Featured Books
શ્રેણી
શેયર કરો

વિરગાથા વિશ્વજીત ની લવ સ્ટોરી - 33

વિશ્વજીત જાણે કેદ થઈ ગયો હોય તેમ તેમના હાથ માંથી તલવાર છીનવાઈ ગઈ અને તે નિહસ્થો થઈ ગયો. શું કરવું તે વિચાર આવે તે પહેલાં પાછળ ઉભેલ તલવાર રાખેલ વ્યક્તિ સામે આવીને વિશ્વજીત સામે આવીને બોલ્યો.
કુંવર હું જ આ રાજ્ય નો રાજા છું અને આપ જેને રાજા સમજતા હતા તે મારો ભાઈ છે. હવે આપ મર્યા પહેલા કહેશો કે આપ કોણ છો અને અહી શા માટે મને મારવા માટે આવ્યા છો.?

હવે વિશ્વજીત ને બચવાનો કોઈ રસ્તો સૂઝતો ન હતો. ઉપર થી આ રાજા ના જવાબ આપવામાં નહિ આવે તો જલ્દી તે મોત ને ઘાત ઉતારી દેશે. એટલે યોગ્ય લાગ્યું કે તેના વિશે તે સાચે સાચું કહી દે. પણ તે પહેલાં એક વિચાર આવ્યો.

ધીરે ધીરે વિશ્વજીત તેના વિશે ગોળ ગોળ વાતો કહેવા લાગતો આમ તેમ તે રાજા ની ફરતે ચાલવા લાગ્યો. જેવો મોકો મળ્યો કે તરત નીચે પડેલી કટાર હાથમાં લઈને મહેલ બહાર ફેંકી દીધી અને જમીન પર પડેલી તલવાર લઈને બધા સાથે વિશ્વજીત યુદ્ધ કરવા લાગ્યો. જોત જોતામાં બહાર ઊભેલા ગામના માણસો તલવાર સાથે ત્યાં આવી પહોંચ્યા અને તે રાજ્ય ના સૈનિકો સાથે યુદ્ધ કરવા લાગ્યા.

એક તો રાજા આળસુ અને ઉપર સૈનિકો આળસુ એટલે વિશ્વજીત અને ગામના લોકો સામે ટકી શક્યા નહિ ને બધા સૈનિકો વિશ્વજીત શરણે થઈ ગયા. હવે રાજા એક વિશ્વજીત સામે યુદ્ધ કરી રહ્યો હતો પણ તે ઘણો સમય વિશ્વજીત સામે ટકી શક્યો નહિ અને તેણે પણ પોતાના હથિયાર નીચે મૂકીને શરણે થઈ ગયો.

શરણે થઈ ગયેલ રાજા ને વિશ્વજીતે ગામ લોકોના હવાલે કરી દિધો. ગામના લોકોએ કોઈ વિચાર કર્યા વગર તલવારો ના ઘા ઝીંકી ને રાજા ને મારી નાખ્યો. અને બધા નાચવા લાગ્યા. હવે બાકી રહ્યા હતા સૈનિકો. તેની સામે ગામના લોકોએ ક્રોધિત ની નજરે થી જોઈ રહ્યા. આવી નજર થી બધા સૈનિકો ડરી ને વિશ્વજીત પાસે આવીને બચાવો બચાવો કહીને તેમના શરણે પડ્યા.

તે બધા સૈનિકો ને મારવા આવી રહેલ ગામ લોકો ને વિશ્વજીત રોકે છે અને કહે છે આ સૈનિકો તો એકતરફ જોઈએ તો નિર્દોષ છે તેઓ એ તેમના રાજા ના કહેવા પ્રમાણે કરતા. એટલે પહેલા તેને પૂછવું જોઈએ કે તમે સારા માણસો થઈ ને રહેશો અથવા તેની કોઈ ઈચ્છા છે કે નહિ એ પૂછીને જ તે લોકો ને મારવા જોઈએ.

આ સાંભળી ને બધા સૈનિકો એક સાથે બોલ્યા. હે કુંવર એમને ક્ષમા આપી એમને નવું જીવન જીવવા માટે બક્ષવા માં આવે. અમે સામાન્ય માણસ ની જેમ જીવવા માંગીએ છીએ. તમે કહેશો તે અમે કરીશું. તમે દાસ બનવાનું કહેશો તો દાસ બનીને જીવવા પણ તૈયાર છીએ પણ અમારી પર કૃપા કરી એમને જીવન દાન આપવામાં આવે.

કળગળી રહેલ સૈનિકો ઉપર વિશ્વજીત દયા કરી તેમને જીવતદાન આપે છે. અને તેમની પાસે મદદ ની માંગણી મૂકે છે.
હે.. સૈનિકો મને તમારી મદદ ની જરૂર છે. જો આપ મારી મદદ કરશો તો હું પલઘટ દેશ જીતવા માટે આપ ની મદદ માંગુ છું. આપના થકી હું પલઘટ દેશ પર આક્રમણ કરી, તે દેશ જીતી શકીશ. હજુ આગળ વિશ્વજીત બોલે તે પહેલાં બધા સૈનિકો ઊભા થઈને બોલ્યાં.

આજથી આપ અમારા રાજા છો. આપ જે કહેશો તે અમે કરવા તૈયાર છીએ. બધા સૈનિકો એ હાથમાં તલવાર લઈને એક સાથે બોલ્યા રાજા વિશ્વજીત નો જય હો.....

સૈનિકો ને જીવતદાન આપ્યું તે ગામ લોકો ને ગમ્યું નહિ. ગામ લોકો બધા વિશ્વજીત પાસે થોડા નજીક આવી પ્રણામ કરી બોલ્યા.
હે..મહારાજ...કાલે આ સૈનિકો મૃત્યુ પામનાર રાજા ના હતા. તેના ગુલામ બની આજ સૈનિકો અમારી પર જુલમ ગુજારી રહ્યા હતા. આજે તમારા ગુલામ છે. તમારા ગયા પછી તે ફરી અમારી સાથે જુલમ કરશે કે નહિ, તેની જવાબદારી કોણ લેશે મહારાજ....

એક બાજુ સૈનિકો ઊભા હતા તો બીજી બાજુ ગામ લોકો એક જિંદગી ની ભૂખ માંગી રહ્યા હતા તો બીજા તેને ખતમ કરી નાખવાનું મન બનાવી લીધું હતું. પણ બંને એ નક્કી કર્યું હતું કે મહારાજ વિશ્વજીત કહે તે જ સરો માન્ય રહશે. એટલે મહારાજ વિશ્વજીત શું કહેશે તે સાંભળવા તેમની સામે હાથ જોડી મીટ માંડી ને ઉભા હતા.

મહારાજ વિશ્વજીત બોલ્યા.
હે ગામ લોકો તમે જે સૈનિકો ની વાત કરો છો તે સૈનિકો ને હું મારી સાથે લઈ જઇશ અને જો પલઘટ દેશ જીતવામાં કામયાબ થઈશ તો તેને ત્યાં જ રહેવા નો આદેશ આપીશ એટલે આપ ચિંતા કરશો નહીં.

વિશ્વજીત ગામ લોકો ના ટોળા પાસે આવીને અકુ નો હાથ પકડીને બધાની સામે ઊભો કર્યો અને તેના હાથમાં તલવાર આપી ને કહ્યું આજ થી આ રાજ્ય નો મહારાજ અકુ છે.
બોલો મહારાજ અકુ નો જય હો...

ગામ લોકો ની સાથે સૈનિકો પણ મહારાજ અકુ નો જય જય કાર કરવા લાગ્યા.

ગામ તરફ ગામ ના લોકો રવાના થયા અને વિશ્વજીત સાથે ઘોડે પર સવાર થઈ સૈનિકો પલઘટ દેશ તરફ રવાના થયાં.

ચાલતા ચાલતા એક વિચાર વિશ્વજીત ને જરૂર થી આવ્યો કે આટલા સૈનિકો થી પલઘટ દેશ જીતવું મુશ્કેલ તો પડશે પણ કઈક મહાદેવ કરશે તે વિશ્વાસ થી આગળ વધતા રહ્યા.

ત્રણ દિવસ સતત ચાલતા રહ્યા અને આખરે તે પલઘટ દેશ આવી ગયા. દૂર થી પલઘટ દેશ બહુ સુંદર અને રળિયામણું લાગી રહ્યું હતું. બીજા દેશ ની તુલનામાં પલઘટ દેશ બહુ મોટો લાગી રહ્યો હતો. એક દિવસ ત્યાં આરામ નો વિચાર કરી વિશ્વજીતે એક ટેકરી પાછળ વિસામો લેવાનો નિર્ણય કર્યો.

બધા સૈનિકો નજીક દેખાતી એક ટેકરી પાછળ જવા લાગ્યા. ત્યાં જઈને થોડાક સૈનિકો એ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી.

રાત પડી એટલે સૈનિકો સાથે વિશ્વજીત વાર્તાલાપ કરવા લાગ્યો.
પલઘટ દેશ વિશે જાણવું કઈ રીતે અને તેની પર ચડાઈ કરી, કેવી રીતે જીતવું તે વિશે બધા પાસે થી વિશ્વજીત સલાહ સૂચન લેવા લાગ્યો.

તેમાંથી એક માણસ બોલ્યો. મહારાજ કોઈ એક માણસ ને મોકલી ને દેશ અને રાજા વિશે પૂરી માહિતી એકત્રિત કરી આવે.
બીજાએ કહ્યું. મહારાજ અચાનક હુમલો કરી આ દેશ ના મહારાજ ને મારી નાખવો જોઈએ.
તો ત્રીજાએ કહ્યું આ દેશના સૈનિકો ને ધન દોલત ની લાલચ આપી તેને ખરીદી લેવા જોઈએ.

આવા નતનવા જવાબો સાંભળી ને વિશ્વજીત મનમાં હસવા લાગ્યા અને વિચાર કરવા લાગ્યા કે સૈનિકો પાસે તો સૈનિકો જેવી બુધ્ધિ છે.

ઘણા વિચાર કર્યા પછી કુંવર વિશ્વજીતે એક યોજના ઘડી કાઢી. ચાર સૈનિકો ને ચાર દિશામાં સામાન્ય માણસ બની ને રાજા ના વિરોધી કોણ કોણ છે તે જાણવામાં માટે મહેલમાં મોકલવામાં આવે અને તે બધા ને રાજા વિરૂદ્ધ ભડકાવી આપણી તરફ કરી લેવામાં આવે. એટલે યુદ્ધ કરતી વખતે તે આપણા મદદગાર સાબિત થાય. અને હું મહેલમાં જઈને એક બ્રાહ્મણ નું રૂપ લઈ મહેલ ની અંદર ની બધી માહિતી એકત્રિત કરીશ.

વધુ વિશ્વજીત બોલતા કહ્યું. આ બધું બે દિવસમાં કામ પૂરું પાડવાનું છે. બે દિવસ પછી બધા સાથે મળીને વિચારી છું કે આ દેશ પણ આક્રમણ કેમ કરવું.

બીજે દિવસે ચાર સૈનિકો સામાન્ય માણસ બનીને દેશના ચારેય દિશા પર નીકળી પડ્યા તો વિશ્વજીત બ્રાહ્મણ નું રૂપ ધારણ કરીને પલઘટ દેશમાં મુખ્ય દરવાજે પહોંચ્યો. ત્યાં સૈનિકો ને કહ્યું હું હિમાલય થી આવું છું અને મહારાજ માટે સારા સમાચાર લઈને આવ્યો છું. આપ મને અંદર જવાની પરવાનગી આપો. વિનંતી કરી એટલે સૈનિકો એ વિશ્વજીત ને મહેલ ની અંદર પ્રવેશ કરવા દીધો.

પહેલી વાર એક અજાણ્યા અને મોટા મહેલમાં જઈને એક ડર તો સતાવી રહ્યો હતો પણ અંદર રહેલો વિશ્વાસ વિશ્વજીત ને હિમ્મત આપી રહ્યો હતો.

વિશ્વજીત રાજા ના ઓરડા તરફ આગળ વધી રહ્યો હતો. તેની સામે આવતા બધા સૈનિકો ને એટલું કહેતો, મહારાજ ના આદેશ થી હું મહેલની અંદર પ્રવેશ મળ્યો છે. ધીરે ધીરે કરતા વિશ્વજીત રાજા પલઘી ના કક્ષ પાસે પહોંચી ગયો. ત્યાં પહેરો આપનાર સૈનિકો ને કહ્યું કે મહારાજ ના આદેશ થી હું મહેલમાં આવ્યો છે. મહારાજે મને બોલાવ્યો છે.

અંદર સુધી આવી ગયેલ બ્રાહ્મણ ને જોઈને તે સૈનિકો એ મહારાજ ના કક્ષ માં જવા માટે પરવાનગી આપી.
પગ ભારે થઈ ચૂક્યા હતા પણ હવે જે થવાનું છે થશે તે વિચાર થી વિશ્વજીત અંદર પ્રવેશી નજર કરી તો મહારાજ તેમના મંત્રી ઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા.

વિશ્વજીતે રાજા પલઘી ને પ્રણામ કર્યા. રાજા પલઘી એ બ્રાહ્મણ બનેલા વિશ્વજીત સામે જોઇને સનિકો ને આદેશ આપ્યો કે બ્રાહ્મણ ને બંધી બનાવી લેવામાં આવે. રાજા ના આદેશ થી ત્યાં ઉભેલા સૈનિકો એ વિશ્વજીત ને બંધી બનાવી લીધો.

ક્રમશ.....