smruti ane samarth-5 books and stories free download online pdf in Gujarati

સ્મૃતિ અને સમર્થ ભાગ 5

આગળ ના ભાગ માં કે સ્મૃતિ વીર ને તેના વિશેનું અડધું સત્ય બતાવે છે અને પછી બધા ના ડાન્સ પ્રેક્ટિસ પછી સ્મૃતિ પણ ડાન્સ પ્રેક્ટિસ કરે છે હવે આગળ.....
વીર,સમર્થ,હીર,રીધિમાં સ્મૃતિ ને જોતા જ રહી જાય છે.પછી સ્મૃૃતિ પોતે પહેરેલ Digital Noise Cancellation clip collar Mic કાઢે છે અને તેને જેે ખાનાં માં રાખવામાં આવેલ હતુું ત્યાં મુકી અને બધાં પાસેે આવતી જ હોય છે ત્યારે જ તેેેેને ત્યાં પ્રેક્ટિસ કરતાં બીજા ગ્રુપ ના એક છોકરા એ તેની સામે આવ્યો.
છોકરો :Hi. મારું નામ જય.શું તમે આ મહિનાના છેલ્લા બુધવારે જે competition છે તેમાં મારા partner બનશો?
સ્મૃતિ : પણ હું તમને જાણતી જ નથી તો dance partner તો બહુ દૂર ની વાત છે.
જય:ok.પણ તમે ડાન્સ સારો કરો છો અને મારે તમારા જેવા જ ડાન્સ પાર્ટનર ની જરૂર છે .
ત્યાં વીર,હીર,સમર્થ,રીધિમાં બંને પાસે આવી જાય છે

રીધિમાં:જય આ વખતે કોણ તારી ડાન્સ પાર્ટનર બનશે દરવખતે તો સિંગલ ચાલતુ પણ આ વખતે તો કપલ માં ડાન્સ કરવાનુ છે.
જય:આ તારી દોસ્ત ને પૂછ્યું પણ તે ના પાડે છેએ
રીધિમાં:સ્મૃતિ પાછલી 6 થી 7 સ્પર્ધા માં આ જ ફર્સ્ટ આવ્યો છે
સ્મૃતિ: ઓકે પણ..

આટલું બોલતા પેહલા જ રિધિમાં એ જય ને કહ્યું કે હા તે તારી ડાંસ પાર્ટનર બનશે
પછી બધા 5 વાગ્યે છૂટા પડે છે ત્યાં વીર જુએ છે કે સ્મૃતિ કોઈ ની રાહ જોઈ રહી છે તો તે સ્મૃતિ પાસે જાય છે
વીર : સ્મૃતિ તું કોની રાહ જુએ છે ?
સ્મૃતિ : ડ્રાઇવર ની તેઓ અત્યારે મોડા પડ્યા
વીર: તું ડ્રાઇવર ને ફોન કરીને ના પાડી દે ચલ હું તને બાઇક માં ઘરે ડ્રોપ કરી દવ
સ્મૃતિ: તે શહેર ની બહાર આવેલ જશવંત વિલા જોઈ છે ત્યાં હું રહું છું તારે પાછું આવવામાં બહુ જ મોડું થાય જશે
વીર: કઈ જ સમસ્યા નથી મને
પછી સ્મૃતિ ડ્રાઇવર ને ફોન કરીને ના આવવા માટે કહે છે અને તે બંને બાઇક માં જાય છે.
થોડી વાર સુધી બંને ચૂપ જ રહ્યા પછી
સ્મૃતિ: વીર તને મે કીધુ તેના પર કશું જ આશ્ચર્ય ન થયું
વીર: દરેક વ્યકિત ની પોતાની ઓળખ છુપાવવા પાછળ કંઇક કારણ હોય છે
સ્મૃતિ:બહું જ વધારે philosophycal છે તું એવું તને નથી લાગતું
વીર:હું વધારે પડતો પુસ્તકો સાથે જ હોઉં છું એટલે philosophycal છું
પછી સ્મૃતિ અને વીર વચ્ચે ઘણી જ વાતો થાય છે અને વાતો કરતા કરતા જશવંત વિલા આવી જાય છે.સ્મૃતિ તેને બાય કહી ને જતી રહી તેણે પાછળ એક વખત પણ ના જોયું .વીર વીસેક મિનિટ સુધી ત્યાં જ એમનાં બાઇક પર બેઠો રહ્યો અને પછી પોતાના ઘર તરફ બાઇક હંકારી મુકી
સ્મૃતિ જેવી જ ઘર માં આવી વિરેન શાહ અને અનન્યા ની 3 વર્ષ ની દીકરી અને સ્મૃતિ ની સોતેલી બહેન તેને જોઈ રિવા ને જોઈ ને સ્મૃતિ નો તે બંને પર જે ગુસ્સો તે મહદઅંશે ઓછો થયો પણ હજી તે વિરેન શાહ ની આવનારી બુક સ્મિરા પબ્લીકેશન દ્વારા બહાર પાડવા નહોતી માંગતી
વિરેન:બેટા તને ખબર જ છે કે હું આ બુક ને લઈને ખૂબ જ ઉત્સુક છું તો તું શા માટે આ બુક પબ્લિશ કરવમાં એટલી વાર કરે છે અગર કઈ અડચણ આવતી હોય તો મને તું કહી શકે
અચાનક જ સ્મૃતિ મનમાં કંઇક વિચારે છે અને તરત જ
સ્મૃતિ: તમને ખબર દાદા ના દોસ્ત માણેક ભાઇ
વિરેન: તે જ ને જે એમ.જે. ઇન્ડસ્ટ્રીઝ ના માલિક છે
સ્મૃતિ: હા તેજ દાદા એ જ્યારે હું જન્મી ત્યારે તેમને વચન આપ્યું હતું કે તેમનો પૌત્ર ના લગન મારી સાથે થશે અને તમે જાણો જ છો કે તે મારા કરતા પણ વધારે રહસ્યમયી વ્યક્તિત્વ છે તેનું નામ પણ કોઈ નથી જાણતું પણ મને એટલી માહિતી મળી છે કે તે મારી જ સ્કૂલ મા ભણે છે. આજ કાલ હું તેને શોધવા મા વ્યસ્ત છું જો તમે એને શોધી દેશો તો હું જરૂર તમારી બુક ને પબ્લિશ કરવાં માટે ના પેપર પર સાઈન કરી દઈશ


વધુ આવતા અંકે ...
આપના મહત્વ નાં review જરુંર આપશો

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED