એક આશ જિંદગીની - 7 Meera Soneji દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

  • સોલમેટસ - 3

    આરવ રુશીના હાથમાં અદિતિની ડાયરી જુએ છે અને એને એની અદિતિ સાથ...

શ્રેણી
શેયર કરો

એક આશ જિંદગીની - 7

આગળ આપણે જોયું કે રીમાને તેનો પેહલા કોમો થેરેપી નો ડોઝ આપવામાં આવે છે.કોમો થેરેપીની અસહ્ય પીડા અને બળતરાથી રીમા ગાઢ નિંદ્રામાં આવી જાય છે ત્યાં અચાનક જ રીમાને લોહીની ઉલ્ટીઓ થવા માંડે છે. પ્રદીપ ડોક્ટર સંજય ને ફોન કરીને રીમા ની હાલત વિષે જણાવે છે અને ડોક્ટર સંજય તપાસ કરવા માટે ઘરે દોડી આવે છે તપાસ કરતાં હાલત ગંભીર જણાતા રીમાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હવે આગળ....

**********************************************
રીમાને કેન્સરની મોટામાં મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. રીમાને સ્ટ્રેચર ઉપર સુવડાવીને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. પ્રદીપ અને રીમા પણ હોસ્પિટલમાં દોડી આવે છે આઈસીયુ ની બહાર પોતાની દિકરીની હાલત ગંભીર થતાં જોઈને બને જણા અંદરથી કાંપી ઊઠે છે. ડો એ રીમા ની નાક પર પાતળી નાડીઓ લાગવી હોય છે. આ જોઈને બંને જણા એકબીજાને ભેટીને રડી પડે છે. અંજના તો પોતાની દિકરીની હાલત જોઈને પ્રદીપની બાહોમાં ભાંગી પડે છે. અંજના જોરજોરથી રડવા લાગે છે તેનું આક્રંદ આખા હોસ્પિટલ ને ધ્રુજાવી નાખે એવું હોય છે. ડોક્ટર સંજય શાહ રીમા ની હાલત કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો નીરવ ભટ્ટ ને ફોન દ્વારા જણાવે છે. ને તરત જ ડો નીરવ ભટ્ટ રીમા ને તપાસવા માટે આવી જાય છે. અહીંયા અંદર આઈસીયુમાં ડોક્ટર નીરવ ભટ્ટ રીમા ને તપાસી રહ્યા હતા ને બહાર પ્રદીપ અને અંજનાના શ્વાસ અધ્ધર થઈ રહ્યા હતા. બંનેની આંખો કંઈક આશા સાથે ડો નીરવ ભટ્ટ ને જોઈ રહી હતી.ડોક્ટર નીરવ ભટ્ટ રીમાને તપાસીને બીજા રિપોર્ટ માટે બ્લડ ના સેમ્પલ લઇને પોતાની કેબીનમાં જાય છે હોસ્પિટલની એક નર્સ પ્રદીપ અને અંજના પાસે આવીને તેમને ડોક્ટર નીરવ ભટ્ટ ની કેબીનમાં જવાનું કહે છે.

અંજના અને પ્રદીપ ડોક્ટર નીરવ ભટ્ટ ની કેબીનમાં જાય છે. ડૉ નીરવ ભટ્ટ તેમને બંનેને જોઈને સામે ખુરશી પર બેસવાનું કહે છે. અને તેમને બંનેને આશ્વાસન આપતા કહે છે કે" રીમા ને કોમો થેરેપી ના આડઅસર ના લીધે લોહીની ઉલ્ટી થઇ છે. કેમો નો ડોઝ ભારે હોવાથી આવું થઈ શકે છે.એટલે આપણે રીમાને 24 કલાક માટે આઈસીયુમાં અમારી દેખરેખ હેઠળ રાખીશું. રીમાના બ્લડ સેમ્પલ દ્વારા બીજા રિપોર્ટ કરાવીશું. જેથી આપણને રીમા ની હાલત વિષે ખબર પડે 24 કલાક પછી તમે રીમા ને ઘરે લઈ જઈ શકો છો. પરંતુ કેમોથેરાપીના કારણે રીમાની તબિયત ક્યારેક ખરાબ થઈ શકે છે. તેને માથું દુખવા ની,પેટમાં બળતરાં થાય,તાવ આવે ક્યારેક એ પૂતળા ની જેમ પડી રહે એવી સમસ્યાઓ રહશે. પરંતુ આ બધી આડઅસરો ની વચ્ચે તમારે શક્ય એટલી રીમાને ખુશ રાખવાની છે. પ્રદીપ અને અંજના આ બધું ધ્યાનથી સાંભળી રહ્યા હતા. ડોક્ટર નીરવ ભટ્ટે રીમાને જમવામાં શું આપવુ શું ના આપવું એ પણ વિગતવાર સમજાવ્યું.

