આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે......
"ભાઈ આવી બન્યું આજ તમારું" મિત્ર એ કીધું. પણ મારુ ધ્યાન જ નહતું.
મારો મિત્ર ફરીથી બોલ્યો " ભાઈ....એ ગુસ્સે થાય એ પેલા સૉરી કહીદે"
એટલે મેં પેલા મેડમ પાસે આવ્યા એટલે તરત જ હું હિમ્મત કરી ને બોલ્યો "અમે તમારી વાતો નહોતા કરતા, અમે તમારા જેવાજ એક મેડમ છે એમની વાતો કરતા હતા, તેમ છતાં હું સૉરી કહું છું પ્લીઝ તમે ગુસ્સે ના થતા." મેં એકજ શ્વાસે એટલું બોલી નાખ્યું.
અને પછી જે થયું એ જોવા જેવું હતું.
પેલા મેડમ એ કાન માંથી ઈયરફોન નીકાળી ને બોલ્યા "તમે મને કહી કીધું....? "
આટલા શબ્દો જ્યાં સાંભળ્યા ત્યાં તો હું અને મારો દોસ્ત એકબીજા સામે જોવા લાગ્યા.
ત્યાં પેલા મેડમ ફરીથી બોલ્યા " એસ્ક્યુઝ મી તમારે મારુ કઈ કામ હતું...? " નો..... નો.....એતો હું મારા મિત્ર ને કેહતો હતો કે સ્ટેન્ડ આવી ગયું છે બસ." મેં તરત જ વાત ફેરવી લીધી.
" ઇટ્સ ok. પ્લિસ જરા જગ્યા કરસો જવાની " એટલું બોલ્યા. મેં અમને જગ્યા આપી એટલે એ જતા રહ્યા.
સાહેબ....મારા જીવમાં જીવ આવ્યો અને મને શાંતિ થઈ કે બચી ગયા આજે. અચાનક મારી નજર એ જ્યાં ઉભા હતા ત્યાં પડી,
મેં જોયું પેલા મેડમ નું પર્શ પડ્યું હતું, શાયદ ટિકિટ લેતી વખતે ભૂલમાં પડી ગયું હોઈ. કોઈ ઉપાડે એ પેલા ઝડપથી મેં ઉપાડ્યું.
મારો મિત્ર બોલ્યો. "...ભાઈ આતો પેલી નું છે." મેં કહ્યું " ચાલ એને આપી આવીયે". ઝડપ થી અમે બસ માંથી ઉતર્યા એને ગોતી પણ ક્યાંય આજુબાજુ માં દેખાણી નહિ. " ભાઈ...જવાદે કાલ બસ માં આવે એટલે આપી દેજે અને એ બાને વાત પણ થાય જશે".
એટલે મેં કીધું " એની કોલેજ મેં જોઈછે. ..પણ" , મિત્ર બોલ્યો" શુ ..પણ, તો ચાલને એની કોલેજ માં જ સીધા પહોંચી જાઈએ.".
"ના ભાઈ ના...મરવું છે...અને કોલેજ માં જઈને ક્યાં ગોતસુ એને" મેં કીધું.
મિત્ર એ કીધું "એના પર્સ માં જોને શાયદ કંઈક મળી જાય".... એટલે મેં પર્સ માં જોયું, એમાં તો બસ ના પાસ ની રિસીપ પડી હતી જેના વગર પાક્કું પાસ મળે નહિ. અને એક કાગળ હતો જેમાં લખ્યું હતું "bca sem-3 , રોલ નં :94 ". એટલે મેં કીધું " ભાઈ કાલ નહિ આજેજ જવું પડશે, નહિ તો એ પાસ વગર આવશે સેમા અને ચિઠ્ઠી માં રોલ નં. પણ છે."
મિત્ર એકદમ ઉછળ્યો "તો પછી વાર શેની ચાલો...આજે તો થઈજ જાય."
મેં પણ સાહસ કરીને કીધું "ચાલો...."
"સાહેબ.....આગળ અમે પર્સ આપવા જે કાંડ કર્યો છે શાયદ કોઈએ કર્યો હોઈ ,"
તો આપડે દુપટ્ટા વાળા મેડમ નું પર્શ આપવા જવાના હતા......
વાત જરાક એમ છે કે એ મેડમ એમનું પર્સ બસ માં ભૂલી ગયા અને એ પર્સ અમારા હાથે લાગ્યું...મોકા પર ચોકો મારતા હું અને મારો મિત્ર એ પર્સ એ દુપટ્ટા વાળા મેડમ ને આપવા જવાના હતા.
મળતી માહિતી મુજબ એ મેડમ " સી.યુ.શાહ કોલેજ-ઇનકમ ટેક્સ , અમદાવાદ " માં ભણતા હતા.
તો હું અને મારો મિત્ર જાણે જંગ ખેલવા જતા હોઈએ એવી રીતે પોતાની જાતને તૈયાર કરી. જોકે આપડા માટે તો એ જંગ જ કેવાય કારણ કે કોઈ છોકરી ને આવી રીતે ડાયરેક્ટ સીધા મળવા જ પહોંચી જવું એ કઈ જેવી તેવી વાત થોડી છે...?
to be continue.....