A demonic element of the gene - 1 books and stories free download online pdf in Gujarati

જીન એક આસુરી તત્વ - 1

આ વાત આજથી ઘણા વર્ષો પહેલાની છે . નવાબગંજ નામનું ગામ હતું . આ ગામમાં એક સુખી પરિવાર રહેતો હતો . જેમાં પરિવાર ના સભ્યોની સંખ્યા 4 થી 5 વ્યક્તિની હતી . આ સભ્યો માં સૌથી મોટી વ્યક્તિ દાદાજી હતા . જેમનું નામ શાહજાદ ખાન હતું . જે એક સારા લેખક હતા . જેઓની શામતક ન્યૂઝ પેપર માં તલાશ નામની કલમ ચાલતી હતી . જે ખૂબ જ વિખ્યાત હતી. આ કલમ માં તેઓ ભૂત ,પ્રેત કે જિન વિશે લખતા હતા . તેમના પુત્ર એટલે ઘરના બીજા વડીલ સભ્ય તેમના પુત્ર સમીર ખાન હતા , જે એક સારા ડૉક્ટર હતા . તેમના પત્ની સુમિરા બેગમ હતા , જે હાઉસ વાઈફ હતા . તેમના બે પુત્ર જે ખૂબ જ નાના હતા . મોટો પુત્ર સલીમ જે 10 માં ધોરણ માં અભ્યાસ કરતો હતો તો બીજો પુત્ર ઓવેશ ખાન જે હજી 5 માં ધોરણ માં અભ્યાસ કરતો હતો . આ પરિવાર મુસ્લિમ રીતરિવાજ ચુસ્ત રીતે માનનારો પરિવાર હતો . તેથી આ પરિવાર નીયમિત રીતે નમાજ પઢવા જતો હતો . આની સાથે આ ઘરના લોકો ને ખરાબ શક્તિ માં પણ ઘણી જ માન્યતા હતી . તેથી તેઓ હંમેશા પોતાના ઘરને શુદ્ધ રાખવા પ્રયત્ન કરતા રહેતા હતા અને એના માટે ઘણા મૌલવી સાહેબ ને પણ ઘણી વખત ઘરે બોલાવી ને આયાત અદા કરાવતા હતા . આ ઉપરાંત દાદાજી દર વર્ષે કોઈ ને કોઈ સારા ધાર્મિક સ્થળે બંદગી માટે જતા હતા આ વર્ષે દાદાજી ને હજ કરવાની ખૂબ જ ઇચ્છા હતી . તેથી આ ઇચ્છા તે પોતાના પરિવાર સમક્ષ રજુ કરે છે . શાહજાદ ખાન આ વાત પોતાના પરિવાર ને રજુ કરે છે તો તેનો પુત્ર સમીર પોતાના આખો પરિવાર એકસાથે હજ યાત્રા પુરી કરે છે તેવું ઈચ્છતો હતો . જોકે એકસાથે આખો પરિવાર હજ કરવા જાય તો પોતાના ઘરમાં અમુક દીવસને અંતે ખરાબ શક્તિ વાસ કરી જશે . આથી દાદાજી આ વાતથી ખૂબ જ તકલીફ માં હતા કે તેઓ જો એકસાથે હજ પર જશે તો પોતાના ઘરનું શુ થશે . ઘરના બધા જ સભ્યો સાથે મળીને ઘણું વિચારે છે . છતાં કોઈ ઉપાય સૂજતો નથી . આ બધા વિચાર - વિમર્શ પછી છેવટે એ વાત પર આવે છે કે બધા સભ્યો સાથે હજ કરવા જશે અને 15 દિવસ માં હજ પરથી આવી જશે . ત્યારબાદ પોતાના ઘરને પવિત્ર કરવાની વિધિ પતાવીને ઘરમાં રહેવા લાગીશુ . સમીર ખાન ઘરના બધા જ સભ્યો માટે હજ પર જાવા માટેની વ્યવસ્થા કરી આવે છે . બધા સભ્યો હજ માટે પોતાનો સામાન તૈયાર કરે છે કેમકે હજ માટે કાલની જ ટિકિટ મળેલી છે . આથી બધા જ લોકો પોતાનો સમાન તૈયાર કરી નાખે છે . સવાર પડતાની સાથે જ સમીર ખાન ટેક્સી બોલાવી આવે છે . સમીર ખાન ઘરના બધાજ લોકોને ખૂબ જ ઉતાવળ થી ટેક્સી માં બેસાડે છે . હવે બધાજ લોકો હવાઈઘર સુધી પહોંચે છે . એરોપ્લેન ઉપડવાની તૈયારીમાં જ હોઈ છે ત્યાં બધા લોકો ફટાફટ તેમાં બેસી જાય છે . બધા જ લોકો થોડા સમય માં મક્કા ના હવાઈસ્ટેશને પર પહોંચી જાય છે . ત્યાં સમીર ખાન અને તેનો પરિવાર હજ કરીને ખૂબ જ મજા ની સાથે અલ્લાની બંદગી કરે છે કે પોતાનો પરિવાર સુખથી જીવે છે . આ બધી બાબતોમાં મક્કામાં જ લગભગ 25 દિવસ વીતી જાય છે. આથી શાહજાદ ખાન ખૂબ ચિંતિત બની જાય છે કે પોતાના ઘરે ક્યાંક જિન નામની આસુરી તત્વ વાસ ન કરી બેસે . આ બાજુ નવાબગંજ શાહજાદ ખાન ના ઘરમાંથી અલગ - અલગ અવાજ તેના પડોશી લોકો સાંભળે છે . આથી તે પણ ખૂબ જ ભયભીત બની જાય છે . ગામના કોઈ પણ લોકો ઘરની આસપાસ આવતા ડરે છે. બાકીની વાતાઁઓ આવતા વિકમાં જોઈશું.

બીજા રસપ્રદ વિકલ્પો