Jivansathi - 14 books and stories free download online pdf in Gujarati

જીવનસાથી... - 14

ભાગ.. 14

પાયલે પોતાનો છુટકારો દેવેશથી છોડાવવા એક યોજના ઘડી સીમાની સહાયતાથી..એમાં એ સફળ રહેશે કે નહીં એ જોવા હવે આ ભાગ વાંચો..


સીમા જ્યારે નીચે પાયલની રાહ જોઈ રહી હતી ત્યારે જ બે વ્યક્તિ વચ્ચે થયેલી વાતચીતથી એ દુઃખ અનુભવી રહી હતી એટલી વારમાં પાયલ પણ ત્યાં આવી. પાયલની આંખોમાં આંસુ હતાં. સીમાએ પાયલને ચુપ રહેવા ઈશારો કર્યો. બંન્ને ઉભાં થઈ ત્યાથી બહાર નીકળી ગયા.સીમાએ બહાર નીકળી રાજ અને મોના અંદર છે અને તે આવી વાત કરી રહ્યા હતા એ પાયલને જણાવ્યું. સીમા અને પાયલ મોનાના બહાર નીકળવાની વાટ જોવા લાગ્યા. થોડીવારમાં મોના બહાર આવી એ બહું ગુસ્સામાં હતી.એ ગાડીમાં બેસી નીકળી ગઈ. સીમા અને પાયલે તો એનો પીછો કર્યો. મોનાની ગાડી એક ફલેટના પાર્કિંગમાં જઈ ઉભી રહી. એ કદાચીત મોનાનું નિવાસસ્થાન હશે એવું સીમાએ વિચાર્યું.

સીમા લીફટ વાટે ઉપર ગઈ.પાયલ નીચે જ ઉભી રહી એણે સીમાને એકલી જ ઉપર જઈને મોનાને મળવા સમજાવ્યું. સીમા પણ મોના કયાં માળ ઉપર ઉતરી એ ધ્યાન રાખી એ પણ એની પાછળ લીફ્ટમાં સાતમાં માળે પહોચીં ગઈ. મોના દરવાજો ખોલી અંદર પ્રવેશ કરતી જ હતી કે સીમા લીફટમાંથી બહાર નીકળી એણે જોયું મોના હોલમાં જ પર્સને સોફા ઉપર મુકી અંદર તરફ જઈ રહી હતી કદાચીત એ તરફ બેડરૂમ અથવા વોશરૂમ હતો.

હોલની સજાવટ ખુબ સરસ હતી. સોફા, દિવાલના રંગના મેળ ખાતા હતા. બે સોફાની વચ્ચે એક ત્રિકોણ ટીપોય હતી. એના ઉપર કચ્છી ભરત ભરેલો રૂમાલ પાથરેલો હતો.એક ફલાવરવાઝમાં ખુબ સરસ ફુલો સજાવેલા હતા.ફલાવરવાઝ પણ એન્ટીક હતું જેની કીંમત પણ ઘણી હશે. એ ફલાવરવાઝની બરાબર ઉપર દિવાલમાં એક મોટી ફોટો ફ્રેમ હતી. એમાં એક તો મોના હતી અને એક પુરુષ હતો જે એનો પતિ અથવા બોયફ્રેન્ડ હોય એવું લાગી રહ્યું હતું.
સીમા એ બેલ માર્યો દરવાજે ઉભાં રહીને જ ; અંદરથી અવાજ આવ્યો " વેઈટ.... જસ્ટ મીનીટ ....! આઈ એમ કમીંગ......"

સીમા દરવાજે જ ઉભી ઉભી એનું ઘર જોતી હતી એને અચાનક કંઈક વિચાર આવતા એણે એ દિવાલ પર લગાવેલ દંપતિના ફોટાના જ બે -ત્રણ ફોટા ઉતાવળે એના પોતાના મોબાઈલમાં પાડી લીધા. એટલીવારમાં મોના પણ આવી.

"જી, આપ કોણ ?" મોના બોલી.

" હું, અંદર આવી વાત કરી શકું? હું .. હું.. રાજની પત્ની છું. મારે તમારી સાથે વાત કરવી છે."

મોના કંઈજ બોલ્યા વગર પાછળ ફરી સોફા તરફ ચલાવા લાગી.એની પાછળ સીમા પણ અંદર આવી.

