આત્મહત્યા Rahul_Parmar_86 દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ડિજિટલ અરેસ્ટ

    સાયબર માફિયાઓનો નવો કિમીયો : ડિજિટલ અરેસ્ટડિજિટલ અરેસ્ટ : ઓન...

  • કભી ખુશી કભી ગમ - ભાગ ૪

    SCENE 4  [ સ્ટેજ ઉપર લાઈટ આવે કપિલા અને નીલમ ચિંતામાં બેઠા છ...

  • નિતુ - પ્રકરણ 33

    નિતુ : ૩૩ (લગ્ન) નિતુ રાત્રે ઘરે પહોંચી તો ઘરમાં શારદા સિવાય...

  • ભીતરમન - 39

    મારી વિચારધારા સવિતાબેન ના પ્રશ્નથી તૂટી હતી તેઓ બોલ્યા, "મા...

  • ખજાનો - 39

    ( આપણે જોયું કે અંધારી કોટડીમાં કોઈ મૂર્છિત માણસ મળી આવ્યો....

શ્રેણી
શેયર કરો

આત્મહત્યા

શું આત્મહત્યા સમસ્યાની દવા છે ? ના ક્યારેય નહિ.

આત્મહત્યા કરવી એ કાયરતા, હિંમત કે માનસિક બીમારી ?

આત્મહત્યાના વિચારો આવે છે તો, આત્મહત્યા કરવાના પ્લાન ના બનવાના હોય, પણ તે વિચારોને ફગાવી દેવા માટે ના પ્લાન બનાવવા પડે.

આત્મહત્યા જેતે દિવસે જ નથી થઈ હોતી, માણસ રસ્સી ઉપર લટકતા પહેલા અનેકવાર અંદરને અંદર મરી ચૂક્યો હોય છે. એ પોતે જ પોતાની સામે જ અનેક વાર ડિબેટમાં ઉતર્યો હોય છે.

નકરાત્મકતાઓનું પલ્લું ભારે થઈ જાય ત્યારે પોતે પોતાના જ જાન લેવા વિચારો સામે હારી જાય છે. પોતે જ પોતાની જાતને આત્મહત્યા એ જ શ્રેષ્ટ ઉપાય એમ સમજાવવામાં સફળ થઈ જાય છે.

આખી દુનિયા એને કાયર કહે પણ એને તો એમા જ બહાદુરી દેખાય છે. એ પોતે પોતાની બુદ્ધિથી સાબિત કરી ચૂક્યો હોય છે કે, આજ એક ઉત્તમ પગલું છે. અને ઉત્તમતા મેળવવા બહાદુરી જોઈએ. અને જીવનને ટકાવીને કરવો પડતો સંઘર્ષ એ જ બહાદુરી છે એ તેને કોઈ યાદ અપાવવાળું કોઈ હોતું નથી. કારણ કે સકારાત્મક અને નકારાત્મક બંને વિચારોનો એ જ માલિક હતો.
એની અંદર ઉઠેલા બંને વિચારોની ચર્ચાનો એ એકલો જ જજ હતો.
આત્મહત્યાના મૂળ અહી છે. કોઈ પણ આત્મહત્યા કરનાર માણસ એના આત્મહત્યાના કારણને બીજા સાથે ચર્ચામાં મૂકતો નથી,
મૂકે તો એની ગંભીરતા બીજું કોઈ જલ્દી કોઈ સમજતું નથી. અને કોઈ સમજાવે તો પણ આવા માણસો પોતાની અંદરની ડિબેટને જ સાચી અને બેસ્ટ માનીલે છે.
હાલની પરિસ્થિતિમાં એ હદે ગૂંચવાયેલ હોય જે આગળની જિંદગી વિચારવાની ક્ષમતા ગુમાવી દે છે.

પહેલા જાતને મનાવવી રહી કે પોતે ડિપ્રેસનનો શિકાર છે. એટલે પોતે જે વિચારે છે જે નિર્ણય લે છે એ સાચા હોય એવું માનવાની ભૂલ કરવી નહિ.

શરીર છે. બદલાતી ઋતુની અસરમાં શરદી, તાવ, ખાંસી જેવી બીમારીનો શિકાર બને છે, અને આપણે સહજ રીતે સ્વીકારી પણ લઈએ છીએ. તરત ડૉક્ટર પાસે દોડીએ છીએ. નોંધ કરી હોય તો યાદ કરો શારીરિક નાની તકલીફને તરત દવાથી મટાડવા ઉધામાં કરીએ છીએ. જેટલા લોકોને મળીએ બધાની સામે તકલીફ જણાવતા ફરીએ છીએ. કેટકેટલી દવાઓ કરાવી કેટલા ડોકટર બદલ્યા એના હિસાબો પણ લોકો સમક્ષ મૂકીએ છીએ,
સંજોગો બદલાય પરિસ્થિતિ બદલાય તો મગજમા ઉદ્ભવતી લાગણીને બીમાર થવાના કોઈ હક્ક નથી?
છે અને થાય છે, માનસિક બીમારીનો અર્થ પાગલ એવું નથી, માનસિક બીમારી એટલે શરમ જનક એવું નથી, મગજ પણ શરીરનો એક ભાગ છે એને પણ દવાની જરૂર પડે. એ દવા ગોળી ઇન્જેક્શન જ હોય એવું જરૂરી નથી.

