બસ માં મુલાકાત - 7 Mr.Rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બસ માં મુલાકાત - 7

આગળ આપણી વાત ને ચલાવતા હું એટલું કહીશ કે જો તમે આ ધારાવાહિક ના આગળ ના ભાગ નું વાંચન ના કર્યું હોઈ તો પહેલા એ વાંચી લેવું તો જ આગળ ની સ્ટોરી માં મજા આવશે......

એટલે હું અને મારો મિત્ર બંને સીધા બસ માંથી ઉત્તરી ને કોલેજ પહોંચી ગયા. અને જેવાજ એન્ટર થવા ગયા ત્યાંતો બાહુબલી જેવો એક ભાઈ આવ્યો અને અમને સટાક દઈને ઉભા રાખી દીધા....મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારી મંજિલ ના રસ્તા માં મોટો પહાડ ઉભો કરી દીધો...

"ઉભારો.....ક્યાં જવું છે.....?.....કોનું કામ છે.....? આઈડી કાર્ડ બતાવો. " આ શબ્દો હતા એ બાહુબલી ના.

એના યુનિફોર્મ પરથી લાગ્યું કે ભાઈ સિક્યુરિટી વાળા છે. એટલે વધારે કઈ બોલાય એમ હતું નહિ.

કારણ કે ક્યાં જવું છે અને કોને મળવું છે એ કેવાય એમ નોહ્તું અને આઈડી કાર્ડ આપડી પાસે હતું નહિ. એટલે અમે મુંજાણાં ..

" અમારી પાસે આઈડી કાર્ડ નથી..." અમે સિક્યુરિટી ને કીધું.."

"તો શુ ચાલ્યા આવો છો આઈડી કાર્ડ વગર અંદર પ્રવેશ ના મળે." એનો કડક અવાજ આવ્યો.

" પણ ભાઈ અમારું જવું જરૂરી છે. તમે અમને જવાદો" અમે જરા દબાતા અવાજે કીધું.

"ના ભાઈ ના એમનામ એન્ટ્રી ન મળે " એ તો ભાઈ બગડ્યો....

એ ભાઈ અમને જવાદે તેમ નથી અને અમે પેલા મેડમ ને મળ્યા વગર પાછા જવી એમ નહોતા.

હું વિચાર કરતો હતો ત્યાં મારા મિત્ર એ ૧૦૦ ની કડકડતી નોટ નીકળીને પેલા ભાઈ ના ઉપર ના ખિસ્સા માં મૂકી દીધી...

અને જાણે જાદુ થયું હોઈ એમ પેલો સિક્યુરિટી વાળો અચાનક જ પોતાના બદલાતા અંદાજ માં બોલ્યો...

"સાહેબ કોની રાહ જોવો છો....જાવ જાવ ફટાફટ જે કામ હોઈ એ પતાવતા આવો."

હું તો જોતો રહી ગયો કે સાલું રૂપિયા માં કેટલી તાકાત છે.

"અલ્યા ભાઈ આ રૂપિયા કેમ આપ્યા...?" આગળ કઈ બોલું એ પેલા જ મારો મિત્ર મારો હાથ પકડી ને ચાલવા લાગ્યો

" ભાઈ આ બધું આમજ હોઈ એમનામ કોઈ કામ નથી થતા " મિત્ર એ મને જવાબ આપ્યો.

"પણ સાવ આમ હોઈ "...હું બોલ્યો....

"હવે ચૂપ-ચાપ પેલીને ગોતવી છે કે પાછા જવું છે....?" મિત્ર એ ઠપકો આપતા કીધું.

"સાવ આમ બ્લેક મેલ કરવાનું ..?" મેં વળતો સવાલ કર્યો

" ચાલવા માંડ ને બ્લેક મેલ વાળી "

અમે સિક્યુરિટી કેબીન થી સીધા જ bca ના ક્લાસ તરફ ચાલવા લાગ્યા....આવડી મોટી કોલેજ માં કલાસ કેવી રીતે ગોતવો એટલે એક ભાઈ ને ઉભો રાખ્યો ને પૂછ્યું કે...

" bca sem -3 કલાસ ક્યાં આવ્યો..."

"કેમ ભાઈ કોનું કામ છે તમારે...?" પેલાનો વળતો સવાલ

"તારા બાપાનું.." મારો મિત્ર ગુસ્સા માં બોલ્યો..

"ઓ ભાઈ જરા સભ્યતા થી વાત કરો "....પેલા ભાઈ સામે બોલ્યા

"તને પૂછ્યું એનો જવાબ આપણે વધારે પડતી પંચાત કરતો.." મિત્ર પાછો બોલ્યો..

" નથી કેવું જાવ ગોતી લો જાતે " પેલા ભાઈ તો ચાલવા લાગ્યા..

"અરે મિત્ર સોરી એમના વાત નું ખોટું ના લગાડતા એમની મજાક કરવા ની ટેવ છે." મેં ઝગડા ને વધારે વણસતો અટકાવી વાતને વચ્ચે થી જ કાપી.

" પણ આવી રીતે વાત કરાય."

"હશે ભાઈ ફરીથી સોરી " હું વાત ને વધારવા માંગતો નોહ્તો.

"ok..આગળ થી લેફ્ટ ઉપર ચાલ્યા જાવ બીજા માળે ત્રીજો ક્લાસ bca sem-૩ " ભાઈએ જવાબ આપ્યો.

"થેન્ક્સ ભાઈ " અમે ત્યાંથી નીકળ્યા..સીધા બીજા માળે પોહચી ગયા..લગભગ ૧૫ એક ડગલાં અમારા થી કલાસ દૂર હતો.

 


તો જરૂર થી વાંચો આગળ ની સ્ટોરી........થેન્ક્સ..!!!!! -- " માહી "