ઓ મોરે સૈયા - 3 Dr Mehta Mansi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓ મોરે સૈયા - 3

ચાંદની ની તબિયત ખરાબ થઈ ગઈ હતી.. એટલે તે કોલેજ ગઈ નહોતી. તે જ્યારે ગભરાઈ જતી ત્યારે તેને ફીવર થઈ જતો. થોડા દિવસ માં તે ફરી નોર્મલ થઈ ગઈ હતી..

આજે તે કોલેજ માં જતા જ લાઇબ્રેરી માં જતી રહી હતી. મોહિત ને આજે પણ ક્લાસ માં ચાંદની દેખાણી નહિ.. તેને સમજાતું નહોતું કે શા માટે તેની નજર ચાંદની ને શોધી રહી હતી.. જ્યારે પહેલાં તો તેની સાથે આવું ક્યારેય થયું નહોતું. તે પણ લાઇબ્રેરી માં જતો રહે છે. આ બાજુ ચાંદની કોઈક બુક શોધી રહી હતી.. તે જ કબાટ માં બીજી તરફ મોહિત બુક શોધતો હતો . અચાનક મોહિત ની નજર વચ્ચે રહેલી જગ્યા માંથી સામે રહેલી ચાંદની પર પડી.. તેના વાળ ઉડી રહ્યા હતા... તે ખૂબ સુંદર લાગી રહી હતી.. મોહિત તેના ચહેરા માં ખોવાઈ ગયો હતો.. અચનાક ચાંદની ને તેની બુક મળી જતા તેણે બુક ખેંચી લીધી તો તેની નજર સામે રહેલા મોહિત પર પડી.. તે તેને જ જોઈ રહ્યો હતો.. ચાંદની તરત ત્યાંથી નજર ફેરવી જતી રહી...
પણ મોહિત હજી ત્યાં જ ઉભો ઉભો જોતો હતો..
અચાનક તેની સામે કબીર એ આવી ચપટી વગાડી .. મોહિત હોંશ માં આવ્યો..
કબીર : મોહિત ... એ તો ગઈ...
મોહિત : એ કોણ? મને નથી ખબર તું કોની વાત કરે છો...
કબીર : ઓહ.. સાચે .. ચાલ જવાદે
" ચાંદ મેરા દિલ ચાંદની હો તુમ... " કબીર મોહિત સામું જોઈ તેને ચીડવવા ના બહાને ગીત ગાવા લાગ્યો...
મોહિત : કબીર બહુ થયું હો તારું તને તો છોડીશ નહિ...
કબીર : અરે હું તો ખાલી ગીત ગાતો હતો.. બીજું કંઈ નહીં.. તે થોડું હસીને બોલ્યો..

મોહિત ગુસ્સો કરી તેની પાછળ દોડ્યો... બંને ફરી મસ્તી કરવા લાગ્યા...

ચાંદની ને ખૂબ નવાઈ લાગતી હતી.. તેને આજે મોહિત નું વર્તન અજીબ લાગી રહ્યું હતું.. તે વિચારતી હતી , " આ મી. એરોગંટ ને થયું છે શું ? આમતો ક્યારેય સામું પણ જોવે નહિ અને ક્યારેક મળે તો ગુસ્સો કરતો હોય.. પણ આજે કેવો ઘુરી ઘુરિ ને જોઈ રહ્યો હતો... અજીબ છે એકદમ " .
ત્યાર બાદ ક્લાસ પૂરા થતા બંને પોતાના ઘરે જતા રહ્યાં..

મોહિત ઘરે ગયો ત્યારે મહેમાન આવ્યા હતા. મોહિત એ ધીમેથી તેના પપ્પા ને કહ્યું, " ડેડ આ બધા કોણ છે ? "
લાલચંદ્ર : આ છોકરી વાળા છે. તને જોવા આવ્યા છે... અને છોકરીએ તો હા પણ પાડી દીધી..

