એ વેદના - 2 Bhavna Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ વેદના - 2

*એ વેદના* વાર્તા... ભાગ -૨.... ૬-૬-૨૦૨૦

આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી..
આ વાત છે એક નારીની વેદના..
આપણે આગળ નાં ભાગમાં જોયું કે શાલીની રૂપલલના છે.. અને નારોલ ઉભી રહે છે...
અને એ નિયમથી ચાલે છે આખા દિવસમાં બે ગ્રાહકો સાથે જ જતી..
જોકે એનાં ભાવતાલ નક્કી હતાં એની સ્વચ્છતા અને સુઘડતા અને સાવચેતી પણ એટલી જ રાખતી અને એવો આગ્રહ પણ રાખતી...
કોઈ સારો ગ્રાહક મળી જાય તો રૂપિયા વધુ મળી જતાં...
આખા દિવસની આવી હાડમારી ભોગવી ઘરે પાછા ફરતી વખતે શાક અને કરિયાણું ખરીદી લાવતી....
ઘરે પહોચતાની સાથે ભાવેશ ની સાથે વાતચીત કરી ને એ બાથરૂમમાં ન્હાવા બેસી જતી અને પછી સાંજની રસોઈની તૈયારી કરવા મંડતી...
સાંજે ભગવાન અને તુલસી ક્યારે એક એક દીવો મૂકી પ્રાર્થના કરતી...
રાત્રીના ભોજન પછી બધું કામકાજ નિપટાવી ને જો
એકાદ સીરીયલ જોવા મળે તેને મનોરંજન ગણી અને જલ્દી પથારી ભેગા થઈ જતી અને બીજા દિવસ માટે માનસિક તૈયાર થઈ જતી અને પ્રાર્થના કરતાં આંખો મિચી દેતી જેથી
વહેલી પડે સવાર....
આ શાલીની કોણ છે??? ક્યાં રહે છે???
તેનું અસલ નામ શું છે???
આ બધું જાણવું અર્થહીન છે....
બસ....
તે હજારો સ્ત્રીઓ માંહેની એક સ્ત્રી છે જે પોતાના પરિવાર માટે રૂપલલના બની છે અને બાળકો ને ભણતર અને ગણતર આપી મોટા કરવા એ જ ધ્યેય લઈને એ જીવન જીવતી હતી...
એની સાથે નથી કોઈ અંગત ઓળખ કે નથી તો તેના નામે કોઈ એવોર્ડ.....
એ જીવે છે..... બધાની સાથે...બધાની વચ્ચે એક ભારતીય નારી અને એક ગૃહિણી બનીને...
પોતાની આંતરિક વેદના ને દબાવીને વ્યથા છુપાવીને એ
પણ..
ચૂપચાપ....
તેને કોઈ જ અભરખો નથી જીવનમાં કશુંક મેળવી લેવાનો કે નથી કોઈ ભય કશું ગુમાવી દેવાનો..
જિંદગી એની માટે એક પડકાર છે અને એ પડકાર એ દેહ વેપાર કરીને જંગ જીતવા કોશિશ કરે છે...
અને પોતાની ફરજ ને નિભાવવા પોતાની જાત સાથે કેટલાંય સમાધાન કરતી રહે છે...
આમ ગાડું ગબડતું રહે છે અને બાળકો પણ પાંચમા અને સાતમા ધોરણમાં આવી જાય છે...
ભાવેશ માટે રોજબરોજ દવા લાવીને ભાવેશ ને હિમ્મત બંધાવતી રહે છે...
આમ દિવસો જતાં હોય છે..
એવામાં,
આખા વિશ્વમાં કોરોના વાયરસ ફેલાયો...
આ મહામારી થી બચવા સરકારે સમગ્ર વિશ્વમાં લોકડાઉન કર્યું..
