પ્રકરણ ૧લું.
સરસ્વતીને તીરે.
સંવત ૧૧૫૪ ના શીયાળાની એક રાતે કડકડતી ઠંડી પડતી હતી. પાસે વહેતી સરસ્વતીના નીરને ગંભીર રવ રાત્રિની શૂન્યતામાં ભયજનક લાગતો હતો. તેના સીકરોથી શીતલ થયેલો પવન, શીયાળો ભુલાવી, ચોમાસાની હિકળ નું ભાન કરાવતો હતો. રાત્રિ એવી હતી કે ઘરને ખુણે કે પ્રિયતમાની સેડમાં જ પડી રહેવું પસંદ પડે છતાં, ચારર્સે પાંચર્સે માણસ પાટણને સામે કિનારે ઉઘાડામાં પડ્યાં હતાં. છુટી છવાઈ તાપણી કરી ટાઢ ઉદાડવાનો પ્રયત્ન કેટલાક કરી રહ્યા હતા; બાકીના તાપણુઓની આસપાસ સુઈ ગયા હતા, અથવા તો સુવાનો પ્રયત્ન કરતા હતા; ગણ્યા ગાંડ્યા ઉંઘવાનો વિચાર નહિ હોવાથી, ટુંડીયું વાળી બેસી રહ્યા હતા. અંધારામાં, તાપણીનાં અસ્થિર બળતાં વિચિત્ર ઓળાઓ પાડી રાત્રિને વધારે ભયંકર બનાવતાં હતાં. આખો દેખાવ જાણે પિશાચોનું સંમેલન હોય એવો લાગતો હતો. આમાંની એક તાપણું આગળ એક જુવાન પગ લંબાવી અડધો આડે પડ્યો હતો. તેણે ભોયપર પહેલી ઢાલપર માથું મૂક્યું હતું. તેના માથાને ફેંટે, તે સોરઠ તરફ ન હોય તેમ સૂચવતો હતો. તેની તલવાર મો આગળ પડી હતી, અને તલવાર બાંધવાને ખેશ તેના પર પડ્યો હતો. પણ, તેની આંખોમાં ઉંઘ નહોતી. તે હાથમાં લાકડાનાં છોડયાં લઈ તાકી તાકીને દેવતામાં મારતો હતો. એની તાપણી આગળ બીજો કોઈ માણસ નહતાં. થોડે દૂર, એક ઝાડને અઢેલી બે માણસ ટૂંટીયું વાળી બેઠા હતા. કઈ કોઇની સાથે બોલતું નહોતું.
આ યુવક પચ્ચીસેક વર્ષ લાગતો હતો. તેનું મોટું જરા શ્યામલે પણુ રૂપાળું હતું; તેની આંખો મોટી, ભભકાદાર હતી, અને થોડી થોડી વારે જાણે મજાકમાં નાચતી; તેનું શરીર સશક્ત, અને ઘાટીલું હતું, અને તેને પહેરવેશ, તેને હાથે પહેરેલી પોચીઓ અને બાજુબંધ, કાનમાંનાં કુંડલ અને ડોકમાં નાની સેન ને હાર તે કોઈ સુખી માણસ હોય એમ દેખા-ડતાં હતાં. અને તેની બેસવાની છટા, અને મુખપર પથરાયેલી નીરાંત અને બેદરકારી તે કઈ ઉચ્ચ કુટુંબને સુભટ હોય એમ સૂચવતાં હતાં.
થોડી વારે એક દોડતી આવતી સાંઢણીનાં પગલાં સંભળાયાં; તરત તે સાંઢણ ભાયે પડી હોય એવો અવાજ આવ્યો. પછી શાતિ પ્રસરી રહી. તાપણુ આગળ બેઠેલો યુવક તેમને તેમ બેસી રહ્યો. તેને મન, દેવતામાં છેડીયો નાંખવા કરતાં વધારે આકર્ષક કામ કાંઈ પણ હોય એમ દેખાતું નહોતું.
જે દિશામાંથી સાંઢણી પડવાનો અવાજ આવ્યો હતો તે તરફથી એક પુરુષ ઉતાવળે આવ્યો અને આ યુવકને જાગતે જોઈ તેના તરફ વળ્યો.
