Love Secrets Season 2 - 1 Hitesh Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Love Secrets Season 2 - 1





સીઝન 1 કહાની અબ તક: એક છોકરી અલ્લડ મસ્તીખોર અને રાજના શબ્દમાં કહીએ તો "પાગલ" છે! એ એના જ જેવા માસૂમ હોશિયાર અને નિર્દોષ (innocent) રાજ ખાટામીઠા પ્યારના સંબંધમાં છે, પણ આમ મસ્ત ચાલતી લાઇફમાં એક બ્રેક વાગે છે! એ બ્રેક એવો છે કે હવે ગૌરી એ રાજને દૂર કરવો છે. દરમિયાન જ રાજ સહદ્યાયી (classmate) નીલમ, ચંદ્રિકા, પારુલ અને જયશ્રી સાથે પણ ગાઢ રીતે સંકળાયેલ છે, પણ હજુ રાજ તો મુંઝવણમાં છે કે એણે આમ અચાનક જ શું થયું?!

દૂરથી જ ગૌરીને જ જોતાં રાજને એની આંખોમાં આવેલ આંસુમાં પ્રકાશનું પ્રતિબિંબ જોયું તો એ હેબતાઈ ગયો! શું ગૌરી પણ એણે લવ કરે છે! શું આ એની કોઈ મજબૂરી છે! જો એ મજબૂર હશે તો પણ રાજ એણે ફોર્સ નહિ કરે પણ... એ તો ગલત છે ને કે એ એમ જ જૂઠ કહે કે એ એણે લવ જ નથી કરતી એમ!

ગૌરી ને જાણ થઈ ગઈ કે રાજ એના આંસુ જોઈ ગયો તો એ તુરંત જ બીજી બાજુ ફરી ગઈ! અરે પણ એણે પણ ખાબર જ હતી કે રાજ એણે કેટલી હદે જાણે છે!

રાજ એના દર્દ અને માનસિક તાણ માં પણ ક્યારનો નોટિસ કરતો હતો કે ગૌરી એના ડાબા હાથને વારંવાર એની ઓઢણીની ઢાંકી રહી હતી!

રાજ ગૌંરીની પાસે ગયો. એને એની આંખમાં જોયું તો ગૌરીની આંખો વધારેને વધારે નમ થવા લાગી. ગૌરી જ્યારે રાજની આંખોના સાગરમાં ઊંડે સુધી જતી રહી કે તુરંત જ રાજે એની ઓઢણી હટાવી લીધી!

નીલમ, જયશ્રી, પારુલ અને ચંદ્રિકા બધા જ તથા રાજના બધા જ ફ્રેન્ડ એ જે જોયું તેઓ વિશ્વાસ નહોતા કરી શકતા!

એના હાથમાં બ્લેડ થી "આર" અક્ષર કોતરાયેલ હતો! બધા જ અચંબામાં પડી ગયા. હા... ગૌરી પણ તો રાજને બહુ જ તો લવ કરતી હતી! એ વાતનું જ જીવતું જાગતું ઉદાહણ આજે એના હાથમાં કોતરાયેલું હતું!

રાજ આગળ વધ્યો અને એણે ગૌરીના એ ભાગને ચૂમી લીધો... એ જ રીતે જે રીતે એકવાર કૉલેજ માં ગૌરી એ રાજના હાથને ચૂમ્યો હતો!

અચાનક જ ગૌરી કોઈ ગહેરા સપણમાંથી બહાર આવી હોય એમ એણે એક ઝટકાથી હાથને રાજની છોડવ્યો!

"આઈ જસ્ટ હેટ યુ!" એ બોલી અને ત્યાંથી ચાલી ગઈ.

રોહિતે આવીને આશ્વાસનના શબ્દો કહ્યું - "માણી જશે હવે!"

એટલામાં રાજ એના પીસી (કમ્પ્યુટર) પર ગયો અને હિન્દી બોલીવુડ સેડ સોંગ વગાડવા લાગ્યો! એ એ સોંગ્સ માં ખુદને અને ગૌરીને જ ક્યાંક જોઈ રહ્યો હતો! એના જ લીધે અનાયાસે જ એની આંખોમાંથી અશ્રુઓ પણ વહી રહ્યા હતા!

દોસ્તો એણે સમજાવતા પણ એ માનતો જ નહિ!

બંને એ બપોરનું કંઈ જ ખાયું જ નહોતું તો રોહિતે રાજને ફોર્સ કરીને જમાવડવા ચાહ્યું પણ એણે સાફ સાફ ખાવાથી ઇનકાર કરી લીધો!

બીજી બાજુ બાજુનાં જ થિયરીના વર્ગમાં જયા ગૌરીને જમાડવાની કોશિશ કરતી હતી, પણ એ પણ તો ક્યાં જમી શકવાની હાલતમાં જ હતી! એણે પણ ના જ ખાવાનો નિર્ધાર કરી લીધો હતો.

"યાર... રોહિત! કોને આવું કર્યું હશે?! એણે આમ અચાનક જ શું થઈ ગયું?!" રાજે રોહિતને ઉદ્દેશીને કહ્યું.

"તું ચિંતા ના કર, હું એ તો મારી રીતે શોધું જ છું... તું જરાય ચિંતા ના કર... જે પણ હશે, એણે આપને નહિ જ છોડીએ!" કહેતાની સાથે જ રોહિતની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા!

સૌ એક જ વિચાર કરી રહ્યા હતા કે હસતી ખેલતી એમની લાઇફમાં આમ અચાનક જ આ શું ગ્રહણ આવી ગયું હતું?!

"રો, અહીં આવ તો!" રાજ રોહિતને પ્યારથી રો કહીને જ બોલાવતો હતો. "પારુલ એ તો કંઈ નહિ કર્યું હોય ને?!" રાજે શક્યતા વ્યક્ત કરી.

"હા... બની શકે... જો હું તને એની હિસ્ટરી કહું છું..." રોહિતે કહેવા માંડ્યું.

વધુ આવતા અંકે...

સીઝન 2 અને એપિસોડ 2માં જોશો: "તો એ કેમ આવું કરે છે મારી સાથે?! આઈ જસ્ટ વોન્ટ ટુ નો ધ સિક્રેટ!" રાજે કહ્યું.

"જો મેં તો જસ્ટ તને લવ જ કરેલો! બસ... હું તો તને હજી પણ ચાહું છું... ચાહીશ અને હંમેશા ચાહતી જ રહીશ!" એણે કહ્યું.

"અરે બાપા... બસ તું એમ કહી દેને કે આમાં તારો કોઈ હાથ છે કે નહિ?!" રાજે ટુંકાણમાં કહ્યું.

"ના... ના... ના... અરે યાર હું તો તને લવ કરું છું... તારી ખુશીમાં જ મારી ખુશી છે યાર!" પારુલ એ રડતા રડતા જ કહ્યું.