એક દિવસ તો એને શાંતિ લાગે છે.... એને પહેલી વખત મનમાં થાય છે કે આખરે તેના ભાગે આરામ આવ્યો ખરો, હવે તે શાંતિથી આરામ કરશે. બસ, હમણાં બધી જ ભાગદોડ બંધ..
માત્ર આરામ જ આરામ...
બીજા દિવસે એલાર્મ વાગે છે પણ તે ઉઠતી નથી....
કારણકે આજે તો હવે નોકરી ઉપર જવાનું નહોતું..
તે સૂતી સૂતી કલ્પના કરે છે કે તેનની વગર નોકરી એ કઈ રીતે હવે આ ઘર ચાલશે....
મનોમન તે આવનાર દિવસોનાં વિચારો માં ખોવાઈ જાય છે...
કારણકે એ તો અઠવાડિયાનું જ કરિયાણું લાવતી હતી...
શાકભાજી એક દિવસનું..
ખૂટતી કરતી વસ્તુઓ જ રોજેરોજ લાવતી..
તેનું શરીર તો ઘરમાં છે પણ ચિત્ આવનારી આફતો માં ખોવાઈ જાય છે કે આ જિંદગીમાં કેટલી મુસીબતો નો સામનો કરવાનો હજું બાકી છે.....
તે ઝડપથી કામે લાગી જાય છે. એક પછી એક કામ શરુ થઇ જાય છે... રસોઈ કરી બધાને જમાડે છે અને પછી રસોડું આટોપે છે...
આમ એક અઠવાડિયું પત્યું અને શાલીની ની ચિંતા વધી હવે રૂપિયા ક્યાંથી આવશે???
એ વિચારી રહી કે...
ભાવેશ ને છોકરાઓ તો એમ સમજે છે કે હું નોકરી કરું છું
એટલે લોકડાઉન છતાંય મારો પગાર આવશે ...
હવે આ લોકોને કેમ સમજાવું???
અને હવે રૂપિયા પણ એટલાં નથી કે ઘર ચલાવી શકું???
શું કરું અને કેવી રીતે આ બધું પાર પડશે...
આમ એક અકથ્ય વેદના માં શાલીની વિચારો માં ગરકાવ થઈ ગઈ....
એણે ભગવાનને પ્રાર્થના કરી કે આવનારા દિવસોમાં કંઈક મદદ મળે અને આ મારી જવાબદારી છે ઘર ચલાવવાની એ નિર્વિધ્ને પાર પડે એવી કૃપા રાખજે...
આમ તેની ચિંતા અને વેદના વધતી જાય છે...
અને એક એન.જી.ઓ. ની મદદ મળી જાય છે અને એ મદદરૂપ બનવા આવ્યા હતા એમાં એક સ્ત્રી પણ હતી...
શાલીની એ પોતાની વ્યથા અને વેદના ધીમે રહીને ઘરમાં કોઈ નાં સાંભળી જાય એમ કહી અને એ સ્ત્રી એ એક સવાલ કર્યો કે આ બધું કરો છો જેની માટે એ જ નિલ કાલે મોટો થઈને સચ્ચાઈ જાણીને નફરત કરશે તો???
શાલીની કહે એવું વિચારીને હું મારી મા તરીકે ની ફરજ અને જવાબદારી માં થી તો ભાગી ના શકું ને???
પેલાં સ્ત્રી કહે સાચી વાત છે...
શાલીની કહે સારાં સારાં ઘરનાં લોકોને માતા પિતા ભારે પડે છે એમાં તો વૃધ્ધાશ્રમ વધી રહ્યાં છે...
પેલાં સ્ત્રી એ રોકડા રૂપિયા આપ્યા અને એક મહિનાનું કરિયાણું આપ્યું અને પોતાનો નંબર આપ્યો કે જ્યારે કંઈ કામ હોય ફોન કરજો...
આમ એક નારીની પરિવાર માટે ની સાચી લગન ની ભગવાને લાજ રાખી ...
આમ એક નારીની વેદના એક નારી જ સમજી...
ભાવના ભટ્ટ અમદાવાદ....