મિટીંગ નો દોર ચાલું છે. પક્ષકાર અને પ્રતિ પક્ષકાર ની વચ્ચે લાગણી થી બંધાયેલ વાક્યુદ્ધ ચાલી રહ્યું છે. દોર લાંબો નથી પણ અંત સુખદ હોય તો સંસારમાં વિતાવેલા વર્ષો કર્મફળ આપે છે. જીવન જીવ્યા નો મનમાં આનંદ આપે છે. ભાગ – 5. અંતિમ ભાગ.
-------------------
સૌમ્ય નાનો નહોતો. તેને તેનાં પપ્પા નિશાંતભાઈ અને કાકા મનોજભાઈ ને ઢંઢોળ્યા. જુની વાતો યાદ કરાવી. દાદા એ તમને કેવી રીતે મોટાં કર્યા તેની વાતો કરી. પહેલાં પહેલાં તો નિશાંતભાઈ સૌમ્ય પર ચીડાઈ જતાં, પણ ધીમે ધીમે જુના દિવસો સહેમી સહેમી સી તે પળો જ્યાં કોઈ પોતાનું નહોતું. બધા દયા નાં સંબંધી ત્યારે એક બાપ જ હુંફ આપતો તે નિશાંત ભુલ્યો નહોતો. મનોજની માંદગી ની રાતો જે એક મટકુય માર્યા વગર વિતાવેલા તે દિવસો તાદશ થઈ ગયાં. નિશાંત ની આંખોમાં ઝરણું વહેતા જીવનનાં ભુલાઈ ગયેલાં શહેર ની ચકો ચાંદ મા વિસરાઈ ગયેલા તે દિવસો યાદ આવી ગયાં.
મનોજ ભુલતો આપણી થઈ છે. તને યાદ છે આપણે નાના હતાં ત્યારે નક્કી કર્યું હતું કે જીવનમાં આ બાપ ને કયારેય છોડીશું નહી. તેમની પાછલી જીન્દગી સુખેથી જાય તે જોવાની જવાબદારી આપણી રહેશે. તેમની આવક એટલી નહોતી કે આપણે સારૂ જીવન જીવી શકીયે પણ તેમને તેમનાં જીવનમાં મૂકેલી કરકસરે આજ આપણાં બાવડાં મજબુત કર્યા છે. ફૈબા તેમના દિકરાના ઉતરેલા કપડાં મોકલતાં ને પિતાજી રડી પડતાં, કારણ ફોઈ ને નાં કહી શકતાં અને આપણને તે કપડા પહેરવા દેતા નહી. જો મમ્મી હોતને તો ફઈ ને કહી દે કે આવા કપડા મારાં દિકરા નહી પહેરે, હજી તેનો બાપ જીવતો છે. મનોજ જે બાપે પોતાની જવાની આપણાં પર ન્યોછાવર કરી તે પિતા ની એકલતા વેદના આપણે સમજવામાં કયાંક ઉણા ઉતાર્યા. નિશાંતે અફસોસ થી વેદનાનો ચિતાર આપ્યો.
તું વિચાર કર પપ્પા આ ઉંમરે લગ્ન કર્યા તો નાની ઉંમરે કરી શકતાં હતાં. પોતાનું જીવન સવારી શકતાં હતાં, ને આપણી સામે ના જોયું હોત તો આજ આપણે આ મુકામ સુધી પહોંચી શકયા હોત? વેદના નો અહેસાસ આપણે ચુકી ગયા હું નિશાંત મનસુખલાલ નો મોટો દિકરો પપ્પા ના પક્ષમાં મત આપું છું કારણ જે આપણે કરી આપવાનું હતું તે તેમને જાતે કર્યું. ખેર સૌમ્ય તારાં જેવા પુત્ર ને પામી હું ધન્ય થઈ ગયો છું. આ મારૂ લોહી નહી આ તારાં દાદા નું લોહી છે, જે સમર્પણ ભાવના થી જીવ્યા છે.
મનોજ મને આપણી ભુલ જણાય છે. પપ્પા નાં જીવનની એકલતા આપણે દુર કરવાની કોશીષ કરી નથી, અને એમને જાતે રસ્તો શોધ્યો તેમાં આપણે રોડા નાંખવા નો કોઈ હક્ક નથી. હું મારાં પપ્પા નો પક્ષ લવું છું.
મોટાભાઈ તમે કહો છો તે સ્વીકાર પણ આપણાં સાસરે કેવી છાપ પડશે? લોકો આપણને પૂછે તો જવાબ શું આપશુ? મનોજ ને હજી ભૂતકાળમાં પિતાનાં ભોગ ને સર આખો પર ચઢાવ્યા સાથે હાલ ના સંસાર ની ચિંતા હતી, કે જવાબ શું આપશુ? નલિની કયાર ની સાંભળતી હતી. તેને મનોજ નાં સમાજ ને શું જવાબ આપીશું? તે ના ગમ્યું .
જો મનોજ તારાં પપ્પા ને કે આપણાં ઘર ને લોકો નથી ચલાવતાં. લોકો ની ચિંતા કરવાની છોડ તારાં પપ્પા નાં તમારે પ્રત્યે નાં સમર્પણ સાંભળ્યાં પછી બીજી બધી વાત તુચ્છ છે. મને સમજાય કે તારાં પપ્પા એ નાની ઉંમરે લગ્ન કરી લીધા હોત અને એ થકી તેમને સંસાર હોત એકાદ છોકરો હોત અને નવી મમ્મી બધું તેને આપી તમારો વિકાસ રોકી લીધો હોત તો? આજ તું અહીં સુધી પહોંચ્યો હોત? નલિની ની વહું થઈ સચોટ રજુઆત મનોજ ને સંતોષ ના આપી શકી.
નલિની વાત સનાતન છે. જે બાપે પોતાની જવાનીમાં નવી પત્નીનો વિચાર નથી કર્યો તે આજે કેમ કરે છે? મનોજ ને તે સમજાતું નહોતું. કાજલ વહું ની તેમાં સંમતી હતી. હવે તો પાનખર હતી હવે ક્યાં જરૂર હતી?
એકલતા, અપમાન, મહત્વ ના મળવું, સંકોચાઈ ને રહેવાનું, વાચા ના મળે. કોઈ સલાહ તેમની લેવા ના બેસે. ત્યારે જીવિત બુઝુર્ગ પોતાના જીવન પર અફસોસ કરે છે. આખી જીન્દગી જેમની પાછળ ખર્ચે છે, તે આજ ઘરમાં રાખી જાણે છે, થોડું સાચવી લે છે, પણ તેનાથી આગળ નો સંબંધ પર પૂર્ણવિરામ મુકી દે છે.
જો આજ તારી મમ્મી હોત તો બંને એક બીજા ના દુઃખ શેર કરત, અને કદાચ પપ્પા ની વકીલાત કરતી મમ્મી તમને વઢત કે થોડું પપ્પા ને બોલાવો, તેમને બહાર લઈ જાવ, તેમને માન આપો. અહીં તો પપ્પા 26 વર્ષ થી એકલાં પડી ગયાં છે. અને તેમાય દિકરા નાં સંસાર ચાલું થતાં સાવ હાશિયા માં જતાં રહ્યાં છે.
મનોજ આ હાલ આપણને નહી ખબર પડે ભુલી ના જતો આપણે પણ તે ઉંમર પહોચવાના ને ત્યારે તારાં બાળકો આ વર્તન કરશે તને કેવું લાગશે? નલિની એ મનોજ ને ઢંઢોળ્યો કાલે આપણાં બાળકો આપણી જોડે આ વર્તન ના કરે તે શિખવાડવું પડશે. નલિની એ મોટાભાઈ અને દિકરા દિકરી ની ટીમ માં છું. જાહેર કરી દીધું.
કાજલ વહું એ છણકો કર્યો તમે બધાં હોશિયાર છો. અમે તો ગામડે થી આવ્યાં ને એટલે અમને તમારી આ નવી રીતભાત ની સમજ ના પડે. ઠીક છે તમે જે નક્કી કરો તેમાં મારી સંમતી છે બસ. કાજલ વહું નો હજી અણગમો હતો.
મમ્મી.. માની લે આ જ તું દાદા ને સાથ આપતી નથી તો મને એમ કહે કે આપણાં ઘરે દાદા આવતાં તો તેમને કેમ સંકોચાઈ જવું પડતું હતું? કાલ તું દાદા ની ઉંમરે પહોચીશ તો હું પણ તારી જોડે આ વર્તન કરીશ તો સહન કરીશ ને?
કાજલ વહું સૌમ્ય ની વાત સાંભળતા જ ચમકી ગયાં ઘડીભર આ બધું તેમની પર ગુજરશે તો શું થાય? આજ સૌમ્ય દેવનો દીધેલ આટલો સમજું છે, તો મારે જ હાથે કરી પગ પર કુહાડો મારવા નો કે? કાજલ વહું એક દમ ઊભા થઈ સૌમ્ય નાં માથા પર ચુબન કર્યું. દિકરા મને માફ કર મારો ભાવાર્થ સમય નો તકાદો હતો. ખેર હું પપ્પા ને સમર્થન કરૂં છું.
અને મારો પ્રસ્તાવ છે કે આપણે સહ કુટુંબ બે ત્રણ દિવસ ની રજા લઈ તેમનાં નવા જીવન ની વધામણા કરીએ, અને ત્યાં તેમની બધી વ્યવસ્થા કરી ને પાછાં આવીએ.
નિશાંત ને વાત ગમી તેને મનોજ તરફ જોયું. આખું ઘર દાદાનાં લગ્ન ને સંમતી આપતાં હોય તો મને શું વાધો હોય!! હું મારાં પપ્પા નું સારૂ જ ઇચ્છું ને!!
આજ શુક્રવાર છે હું કાલ ની રજા લઈ લવું તો સવારે બધાં જઈએ.
નલિની એ નવી રજુઆત કરી. જો થયેલી ભુલ સહ કુટુંબ સુધારવા માગતા હોઇએ અને અંતરથી સ્વીકાર હોય તો મોટાભાઈ આપણે પપ્પા નાં જીવનસાથી ને સ્વીકાર કરીએ છે તે બતાવવા દસ જોડ કપડાં, એક નાનો સોનાનો સેટ, લઈને બેન્ડવાજાની સાથે જઈએ. અને નવી મમ્મીજી ને માન પૂર્વક સ્વાગત કરીએ અને ફરી ગૃહ પ્રવેશ કરાવીએ.
બધા એ નલિની ની વાત ને સ્વીકારી અને બધી તૈયારી સાથે જવાનું નક્કી કર્યું.
સંપુર્ણ
પ્રણામ
જીવનમાં કયાંક વિસામો ખાતા વડીલની છત્રછાયા બનવાનો મોકો ગુમાવશો નહિ.
આભાર
જીજ્ઞેશ શાહ