A Vedana - 1 books and stories free download online pdf in Gujarati

એ વેદના - 1

*એ વેદના* વાર્તા... ભાગ -૧ ... ૬-૬-૨૦૨૦

આ જિંદગીની સફર.. કેવી છે એ કોઈ જાણી શક્યું નથી..
આ વાત છે એક નારીની વેદના..
અમદાવાદ નાં એક પરા વિસ્તારમાં રહેતા હતાં
એક તદ્દન સામાન્ય દેખાવની અને સાધારણ કદ કાઠી ધરાવતી એ ન તો તે કોઈ મોટી કંપનીની એક્ઝિક્યુટિવ છે, ન તો ડોક્ટર, ન ચાર્ટડ એકાઉન્ટન્ટ.. એ પોતાના પગાર દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સંતુલીત રહે તે માટે એક પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે એવું કહેતી રહે છે ઘરમાં...
એ બીજું કોઈ નહીં પણ શાલીની છે...
દરરોજ સવારે પાંચ વાગ્યે એલાર્મ વાગતાની સાથે અડધી પડધી થયેલી ઊંઘથી થાકેલું તેનું અસ્તિત્વ સફાળું જાગે છે...
સુવાનું મન છે પણ મોડું થઇ જશે તે વાતનો ફફડાટ તેને તેમ કરવાની મંજૂરી નથી આપતો.
કારણકે એને માથે જવાબદારી છે આ ઘરની...
ઊંઘરેટી આંખે તે ચાબખો મારી શરીરને પથારીમાંથી બાહર ફંગોળી મુકે છે...
હાથમાં ટૂથબ્રશ લઇ ચાની તપેલી ગેસ પર મૂકી તે ચા મૂકે છે..
નિત્યક્રમ થી પરવારતા જ એ સવારમાં જ થાકી જતી એ શાલીની બાળકોને ઉઠાડી સમયસર સ્કૂલે મોકલવા તેને ઝટપટ તૈયાર કરવા લાગે છે....
અને,
બાળકોનું નાસ્તાબોક્સ ભરી સ્કૂલ યુનિફોર્મ પહેરાવી બસ સ્ટેન્ડ પર તેમને મૂકી ને આવીને ચા ફરીથી ગરમ કરી ગેસ પર રસોઈનું કુકર મૂકી પતિને જગાડવા અને એમને ચા, નાસ્તો કરાવ્યો અને દવા આપી અને પથારીવશ પતિને નિત્યક્રમ પરવારવામા મદદરૂપ બની અને પોતે પણ સ્નાન વિધિ પતાવીને ભગવાન નાં મંદિરમાં દીવો, અગરબત્તી કરી અને
રસોઈ બનાવવા લાગી...
શાલીની નાં પ્રેમ લગ્ન હતાં..
અને પર નાતમાં પ્રેમ લગ્ન કર્યા હોવાથી પિયરના લોકો એ સંબંધ કાપી નાખ્યો હતો..
જ્યારે ભાવેશ તો અમદાવાદમાં કમાવા આવ્યો હતો કલકત્તાથી એટલે એનું અહીં કોઈ જ નહોતું..
એક કારખાનામાં કામ કરતાં અકસ્માતમાં એનું અડધું અંગ નિષ્ક્રિય થઈ ગયું હતું...
એટલે શાલિની ને માથે બધી જવાબદારી હતી...
ફટાફટ પોતે જમી લીધું અને બાળકો માટે ઢાંકીને મૂકી દીધું અને એક થાળીમાં જમવાનું પીરસી ને પતિ ભાવેશ નાં પલંગ પાસેના ટેબલ પર ઢાંકીને મુક્યું અને પીવાનું પાણી નાની માટલીમાં મુકી દિધું....
અને મોં પર પાવડર લગાવી અને ખભે પર્સ લટકાવી મોં પર દુપટ્ટો બાંધીને નોકરી એ જવું છું ... જય શ્રી કૃષ્ણ કહીને નિકળી...
ઘરે નોકરી કરું છું એવું કહેતી એ બસમાં સીધી જ નારોલ પુલ નીચે આવી ઉભી રહેતી...
એ રૂપલલના હતી....
એવું નહોતું કે એણે નોકરી માટે પ્રયત્ન નહોતા કર્યા પણ બે જગ્યાએ નોકરી એ રહી પણ એનાં શરીરની જ માંગણી થતી અને એણે નાં પાડી તો એને ખોટાં આરોપસર અપમાનિત કરીને કાઢી મૂકી....
એટલે કંટાળીને ઘર ચલાવવાની જવાબદારી હોવાથી અને પતિ ની લાચારી અને બાળકો નાં ભવિષ્ય માટે થઈને ના છૂટકે આ રસ્તો અપનાવ્યો હતો...
બે બાળકો હતા એક દિકરો મોટો નિલ અને દિકરી દિશા....
શાલીની ની ઈચ્છા હતી કે જો એ થોડું ઘણું કમાઈ શકે તો ઘર ચાલે અને ભાવેશ ની દવા પણ થાય અને નિલ મોટો થાય તો પોતે પણ આ બધું છોડીને એક આદર્શ ગૃહિણી બનીને જીવવા માંગતી હતી...
એનાં પણ કેટલાય અરમાનો હતાં પણ બધાં મનમાં જ દબાવી ને એ જીવતી હતી અને અત્યારે તો બસ એક જ ધ્યેય હતો કે કેમ કરીને હું મારી જવાબદારી સારી રીતે નિભાવી શકું...
બાકી એને પણ આ કાર્ય ગમતું નહોતું પણ એનાં સિવાય બીજો કોઈ આરો નહોતો રહ્યો...
એક તો એમ પણ કોઈ લાગવગ હતી નહીં કે સારી જગ્યા એ નોકરી મળી રહે...
કે નહોતી કોઈ એવી ડિગ્રી કે ઓફિસમાં બેસી ને કામ કરી શકે...
એટલેજ એ નારોલ આવીને આ દેહવેપાર કરતી હતી પણ એ પણ એક નિયમથી ચાલતી હતી....
એ આખાં દિવસમાં બે જ ગ્રાહકો સાથે જતી...
બે ગ્રાહકો મળી જાય એટલે એ ઘરે જવા નિકળી જતી...
હવે આગળ નાં બીજા ભાગમાં વધું વાંચો....
તમારો અમૂલ્ય પ્રતિભાવ જરૂરથી આપશોજી...
ભાવના ભટ્ટ અમદાવાદ.....

બીજા રસપ્રદ વિકલ્પો