ઓ મોરે સૈયા - 4 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓ મોરે સૈયા - 4

મોહિત અને કબીર ચાંદની ની પીજી શોધતા શોધતા ત્યાં પહોંચી ગયા.. તે બે માળ ની હતી. ચાંદની નો રૂમ બીજા માળે હતો. પીજી નો દરવાજો બહાર થી લોક હતો. કબીર તો હજી આમતેમ જોવે ત્યાં મોહિત દરવાજો ઠેકી અંદર પહોંચી ગયો. કબીર તરત તેની પાછળ ગયો. કબીર ત્યાં પહોંચે એ પહેલાં મોહિત ત્યાં પડેલી એક સીડી લઈ ઉપર ના રૂમ ની બારી તરફ ચડવા લાગ્યો..

કબીર : ઓહ નો.. આ મોહિત ક્યાંક પડી ના જાય એક તો તેનું પહેલી વાર છે અને આ રૂમ ચાંદની નો નઈ હોય તો તો મર્યા...

મોહિત તો બારી પાસે પહોંચી ગયો અને ખખડાવવા લાગ્યો. ચાંદની ને ખૂબ નવાઈ લાગી કે વળી આ બારી કોણ ખખડાવે છે ? તેણે બારી ખોલી ત્યાં અચાનક બોલી , " મોહિત ! તું અત્યારે અહીંયા શું કરે છો ? "

તેણે મોહિત ને ઉપર ખેંચી લીધો અને બારી બંધ કરી લીધી. તેને મોહિત માંથી અલગ સ્મેલ આવી એટલે બોલી , " તું ડ્રીંક કરી ને આવ્યો છે ? "
મોહિત એ તેની આંગળી ચાંદની ના હોઠ પર મૂકી દીધી અને કહ્યું , " શી.... "
તે ચાંદની ની નજીક આવતો ગયો ચાંદની પાછળ પાછળ જવા લાગી. પાછળ દીવાલ આવી જતા તે ત્યાં ઊભી રહી ગઈ, પણ મોહિત હજુ આગળ આવતો હતો તે ચાંદની ની ખૂબ નજીક આવી ગયો અને તેના બે હાથ દીવાલ પર મૂકી ચાંદની ને ઘેરી લીધી.

મોહિત : મિસ.. ચાંદની...તને લાગે છે કે તું બોવ સ્માર્ટ છો... બટ નો.. યૂ આર નોટ સ્માર્ટ, યૂ આર સો..ક્યૂટ...
આમ બોલી તે અજીબ રીતે હસવા લાગ્યો..
ચાંદની ફરી કંઇક બોલે એ પહેલાં તેણે ચાંદની નું મોઢું હાથ વડે દબી દીધું... પછી અજીબ અવાજમાં બોલ્યો..
" નો.. આજે હું બોલીશ અને તું સાંભળીશ... શું જાદુ કર્યું છે તે મારા પર.. જ્યાં જોવ ત્યાં તું જ દેખાય છે, મારા વિચાર માં તું, મારા સપના માં તું .. "
ચાંદની આંખો ફાડી ને તેની આંખો માં જોઈ રહી હતી.. તે ફરી બોલ્યો..
" અને .. આ તારી આંખો... મન કરે છે આમાં જ ખોવાયેલો રહું.. જ્યારે હું આ આંખો માં જોઉં ત્યારે લાગે છે કે જાણે તે પણ મને કંઇક કહેતી હોય...કોલેજ માં આવતા જ મારી આંખો તને શોધે છે.. વાય ? જવાબ છે તારી પાસે ? "

ચાંદની એ હાથ હટાવતા કહ્યું ,
" મને નથી ખબર... અને તું પ્લીઝ અહીં થી જા.. કોઈક જોઈ જશે તો ? "

મોહિત : આઇ ડોન્ટ કેર... હું જવાબ મેળવ્યા વગર નહિ જાવ અહીંથી...

આ સમયે ચાંદની ને દરવાજા બહારથી કોઈ જતું હોય એવો અવાજ આવ્યો, જેવું મોહિત કંઇક બોલવા જતો હતો ત્યાં ચાંદની એ મોહિત ને ખેંચી ને દીવાલ તરફ કરી દીધો અને તેના હાથ વડે તેનું મોઢું દબાવી દીધું.. અને તેની મોટી મોટી આંખો થી બહાર તરફ જોવા લાગી.. મોહિત ફરી તેની આંખો માં જોઈ રહ્યો હતો અને તેમાં ખોવાઈ ગયો હતો.

અવાજ બંધ થતાં જ ચાંદની એ હાથ લઈ લીધો. મોહિત હજી તેની સામું જોઈ રહ્યો હતો. મોહિત એ બંને હાથ વડે ચાંદની ની કમર પકડી તેને પોતાની તરફ ખેંચી લીધી... ચાંદની ને હવે મોહિત ના શ્વાસ ચહેરા પર મહેસૂસ થતાં હતાં. બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા હતા...
ધીમે ધીમે મોહિત ચાંદની ના ચહેરા ની વધુ નજીક આવતો હતો એટલે ચાંદની એ આંખો બંધ કરી દીધી.. મોહિત એ ધીમેથી ચાંદની ના કાન માં કહ્યું..
' આઇ લવ યુ... '

ચાંદની તો સ્તબ્ધ રહી ગઈ.. તેને સમજાતું નહોતું કે તે શું કહે... અચાનક મોહિત એ તેના ગાલ પર કિસ કરી લીધી અને કહ્યું.. "જવાબ ની રાહ રહેશે"... એમ કહી તે નશામાં અસ્તવ્યસ્ત ચાલતો બારી માંથી બહાર નીકળી સીડી ઉતારવા લાગ્યો.. કબીર નીચે ઉભો હતો તેણે તેને સંભાળી નીચે ઉતાર્યો.. બંને દરવાજો ઠેકી બહાર આવતા હતા ત્યાં મોહિત દરવાજો ઠેકતા પડી ગયો... અને જોરથી અવાજ આવ્યો.. કબીર તો કોઈ બહાર આવે એ પહેલાં ફટાફટ મોહિત ને ગાડી માં બેસાડી ભાગી ગયો...

સવારે ચાંદની એ જીયા ને ફોન કરી બધી વાત જણાવી...
જીયા : અરે વાહ ! શું વાત છે ! તો તું રાહ કોની જોવે છો તું પણ તેને આઇ લવ યુ કહી દે..
ચાંદની : પણ કેમ કહું...
જીયા : અરે જેમ કહેવાય તેમ...

આજે કોલેજ માં ચાંદની ખૂબ નર્વસ હતી . મોહિત રાત્રે નશામાં હતો પણ તેને ખબર હતી કે રાત્રે શું થયું અને તેણે શું કહ્યું..તે કોલેજ માં ચાંદની ને જ શોધી રહ્યો હતો તેનો જવાબ જાણવા માટે.
ચાંદની તેને ઈગનોર કરતી હતી. મોહિત ને ચાંદની દેખાય તો તે તેની સામે આતુરતાથી જોતો ,પણ ચાંદની ત્યાંથી જતી રહેતી. કોલેજ પૂરી થયા પછી ચાંદની ઘરે જતી હતી ત્યાં મોહિત એ તેને હાથ પકડી એક તરફ ખેંચી લીધી. ત્યાં એક નાની ગલી જેવું હતું. મોહિત એ તેને તરત દીવાલ સાથે અડાડી અને મોઢું બંધ કરી દીધું... અને બોલ્યો..
" શી... હું છું .."

ચાંદની એ તેનો હાથ હટાવ્યો અને કહ્યું," તું અહીંયા ? "
મોહિત : તો શું નક્કી કર્યું ?
ચાંદની : શું ?
મોહિત : કાલે મે કહ્યું તું ને કે જવાબ ની રાહ રહેશે...

ચાંદની ને નવાઈ લાગી કે આ તો કાલે નશામાં હતો તો પણ આને બધું યાદ છે ....
મોહિત : હવે ઓવર રીએક્ટ ના કર.. મને બધું યાદ છે મે શું કહ્યું હતું.. અને ભલે હું નશામાં હતો પણ હું હોંશ માં હતો..

ચાંદની : આ....

મોહિત તેની વધુ નજીક આવી ગયો અને બે હાથ તેના ખભા પર મૂકી ખૂબ નાદાની થી તેની આંખો માં જોઈ બોલ્યો,
" આઇ... શું ચાંદની ? "

ચાંદની એ આંખો બંધ કરી દીધી અને એકદમ ફટાફટ બોલી ગઈ..." આઇ લવ યુ ટુ... "
પછી તેણે ધીમેથી એક આંખ ખોલી મોહિત સામું જોયુ... તો તે તેને ખૂબ પ્રેમ થી નિહાળી રહ્યો હતો.. અને ચહેરા પર સુકુંન સાથે મુસ્કાન હતી.
તે ચાંદની ને ભેટી ગયો અને બોલ્યો...
"થેન્ક યુ સો સો મચ ચાંદની.. એન્ડ લવ યુ થ્રી, ફોર.."

ચાંદની : પણ મારી એક શરત છે...
મોહિત : પ્યાર માં તો બધી શરત મંજુર છે..
ચાંદની : તો ... મી મોહિત... આજ થી નક્કી કરો કે મારા પર ક્યારેય ગુસ્સો નહિ કરો..
મોહિત : પ્રોમિસ..
ચાંદની : ધેટ્સ માય જંગલી જાનવર...

એમ બોલી તે હસતા હસતાં દોડવા લાગી અને આ સાંભળી મોહિત ચિડાઈ ને ગુસ્સામાં તેની પાછળ દોડ્યો.. આમ બંને ના દિવસો આવી થોડી થોડી નોક જોક અને ઘણા બધા પ્રેમ થી પસાર થવા લાગ્યા. બંને ઘરે તેમના વિશે વાત કરવાના હતા. ચાંદની એ તેના ઘરે જણાવી દીધું હતું. તેમનો પરિવાર તો ખૂબ જ ખુશ હતો પણ મોહિત એ જ્યારે તેના પિતા ને જણાવ્યું તો તેણે તેને એક થપ્પડ લગાવી દીધી અને બોલ્યા..
" હરામખોર....! તારી હિંમત કેમ થઈ કોઈ બીજી છોકરી વિશે વિચારવાની... તારા લગ્ન નક્કી થઈ ગયા છે અને તું બીજી કોઈ છોકરી વિશે જણાવવા આવ્યો છે અને એ પણ બીજી જ્ઞાતિ ની ! આપણે બ્રાહ્મણ છીએ... આપણે નીચી જ્ઞાતિ માં લગ્ન ના કરી શકીએ... બધા રિતી રિવાજો ભૂલી ગયો છે નાલાયક..."

મોહિત : ડેડ... હું ચાંદની ને પ્રેમ કરું છું અને તેની સાથે જ લગ્ન કરીશ...

લાલચંદ્ર : જબાન લડાવે છો તારા બાપ સાથે.... નીકળી જા મારા ઘરમાંથી ... જો મારા કહ્યા મુજબ ચાલવું હોય તો જ મારા ઘર માં રહેજે..

આમ કહી લાલચંદ્ર એ મોહિત ને ઘર માંથી કાઢી મૂક્યો... મોહિત પણ ખૂબ ગુસ્સામાં હતો એટલે તે બેગ લઈ ત્યાંથી નીકળી ગયો અને કબીર ના ઘરે જતો રહ્યો. સમય જતાં તેમણે પરિક્ષા પાસ કરી.. અને અલગ અલગ નોકરી માં લાગી ગયા. મોહિત એ નોકરી મળતા જ ઘર ભાડે રાખી લીધું. તે તેના મમ્મી સાથે ક્યારેક વાતો કરી લેતો પણ તેના પપ્પા સાથે વાત કરતો નહોતો. ચાંદની અને મોહિત એ સમય જતાં મંદિર માં લગ્ન કરી લીધા. લગ્ન માં ચાંદની નો પરિવાર હાજર રહ્યો હતો. ચાંદની ના મમ્મી પપ્પા એ પણ મોહિત ના પિતા સાથે વાત કરવાની કોશિશ કરી પણ લાલચંદ્ર એ તેમની પણ બેજ્જતી કરી કાઢી મૂક્યા. ચાંદની અને મોહિત એકસાથે ખૂબ ખુશ હતા પણ તેમને પૂરા પરિવાર ની અછત વર્તાતી હતી.

To Be Continue..