આ 24 કલાક પ્રદીપ અને અંજના માટે ખૂબ જ કઠિન હતા. આ ચોવીસ કલાક દરમિયાન ડૉક્ટર અને નર્સ આઈસીયુમાં વારે ઘડીએ સારવાર માટે દોડી જતા અંજના અને પ્રદીપ આ બધું આશાસ્પદ નજરે જોઈ રહ્યા હતા. ચોવીસ કલાક પૂરા થતા રીમાને હોસ્પિટલમાંથી રજા આપી દીધી. અંજના અને પ્રદીપ રીમાને લઈને ઘરે પહોંચ્યા અને ડોક્ટર ની સલાહ પ્રમાણે રીમાની દેખરેખ ચાલુ કરી દીધી. એ દિવસે પ્રદીપ રીમા ની બાજુમાં બેસીને તેને સુવડાવી રહ્યો હતો ત્યારે જ અચાનક રીમાએ પ્રદીપ ને કહ્યું કે "પપ્પા તમને યાદ છે હું સાવ નાની હતી ત્યારે તમે મને બહાદુર પરીઓની કહાની સંભળાવતા હતા. આજે પણ પ્લીઝ ફરી એ પરીઓની કહાની મને સભળાવો ને". એ દિવસથી પ્રદીપ રોજ રાતે રીમાને બહાદુર પરીઓની કહાની સંભળાવીને સુવડાવતો. રીમાને કોમો ની આડ અસરના લીધે ક્યારેક માથું દુખતું તું તો પ્રદીપ તેનું માથું દબાવી આપતો તો ક્યારેક તેને પેટમાં બળતરા થતી તો અંજના તેને ફ્રુટ જ્યુસ બનાવીને પીવડાવતી. ક્યારેક રીમાને સખત તાવ ચડ-ઊતર કર્યા કરતો.

પંદર દિવસના અંતરમાં જ રીમા ને બીજો કોમો પણ લેવાનો સમય આવી ગયો એ દિવસે પણ ડોક્ટર સંજય એ રીમાને ઘરે જ કેમોથેરાપી આપી તેના કારણે રીમા અસહ્ય પીડાને કારણે ખૂબ જ થાક અને બળતરા અનુભવતી હતી. કેમો ની આડ અસર તેના શરીર પર સ્પષ્ટપણે જણાતી હતી તેરા ચહેરો ફિક્કો પડી ગયો હતો અને વજન વધવા માંડયું હતું. તેના શરીરમાં ઘણી જગ્યાએ કાળા ચકામા પડી રહ્યા હતા.એ દિવસે રાત્રે પણ પ્રદીપ રીમાને બહાદુર પરીઓની કહાની સંભળાવી ને સમજાવી રહ્યો હતો "કે જો બેટા તારે પણ આ કેન્સર નામના આ રાક્ષસ સાથે લડવાનું છે. કહાની ની બહાદુર પરીની જેમ તારે પણ જીતવાનું છે. તું પણ તો મારી પરી જ છો ને બેટા" રીમા અસહ્ય પીડાને કારણે જવાબમાં હા સિવાય કશું જ બોલી ન શકી. ત્યાં જ રીમા અચાનક જ ઠંડીના કારણે ધ્રૂજવા લાગી પ્રદીપ એ રીમાને બ્લેન્કેટ ઓઢાડીને તેને સુવાની કોશિષ કરી. થોડીવાર તેના માથા પર હાથ ફેરવતો રહ્યો ત્યાં જ અચાનક તેને કંઈક રીમાના વાળમાં અજુગતું લાગ્યું તેને રીમાના વાળમાં હાથ ફેરવીને જોયું તો અચાનક જ તેના વાળનો ગુચ્છો પ્રદીપ ના હાથમાં આવી ગયો હતો. આ જોઈ ને પ્રદીપ એકદમ જ હેબતાઈ ગયો. તેને ખ્યાલ આવી ગયો કે હવે કોમો ની આડઅસર એના વાળ ઉપર પણ થવા લાગી છે. હવે ધીમે ધીમે એના વાળ ખરવા લાગશે. ત્યાં જ પ્રદીપ ને પોતાને લીધેલું વચન યાદ આવે છે કે " જો રીમાના વાળ ખરી જશે તો તે પણ તેના વાળ નો ત્યાગ કરશે."

ક્રમશ.....

મારી વાર્તા વાંચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏મારા લખવામાં જો કોઈ ઉણપ રહી ગઈ હોય તો જણાવવા વિનંતી.તમારા કીમતી પ્રતિભાવ જરૂરથી આપશો.તમારો કીમતી પ્રતિભાવ મને વધુ સારું લખવાની પ્રેરણા આપશે. ધન્યવાદ 🙏