સંસ્કાર - ૧ DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

સંસ્કાર - ૧

સંસ્કાર-પ્રકરણ-૧

અમદાવાદ ગુજરાત રાજ્યનું મોટું ઔદ્યોગિક અને હરણફાળ વિકસતું ધમધમતુ શહેર છે. અગાઉના સમયમાંઅમદાવાદનેકાપડનું માન્ચેસ્ટર શહેર (મીલોની નગરી)તરીકે ઓળખવામાં આવતું હતું. હાલની પરિસ્થિતિ કંઇક અલગ છે. પરંતુ વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો અમદાવાદનો વિકાસ ચારે બાજુ કૂદકે અને ભૂસકે સિમેન્ટ કોન્ક્રીટની ગગનચુંબી ઇમારતોથી ચારે બાજુ વિકાસનું વાવાઝોડું આવેલહોય તેમ વિકસી રહેલ છે. આજથી દસ વર્ષ અગાઉ સી.જી.રોડ અમદાવદની રોનક હતી તેનું સ્થાન આજના આ યુગમાં અમદાવાદન એસ.જી.હાઈવેલીધેલ છે. અને આ હાઇવે ઉપર વધુમાં વધુ રીતે રહેઠાણ તેમજ ધંધા-રોજગાર તરીકે અગણિત વિકાસ થઈ રહેલ છે. આ હાઈવે પર મોટી મોટી કંપનીની રજીસ્ટર ઓફિસો તેમજ મોટી મોટી કંપનીઓના શોરૂમ ફાઇવ સ્ટાર હોટેલોથી આ વિસ્તાર ધમધમતો થયેલ છે. તેમ જો કહેવામાં આવે તો અજુગતું નથી.

આ હાઈવે પર બન્ને બાજુ મોટા મોટા બિલ્ડિંગો ની કોર્પોરેટ ઓફિસો, ઓટોમોબાઇલ શોરૂમ, થ્રી સ્ટાર ફાઈવસ્ટાર હોટલો તેમજ અંદરની બાજુ રહેઠાણ નો વિસ્તાર મોટા પ્રમાણમાં વિકાસ થવા પામેલ છે.

જ ભરચક રોડ ઉપર ની બીના છે, શિયાળાનો સમય હતો. ડિસેમ્બરનો અંત અને જાન્યુઆરીની શરૂઆત એટલે ઠંડીનું પ્રમાણ વિશેષ રહેવા પામતું હતું. આવી કડકડતી ઠંડીમાં રાત્રિના ૧૦ વાગ્યા બાદ વિસ્તાર સાવ સુમસામ નજરે પડતો હતો. આ સમયે રોડ ઉપર માણસ ઠીક પરંતુ જીવ જનાવર પણ ઠંડીથી રક્ષણ મેળવવા સૌ પોત પોતાના ઠેકાણે ભરાઈ જતા હતાં.

જાન્યુઆરી માસની શરૂઆત નો સમય હતો, રાત્રીના એક વાગ્યા નો સમય હશે. દિવસ દરમિયાન જનતાની ચહલપહલથી ભારે ધબકતો રહેતો આ વિસ્તાર સાવ સુમસામ નજરે પડતો હતો. ચારેકોર નીરવ શાંતિ પથરાઈ રહી હતી.

માનવીને અમુક સંજોગોમાં શાંતિ શબ્દ એવો છે કે, જે તેને રાહતનો અનુભવ કરાવતો હોય છે. પરંતુ આ સમયની આવી નીરવ શાંતિ માણસને ભય-ડર ની અનુભૂતિ પણ કરાવતી હોય છે. આવી શાંતિમાં કાનની આ આરોપાર સાંગોપાંગ નીકળી જાય તેવી ચીસ સંભળાય છે. થોડા સમયને અંતે નિરવ શાંતિન અહેસાસ કરાવતા રોડ ઉપરથી કોઈ પૂટપાટ દોડ્યું જતું હોય તેઓ અવાજ આવે છે. દોડી જનારના પગલાનો અવાજનો અંત આવે તે પહેલા તો તેની પાછળ પાંચ-છ લોકોનુંટોળું ભાગતું હોય તેવો તેમના પગલાંનો અવાજ સંભળાયછે. પાછળથી જે ટોળું પાંચ-છ માણસોનું આવેલું તે ત્યાં જ સ્થ્ભી ગયું. અને એકલા જ કંઈક આગળ પાછળ શોધવા માટે નો પ્રયત્ન કરી રહેલ હતું, પરંતુ તેમનો તે પ્રયત્ન નિરર્થક રહેહતો. અને તેઓ સીધા આગળ નીકળી ગયા. ટોળાના ભયથી મુક્ત બની અગાઉ જે વ્યક્તિ છુપાઇ ગયેલ તે બહાર આવી. પણ કંઈક અંશે તે બહાર આવનાર વ્યક્તિ અલગ જ હતી. કાળા કોલસા જેવો પાકો શ્યામ વર્ણ હતો, આમ છતાં તેના માથાના કાળા વાકડીયા વાળ ગોળ ચહેરો તેના શરીરના અજીબ ભર્યો શણગાર સમા હતાં. તેનું આ રૂપ જોઈ નક્કી કરી શકાય તે નારી જાતિ હોય તેમ સ્પષ્ટ લાગતું હતું. તે બહાર આવી હવે આગળ શું કરવું........ શું ન કરવું........ કઈ તરફ જવું........ કઈ તરફ ન જવું............ તે બધો વિચાર કરી રહેલ હોય તેમ તેનો ચહેરો ચાડી ખાતો હતો. આ બધા વિચારોના ગડમથલમાં જે ટોળું આગળ જતુ રહેલ તે પરત આવી રહેલ હોય તેવો તેને એહસાસ થયો આથી તે ફરીથી પોતાની જાતને ટોળાથી છુપાવવા માટે ની જગા શોધવા લાગી.

એ જ્યાં ઊભી રહેલ હતી. ત્યાં બાજુમાં કારનો મોટો શોરૂમ હતો. અને તેના પ્રવેશદ્વાર નીચેની બાજુમાં જમીન થી નીચે થોડી ભોયરા જેવી જગા હતી. અને ત્યાં જવા માટે આઠ-દસ પગથિયા ઉતરવાના હતાં. તે ઝડપથી ટોળાથી છુપાવવા માટે પગથિયા ઉતરીને શોરૂમના પ્રવેશદ્વાર બાજુ દોડી ગઈ. ત્યાં જોયું તો કોઈ વ્યક્તિ ઠંડીથી બચવા માટે શરીરનું ટૂટીયું વાળી ધાબળો ઓઢીને સુઈ રહેલા હતું. તેની બાજુમાં તેના ચંપલ તેમજ થોડા ઘણા પુસ્તકો પટેલ હતાં. સૂઈ રહેલ વ્યક્તિ પણ કોઈ ગરીબ ઘરનો વ્યકિત હોય તેમ જ લાગતું હતું. પોતાને ટોળાથી બચાવવા માટે આ વ્યક્તિની બાજુમાં તે યુવતી પણ જઈને સુઈ ગઈ.

દિપક એમ. ચિટણીસ (ડીએમસી)

dchitnis3@gmail.com