Hasta nahi ho bhag 11 books and stories free download online pdf in Gujarati

હસતા નહીં હો! - 11 - કટાક્ષ કણીકાઓ

આમ તો આ શ્રેણી હાસ્યની છે પણ આ ભાગમાં હું કંઈક હાસ્ય કટાક્ષ મિશ્રિત ભાગ લઈને આવ્યો છું વધાવી લેજો.


૧.સહાનુભૂતિ
એક મોટા શહેરમાં 'પારિજાત' નામના પાર્ટી પ્લોટમાં એક દીકરીના લગ્ન હતા.લગ્ન પુરા થયા ત્યારબાદ વિદાયનો પ્રસંગ આવ્યો.દીકરીનો આખોયે પરિવાર ખૂબ રડ્યો.ત્યારબાદ જમાઈને દીકરીને ગાડીમાં બેસાડતી વખતે એના બાપે જમાઈ સામે કરુણતાભરી નજર કરી કહ્યું,"હવે તમારો (રડવાનો) વારો છે.મારી સહાનુભૂતિ તમારી સાથે છે."

૨.સફેદ સાડલો

એક મધ્યમવર્ગીય અભણ અમદાવાદી સ્ત્રીનો પત્રકારે ઇન્ટરવ્યૂ કર્યો.પત્રકારે પૂછ્યું કે,"માનો કે તમારા પતિ મૃત્યુ પામે તો તમે પેલું કામ શું કરો?" સ્ત્રીએ જવાબ આપ્યો કે,"પેલા તો સફેદ સાડલા સસ્તા ક્યાં મળે છે એની તપાસ કરું."

૩.છૂટાછેડા

ફેમિલી કોર્ટમાં કેસ ચાલતો હતો છૂટાછેડાનો.જજે મુરતિયા પરનું આરોપનામું વાંચ્યું.દંગ હાલતમાં જજે સ્ત્રીની સામે જોયું અને કહ્યું,"તમારો પતિ કમાઉ છે,દેખાવડો છે,પરિવાર તરફથી કોઈ ત્રાસ નથી.તો છૂટાછેડા કેમ જોઈએ છે?" સ્ત્રીએ કહ્યું,"સાહેબ,મારી બધી બહેનપણીઓએ એના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા છે તો પછી હું શા માટે પાછી પડું?"

૪.આધુનિક નારી

એક વખત એક નારીવાદી સુધારકે એક આધુનિક નારીને પૂછ્યું,"જો તમારે સ્ત્રી તરીકેની જવાબદારીઓમાં કોઈ એક પુરુષને આપવાની થાય તો કઈ આપો અને કેમ?"આધુનિક નારીએ કહ્યું,"હું તો એક જ જવાબદારી સોંપું - બાળકના સ્તનપાનની.કારણ કે એને લીધે અમારી ફેશન બગડી જાય છે."

૫.બિલાડી

એક મર્શિડીસ કારમાં ઉદ્યોગપતિ એના પરિવાર સાથે જતો હતો ત્યાં વચ્ચે બિલાડી આડી ઉતરી.ઉદ્યોગપતિની માતાએ કહ્યું,"ગાડી ઉભી રાખી દે.હવે દસ મિનિટ પછી જ આગળ જવાય."ત્યાં વાતડાહી વહુ બોલી કે,"બા, તમને બિલાડી બચાવવાના પુણ્યને લીધે નક્કી ઈશ્વર આવતા જન્મમાં તમને બિલાડી બનાવશે."

હવે અહીં એક એવી કલ્પના લીધી છે કે જો ઈશ્વર પેટલીકર, મેઘાણી, દર્શક અને મુનશી આ બધાને ફરીથી હાથમાં કલમ ધરી દેવામાં આવે તો કેવું સર્જન કરે.....

૧.ખૂનનો અધિકાર

સુપ્રીમ કોર્ટમાં આજે હકડેઠક ભીડ જામી હતી.એક બાપનું ખૂન થયેલું,એવા બાપનું જેને એની દીકરીઓના શરીર પર મોહ જાગેલો.એવા બાપનું ખૂન એની દીકરીએ કરેલું.ત્યાં એક ગામડિયાએ ત્યાં ઉભેલા વકીલને પૂછ્યું,"હેં, ગોરા સાહેબ!આ બાપને એની છોરીએ માર્યો એમ આ બધા કહે છે તે એ છોરી શું એના બાપની પૂજા કરે?એને તો ખૂનનો અધિકાર છે."

- ઈશ્વર પેટલીકર

૨.ચૂંથાયેલા થાનેલા

તબડક તબડક ઘોડો દોડતો આવતો હતો ભુપેન્દ્ર બહારવટિયાનો.ઘોડાના દાબડાના અવાજ સાથે આખૂયે ગામ નીરવ શાંતિમાં ખૂપી ગયું.રાત વીતી ગઈ ને સવારે ગામના મુખીની છોકરીના થાનેલા ચૂંથાયેલા મળ્યા.

- મેઘાણી

૩.ઝેર તો પીવડાવ્યા જાણી જાણી રે!

ગોપાળબાપાનું આખા એપાર્ટમેન્ટમાં નામ ખૂબ મોટું પણ સ્વભાવ ખૂબ સંસ્કારી!અખંડ વહી રહેલી ભારતીય ચિંતનધારાના એ ઉપાસક.પ્રભાત થયું,ગોપાળબાપાનું ખૂન થયું ને ખબર પડી એની સગી પુત્રવધુએ એને ઝેર આપી દીધેલું.

-દર્શક

૪.પૈસાવલ્લભ

ઇતિહાસની વહી રહેલા મહાસાગરમાં અનેક રાજા મહારાજા થઈ ગયા.પણ ધનદાસોની કિંમત સમાજ આંકી શક્યો નથી.આવો જ એક નાણાંપુરુષ થઈ ગયો.એની બાજુઓમાં પણ નાણાં રહેતા.એના વસ્ત્રો પણ ધવલ નહિ પૈસાના બનેલા રહેતા.આવા નાણાંપુરુષની આ મહાગાથા છે.

-મુનશીસ્ત્રી દાક્ષિણ્ય એટલે શું?
૧.તમે અમદાવાદની બી.આર. ટી.એસ. બસમાં જતા હોય ને કોઈ બહેન ઉભા હોય, તમે બેઠા હોય અને તમે એને જગ્યા આપી દો એ સ્ત્રી દાક્ષિણ્ય.
૨.તમે ભવિષ્યમાં પરણો અને તમારી પત્ની જ્યારે સેક્સ કરવાની ના પાડે ત્યારે એની ઈચ્છાને માન આપો એ સ્ત્રી દાક્ષિણ્ય.
૩.તમે કોઈ સ્ત્રીને આભડછેટને માટે મંદિરમાં પ્રવેશતા ન અટકાવો એ સ્ત્રી દાક્ષિણ્ય.
આપ સૌ વાચકોની એ બાબતે માફી માંગવાની બને છે કે સમયના અભાવે બધું અસ્તવ્યસ્ત લખીને મૂકવું પડે છે.છતાંય તમે આટલો સારો પ્રતિસાદ આપો છો એ મારે મન સર્જનની સાર્થકતા છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED