શબ્દ પુષ્પ - 5 anjana Vegda દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શબ્દ પુષ્પ - 5

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

લખો...

લઈને કલમ હાથમાં કાગળ લખો,

કર્યું સંબોધન હવે આગળ લખો.


પાથરી અક્ષરો આખું પાનું લખો,

રહેશે શેષ તો થોડું પાછળ લખો.


અંબાર નભ તણા ભૂમિના ભંડાર,

યાદમાં એમની જરી વાદળ લખો.


પ્રણયની વાવણી પ્રીતની છાવણી,

નેનમાં ભરી લાગણી કાજળ લખો.


બેચેન હું દિલે હ્રદયે વ્યાકુળ લખો,

પાંપણે ભીનાશ જરા ઝાકળ લખો.


છેલ્લાં બસ એના ક્ષેમકૂશળ લખો,

શકે તો મુલાકાતના અંજળ લખો.

- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

જીવન પુષ્પ...

હિંમત નથી રહી આગળ જવાની


અને પાછા પણ ફરી શકાય નહિ.


જીવ ગૂંગળાય છે અંદર જ અંદર


અને શ્વાસ પણ ભરી શકાય નહિ.


એમને મળવા અહી સુધી આવ્યાં


છે સમક્ષ પણ મળી શકાય નહિ.


મજબૂરી જુઓ મુજ નયન તણા

રડવું તો છે પણ રડી શકાય નહિ.


પુલો બાંધું જુઠ્ઠા આશ્વાસન સમાં


મનાવું છું પણ માની શકાય નહિ.


સાવ સૂકાયુ હવે તો જીવન પુષ્પ


હરિ ઈચ્છા વિના ખરી શકાય નહિ.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

પત્ર...

શોધી નથી મેં જાતે જળી ગઈ

એ બે ક્ષણ રોઈ ગળે મળી ગઈ.


પીળા પડી ગયેલા એક પત્ર પર

એકાએક મારી નજર પડી ગઈ.


વરસોથી રહ્યો તો અકબંધ એ

લંબચોરસ જેવી ઘડ પડી ગઈ.


ખોલીને એને જરાક કાળજીથી

કરો સીધો જરા સળ પડી ગઈ.


શબ્દો છો ને થયાં હોય ઝાંખા

ચોમેર છો ને કિનારી વળી ગઈ.


સ્પર્શ એ હસ્ત નો ટકી રહ્યો છે

હ્રદયે એમની સુવાસ ભળી ગઈ.


સ્મરણ ઘોળાયું શ્વાસમાં ' અંજુ '

કોરી આંખોમાં ઝાકળ વળી ગઈ.
- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️



માણસ સારો બનવું છે..


કહે છે તું એમ કે તારો બનવું છે

કહું છું હું એમ કે મારો બનવું છે.


બનીને દાખલો બતાવવું જગતને

ન તારો ન મારો અમારો બનવું છે.


આભમાં ચમકતો ના બની તારલો

મીટાવી અંધાર સિતારો બનવું છે.


સઘળું આપવાની તો નથી ક્ષમતા

જરા જેટલો પણ સહારો બનવું છે.


જોવા કાજ દિલે થાય બેકરારી

એવો જ જગતનો નઝારો બનવું છે.


મળ્યો માનવદેહ મને આ જનમમાં

ઐષણા એ માણસ સારો બનવું છે.
- વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

મજા આવે...


બની સ્વપ્ન સોહામણું વસે જો તું મુજ નયને

થઈ અશ્રુઓ વેરાઈ જવાની પણ મજા આવે.


બની સાગર સ્નેહ તણા વહે જો તું મુજ મને

થઈ મોજા તણાઈ જવાની પણ મજા આવે.



બની સ્મિત ચળકતું જ રહે જો તું મુજ વદને

થઈ નવોઢા શરમાઈ જવાની પણ મજા આવે.


બની કોઈનો પ્રેમપત્ર સાચવે જો તું કોઈ પાને

થઈ કાગળ લખાઈ જવાની પણ મજા આવે.


બની તરુવર લીલું કાયમ રહે જો તું મારી કને

થઈ વેલ ને વીંટળાઈ જવાની પણ મજા આવે.


બની શ્વાસ હ્ર્દય તણા તુજને જો જીવન મળે

થઈ શ્વાસ એ રુંધાઈ જવાની પણ મજા આવે.
. - વેગડા અંજના એ.


❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

પંડે પડે એ તો સહેવું પડે છે


સમયનાં વહેણે વહેવું પડે છે.



હોય ભલે દુર્દશા જ અમારી


તોય છું મજામાં કહેવું પડે છે.



શબ્દો બેઠાં અધર ના કિનારે


છતાં મૌન સાધી રહેવું પડે છે.



સરનામું મારું કેમ આપી શકું


અહી સદા ફરતાં રહેવું પડે છે.



હોય ના હોય આવડત છતાં


અહી તો ડૂબતા તરવું પડે છે.



આ તો ભાઈ જીવન છે અહી


રડતાં રડતાં પણ હસવું પડે છે.
- વેગડા અંજના એ.

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

ઉપરોક્ત મારી મૌલિક રચનાઓ આપને પસંદ આવી હોય તો આપનો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી જણાવશો.

સહકારની અપેક્ષાસહ

આભાર

- વેગડા અંજના એ 🙏🙏🙏🙏🙏