરીને સંતોષ થતો. જો કે રાજુંએ ક્યારેય પણ કોઈ વાતનો કોઈ જવાબ નહોતો આપ્યો.
આશાબેનને તે એક બેજાન પથ્થર ની જેવો લાગતો, જેની અંદર મહેસૂસ નામ ની કોઈ વસ્તુ હતી જ નહી.
બધી જ ડાંટ અને વ્યંગ અને સજાનો જવાબમાં તે પોતાની ભાવનાભેર નજરથી આશાબેનને જોતો અને પોતાની નજર નીચે કરી નાખતો.
આશાબેનને હવે તેના પ્રત્યે બહુ જ ઘીન્ન થવા લાગી હતી.
પહેલું સેમેસ્ટર પુરુ થયું. અને રીપોર્ટ બનાવવાનો સમય આવ્યો તો આશાબેને રાજુ ના પ્રગતિ રીપોર્ટમાં આ બધા વીકપોઈન્ટ જ લખ્યા.
પ્રગતિ રીપોર્ટ મમ્મી પપ્પાને દેખાડતાં પહેલા પ્રીન્સિપલ પાસે જતો.
પ્રીન્સિપલે જ્યારે રાજુ નો પ્રગતિ રીપોર્ટ જોયો તો આશાબેનને બોલાવ્યા.
આશાબેન પ્રગતિ રીપોર્ટ માં કંઈક તો પ્રગતિ લખવી હતી.
તમે જે પણ લખ્યું છે તેનાથી રાજુનાં પપ્પા નારાજ થઈ જશે.
"હું માફી માંગુ છુ" પણ રાજુ સાવ અસ્થિત અને ઠોઠ વિદ્યાર્થી છે.
મને નથી લાગતું કે હું તેની પ્રગતિમાં કશું લખી શકુ. આશાબેન સહેજ ગુસ્સાભર્યા શબ્દોમાં બોલીને જતાં રહ્યા.
પ્રીન્સિપલને કંઈક સુજ્યુ, તેમને પટ્ટાવાળા ના હાથે આશાબેનનાં ટેબલ પર રાજુનાં ગયા વર્ષોનાં પ્રગતિ રીપોર્ટ મુકાવી દીધા.
બીજા દિવસે આશાબેન એ ક્લાસમાં પ્રવેશ કર્યો તો તેમની નજર રીપોર્ટ પર પડી.
ફેરવીને જોયો તો રાજુનો રીપોર્ટ હતો.
પાછળનાં વર્ષોમાં પણ આવું જ કર્યુ હશે તેવું મનોમન વિચારી લીધું અને ક્લાસ 3 નો રીપોર્ટ જોયો.
રીપોર્ટ વાંચીને તેમની આશ્ચર્યની કોઈ હદ ના રહી જ્યારે તેમને જોયું કે રીપોર્ટ તો વખાણ અને સારા પોઈન્ટથી ભરેલી હતી.
"રાજું જેવો હોશિયાર છોકરો મેં આજસુધી નથી જોયો",
"બહુ જ સંવેદનશીલ છોકરો છે અને પોતાનાં મિત્રો અને શિક્ષકો પ્રત્યે બહુ જ લગાવ રાખે છે".
છેલ્લા સેમેસ્ટરમાં પણ રાજુંએ પહેલો નંબર મેળવ્યો હતો.
મિસ.આયસાએ અનિશ્ચિત સ્થિતિ માં ક્લાસ 4 નો રીપોર્ટ જોયો જેમાં લખ્યું હતું રાજુંની અંદર તેની મમ્મિની બિમારીનો બહું જ ઉંડો પ્રભાવ પડ્યો છે.
જેનાં કારણે તેનું ધ્યાન ભણવામાંથી ભટકી રહ્યુ છે, રાજુંની મમ્મિને અંતિમ ચરણનું કેન્સર છે.
ઘરમાં તેનું ધ્યાન રાખવા વાળુ બીજુ કોઇ નથી. જેનો ઉંડો પ્રભાવ તેના ભણવામાં થઈ રહ્યો છે.
રાજુંની મમ્મિ મૃત્યુ પામી છે, તેની સાથે જ રાજુંનાં જીવનની રોનક પણ. તેને બચાવવો પડ છે બહું વાર થઈ જાય તે પહેલા.