નવો આવનાર વીશ બાવીશ વર્ષને લાગતો હતો. તે શસ્ત્રથી સજ્જીત હતો, તેની કમરે તરવાર અને જમૈયો, ખભા પર ઢાલ અને હાથમાં મોટી લાકડી હતી. તે બેઠેલા યુવક તરફ ફર્યો, અને પલ વાર બન્ને જણ એક બીજાને જોઈ રહ્યા. માથાના ફેંટા શિવાય બન્નેના પહેરવેશ સરખા હતા, માત્ર નવા આવનારને શરીરે ઘરેણું નહિ જેવાં હતાં. બન્ને ઉંચા, કદાવર, સ્વરૂપવાન હતા બન્નેની આંખમાં તરવારની ધારે ચમકતી બેનાં ભવ્ય કપાલે સુખડ- નાં ત્રિપુંડ શોભતાં; બન્ને ગુજરાતી યોદ્ધાઓ લાગતા; બને, જે યોદ્ધાઓએ સોલંકી ઓની સરદારી હેઠળ દિગ્વિજય માંડ્યો હતો તેમાંના દેખાતા હતા. છતાં એ બેમાં ફેર ઘણો હતો. બેનાં વ્યક્તિત્વ જુદાં જ હતાં. નવો આવનાર જરા ઉચે હતા; તેની આંખે નાની અને વધારે તેજદાર હતી; તેનું શરીર વધારે કસાયેલું અને સુખું લાગતું હતું. બેઠેલા યુવકનું ગોળ મદું, મોટો નક્કેરાં, પહોળી આખો મૃગપતિની હિંમત અને સત્તાને શોખ
સૂચવતાં; નવા આવનારની અણિયાળી આંખે, દઢને સખ્ત મુખ, સાંકડું તીણું નાક, ગરુડરાજની સચોટ તરાપ, શક્તિ ને સાવધાનતા દર્શાવતાં. એક નીડર ને શાન લાગતો બીજો દૂરઅંદેશી ને સ્વસ્થ જણાતો પશુરાજ અને ખગરાજ સિંહ અને ગરૂડ-એ બેની જ મુખમુદ્રા ચારિત્ર્યશાળી મનુષ્યની હોય છે. એ બન્ને પ્રકારના આ નમુના હતા.
ભાઈ!” નવા આવનારે બેઠેલા યુવાનને પૂછ્યું. “પાટણના ભીમનાથના આરાનું ઉત્રાણ અહિયાં કે ?”
બેઠેલા યુવકે હાથમાં લીધેલું છેડીયું જરા વાર તોળ્યું, અને જરા પણ હાલ્યા વિના શાન્તિથી જરાક ટોળામાં જવાબ વાળેઃ “જી હા! પુછવાનું કોઈ કારણ?”
“મારે પાટણ જવું છે. હોડી ક્યાં આગળ હોય છે? અહિંયા જ કે?” જરા અધીરાઈથી નવા આવનારે કહ્યું.
સામું બેડેલો યુવક જરા મજાકમાં હસ્યો અને પોતાની પોચી ઉંચી ચડાવી બોલ્યો: ત્યારે તમારું ધારવું એવું છે કે અમે બધા મૂર્ખ છીયે?”
નવા આવનારે ભૂકટિ ચઢાવી. બેઠેલા યુવકની શાન્ત મજાકથી તેની અધીરાઈ એ ગુસ્સાનું સ્વરૂપ પકડ્યું. “કેમ?” તેણે સખ્તાઈથી પુછયું.
હોડી ક્યાં ગઈ?”
પેલે પાર છે. ત્યાં જશો તે હોડી મળશે.”
ત્યારે કેમ જવાય? મને ઘણું જરૂરનું કામ છે.”
“એક રસ્તો છે.”
શો?”
“વિમાને ચઢીને જવાનો.” બેઠેલા જુવાને જવાબ આપ્યોઃ બોલો છે વિચાર?”
“મશ્કરી કરે છે ?” નવા આવનારે જરા ગુસ્સાના આવેશમાં પુછ્યું. તેની ઉંડી આંખો ચમકી રહી.
“જુઓ, ગુસ્સો કરવાનું કામ નથી. ટાઢ છે ને આખી રાત આમ ગાળવી છે એટલે ગમ્મત વિના વખત કેમ જાય? આવ, આમ બેસે,” આમ કહી બેઠેલા જુવાને ભોયાપર પડેલી પિતાની તલવાર પાસે ખેંચી લઈ જગ્યા બતાવી. “પાટણ હમણાં ખૂણો લઈ બેઠું છે.” તિરસ્કારથી તે ફરીથી હસ્યો અને હાથ માનું છોડીયું અગ્નિમાં નાંખ્યું.
“શું?” જરા દૂર અંધારામાં ઝાડ નીચે બે જણ બેઠા હતા તેમને એક જણ બોલ્યો. બન્ને યુવકે તે તરફ ફર્યા. પેલા બે જણ ઓઢી પઢી, મોટું ઢાંકી બેઠા હતા. એકની પાઘડી સફેદ હતી અને બીજાની લાલ હતી એટલું જ તેઓ પારખી શક્યા. લાલ પાઘડીવાળા આ શબ્દો બોલી ઉઠયો હતો; પણ વધારે બોલતાં તેને બીજાએ હાથ ખેંચી અટકાવ્યો.
