અનોખી લઘુકથાઓ Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અનોખી લઘુકથાઓ

*અનોખી લઘુકથાઓ* ૨૬-૬-૨૦૨૦ .. શુક્રવાર..

૧) *તે શું કર્યું?*. લઘુકથા... ૧૯-૬-૨૦૨૦

એક વિધવા માતા ઈલા બહેને પોતાના એક નાં એક દિકરા કેતન ને મોટો કરવાં શિવણ કામગીરી અને બીજા નાં ઘરે રસોઈ કરી ને ભણાવ્યો ગણાવ્યો...
ભણીગણીને કેતન કોલેજમાં ભણતી મનાલી સાથે લગ્ન કરે છે અને કેતન નું વર્તન દિનપ્રતિદિન બદલાતું જાય છે એને હવે મા નાં દરેક અવગુણો દેખાવા લાગે છે એક દિવસ નાની વાતમાં એ ઈલા ની સાથે ઝઘડો કરે છે ઈલા રડતાં રડતાં જવાબ આપે છે તો કેતન ઘાંટા પાડીને પૂછે છે *તે શું કર્યું???* છે મારી માટે...
ઈલા નિરુત્તર બનીને રહી જાય છે..
ભાવના ભટ્ટ અમદાવાદ...

૨)*છલીયા* લઘુકથા... ૧૭-૬-૨૦૨૦

એ નાનપણથી જ શ્રી કૃષ્ણ ભગવાન ને ભજતી હતી... મા વગર ની શ્રધ્ધા એને કૃષ્ણ ભગવાન નું ઘેલું લાગ્યું હતું...
શ્રધ્ધા નાં પિતાએ એને એકલાં હાથે મોટી કરી પણ જ્યારે કંઈ નાની મોટી વાત ઘરમાં બને ત્યારે એ ઘરનાં મંદિરમાં શ્રી કૃષ્ણ ની મૂર્તિ સામે જ હાથ જોડીને બેઠી હોય કારણકે શ્રધ્ધા નાં સાચાં મિત્ર શ્રી કૃષ્ણ હતાં એવું જ બધાંને એ કહેતી હજુ તો એ અગિયાર વર્ષની જ હતી..
કોરોના મહામારી થી રોજબરોજ નાં મૃત્યુ નાં આંકડા અને રોગ વિશે જાણીને..
શ્રધ્ધા એ પિતા સૂઈ ગયા પછી પોતાની ભણવાની નોટમાં કૃષ્ણ ભગવાન ને પત્ર લખ્યો..
મારા મિત્ર.
આ કોરોના થી મને ખૂબ ડર લાગે છે મારાં પપ્પા કહે છે આ બહું મોટી મહામારી છે તો બાજુ વાળા માસી કહેતાં હતાં કે આમાંથી બચે એ નશીબદાર તો હે ભગવાન મારી એક પ્રાર્થના સાંભળો તમે.. બધાં વાતો કરે છે કે મારાં જન્મ પછી મારી મમ્મી ને છળ કરીને લઈ લીધી તો હવે મને પણ તમારી પાસે જળ કરીને લઈ લો પણ મારાં પપ્પા ને આ કોરોના થી બચાવી લો ભગવાન એટલે જ તમને બધાં છલીયા કહે છે
એટલી વિનંતી સાથે શ્રધ્ધા નાં જય શ્રી કૃષ્ણ..
પત્ર લખીને શ્રી કૃષ્ણ ની મૂર્તિનાં પગમાં મૂકીને ત્યાં જ માથું મૂકીને સૂઈ ગઈ...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૩) *હા તું એ જ છે* લઘુકથા.. ૧૭-૬-૨૦૨૦

અચાનક જ ઉંઘમાં થી જાગી ગઈ આશા.. એણે પંકજ ને જગાડ્યો..
અને એ સપનાં ની વાત કરી જે સપનું એને દરરોજ વહેલી પરોઢે જ આવતું કે એક ગોળમટોળ મોં વાળી ઘઉંવર્ણી કમળ જેવી આંખો વાળી અને જમણા ગાલ પર તલનાં નિશાન વાળી છોકરી બે હાથ લાંબા કરીને બોલાવતી હોય છે અને આશા ઝબકીને જાગી જાય...
આશા ને પંકજ નાં લગ્ન ને દશ વર્ષ થઈ ગયાં હતાં પણ એ નિઃસંતાન હતાં.. દવા, દુવા, બાધા, આખડી બધું જ કરી ચૂક્યા હતા પણ કોઈ પરિણામ ના મળ્યું..
પંકજે ચાર ધામ યાત્રા નું ગોઠવ્યું અને બન્ને ચારધામ યાત્રા એ નિકળ્યા અને હરદ્વારમાં ગંગા મૈયા માં સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા જતાં હતાં ત્યાં બે અઢી વર્ષની બાળકી આશા સામે હાથ ફેલાવીને બોલાવી રહી હતી આશા એ એને જોઈ અને પંકજ ને બતાવી બન્ને એ છોકરી પાસે ગયાં.. આશા એ છોકરી નું મોં ધ્યાન થી જોયું અને બોલી *હા એ તું જ છે* જે મારાં સપનાં માં આવી બોલાવતી હતી...
આશા અને પંકજે ચારેબાજુ તપાસ કરી એ છોકરી નાં માતા પિતાની પણ કોઈ મળ્યું નહીં...
પછી આશા અને પંકજ એને પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં થી તપાસ કરાવી કોઈ નાં મળતાં કાનૂની કાર્યવાહી કરીને એ છોકરી ને દતક લઈ લીધી અને એનું નામ મોહિની પાડ્યું...
ભાવના ભટ્ટ અમદાવાદ...

