એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - ૩ Jagruti Rohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અદ્ભુત આકર્ષણ.. ભાગ - ૩

આગળનાં ભાગમાં વાંચ્યું હતું તેમ... મનોહર ભાઈ એ પાંખી ને... જોબ પર રાખવાની વાત કરી છે... આને રોશની એ પાંખી ને ફોન કરીને બોલાવે છે...યુગ પાંખી ને ફરીવાર પોતાની ઓફિસમાં જોઈ ખુશ થાય છે... અને પાંખી ને જોતો રહી જાય છે.
આજનાં ભાગમાં જોઈશું કે, પાંખી આ ઓફિસમાં ઝોબ કરવાં માટે તૈયાર થાય છે કે નહીં...

મનોહર ભાઈ: કેમ છે બેટા?

પાંખી: મજામાં છું, જય શ્રીકૃષ્ણ તમે કેમ છો..?

મનોહર ભાઈ:જય શ્રીકૃષ્ણ મજામાં છું, બેટા‌ તને શું ફાવશે બોલ..એ કામ તારું...

પાંખી: હું તો ફેશન ડિઝાઈનર નું ભણવા માટે આવી છું... ડિઝાઇન બનાવાનું સારું આવડે છે. કોઈ પણ ડિઝાઇન બનાવાનું કામ આપશો એકદમ સુંદર રીતે બનાવી આપીશ...

મનોહર ભાઈ:તો અમારી એક જેન્સ ના ગામેન્ટસ બનાવાની કંપની પણ છે, ત્યાં એક ડિઝાઇન ની જરૂર છે... તને ત્યાં તો ફાવશે..ના ફાવે તો... અહીંયા કામ કરજે... આ ઓફિસમાં તને ગમશે... રોશની પાંખી ને હમણાં તારી બાજું બેસાડી દે...પછી તારી બાજું અથવા ફાવે તે જગ્યાએ પાંખી ની બેસવાની વ્યવસ્થા કરાવી આપીશ...

પાંખી: સર‌ હું આવતી કાલથી આવું તો વાંધો નહીં..ને ? હું કંપની માં જઈને આવીશ તો ચાલશે....
મનોહર ભાઈ :તને ફાવે તે કરજે... હું ત્યાં વાત કરી રાખીશ જેથી તને કોઈ તકલીફ નાં પડે... ઓકે સર... યુગ તો કેબિનમાં બેસી ને પાંખી ને જોયાં કરતો હતો... કોઈ ને ખબર ન હતી.... યુગ ને શું વાત થઈ એ ખબર નથી પાંખી ત્યાં થી જવા લાગી...પણ રોશની એ રોકી લીધી...પણ યુગ તો, પાંખી ને જોયાં કરે છે...

મનોહર ભાઈ:આવે છે.. કેબિનમાં અને જોયું તો... યુગની નજર કેબિન ની બહાર પાંખી પર હતી...

મનોહર ભાઈ: યુગ ને જોઈ ને‌ સમજી ગયાં યુગ શું થયું... કોઈ ગમી ગયું...
યુગ:તમે પણ શું પપ્પા કેવું વિચારો છો... બેટા અમે પણ તમારી જેવાં હતાં...ખબર છે... તને... એ બાપ પણ એક જમાનામાં એકદમ સ્માર્ટ અને હેન્ડસમ હતો... અને છોકરીયો પણ દિવાની હતી.. પણ મને પણ એક છોકરી ખુબ ગમતી હતી... પણ એ પૈસાદાર ની એક ની એક દિકરી હતી... હું રહ્યો સામાન્ય માણસ હું એની સાથે લગ્ન નાં કરી શક્યો...પણ મને અફસોસ નથી.. કારણકે મને તારાં મમ્મી જેવી સુશીલ સંસ્કારી અને ગુણવાન પત્ની મળી છે.. એ પ્રેમ ને હું ભુલી ગયો પણ... પ્રેમ ના મળવી શકવાના મારાં અફસોસ નાં લીધે હું આજે આ મુકામ મેં પોંહચી ગયો છું.... મેં ખુબ મહેનત કરી છે આ બિઝનેસ ને આગળ વધારવામાં... એનાં થી વઘારે મહેનત તારાં મમ્મી ની છે...મને કોઈ દિવસ નિરાશ નથી થવા દીધો... આજે પણ એ મને નિરાશ કે હતાશ નથી થવા દેતી...
ભવિષ્યમાં કોઈ ને પંસદ કરે તો સાથ નિભાવી ની તૈયારી હોય તો, આગળ વધવાનું બાકી આખી જિંદગી અફસોસ કરવાનો સમય આવે છે... અને પ્રેમ ને ભુલવો ખૂબ જ મુશ્કેલ છે...

યુગ : હું એવાત નું ધ્યાન રાખીશ પપ્પા... તમે ખુબ જ, સારી વાત કરી છે...અને સાચી પણ છે... હજુ સુધી તો, કોઈ મારી લાઇફમાં આવું નથી... અને આવશે તો તમે અપનાવશો...મારી પસંદગીને

મનોહર ભાઈ:યોગ્ય હશે તો મને કોઈ વાંધો નથી...યુગ Thank you very very much 😊💕 પપ્પા...

પાંખી બીજા દિવસે... કંપની માં જાય છે. પણ ત્યાં માત્રા...જેન્સ કર્મચારીઓ હતા આવાજ પણ ખૂબ હતો.. અને કોઈ મહિલા કર્મચારી ન્હોતો...એટલી પાંખી હતી... એટલાં એક ઉંમર વાળી વ્યક્તિ આવે છે... તમે પાંખી મેડમ છો? મનોહર સાહેબ નો ફોન આવ્યો હતો...એ પણ તમને કામ સમજાવાનું કહ્યું છે..તમે મારી સાથે અંદર ની ઓફીસ માં આવો... સાહેબ પણ આવે છે. થોડીવાર માં મનોહર સાહેબ ખાસ તમને તમારું કામ સમજાવાવ માટે આવે...છે...ખબર નહીં ક્યારે આવશે..તમે બેસો..પાણી લાવું છું તમારી માટે... પાંખી વિચારે છે કોણ હશે આ...સર શું એ પાંખી કામ કરશે...કંપની માં...એ જોવાનું રહ્યું.... શું થાય છે...

આગળનાં ભાગમાં જોઈશું કે... પાંખી ને કંપની માં રહેવું ગમશે... શું થાય છે....કોણ છે આ મનોહર ભાઈ મોકલેલા સાહેબે...