“એટલે? મારે જરૂર અત્યારે પાટણ જવું જ જોઈએ. અહિયાંથી તરીને પાર જવાય તેમ નથી ?” અનુભવી તરનારની નજર થી નદીને પટ માપવાનો પ્રયત્ન કરતાં નવા આવનારે કહ્યું.
“હા બરાબર છે. પેલે કિનારે તાપણી વિના કુઠવાઈ મરશો; ને ગામમાં પહોચશો તે હુકમ વિરુદ્ધ નદી ઓળંગ્યા માટે હાથીના પગ તળે જઈ પડશે.” જરા હસતાં, બેઠેલા યુવકે કહ્યું.
ત્યારે શું કરું ?”
બેસો, ઉતાવળ તે કાંઈ તમને એકલાને છે? દરરોજ આટલા લોકો આવીને પાછા જાય છે, તેમાં આજ તમે વધારે.”
“પણ આમ રસ્તે અટકાવવાનું કોઈ કારણ?”
“પુછો જઈને સજન મંત્રીને. માલવાને રાજા ચઢી આવ્યો છે તે ખબર નથી ?”
“તે તો ખબર છે નવા આવનારે કહ્યું. “તેમાં તો હું ત્રિભુવન- પાલ મહારાજને સંદેશ લઈ લાટથી આવ્યો છું. પણ એમ તે માલવ- સેના કેટલીક પાસે આવી છે ?”
“પાંચ હાથ આવી હોય કે પચાસ ગાઉ. વાણીયાના રાજમાં બધું જ સરખું.”
[દમણથી સાબરમતી સુધી પ્રદેશ તે લાટને નામે ઓળખાતું તેનું મુખ્ય નગર ભરૂચ હતું.]
"ત્યારે શું તે મેદાને નથી પડ્યા?” નવા આવનારે બેસી, તાપવા માંડયા કહ્યું.
“ના રે! સર્જનશાને પાટણ સોંપી શાન્તું મહેતા સમાધાન કરવા ગયા છે.”
“સમાધાન! મારા મહારાજ તે લશ્કર લઈને આવે છે.”
“ત્યારે તેને કહો કે જાએ પાછા-જ્યાંથી આવ્યા હો ત્યાં.”
જયદેવ મહારાજ–”
“તે પાપ ધોવા ગયા છે. સાંભળ્યું છે કે તે દ્વારકા આગળ આનંદ કરે છે. પછી અવન્તિનાથને યુદ્ધ આપવાની કોને ફૂરસદ હોય? એ તે ઠીક છે, પૈસા છે; એટલે ગમે તેમ વાણીયાવિદ્યા કરી સેનાપતિ ઉબકને પાછો મોકલીશું” પહેલાં બેઠા હતા તે યુવકે તિરસ્કારથી હસીને કહ્યું
“વારૂ! પણ તમે ક્યાંના ?”
“લાટનો . તમે ?”
હું સોરઠ નો છું. જુનાગઢ જુનાગઢ પાસે વંથલી છે, ત્યાનો છું. તમારું નામ શું? મારું તે કૃષ્ણદેવ.”
“મારું નામ કાક” નવા આવનારે જવાબ આપ્યો. “આ તે જુલમ છે? મેં આજે વિશ દિવસ થયાં શ્વાસ ખાધો નથી; અને અહિંયા તે સમાધાનની વાત ચાલે છે. મારા મહારાજ પણ દોડતી સ્વારીએ આવી પહોંચશે.”
“તે શું હાથી પર બેસીને આવે છે? આવશે ત્યારે માલવીઓ તે પાછા જશે.”
“ના. હું સમુદ્રવાટે ખંભાત થઈને આવ્યો. તે પગ રસ્તે લશકર સાથે નીકળ્યા છે.”
જરાક મજાકમાં આંખ મીંચી કૃષ્ણદેવે પુછયું:
“કેમ ઉદાકાકા આનંદમાં ?”
“તમે શ્રાવક છે?”
જવાબમાં કૃષ્ણદેવ ખડખડ હસ્યો. “નારે ભાઈ!" જ્યારે તેણે હસવું ટાળ્યું ત્યારે જવાબ દીધેઃ “હું તે પાટણ થી પહેલી જ વખત આવું છું ને આ બધાનાં તે મેં માત્ર નામ સાંભળ્યાં છે-જોયા પણ નથી. પણ ઉદા મહેતાની ખ્યાતિ તે ઘણી સાંભળી છે. એ તે ખંભાતનો માલીક થઈ પડ્યો છે. એની ખ્યાતિ ખરી છે કે માત્ર વાતો?”
“એના ખરા દમામ આગળ ખ્યાતિને હિસાબ નથી. પાટણ ધણી તે નથી જોયો, પણ ખંભાતના ધણીની સત્તા ને સમૃદ્ધિ આગળ કોઈને હિસાબ નથી.”
“આવા બધા છે તેમાં જ પાટણના ધણીનું કાંઈ ચાલતું નથી તે.” કેમ?” કાકે પુછયું.
શાન્તું મહેતા રાજા, ઉદે મહેતે રાજા, મુંજાલ મહેત રાજા-પછી બીચારા જયદેવ મહારાજને રાજા થવાને વારે જ ક્યાંથી આવે ?” “કૃષ્ણદેવ ! પાટણને પાદરે બેસી પાટણના જ રાજાની નિંદા કરે છે કે?” કૃષ્ણદેવના આનંદી સ્વભાવને ખીલવવા કાકે ઠપકો દીધે. પણ અચાનક પાછળ ફરતાં ઝાડને એથે બેઠેલા પેલા બે જણને કાંઈ કાનમાં વાત કરતા તેણે જોયા.
“નિંદા શાની ? ભલે ને જોઈએ તે જયદેવ મહારાજ સાંભળે."
“જે તમે કહો છો એમ જ હોય તે ઘણું ખરું. એના કરતાં તે અમારા લાટમાં મહારાજાની આણ વધારે ફરે છે.”
“દૂરથી ડુંગર રળીયામણા.”
કાકને કાંઈ વહેમ પડ્યો તેથી તે ઝાડ તરફ ફર્યો. અંધારામાં બેઠેલા પેલા બે માંથી એક જણ, બીજાને હાથ ઝાલી કાંઈ ધીમેથી પણ આગ્ર- હથી કહેતે હતો . કાકને લાગ્યું કે આ લોકો એમની વાત ઘણું જ ધ્યાનપૂર્વક સાંભળતા હતા. “પેલા આપણી વાત સાંભળે છે, હો.” ધીમેથી તેણે કૃષ્ણદેવને કહ્યું.
“ભલેને જોઈએ તો નાક કાન કાપી લે” તેણે મોટેથી જવાબ આપ્યો. “તમને પાટણ ગમતું નથી ત્યારે અહિયાં શા માટે આવ્યા છો ?” કાકે પુછ્યું. ઝાડ નીચે બેઠેલા બે માણસ. બાળપણથી મેં પાટણની સુંદરીઓ વિષે એટલું સાંભળ્યું છે કે-” ગંભીરાઈથી કે વાત બદલી અને કહ્યું: “જો અમારા ત્રિભુવન- પાલ મહારાજ અહિયાં રહે તો મહારાજાને કાઈ કાંઈ શીખવે.”
“આપ મુઆ વગર સ્વર્ગે કેઈ ગયું છે?”
“અરે એ તે ઠીક. પણ મારું જ કહ્યું જે મહારાજા સાંભળે તે કાંઈને કાંઈ કરી નાંખે.”
હું પાટણને રાજા હોઉ તે સાંભળું. પણ નથી એટલે અફસોસ! પણ મને તો આ બીચારા લોકોની દયા આવે છે કહી કૃષ્ણદેવે ટાઢમાં સુતેલા લોકો તરફ હાથ કર્યો. “કેમ?” “બાપડા ધણ વગરનાં ઢેર જેવા લાગે છે. આ વખતે પાટણના કોટમાં બધાને લેવા જોઈએ; તેને બદલે દરરોજ આટલા લોકો ત્રાસથી નાસી આવે છે ને દરવાજા બંધ જોઈ પાછા જાય છે. રક્ષણ નહિ કરવું હોય તે કાટ શા કામના
“બરોબર છે. ત્રિભુવનપાલ મહારાજ તે પાટણને પૃથ્વીનું મધ્ય- બિન્દુ ગણે છે.”
“હમણાં તે પાણીનું મધ્યબિન્દુ છે. ચારેગમથી ખાઈઓ ખુલ્લી કરી દીધી છે એટલે જ્યાં દેખે ત્યાં જલજલાકાર છે” કૃષ્ણદેવે કહ્યું.
“એવું જાણત તો દોડાવી દેડાવી મારી સાંઢણીને દમ નહિ કહાડી નાંખત. આખરે બીચારી પડી ગઈ.”
“ચાલો હવે નીરાંતે ઉધશો? મને તે ઉંઘ આવે છે” કહી કૃષ્ણદેવે
તલવાર માથા નીચે મૂકી અને ઉંઘવાની તૈયારી કરી.
ક્રમશ............