આંગળિયાત - 14 DOLI MODI..URJA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંગળિયાત - 14

આંગળિયાત..ભાગ..16

આપણે આગળ જોયું લીનાનો પરિવાર અને રૂપા રૂબી બધાં સાથે મળીને રચીતનું કબુલાત નામુ સાંભળ્યું, હવે આગળ...

લીના કઈંજ બોલી નહીં એક નજર અંશ સામે નાખી અને આંસુની ધાર વહેવા લાગી,ગળામાં ડુમો ભરાવા લાગ્યો હતો,
મંજુબેન અને ભરતભાઈએ એ સમયે ઘણી હિંમ્મત દાખવી ઊંભા થઈ લીના પાસે આવ્યા અને માથે હાથ ફેરવતા કહ્યું,:
" લીના,હવે આ સબંધ આગળ વધારવાનો અમને કોઈ અર્થ નથી દેખાતો અને હવે નિર્ણય તારા ઉપર છે,તું શાંતિથી વિચારીલે તારી અને અંશની જીદંગીનો સવાલ છે,"

લીના મંજુબેનને ગળે વળગી અને ગળે ભરાયેલો ડુમો નીકળી ગયો અને એક ચીસ સાથે રડી પડી,ભરતભાઈએ બધાને ઈશારો કરતા એને રડી લેવા દઈ મન હલકું કરવાં દેવા કહ્યું,
થોડીવાર કોઈ કઈ જ ન બોલ્યા અને લીના શાંત થઈ, એટલે ફરી રૂપા બોલી,:

" લીના, રૂબીતો શુટીંગનુ બહાનુ કરી અને કેરિયર ઉપર ધ્યાન આપવાનું કહી સગાઈ તોડી દુબઈ જતી રહેશે, હવે તારે શું કરવું છે,..? અંશને એ લોકોને આપવો છે..? એને આપીશ તો પણ એ લોકો તને રાખવાતો માંગતાં જ નથી એટલે તારે શું કરવું છે,..."

રૂબી પણ ઊભી થઈ લીના પાસે આવી અને એણે પણ એની સમજણ પ્રમાણે સલાહ આપી,:

" લીના અંશ તારી સાથે રહેશે તો તને તારી લાઈફ આગળ વધારવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે, એ લોકોને અંશ જોતો છે તો આપીને તું એલીમની લઈ છુટી થઈ જા...."

રૂપા પણ બોલી,: "અંશને તો એ લોકો સાચવવાના જ છે એટલે તારે ચીંતા નહીં..."

મંજુબેન અને ભરતભાઈમાં કઈ જ બોલવાની કે સલાહ આપવાની હિંમ્મત ન હતી,એ તો બસ લીનાનો હાથ પકડી બેઠા હતા,જય પણ ગુસ્સામાં હતો,પરંતુ એનો ગુસ્સો તો બચકાની હરકત જેવો હતો એ બોલ્યો, :

" પપ્પા, મને રજા આપો ગુંડાઓને રખાવી મારી મારી હાથ-પગ ભાંગી નખાવુ, મારી દીદી વિશે એ આવુ વિચારી પણ કેમ શકે...!"

લીના બધાની સલાહ સાંભળતી હતી,પરંતુ બોલતી ન હતી, એબસ રડયે જતી હતી,એ ઊભી થઈ એના ઓરડામાં જતી રહી અને બારણું બધ કરી દીધું,ભરતભાઈએ કોઈ એ એને હેરાન નહીં કરવાનું સુચન કર્યું,

" એને એકલી રહેવા દઇ વિચારવા દો..એકલી રહી શાંતિથી વિચારી શકશે..."

