Love SecretsSeason 2 - 2 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love SecretsSeason 2 - 2



Season 2 Episode 2


"પારુલ આમ તો સારી છોકરી છે, પણ એ તો તને લવ કરે છે!" રોહિતે વાત જણાવી તો રાજને ઝટકો લાગ્યો.

"ઓહ!" રાજે આશ્ચર્ય વ્યક્ત કર્યું.

"હા... મને ચંદ્રિકા એ કહ્યું છે... અને આ વાત સો ટકા સાચ્ચી છે!" રોહિતે આગળ કહ્યું.

"મતલબ એણે જ આ બધું કર્યું છે એમ જ ને!" કહેતાની સાથે જ એ પારુલ પાસે જઈ પહોંચ્યો.

"તુંયે આવું કેમ કર્યું?! એમને આમ રડાવીને તને મજા આવે છે?!" રાજે સીધી જ વાત કહી દીધી.

આ સાંભળીને પરૂલની આંખમાં આંસું આવી ગયા.

"જો મેં કઈ જ નથી કર્યું... મારી તો કોઈ ભૂલ જ નથી!" પારુલ માંડ બોલી શકી.

"તો એ કેમ આવું કરે છે મારી સાથે?! આઈ જસ્ટ વોન્ટ ટુ નો ધ સિક્રેટ!" રાજે કહ્યું.

"જો મેં તો જસ્ટ તને લવ જ કરેલો! બસ... હું તો તને હજી પણ ચાહું છું... ચાહીશ અને હંમેશા ચાહતી જ રહીશ!" એણે કહ્યું.

"અરે બાપા... બસ તું એમ કહી દેને કે આમાં તારો કોઈ હાથ છે કે નહિ?!" રાજે ટુંકાણમાં કહ્યું.

"ના... ના... ના... અરે યાર હું તો તને લવ કરું છું... તારી ખુશીમાં જ મારી ખુશી છે યાર!" પારુલ એ રડતા રડતા જ કહ્યું.

"તને મારી પર ક્યારથી લવ થવા લાગ્યો?!" રાજે સાશ્ચર્ય પૂછ્યું.

"અરે, લવ છે તો છે! મને તો તું પહેલા દિવસથી જ ખૂબ જ ગમતો હતો! બસ કહેવાનો મોકો જ ના મળ્યો! ઉપરાંત તું પણ તો કોઈના પ્યારમાં હતો! અરે હું તો તારી ખુશી જ માંગું છું... આજ પણ કે તું જેને ચાહે એ જ તને મળે!" પારુલ એ કહ્યું તો બધાની બોલતી બંધ થઈ ગઈ!

શું કોઈ એ જાણીને પણ કે એ કોઈ બીજી ને જ લવ કરે છે તો પણ એણે આટલા હદ સુધી લવ કરી શકે છે?! રાજ અને બીજા બધાને પણ પારુલ તરફ બહુ જ માન થવા આવ્યું.

"ઓકે... હું સમજી ગયો... પારુલ આઈ એમ સો સોરી! મને તો બિલકુલ નહોતી ખબર કે તું મને આટલો બધો લવ કરું છું!!!" રાજે માફી માંગી.

"બસ... હવે ના રડીશ... જસ્ટ ચિલ!" રોહિતે પણ કહ્યું.

"સોરી... પારુલ! પણ મને લાગ્યું કે તારું કહી જ દેવું યોગ્ય રહેશે!" ચંદ્રિકા એ સ્પષ્ટતા કરી.

આઇટીઆઇ છૂટી ગઈ હતી.

❤️❤️❤️❤️❤️

રાજ અને ગૌરીના ઓનલાઈન થવાનો સમય આવી ગયો હતો.

એવામાં રાજે ગૌરીનું સ્ટેટ્સ જોયું... કોઈ સેડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે લખેલું હતું - "પ્રેમ તો બંનેનો સાચો જ હતો... બસ નસીબ નસીબ જ ના મળ્યું!" આ જોઈ વાંચી અને અંતે અનુભવીને રાજને એક કંપારી આવી ગઈ! હા એવી જ કંપારી જે એણે પહેલીવાર ગૌરી એ વાસુ સાથે કામ કરવા જતાં અનુભવી હતી!

"શું કિસ્મત..." રાજે એની લાઇફમાં ક્યારેય નસીબનો ભરોસો કર્યો જ નહોતો! એનું દૃઢપણે માનવું હતું કે નસીબ જેવું તો કઈ હોતું જ નથી! પોતે જો મહેનત કરીએ તો આપને આપના નસીબને પણ બદલી શકીએ છીએ!

"અરે યાર... તું પણ મને રીઝન તો આપ... કેમ આવું કરું છું તું?!" રાજે જ પહેલો મેસેજ કર્યો.

"હું જે પણ કરું છું... આપની જ ખુશી માટે કરું છું... પ્લીઝ ભૂલી જા ને તું મને યાર!" એણે મેસેજ કર્યો.

"ભૂલવાને બદલે મરી જઇશ તો ચાલશે?!" રાજે સવાલ કર્યો.

"ના... ઓય તું મરવાની વાતો ના કર! મારે જ મરી જવું છે! લાઇફમાં બહુ જ તકલીફો છે!" તેણીની એ મેસેજ કર્યો.

"મતલબ કે તુંયે મને લવ કર્યો જ નહિ એમ જ ને!" રાજે સીધું જ પૂછ્યું.

"અરે એવું નથી... પણ! તું સમજને યાર!" એણે કહ્યું.

"જો મને તારી સાથે લવ થઈ પણ જશે ને તો પણ હું તને નહિ કહું!" એણે મેસેજ કર્યો અને પછી ડિલીટ ફોર ઍવરિવન કરી દિધો!

"એવી તે કઈ મજબૂરી હશે કે એ મને લવ પણ કરે છે તો પણ નહિ કહી શકે?!!!" રાજના દિલમાં આ સવાલ તીરની જેમ ખુંપાવા લાગ્યો!

વધુ આવતા અંકે...

સીઝન 2 એપિસોડ 3માં જોશો: "વાઉ! રડાવનારા જ કહે છે કે હસતા કેમ નહિ!" રાજ બોલ્યો તો આજુ બાજુ ના બધા જ "વાહ વાહ!!! ક્યાં ખૂબ!" ના અવાજોથી ભરાઈ ગયું!

ગૌરીએ ધારદાર નજર રાજ તરફ જોયું! એનો ચહેરો વધારે રડવાના લીધે સાવ મુરઝાઇ જ ગયો હતો અને એણે હળવું માથું પણ દુઃખી રહ્યું હતું જેને લીધે એ હાથને માથે લઈ જતો હતો! આ બધું જ ગૌરીની ચકોર નજરથી કંઈ બાકાત બિલકુલ નહોતું! ઉપરાંત છેલ્લી અમુક મિનિટ થી એ પાણી માટે બધાને પૂછી રહ્યો હતો પણ એણે પાણી મળ્યું જ નહિ તો હવે ગૌરીએ જ કંઇક કરવું પડશે એમ ગૌરી વિચારી રહી.