talk will not go out books and stories free download online pdf in Gujarati

વાત બાહાર જાય નહીં..

સંભાળ હું તને જે કહું છું તું એ વાત કોઈ ને પણ નાં કરતી.. હા વાંધો નહીં હું કોઈ ને નહીં કહું પાક્કું.. જે વાત આપણે ખૂબ જ સાચવી ને અને સમજદારી પૂર્વક કોઈ સ્ત્રીને કહો એટલે પૂરું...
તમારાં જીવન માં આફત, વાવાઝોડું, ભૂકંપ, સુનામી વગેરે જેવી મુસીબતો તમને પ્રેમ કરી શકે છે, સામાન્ય રીતે કોઈ પણ સ્ત્રી અથવા બાળકી ને તમે નાનપણ થી જ સલાહ આપો કે ઘર ની વાત કોઈ ને નહીં કેહવાની.. બધાને આપણી ખબર પડી જાય અને લોકોમા નાં તો કુતુહલ રહે નાં કોઈ નવીનતા , ઘર ખુલ્લું પડી જાય તે નફામાં.. એટલે કોઈ ને પણ કાંઈ વાત નહી કરવાની.. બસ આવીજ શિખામણ દરેક માં
બાપ પોતાની લડક્વાયી ને આપતાં જ હશે..
એટલે જ પોતાનાં દિલ ની વાત કોઈ સ્ત્રી નહીં કરતી હોય, તેના શોખ, વિચાર અને તેની ઈચ્છાઓ નહીં કેહતી હોય, કદાચ પોતાનાં દરેક અરમાન નો ત્યાગ કરી ને કોઈ પણ અજાણ્યા વ્યક્તિ સાથે જીવન કાઢતી હશે.. જોકે હાલ પરિસ્થિતિ માં સુધારો જોવા મળ્યો છે, નથી મળ્યો તો એક જ વાત નો સુધારો કે તું કેહતી નહીં.. અને હું કહ્યાં વગર ની રેહવાની નથી.
કેહવાય છે કે સ્ત્રી નાં પેટ માં કોઈ પણ વાત ના રહે એમાં પણ મહત્વ ની વાતો તો ખાસ કોઈ બે મીઠાં બોલ બોલી દે અને પ્રેમ થી વાત કરે તો તે દરેક બાબત કહી દે.. યુધિષ્ઠિર એ કુંતી માતા ને શ્રાપ આપ્યો છે ને તેની અસર મોટાં ભાગ ની સ્ત્રીઓ માં જોવા મળે છે..
કોઈ પણ છોકરી સાસરે જાય ને ત્યાર થી તેની ટીક્કા, સંસ્કાર અને તેના ગુણ દરેક લોકો જોતા હોય તેની સાથે થતો અન્યાય પણ જોતા હોય પણ જો તે વાત કહે કે મારી સાથે ખોટું થાય છે તમે મને મદદ કરો તો એ વાત તે વ્યક્તિ સુધી જાય જે તેની સાથે ખોટું કરતો હોય, inshort તેની સહાયતા કરવા કરતાં બધાં તેનો મજાક બનાવવા કેમ આતુર હશે!? અને આવું જ કરવા વાળી સ્ત્રી જ હોય..
જમાનો એટલો બધો સુધરી ગયો છે છતાં આવી માનસિકતાં કેમ નહીં જતી હોય, કોઈ તમને તેની પીડા કે દુખ તમને કહે તેનો મજાક કેમ બનાવવા મા આવતો હશે!? કોઈ ની લાગણી ની સાથે રમત રમતાં કોઈ ને ડર પણ લાગતો નથી, અને હાલ માં પણ ઘણા કપલ નાં છૂટાછેડા પણ આવી બાબતે થાય છે, કે તે મારું પેલી વ્યક્તિ ને કીધું, અથવા તો તમે ક્યાં શું બોલો છો તેની અમને બધીજ ખબર હોય છે, અમને બધાં જ બધું કહે છે વગેરે.. વગેરે.. "આ કેતો'તો, ને કેતી'તી.." ની પ્રથા ક્યારે બંધ થશે.
અને જો કોઈ સ્ત્રી મોન થશે તો ઘણું સહન કરીને પણ સુખ નથી મેળવતી અને કહે તો તે ઘર ખુલ્લું પાડી દીધું, વાત હમેશાં આત્મસન્માન ની હોય નહીં કે બહાર વાત કરવાની.. તમે તેનો ભરોસો જ એટલો કેળવો કે તેને બીજી વ્યક્તિ સુધી જવુંજ નાં પડે, 'બાકી પેલી એ મને તારું આમ કહ્યું! બોલ,મેં તેને કીધું છે કે આ વાત તને નહીં કહું પણ છતાં પણ મેં તને કીધું.. આવું દરેક સાથે થાય જ છે.. કોઈ વિશ્વાસ કરવા જેવું નાં લાગે જ્યારે આપણે કરેલી કોઈક ની વાત આપણને પાછી મળે..અહીં દરેક સ્ત્રીઓ માટે નથી બસ ફક્ત તે લોકો માટે જેનાં પેટ માં કાંઈ રેહતું નથી.. સ્ત્રી સહન શક્તિ ની મૂર્તિ પણ છે, જો તે ધારે તો દરેક પ્રકાર નાં અન્યાય નો વિરોધ પણ કરી શકે મૂકત મને જીવી પણ શકે અને પોતાના અધિકારો માટે લડી પણ શકે બસ, તે ધારે તે કરી શકે.. બસ, કોઈ નાં જીવનમાં ઝેર નાં ઘોળે તો તે બધું જ કરી શકે, હા! કોઈ મુસીબત માં હોય તો તેનો સહારો બનજો નહીં કે તેની પરિસ્થિતિ નો મજાક બનાવતાં. દરેક ની લાગણીઓ નું સન્માન કરજો અને તેનો વિશ્વાસ જાળવજો, કદાચ તમારા બે હુંફ થી ભરેલા શબ્દો તેને નવું જીવન આપે અને કદાચ ડીપ્રેશન જેવી ગંભીર બીમારી નો શિકાર પણ ન બને તેની પણ કાળજી રાખજો. જે તે વ્યક્તિ એ તમને કરેલી દિલની વાત તમારી અંદર દફન રાખજો તેમની લાગણી નો મજાક નાં કરતાં અને ભરોસો નાં તોડતાં.
થોડા સમય પેહલા બાજુ વાળા નાં બંગલા માં ચોરી થઈ સાંભળવા મા આવ્યું કે તેમનાં નોકરો એ જ કરી, શા માટે!? કારણ કે તેમને નોકરો પર ભરોસો કર્યો અને નોકરો એ પ્રેમ થી તેમનો ભરોસો રાખ્યો, પછી એવું પણ સાંભળવા મળ્યું કે માજી ને કોઈ લૂંટી ગયું શું કામ? કારણ કે અજાણ્યાં વ્યક્તિ એ કીધું કે તમે સોનાનું પેહર્યું છે કોઇ લૂંટી જશે તમે અહીં બેગ માં મૂકો હું ધ્યાન રાખું છું.. બસ માજી એ ભરોસો કર્યો અને પૈસા સાથે ઘરેણુ પણ ગયું. આમ ઘણાં ભોળા મને દરેક ને વાત કરે છે પણ તેમાં હમેશાં તેમને નુકશાન થાય છે. એટલાં બધો આંધળો વિશ્વાસ કોઈ પર પણ નાં કરો, વાત કીમતી વસ્તુ ની હોય કે ભરોસાની વિશ્વાસ પાત્ર હોય તો જ કહો..
કેહવાનું એટલું કે વાત કરો પણ સૌ વાર વિચારી ને કરો અને સાંભળો તો કોઈ ને વાત કરતા વિચાર જો કે તે વ્યક્તિ ને નુકશાન તો નહીં થાય ને બાકી, વાત બહાર જાય નહીં..

બીજા રસપ્રદ વિકલ્પો