આશાબેનનાં દિમાગ પર ભયાનક બોજ સવાર થઈ ગયો.
ધ્રુજતા હાથે તેમને રીપોર્ટ બંધ કર્યો. આંખ માંથી આંસુની ધાર થવા લાગી.
બીજા દિવસે જ્યારે આશાબેન ક્લાસમાં દાખલ થયા અને રોજની જેમ પોતાનો પારંપરીક વાક્ય બોલ્યા "આઈ લવ યું ઓલ".
પણ તે જાણતા હતા કે તે આ વખતે પણ સાચુ નથી બોલી રહ્યા, કારણ કે આ ક્લાસમાં બેઠેલો એક ઉલજેલા વાળવારા રાજું પ્રત્યે જ તેમને પ્રેમ મહેસૂસ થઈ રહ્યો હતો.
ભણાવતા સમયે તેમને રોજની જેમ એક પ્રશ્ન રાજુંને પુછ્યો અને રોજની જેમ રાજુંએ તેનું માથુ નીચે જુકાવી દીધું.
જ્યારે થોડા સમય સુધી આશાબેન તરફથી કોઈ ડાંટ ફટકાર અને સહધ્યાયી તરફથી હાસ્યનો અવાજ તેના કાનમાં ન આવતાં તેને અચંબા સાથે માથુ ઉંચુ કરીને તેમની સામે જોયુ.
કોઈ કારણથી તેમનાં ચહેરા પર આજે ગુસ્સો ન હતો, હતું તો ફક્ત લાગણીભર્યુ સ્મિત.
તેમને રાજુંને પોતાની પાસે બોલાવ્યો અને પ્રશ્નનો જવાબ જણાવીને તેને પણ બોલવાનો આગ્રહ કર્યો.
રાજુ પણ 3/4 આગ્રહનાં પછી છેવટે બોલી જ પડ્યો.
તેના જવાબ આપવાની સાથે જ આશાબેન ખુશ થઈને તાળીઓ પાડી અને સાથોસાથ બધા પાસેથી પણ પડાવી.
પછી તો આ રોજની દિનચર્યા બની ગઈ.
આશાબેન બધા પ્રશ્નનો જવાબ ખુદ જ આપતા અને રાજુનાં વખાણ કરતી.
બધાં જ સારા ઉદાહરણ રાજુંને સંબોધીને જ કહેતા.
ધીમે ધીમે રાજું સન્નાટાની કબર ચીરી ને બહાર આવતો રહ્યો.
હવે, આશાબેનને પ્રશ્નની સાથે જવાબ દેવાની જરુર નહોતી પડતી.
તે રોજ વગર અચકાયે જવાબ આપીને બધાને પ્રભાવિત કરતો અને નવા નવા પ્રશ્ન પુછીને બધાને હેરાનીમાં પણ મુકી દેતો.
તેનાં વાળ હવે થોડા દરજ્જે સુધરેલા લાગતાં, કપડા પણ થોડા સારા અને સાફ લાગતા જેને કદાચ તે પોતે જ ધોવા લાગ્યો હતો.
જોત જોતમાં વર્ષ પુરુ થઇ ગયું અને રાજુ બીજા નંબરે પાસ થયો.
વિદાય સમારોહમાં બધા છોકરાઓ આશાબેન માટે સુંદર ગીફ્ટ લાવ્યા હતા અને આશાબેનનાં ટેબલ પર ગીફ્ટનો ઢગલો થઇ ગયો.
આ બધા સરસ રીતે પેક કરેલા ગીફ્ટમાંથી એક જુનાં છાપામાં અવ્યવસ્થિત રીતે પેક કરેલું ગીફ્ટ પણ પડેલું હતું.
બધા છોકરાઓ તે ગીફ્ટ જોઈને હસવા લાગ્યા, કોઈને જાણવામાં વાર ન લાગી કે આ ગીફ્ટ રાજું લાવ્યો હશે તે.
આશાબેને ગીફ્ટના ઢગલામાંથી તેને હળવેકથી બહાર કાઢ્યું.
જેને ખોલીને જોયુ તો મહિલાઓ વાપરે તે અડધી વપરાયેલી અત્તરની શીશી અને એક હાથમાં પહેરવાનું મોટુ કડું હતું જેનાં મોટા ભાગનાં મોતી ખરી ગયેલા હતા.
આશાબેને ચુપચાપ તે અત્તરને પોતાના પર છાંટ્યુ અને હાથમાં કડું પહેરી લીધુ.
છોકરાઓ આ જોઇને હેરાન થઈ ગયા.
ખુદ રાજું પણ, છેવટે રાજુંથી રહેવાયું નહી અને તે આશાબેન પાસે આવીને ઉભો રહી ગયો.
થોડા સમય પછી તેને અટકતાં અટકતાં આશાબેનને જણાવ્યું કે "આજે તમારી પાસેથી મારી મમ્મિ જેવી ખુશ્બુ આવે છે".
સમયને જતાં ક્યા વાર લાગે છે. દિવસ અઠવાડીયું, અઠવાડીયું મહીનાઓ, મહીનાઓ વર્ષોમાં બદલાતાં ક્યા વાર લાગે છે.
પરંતુ દરેક વર્ષના અંતે આશાબેનને રાજું દ્રારા નિયમિત રુપે એક પત્ર મળતો જેમાં લખેલું હોતું કે
"આ વર્ષે ઘણા નવા ટીચર્સને મળ્યો, પણ તમારી જેવું કોઇ ન હતુ."
પછી રાજું ની સ્કુલ સમાપ્ત થઈ ગઈ અને પત્રોનો વ્યવહાર પણ.
ઘણા વર્ષો વીતી ગયા અને આશાબેન પણ નિવૃત્ત થઇ ગયા.
એક દિવસ તેમને એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું. "આ મહિના નાં અંતમાં મારા લગ્ન છે, અને તમારા વગર હું લગ્નની વાત વિચારી પણનાં શકુ. અને એક બીજી વાત હું જીવનમાં ઘણા લોકોને મળ્યો પણ તમારી જેવું કોઇ નથી..... લિ. ડોક્ટર. રાજું ".
સાથે જ એક વિમાનની આવવા જવાની ટીકીટ પણ હતી.
આશાબેન પોતાની જાતને રોકી ના શકી, અને તે પોતાનાં પતિની રજા લઇને બીજા શહેર જવા નીકળી પડ્યા.
લગ્નનાં દિવસે જ્યારે તેઓ લગ્નસ્થળ પર પોંહોચ્યા તો તેમને લાગ્યું કે સમારોહ પુરો થઇ ગયો હશે.
પણ, આ જોઇને તેઓ આશ્ચર્ય ની કોઈ હદ નાં રહી કે શહેરનાં મોટા મોટા ડોક્ટર્સ, બિઝનેસમૈન અને ત્યાં સુધી કે લગ્ન કરાવવાં વાળા પંડિતજી પણ થાકી ગયા હતાં.
અને કહેતાં હતાં કે હવે કોણ આવવાનું બાકી છે..? પણ રાજું સમારોહમાં લગ્નમંડપની બદલે ગેટની બાજુ નજર રાખીને તેમની રાહ જોતો હતો.
પછી બધાએ જોયું કે જેવો આ જુની શિક્ષીકાએ ગેટમાં પ્રવેશ કર્યો, તેવો જ રાજું તેમની બાજુ દોડ્યો અને તેમનો તે હાથ પકડ્યો જેમાં તેઓએ પેલું ટુટેલુ અને સડી ગયેલું કડું પહેરેલું હતું.
અને તેમને હાથ પકડીને સીધો સ્ટેજ પર લઇ ગયો. અને માઈક હાથમાં પકડીને બોલ્યો કે,
"દોસ્તો તમે બધાં હંમેશા મારી માં વિશે પુછ્યા કરતાં હતાં, અને હું તમને બધાંને વચન આપતો કે બહું જલ્દી જ તમને બધાંને તેમની સાથે મળાવીશ.
"આ છે મારી માં"
વ્હાલા દોસ્તો આ સુંદર વાર્તાને ફક્ત શિક્ષક અને શિષ્ય નો સબંધ ને લિધે જ નાં વિચારતાં, તમારી આજુબાજુ જોવો, રાજું જેવા ઘણા ફુલ કરમાઈ રહ્યા છે, જેને તમારા થોડા ધ્યાનથી, પ્રેમથી અને સ્નેહથી નવું જીવન આપી શકો છો...!!.