એ દવા સંવાદ હોય , મસ્તી હોય, મનોરંજન હોય, સલાહ હોય, વાંચન હોય, મિત્રો હોય, શુભચિંતકોનો સાથ હોય અને ડૉક્ટર પણ હોય જ. કોઈ શરમ કે નાનમ નથી માનસિક દબાણને છુપાવીને જીવન ખોવા કરતાં ખૂલીને એના ઉપાયોને જ શામાટે ના અપનાવી એ ?

આત્મહત્યા કેમ થતી હોય છે ? એ જોઈએ પછી વિચારીએ શું આત્મહત્યા જ એક ઉપાય બચ્યો હતો ?

- દુનિયા શું કહેશે.
- માતા પિતાને શું મોઢું બતાવીશ.
- મારાથી આટલી મોટી ભૂલ કેમની થઈ ગઈ ? હું જ અરીસામાં મોઢું કેમનુ જોઈશ?
- મે માંગ્યુંને મને આપ્યું નહિ, મારી લાગણીઓની કોઈ કિંમત નથી, આના કરતા તો મરી જાવું સારું આવા બહાના પણ હોય છે.
- પ્રેમીએ મને છોડી દીધો કે છોડી દીધી એને પણ બતાવી દઉં. જો મારો પ્રેમ કેટલો સાચો હતો, તારા વગર નહિ જીવી શકું એમ બતાવવા પણ આત્મહત્યા કરી લે છે.
- માતાપિતા મને બોલ બોલ કરે છે, હું નહીં હોઉ ત્યારે એમને મારી કિંમત સમજાશે. જો હવે તો હું એમને બતાવીને જ રહીશ.
- લોકો મને આટલો મોટો અને સુખી માને છે અને મારી હવે આ કથળેલી પરિસ્થિતિની ખબર પડી જશે, શું ઇજ્જત રહશે, ચાલો કરો આત્મહત્યા.

આવા અનેક કારણો છે આત્મહત્યા કરવાના. પણ દરેક કારણનું સોલ્યુશન આત્મહત્યા તો નથી જ. આત્મહત્યાથી માણસ જ નથી રહેતો એટલે સમસ્યા નથી રહતી પણ સમસ્યા સાથે રહીને પણ માણસ જીવી શકે છે, સમસ્યાને બાથ ભીડીને પણ માણસ જીવી શકે છે. આત્મહત્યાથી તો માણસ સામે સમસ્યા જીતી જાય એ સાબિત થાય છે.
જો તમે આત્મહ્ત્યા કરવા વિચારો છો તો તમે તમારી સમસ્યાને જીતાડવા ખુદ હથિયાર હેઠા મૂકી રસ્તો કરી આપો છો.
મરવાનું જ છે તો સમસ્યા સાથે બાથ ભીડીને જ કેમ જીત સુધી પહોંચવા પ્રયત્ન ના કરીયે ?
હોઈ શકે સમસ્યા એ જ હથિયાર હેઠા મુકવા મજબુર થવું પડે.
જિંદગી ગુમાવવી એના કરતાં જિંદગી એ આપેલ પરિસ્થિતિ સાથે સંઘર્ષમાં ઉતરીને ટક્કર લેવી એજ ઉત્તમ રસ્તો છે, પણ ડિપ્રેશન ના કપરા સમયમાં એક વાર વિચારવું, જો મરવું જ છે તો ચાલો કોઈને બધુ કહીએ , પોતાના વિચારો બાજુમાં મૂકીને કોઈ ના વિચારોને સેરેન્ડર થઈ જઈએ.
પોતાનાઓ આગળ ન કહી શકાય તો સાયક્રિયાટિસ્ટ તો આ માટે જ છે. એમના માટે તો તમે એક દર્દી જ છો. તમારી વાત એમના માટે એ દર્દથી વધારે કઇ નથી, તેઓ તમારા દર્દને ટાર્ગેટ કરશે. તમને કે તમારી ઇજ્જતને નહીં.
આત્મહત્યા કરવાના વિચારોમાં કારણો કોઈ પણ હોય અંદર થઈ રહેલી જાત સાથેની ડિબેટમાં નકારાત્મકતાને જીતવા ના દેશો, કોઈ નો પણ સહારો લેવો પણ હાર નહીં માની લેવી.
જિંદગી ખતમ કરવી સરળ નથી એવું બધા જાણે જ છે. છતાં આત્મહત્યાઓ થયા જ કરે છે, કારણ કે તે માણસ પોતાના સકારાત્મક વિચારોને પોતાના જ નકારાત્મક વિચારોના ફોર્સથી હારવી ચૂક્યો હોય છે.

આત્મહત્યાના વિચારો તમારા ઊપર હાવી હોય તો મિત્રો સબંધીઓ સાથે ખુલીને વાત કરો,

મને મેસેજ કરો હું કઇ મદદ કરું ના કરું પણ તમે આત્મહત્યા કરવાનું તમારું કારણ મને બતાવજો,
હું તમને તમારે શા માટે જીવતા રહેવું જોઈએ તેના હજારો કારણો બતાવીશ.🙏

રાહુલ પરમાર