મોહિત એ તે સમયે કંઈ કહ્યું નહિ. તે બધા જતા રહ્યા પછી તે ગુસ્સો કરી બોલ્યો,
" આ બધું શું ચાલી રહ્યું છે ડેડ ? હું હમણાં લગ્ન નથી કરવાનો.. "
લાલચંદ્ર : એ તારે નક્કી નથી કરવાનું, આપણા ઘર માં એ નિર્ણય માતા પિતા નો હોય છે. અને અમે નક્કી કરી લીધું છે કે તારા લગ્ન આ છોકરી સાથે જ થશે.. એક મહિનો રઈ તમારી સગાઈ છે..સમજી લેજે..
મોહિત : વોટ નોન્સેન્સ.. જે કરવું હોય એ કરી લેજો હું સગાઈ નહિ કરું...

આમ કહી તે ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો અને પોતાનો રૂમ નો દરવાજો બંધ કરી લીધો... તે સૂતો હતો ત્યારે તેને ચાંદની ના જ વિચાર આવી રહ્યા હતા . તેને સમજાતું નહોતું કે તેને આ શું થઈ રહ્યું છે ? તેણે અત્યાર સુધી ઘણી છોકરીઓ ને જોઈ હતી પણ તેને આવું ક્યારેય થયું નહોતું.. તે વિચાર વિચાર માં સુઈ ગયો...

આવી રીતે જ ઘણા દિવસો વિતી ગયા... મોહિત અને ચાંદની ક્યારેય બોલતા નહિ પણ ક્યારેક ક્યારેક બંને ની નજર ટકરાઈ જતી.. મોહિત ક્લાસ માં પણ પાછળ થી ચાંદની ને જોયા કરતો. એક દિવસ કેન્ટિન માં મોહિત અને કબીર ઊભા હતા. એ સમયે ચાંદની તેની સહેલીઓ સાથે કેન્ટિન માં આવી. ચાંદની જઈ રહી હતી ત્યાં જમીન પર પાણી ઢોળાયેલું હોવાથી તેનો પગ લપસ્યો અને તે પડવા જતી હતી ત્યાં મોહિત એ આવી તેને પકડી લીધી. મોહિત નો હાથ ચાંદની ની કમર પર હતો અને ચાંદની નો હાથ મોહિત ના ખભા પર. બંને એકબીજાની આંખો માં જોઈ રહ્યા હતા. એ સમયે ત્યાં હાજર બધા સ્ટુડન્ટ તાળી પડવા લાગ્યા , આ સાંભળી તે બંને અલગ થઈ ગયા અને ચાંદની ત્યાંથી દોડી ને જતી રહી..

મોહિત પણ ત્યાંથી જતો રહ્યો. આ સમયે ત્યાં રહેલી બધી છોકરીઓ ને ચાંદની થી ઈર્ષા થતી હતી.
કબીર મોહિત પાસે આવ્યો અને બોલ્યો,
" વાહ.. મોહિત આજે તો તે શું પોઝ આપ્યો હતો.. ! '
મોહિત : શું કબીર તું પણ હું આટલો ટેન્શન માં છું અને તને મસ્તી સૂઝે છે ..
કબીર : સોરી .. હા બોલ શેનું ટેન્શન છે તને..
મોહિત : ચાંદની નું...
કબીર : શું ?
મોહિત : હા.. ખબર નહિ તેમાં છે શું ? મારું મન વિચલિત કરી નાખ્યું છે.. આખો દિવસ તેના વિચાર આવ્યા કરે છે.. તેની આંખો માં જોઉં તો ક્યાંક ખોવાઈ જાવ છું.. મન કરે કે તેને જોતો જ રવ પણ ખબર નહિ જ્યારે તેની સાથે વાત કરવાનો મોકો મળે તો કેમ હું તેના પર ગુસ્સો કરી તેની સાથે ઝઘડવા લાગુ છું.... આઇ હેવ નો આઈડિયા વોટ ઈઝ હેપનિંગ ટુ મી...
કબીર : હમ....મોહિત મને લાગે છે કે તું તેને પસંદ કરવા લાગ્યો છે ..
મોહિત : વોટ ? નો નો ...
કબીર : નો નહિ યસ. યુ હેવ ફોલ ઈન લવ વિથ ચાંદની... અને તને ખબર છે તું તેની સાથે ગુસ્સામાં કેમ વાત કરે છે ? કેમ કે તે ગુસ્સાને ચાંદની સાથે વાત કરવાનું બહાનું બનાવી લીધું છે ... અરે તારે તેની સાથે વાત કરવી હોય તો પ્રેમ થી કર...
મોહિત : મને સમજાતું નથી કે તું શું કહે છો ... ચલ છોડ ને હું ઘરે જાવ છું...

