દિકરા પોતાના જીવનમાં સમર્પિત થયા ને મનસુખલાલ એકલા પડી ગયા. ગાર્ડન ફ્રેન્ડ ના સથવારે સમય પસાર થતો પણ હવે થાકયા હતાં. ભાગ -4
મનસુખલાલ ની નોકરી ચાલું હતી ત્યાં સુધી પપ્પા અહીં આવો અહીં રહેજો. તમે અમારા માટે ધણુએ કર્યું છે, હવે અમારો વારો બંને દિકરા કહેતાં. મનસુખલાલ હસતાં અને કહેતાં સાણંદ ભલુ ને મારી નોકરી ભલી. સાણંદ નાં ઘરમાં એકલતા ખાવા દોડતી. કદ્દી ટ્યૂશન કર્યા નહોતાં, ટાઈમપાસ માટે ચાલું કર્યા. છોકરાઓ ઘરે હોય ત્યાં સુધી હોશે હોશે રહેતો, પછી નર્યો સન્નાટો ફેલાઈ જતો.
નોકરી થી નિવૃત્ત થયા ને એક વખત મનસુખલાલ ની તબિયત બગડી અમદાવાદ ડોકટર ને બતાવા અઠવાડિયું નિશાંત ને ઘરે રહ્યાં. સૌમ્ય પહેલેથી દાદા નો હેવાયો થઈ ગયો હતો. માંદગી પછી મનસુખલાલે અમદાવાદમાં ધામા નાખવાનું નક્કી કર્યું. છ મહીના નિશાંત નાં ઘરે વિત્યા ત્યાં મનોજ તેના ઘરે લઈ ગયો. મનસુખલાલ ને આનંદ હતો કે બંને દિકરા તેમની જવાબદારી સમજે છે.
રોજ નો સવારનો ક્રમ ચાલતો. વોક કરવા જવાનું ગાર્ડન માં બંને ઘરે મિત્રો બની ગયા હતાં. પણ બીજા છ મહીને નિશાંત લેવા આવ્યો ત્યારે મનસુખલાલ મનોજના ઘરે રોકાવા ની ઈચ્છા જણાવી. ત્યારે ખબર પડી કે બે ભાઈ એ બાપની જવાબદારી વહેચી લીધી છે.
મનસુખલાલ ને આંચકો લાગ્યો જેના માટે જીવન ખર્ચી નાખ્યું તે દિકરા આજ મારાં રહેવાનાં ભાગ પાડે છે? મનસુખલાલ રીહમા ને રીહમા સાણંદ જતાં રહ્યાં. અઠવાડિયા માં પાછાં ફર્યા. બાથરૂમ માં પડી જતા પગે પાટો આવ્યો બે મહીના પથારી વશ રહ્યાં. ત્યારે ખબર પડી કે પૃથ્વી પર પણ નરક હોય છે. હવે મનસુખલાલ થી થાકતા ત્રણ મહિના નાં વાળા ચાલું થયા.
ઘણીવાર સાણંદ જઈ ઘર ફરી ચાલું કરવાનો વિચાર મનસુખલાલ ને આવતો. પણ દિકરા હવે તેમને જેમ રહો છો તેમ રહો, ત્યાં જઈ ઉધામા કરો ને અમે હેરાન થઈ જઈએ છીએ. પ્લીઝ હવે અહીજ રહો. સમય જતો ગયો મનોજ ને ત્યાં ભૂપાલી નો જન્મ થયો.
તકલીફો નાની નાની પણ સહન ના થાય તેવી હતી. દિકરા તરફ થી માન નહોતું મળતું અને એક વધારાનો ઘરમાં એક ભાર હોવું તેવું વર્તન રહેતું ઉકેલ કઈ દેખાતો નહોતો ત્યાં મિત્રો એ વિમળા ની પણ તમારા જેવીજ તકલીફ છે. તમે બંને ભેગા થઈ જાવ તો? વાત ધીમે ધીમે આગળ વધી. પરિચય વધતાં હા ના હા ના કરતાં ત્રણ મહિના વિતી ગયા. ત્યાં વહું જોડે કામની જીભાજોડી થી થાકેલ વિમળા સમાજ થી ગભરાયા વગર લગ્ન કરવા રાજી થઈ ગયાં. વેદના તકલીફો કે એકલતા એ વિમળા નો સંગાથ મળ્યો. કુદરત ની કથની વિમળા નાં દિકરાઓએ હોશ હોશે લગ્ન ની હા પાડી ને મનસુખલાલ ને વિમળા પરણી ગયાં.
રાત્રિ ના અંધકારમા બંને દિકરા માર્ગ કાઢવાને ભેગાં થયાં હતાં. કઈ વાત થાય ને એકબીજા પર ચીડાઈ જતાં હતાં. નલિની મોટા ઘર ની હતી. તેને પપ્પા ના પગલા ને આંશિક સંમતી આપી દીધી હતી. તેને સૌમ્ય ની વાત સાંભળી આ દિશા માં કેમ કોઈ નું ધ્યાન નાં ગયું તેનો અફસોસ મનમાં થયો. આટલા વર્ષ એકલતા કેવી પપ્પા ને ખાઈ ગઈ હશે?
સૌમ્ય નાનો નહોતો તેને તેના પપ્પા નિશાંતભાઈ અને કાકા મનોજભાઈ ને ઢંઢોળ્યા. જુની વાતો યાદ કરાવી. દાદા એ તમને કેવી રીતે મોટા કર્યા તેની વાતો કરી. પહેલા પહેલા તો નિશાંતભાઈ સૌમ્ય પર ચીડાઈ જતાં, પણ ધીમે ધીમે જુનાં દિવસો સહેમી સહેમી સી તે પળો જ્યાં કોઈ પોતાનું નહોતું. બધા દયા ના સંબંધી ત્યારે એક બાપ જ હુફ આપતો તે નિશાંત ભુલ્યો નહોતો. મનોજની માંદગી ની રાતો જે એક મટકુય માર્યા વગર વિતાવેલા તે દિવસો તાદશ થઈ ગયાં. નિશાંત ની આંખોમાં ઝરણું વહેતા જીવનના ભુલાઈ ગયેલા શહેર ની ચકોચાંદ મા વિસરાઈ ગયેલા સાણંદ માં વિતેલા તે દિવસો યાદ આવી ગયાં.
ક્રમશ
દિકરા કઈ લાગણી હિન નહોતા પણ સમયસુચકતા નો અભાવ કહો કે જનરેશન ગેપ એકમેક ને સમજીને ચાલે તે સાચો માનવ સાચો ઈન્સાન કહેવાય. વધું આવતા અંતિમ ભાગમાં.