જીવન સફરના સાથી - 3 bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

જીવન સફરના સાથી - 3

સૌંદર્યા એને આખું ઘર બતાવી બહાર ગાર્ડનમાં લઈ આવી.બન્ને સામસામે ખુરશી ઉપર ગોઠવાયાં એટલે સૌંદર્યા એ પૂછ્યું કે અચાનક તું અહીં? આટલા વર્ષો પછી?મારા લગ્નમાં કેમ ન આવ્યો? તે કોઈ શોધી કે નહીં? એ માટે જ તો આવ્યો છું વિનયે સ્મિત કરતાં કહ્યું. એટલે?...અરે તું મને શ્વાસ લેવાની તક તો આપ એક સાથે કેટલા સવાલ વિનય બોલ્યો.સૌંદર્યાએ થોડા સંકોચ સાથે સોરી કહ્યું...

વિનય વાતની શરૂઆત કરતા બોલ્યો સૌંદર્યા તારે સોરી કહેવાની જરૂર નથી તારો હક છે મને સવાલ કરવાનો.સૌંદર્યા તેની સામે જોઈ રહીં.વિનયે તેની આંખોમાં આંખો પરોવીને કહ્યું આજે હું તને મારા દિલ ની વાત કહેવાની આવ્યો છું તારે જાણવું છે કે હું શું કામ તારા લગ્નમાં ન આવ્યો, શું કામ જર્મની જતો રહ્યો હતો? સૌંદર્યા એ માથું હલાવી હા કહીં એટલે વિનયે આગળ કહ્યું તો સાંભળ હું અને તું બાળપણ થી સાથે રમીને મોટા થયા મને તો યાદ પણ નથી કે હું ક્યારે તને પસંદ કરવા લાગ્યો આપણે સાથે કોલેજમાં હતા ત્યારે પણ મારી હિંમત ન થઈ તને કહેવાની કે હું તને પ્રેમ કરું છું. મેં વિચાર્યું કે એકવાર લાઈફમાં સેટ થઈ જાઉં એટલે તારા ઘેર આવી તારા ને મારા લગ્નની વાત કરવી. અરે મેં તો મારા મમ્મી- પપ્પાને પણ આ વાત કહીં હતી અને તને કહેવાની ના પાડી હતી. મેં વિચાર્યું હતું કે સમય આવે ત્યારે હું જ તને મારા મનની વાત કહીશ અને તું હા કહે તો જ આગળ વાત.પછી જયારે મને ખબર પડી કે તારા લગ્ન નક્કી થઈ ગયા તો મારાથી આ સહન ન થયું અને હું જર્મની જતો રહ્યો. અને ઘરમાં બધાને તને આ વાત ન કરવા કસમ આપી.એટલે તને કોઈએ કંઈજ ન કીધું પણ જયારે મને ખબર પડી કે મોહકનું એક્સીડન્ટ માં... અને તું હવે સિંગલ છે ને તને મારી જરૂર છે એટલે હું પાછો આવ્યો...
સૌંદર્યા આંસુ ભરી આંખે વિનય ને જોઈ રહીં. પછી બોલી
તે મારા માટે આટલું બધું સહન કર્યું,તું મને બાળપણ થી આટલો બધો પ્રેમ કરતો હતો ને હું એ પ્રેમ કયારેય જોઈ ન શકી,અને આજે ખબર પડી તો ઘણું મોડું થઈ ગયું.
કંઈજ મોડું થયું નથી સૌંદર્યા વિનયે તેના હાથ પકડી ને કહ્યું, હું હજુ પણ તને એટલો જ પ્રેમ કરું છું, તારા જીવનને ફરીથી પ્રેમથી ભરી દેવા માટે જ આવ્યો છું.
તું આ શું બોલે છે વિનય?... હા સૌંદર્યા હું જે કંઈ કહું છું તે સાચું અને સમજી વિચારી ને કહું છું, જો મોહક તારા જીવનમાં હોત તો હું કયારેય પાછો ન આવ્યો હોત, અરે મેં તો મારા દિલ ને સમજાવી લીધું હતું, અને મમ્મી-પપ્પા ને પણ કહીં દીધું હતું કે હવે હું કયારેય લગ્ન નહીં કરું.
પણ હવે જયારે તું મારી સામે છે તો હું શું કામ તારા વિરહમાં જીવન વીતાવુ? આજે હું તને મારા દિલ ની વાત કહું છું, આપણે જીવન સફરના સાથી બની સાથે મંઝીલ તરફ આગળ વધીશું, સૌંદર્યા શું તું મારી સાથે લગ્ન કરીશ?...આ બધું સાંભળી સૌંદર્યા એ વિનય ને કહ્યું હું તારી લાગણી સમજી શકું છું પણ હવે ઘણું મોડું થઈ ગયું છે,મારું જીવન બદલાઈ ગયું છે, હવે હું એક મા છું,આ ઘરની વહુ છું મારી દરેક પ્રત્યે ફરજ છે જે મારે મોહક ની ગેરહાજરીમાં પૂરી કરવાની છે...
દિકરી એ બધી ફરજો તો તું વિનય સાથે રહીં ને પણ પૂરી કરીશ. સૌંદર્યા એ જોયું કે બધા લોકો ત્યા આવી ગયા હતા,અને તેના સસરા તેને સમજાવતા હતા. સૌંદર્યા અમે તને હમેશા અમારી દિકરી માની છે તો શું તું અમને કન્યાદાન કરવાનો અવસર નહીં આપે? અને તારી સામે તારું આખું જીવન હજુ બાકી છે,અમે એમ માનીએ છીએ કે વિનય ના રૂપમાં અમારો મોહક પાછો આવ્યો છે. અને દિકરી એક વાત કહું? જેટલો પ્રેમ તને વિનય કરે છે ને કદાચ એટલો તો મોહક પણ ન આપી શકે. એટલે
અમારી બધાની ખુશી માટે આ સબંધ ને સ્વીકારી લે.
પછી બધા લોકો એક સાથે બોલ્યા સૌંદર્યા હા કહીં દે એટલે લગ્નની શરણાઈ વાગે. સૌંદર્યાએ કહ્યું ભગવાનનો હું આભાર માનું છું કે મને તમારી જેવ સાસુ-સસરાના રૂપમાં માતા-પિતા આપ્યા,હું પ્રાર્થના કરીશ કે આવતા જન્મે ભગવાન મને તમારી જ દિકરી રૂપે જન્મ આપે...

આજે સૌંદર્યા સોળે શણગાર સજી મંડપ માં આવી છે.
વિનય ની ખુશી તો આજે તેની આંખો માં દેખાય છે,
મોહક ના મમ્મી-પપ્પા આજે દિકરીનું કન્યાદાન કરે છે,
દરેક ની આંખો માં હર્ષ આંસુ છે,અને આજે બે વ્યકિત
સાચાં અર્થમાં જીવન સફરના સાથી બની ગયા છે...