આ બાજુ ચાંદની પીજી એ જાય છે. તે બધી વાત ટીના અને જીયા ને કરતી...આજે જે થયું તે તેણે તે બંને ને કહ્યું.. અને બોલી...
" અરે યાર આ મોહિત મને જરા પણ સમજાતો નથી.. એ દરેક વખતે મને બચાવે... અને ક્યારેક કેટલો ગુસ્સો કરે... ક્યારેક મને ધુરી ઘરી ને જોવે .. "
જીયા : હા , મે પણ ક્યારેક ક્યારેક જોયું છે, યુ નો ચાંદની મોહીત ઇઝ ટોટલી ચેન્જ , તારા આવ્યા પહેલા એ ક્યારેય કોઈ છોકરી ની સામું પણ જોતો નહિ, અને હવે એ તને ઘૂરિ ઘૂરિ ને જોતો હોય , તને ખબર છે કોલેજ માં બધી છોકરીઓ તારી અને મોહિતની જ વાતો કરતા હોય...
ટીના : હમમ... ચાંદની આઇ થીંક હિ લવ્સ યૂ..

ચાંદની : વોટ.. નો નો એવું કંઈ પણ ના હોય..
જીયા : એક વાત કહે મને તને એ પસંદ છે ?
ચાંદની : સાચી વાત કવ... મને એ પસંદ તો છે, તેણે મને જ્યારે બચાવી હતી ત્યારથી જ હું તેને પસંદ કરવા લાગી હતી પણ મને નથી લાગતું કે તે મને પસંદ કરતો હોય.. અરે એ તો જ્યારે હોય ત્યારે મારા પર ગુસ્સો જ કરતો હોય..
જીયા : હા , એ તો છે..

થોડા દિવસ આમ જ જતા રહ્યા. આજે જીયા પોતાના પરિવાર માં ફંકશન ના લીધે ઘરે જતી રહી હતી. ટીના ની પણ તબિયત ખરાબ થઈ ગઈ હોવાથી તે ઘરે ગઈ હતી. પ્રિયા રૂમ માં એકલી જ હતી. વળી આજે કબીર નો બર્થડે પણ હતો. કોલેજ પૂરી થતાં જ ચાંદની રૂમ એ આવી ગઈ. આ બાજુ કબીર એ ક્લબ માં પાર્ટી રાખી હતી. તે મોહિત ને ખૂબ ફોર્સ કરી ને લઈ ગયો.. પાર્ટી માં શરાબ ને એવું પણ હતું.. મોહિત ક્યારેય ડ્રીંક કરતો નહિ.. પણ આજે કબીર એ મોહિત ને શરબત છે એમ કહી શરાબ પીવડાવી દીધી.. મોહિત ને નશો ચડી રહ્યો હતો. તે તો શરાબ ની બે બોટલ ઘટઘટાવી ગયો..

તેણે એક જોરથી બાટલી જમીન પર તોડી અને નશામાં અલગ અવાજે બોલ્યો, " બહુ થઈ ગયું હવે... આજે તો તે ચાંદની ને પૂછીને જ રહીશ કે મારા પર શું જાદુ કર્યો છે... ખબર નહિ આખો દિવસ તેના જ વિચાર આવ્યા કરે છે.. જ્યાં જોવ ત્યાં તે જ દેખાય છે... આજે તો આનો જવાબ તેની પાસેથી જાણીને જ રવ... "

આમ બોલી તે શરાબ પિતા પિતા બહાર જવા લાગ્યો. કબીર તેને રોકવા લાગ્યો પણ તે બાઇક લઈ જવા લાગ્યો પણ નશામાં હોવાથી તે પડી ગયો.. કબીર એ તેને ઉભો કર્યો અને કહ્યું,
" તું પાછળ બેસી જા હું તને લઈ જાવ છું ચાંદની પાસે.. " એમ કહી તે ચાંદની ની પીજી તરફ જવા લાગ્યા. .

To Be Continue...