રૂપા અને રૂબીએ રજા લીધી અને એના ઘરે ગયાં,મંજુબેનને રૂપાને બીજે દીવસે આવી લીનાની સાથે રહેવા કહ્યું, રૂપાએ
હા કહી અને બંને નીકળ્યો, રૂબીએ રસ્તામાંથી જ રચીતને ફોન કરી કહ્યું પોતે દૂબઈ જાય છે,શુટીંગનું કામ આવીગયું છે એટલે,રચીતે પણ સારુ કહી ફોન મૂકી દીધો,- એમ પણ એનામાં લાગણી જેવું કઈ હતુ જ નહીં,દેહ આપતી છોકરીઓ જ એના માટે મહત્વ ધરાવતી બાકી તી આવે ને જાય એને ખાસ ફરક નહીં પડતો,એટલે રૂબીના જવાથી પણ એને ખાસ ફર્ક ન પડયો અને એને આ બધુ પોતે નશામાં બોલી ગયો છે અને રૂબી કાયમ માટે જાયછે એવી પણ જાણ ન હતી,એને તો એવું જ હતુ કે એ શુટીંગ પતાવી આવી જશે, અને રૂબીએ પણ અત્યારે કઈ ચોખવટ કરવાનું બરાબર નહીં લાગ્યું.

અહીં લીના આખી રાત રડતી રહી, અંતે એણે નિર્ણય કર્યોં,
સવારે ઊઠી મમ્મી પપ્પા સાથે વાત કરી,:

"મમ્મી..પપ્પા..,મે એક નિર્ણય લીધો છે, બસ તમારો સાથ મળશે એટલે હું આ લડાઈ ચોક્કસ લડાઈ મારા અંશ માટે...
હા..!રચીત મને પ્રેમ કરતો હોત અને મને પ્રેમથી કહ્યું હોત કે આપણે ભાઈ ભાભીની ખોળો સુનો છે આપણું એક સંતાન એને ખોળે આપણું તો હું ચોક્કસ તૈયાર થઈ જાત, પરંતુ એણે અને પરીવારે મારી સાથે રમત કરી મારુ સંતાન મારી પાસેથી છીનવી મને ધકકો મારવાં વિચાર્યુ છે, તો એ વાત માટે
એ લોકો માફીને લાયક નથી, "

લીનાની વાત સાંભળી મંજુબેન અને ભરતભાઈને પણ હિંમ્મત મળી, મંજુબેને લીનાની નજીક આવી એનું કપાળ ચુમતા કહ્યું,:

" હા..બેટા..! અમે તારા દરેક નિર્ણયમાં તારી સાથે છીયે,"

લીના રૂપા અને રૂબીને પણ બધી વાત કરી, રચીત અને એના પરીવાર ખીલાફ કેસ કરવાની તૈયારી શરૂ કરે છે,રૂબીની જરૂર પડે ત્યારે દુબઈથી આવવા તૈયારી બતાવી એ નીકળે છે,
રૂપા અને લીના વકીલને મળી બધીવાત કરે છે, રેકોર્ડિંગ પણ સંભળાવે છે,અને જલ્દી જ છુટાછેડા થઈ જાય એવી માંગ કરે છે,વકીલે પણ બધી વીગત ઉપર અભ્યાસ કરી અને કહ્યું,:

" મેમ..! કેસ તમારા પક્ષમાં જ છે ,એટલે તમે નીશ્રચીંત રહો
આપણે ચોક્કસ જીતશું,"

વકીલની વાત સાંભળી લીનાને થોડી રાહત થઈ, પણ હજું અંશ માટે મનમાં ડર હતો,પરંતુ વકીલ બહુ અનુભવી હતા અને એને લીનાને પુરો વિશ્વાસ કરાવ્યો, છ મહીના કેસ ચાલ્યો, એમા ઘણીવાર રૂબી પણ દુબઈથી આવી, રચીતે ઘણા ખોટા આરોપો નાખી બદનામ પણ કરી લીનાને, અંતે જીત સગાઈની થઈ, અને રચીતની લાપરવાહી,બેદરકારી, અને ચરીત્રહીનતા સાબીત થઈ ગઈ, અને લીનાને છૂટાછેડા મળી ગયા અને અંશની કસ્ટડી પણ લીનાને મળી ગઈ.

હવે આગળના ભાગ વાંચીશુ રચીતથી છૂટાછેડા મેળવી શું લીનાની જીદંગી સરળ બની હતી..? આગળ એને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો .......

🙏જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi