ઉડતો પહાડ
ભાગ 2
ઉત્સવ
આજ નો દિવસ સિંહાલાય ના લોકો માટે ખાસ હતો. કહેવાય છે કે દર વર્ષે આજના દિવસે ચંદ્ર આકાશમાં થી નીચે ઉતરી અને શિવીકા નદીમાં સ્નાન કરવા આવે છે. આ દિવસે આખા જગત માં રાત્રે અંધારું છવાઈ જાય છે અને સિંહાલાય ચંદ્રના સફેદ પ્રકાશ થી ઝળહળી ઉઠે છે. આ બનાવને સિંહાલાય ના લોકો ચંદ્રપ્રકાશોત્સવ તરીકે ધૂમધામ થી ઉજવે છે. ચંદ્ર પ્રકાશ ઉત્સવ ની તૈયારીઓ જોરશોર થી ચાલુ હતી. સિંહાલયના લોકોએ ઉત્સવમાં ઉપભોગ કરવા માટે વિભિન્ન પ્રકાર ના ફળ અને મધુર રસ એકઠા કાર્ય હતા. નાચવા, ગાવાના શોખીન છોકરા છોકરીઓ એ ઉચ્ચ કોટિનો નાદ કાઢે તેવા વાજીંત્રો બનાવી રાખ્યા હતા. એ વાજીંત્રો એટલાતો સરસ વાગતા કે તેને સાંભળતા જ કોઈ પણ પોતાનું અસ્તિત્વ ભુલાવી દઈ ને બસ સંગીત ની દુનિયામાં મગ્ન થઇ જાય. તે સમયએ અત્યાર જેવા કપડાં તો ન હતા પણ લોકો પોતાને મનગમતા પક્ષીઓના પીંછા, વૃક્ષોના પાંદડા અને વેલાઓ માંથી પોતાના કપડાં બનાવતા. નાના મોટા દરેક ને આ ત્યોહાર ઉજવવાની ખુબ મજા પડતી આને સિંહાલાય નું દરેક સદસ્ય આ ત્યોહાર ખંત અને ખુબ જ ઉમંગથી ઉજવતું.
પરંતુ આ ત્યોહાર માણવામાં જેટલો આહલાદક લાગે છે તેટલો જ ભયંકર પણ સાબિત થઇ શકે છે જો પૂર્વજોએ નક્કી કરેલ નિયમોનો ભંગ કરવામાં આવે તો. આ રાત્રી એ સિંહાલાય ના લોકો ને ચંદ્રને બોલાવવાની, ચંદ્ર ની સાથે સીધો સંપર્ક કરવાની કે તેને અડકવાની સખત મનાઈ છે. જો આ નિયમ નું ભંગ થાય તો ભયંકર અનર્થ પણ થઇ શકે છે. અને જો કોઈ પણ નિયમને ભંગ કર્યા વગર આ ઉતસવ સારી રીતે ઉજવી લેવામાં આવે તો સિંહાલય ની દરેક સંપત્તિ ને અદભુત લાભ થાય છે. તે ચંદ્ર ની કિરણો આટલા નજીક થી સંપર્ક માં આવવાથી વનસ્પતિઓની અસરકારકતા બમણી થઇ જાય છે, તેજ રીતે પશુ, પક્ષી અને સિંહાલાય ના દરેક વ્યક્તિની શક્તિમાં વધારો થાય છે.
સિંહાલય ગામમાં દરેક લોકો પાસે કોઈ ને કોઈ અલૌકિક શક્તિ હોય છે કે જેની જાણ તેમને જીવનના કોઈ ને કોઈ પડાવ પર મળી જતી હોય છે. કોઈક કોઈક ને પોતાના પવારની જાણ વહેલી થાય છે તો કોઈક ને ખુબજ મોડી થાય છે. આવા પાંચ મિત્રો છે જેમાંથી ચાર મિત્રો ને પોતામાં રહેણી અલૌકિક શક્તિઓ ની ખબર છે પણ એક ને હજુ પોતાની શક્તિ નથી મળી કે કદાચ ક્યારે મળશે પણ નહિ.
આ પાંચ મિત્રો ખુબ જ તોફાની અને જીજ્ઞાશુ છે. તેઓ હંમેશા કંઈક અને કંઈક નવીન ની શોધમાં જ હોય છે અને જ્યારથી તેઓને ઉડતા પહાડ ની ખબર પડી છે બસ ત્યારથી હવે તેઓ કોઈ પણ ભોગે ત્યાં પહોચી ને જ રહેશે એમ નક્કી કરી ને જ બેઠા છે. ત્યાં જવા માટે રોજ અલગ અલગ કાવત્રાઓ ઘડે છે પણ ગામ ના મોટાઓ ની નજર માં આવી જાય છે એટલે બધું ઠપ્પ થઇ જાય છે. તેઓ દરોજ સાથે મળી ને બસ ઉડતા પહાડ પરનું જીવન કેવું હશે તેની જ કલ્પના કર્યાં કરે છે અને ત્યાં સુધી પહોંચવાના નવા નવા રસ્તાઓ ની શોધખોળ કર્યા કરે છે.
પરંતુ આજે તેમને કંઈક નવું મળી ગયું છે. તેમને ખબર પડી ગઈ છે કે ચંદ્ર પ્રકાશ ઉતસ્વ ચાલી રહ્યો છે અને આજ રાત્રે સાક્ષાત ચંદ્ર પણ આ ઉત્સવમાં પધારશે . તેઓએ વિચાર્યું છે કે આવો મોકો વારંવાર થોડો મળતો હશે જીવન માં. આજે જયારે ગામ લોકો ઉતસવની ઉજવણી માં વ્યસ્ત હશે ત્યારે આપણે ચંદ્ર ને પકડી લઈશું અને આપણા ગામ ના છેવાડે જે મોટું પીપળ નું ઝાડ છે તેમાં બાંધી નાખશુ. જેથી કરી ને આપણા ગામમાં રાત્રે ક્યારે અંધારું જ ન પડે અને ભવિષ્યમાં આખા ગામનું રાત્રી જીવન સુખમય બને.
આજ વિચાર પર પાંચેય સહમત થઇ ને જ્યાં આખું ગામ ઉત્સવની તૈયારી કરે છે ત્યાં આ પાંચ ચંદ્ર ને પકડવાની તૈયારી માં લાગી જાય છે...
પણ શું તેઓ ચંદ્ર ને પકડી શકશે? અને પકડશે તો તો એનું પરિણામ કેવું હશે?
શું તેઓ ક્યારે પણ ઉડતા પહાડ ઉપર પહોંચી શકશે? અને જો તેઓ ત્યાં પહોંચશે તો ત્યાં દુનિયા કેવી હશે ?
આવા દરેક પ્રશોના જવાબ માટે વાત જુઓ આવતા ભાગ ની....
જો તમને અત્યારસુંધીની વાર્તા પસંદ પડી હોય તો મને જણાવવાનું ભુલતા નહીં, મને તમારો અભિપ્રાય જાણીને ખુબ જ આનંદ થશે.