૪)
*શ્રધ્ધા* લઘુકથા... ૧૬-૬-૨૦૨૦

એ નાનપણથી જ શ્રી કૃષ્ણ ભગવાન ને ભજતી હતી... મા વગર ની શ્રધ્ધા એને કૃષ્ણ ભગવાન નું ઘેલું લાગ્યું હતું...
શ્રધ્ધા નાં પિતાએ એને એકલાં હાથે મોટી કરી પણ જ્યારે કંઈ નાની મોટી વાત ઘરમાં બને ત્યારે એ ઘરનાં મંદિરમાં શ્રી કૃષ્ણ ની મૂર્તિ સામે જ હાથ જોડીને બેઠી હોય કારણકે શ્રધ્ધા નાં સાચાં મિત્ર શ્રી કૃષ્ણ હતાં એવું જ બધાંને એ કહેતી હજુ તો એ અગિયાર વર્ષની જ હતી..
કોરોના મહામારી થી રોજબરોજ નાં મૃત્યુ નાં આંકડા અને રોગ વિશે જાણીને..
શ્રધ્ધા એ પિતા સૂઈ ગયા પછી પોતાની ભણવાની નોટમાં કૃષ્ણ ભગવાન ને પત્ર લખ્યો..
મારા મિત્ર.
આ કોરોના થી મને ખૂબ ડર લાગે છે મારાં પપ્પા કહે છે આ બહું મોટી મહામારી છે તો બાજુ વાળા માસી કહેતાં હતાં કે આમાંથી બચે એ નશીબદાર તો હે ભગવાન મારી એક પ્રાર્થના સાંભળો તમે મારાં જન્મ વખતે મારી મમ્મી ને લઈ લીધી તો હવે મને પણ તમારી પાસે લઈ લો પણ મારાં પપ્પા ને આ કોરોના થી બચાવી લો ભગવાન...
એટલી વિનંતી સાથે શ્રધ્ધા નાં જય શ્રી કૃષ્ણ..
પત્ર લખીને શ્રી કૃષ્ણ ની મૂર્તિનાં પગમાં મૂકીને ત્યાં જ માથું મૂકીને સૂઈ ગઈ...
ભાવના ભટ્ટ અમદાવાદ....

૫)
*વરદાન*. લઘુકથા.. ૧૬-૬-૨૦૨૦

એક વર્ષ થી પથારીવશ થયેલા શાન્તા બા અને સાચા મન અને દિલની ભાવનાઓ થી સેવા કરતી હતી અંજલિ..
રાત દિવસ જોયા વગર શાન્તા બા નો પડ્યો બોલ ઝીલે અને એમને કોઈ તકલીફ નાં પડે એવું કરે..
સાથે જ પરિવારના સભ્યો ને સંભાળે અને વટ વ્યવહાર પણ સાચવે...
પથારીમાં પડ્યા પડ્યા શાન્તા બા ની જીભ ચાલે અને આ બાજુ અંજલિ નાં પગ ચાલે એ દોડાદોડી કરીને બા ની સરભરા કરે..
એક વર્ષ થી એકધારી અંજલિ ની સેવા થી ખુશ થઈ ને બા ને અણસાર આવી જતાં અંજલિ ને આશિર્વાદ આપ્યા અને વરદાન માંગવા કહ્યું..
અંજલિ કહ્યું કે વરદાન આપો તો એક જ વરદાન આપો કે મારાં પેટે દિકરી બનીને અવતરશો...
તમારાં ભગવાન ને પણ પ્રાર્થના કરો કે મને આ વરદાન આપે..
બા કહે મારો વાલીડો તારું આ વરદાન પુરું કરે એવાં અંતરથી આશિર્વાદ કહીને ડોક ઢાળી દીધી..
ભાવના ભટ્ટ અમદાવાદ....