"મોના, રાજ મારો પતિ છે.હું એક જ વિનંતી કરીશ જે થયું એ બંનેની મરજીથી થયું હોય એવું મને લાગે છે; તો પ્લીઝ મારા માસુમ બાળકો માટે મારા પતિને છોડી દે! " એમાં ચાર વ્યક્તિની જીંદગી બરબાદ થતા બચી જશે ! સીમાએ હાથ જોડીને વિનંતી કરી. પરંતુ, મોના તો જીદે ભરાયેલી હતી.એને એકદમ વટથી કહ્યું, " રાજ જ્યારે મને પૈસા આપે એટલે છોડી જ દઈશ."

સીમા પણ સમજી ગઈ એ પૈસા વગર માનશે નહી.એ મોનાના ઘરમાંથી રડતી રડતી નીકળી ગઈ. લીફટમાં એ વિચાર કરતી રહી કે આને હવે કોઈ બીજી રીતથી મનાવવી પડશે. એણે મોબાઈલ ખોલી ફોટો જોયો કે આ "કોણ હશે ? કદાચીત એનો પતિ હોય તો? શું બંને ફ્રોડ હશે ? શું એણે એના પતિને છોડી દીધો હશે ? એ રાજ સાથે કોઈ રમત રમતી હશે ? એ મોબાઇલ જોતી જોતી જ વિચારમાં ખોવાયેલી સીધી પાયલના સ્કુટી પાસે પહોચીં, "દીદી, શું થયું ?" પાયલે પુછયું. સીમાના હાથમાં મોબાઈલ ખુલ્લો જ હતો. એણે મોના સાથે થયેલી વાત અને ફોટા વાળી વાત કરી પાયલને. પાયલે સીમાના હાથમાંથી ફોન લઈ એ ફોટો જોયો. પાયલની આંખો ફાટી જ રહી ગઈ. એ ફોટાવાળા પુરુષને જોઈ પાયલના મોઢેથી શબ્દો સરી પડ્યા.

" હેં ભગવાન આ તો દેવેશ...! ઓહ......નો...! " આટલી મોટી રમત આપણી સાથે રમાઈ ગઈ દીદી !

" એટલે ?" સીમા એક બેચેની સાથે બોલી પડી.

" દીદી, મોના અને દેવેશ પતિ પત્ની છે." પાયલે એ જ સમયે પોલીસને જાણ કરી બધી જ વાત કરી આગળ મોનાને કેવી રીતે પકડવી એ પણ પ્લાન કર્યો.

સીમાના મનમાં પણ વંટોળ ચાલતું હતું. પાયલના મનમાં પણ પોતે માણસ ઓળખવામાં ભુલી કરી એનો પસ્તાવો હતો.બંને ઘરે ગયાં. સીમા કોઈ નિર્ણય કરવા મથતી હતી. થોડી વાર પછી રાજ પણ આવ્યો. પરંતુ, બંન્ને એકબીજાને કંઈ જ ના બન્યું હોય એવુ દેખાડવાની પુરી કોશીશ કરી રહ્યા હતા. સીમા પોતે પણ કંઈ જાણતી નથી એવું વર્તન કરી રહી હતી, બંન્ને હસતા હસતા અને મસ્તી કરતા કરતા જમ્યા, બાળકો સાથે સમય વીતાવ્યો. બન્ને સુવાની કોશીશ કરવા લાગ્યા, બન્નેની મુંઝવણ અલગ અલગ હતી. સીમાની સામે એ રાજનું નવું રૂપ હતું. એને ખુદે તો રાજને માફ કરી અપનાવવાની હિંમત ભેગી કરવાની હતી.

મોનાને સબક શીખવાડવાની પણ હિંમત દેખાડવાની હતી. બીજે દિવસે રાજ સવારે વહેલા જાગીને નીકળી ગયો. સીમા એની પાછળ છુપાતી છુપાતી નીકળી. રાજની ગાડી બેન્ક પાસે ઉભી રહી. એ સમજી ગઈ કે રાજ પૈસા ઉપાડવા ગયો હતો. થોડી વારમાં રાજ એક થેલો લઈ બહાર આવ્યો અને એની ગાડી એ કાલવાળી 'હોટલ કુમારમાં' આવીને ઉભી રહી. રાજ હોટલની રુમમાં ગયો.થોડીવારમાં મોના પણ આવી. સીમા બહાર ઉભા રહીને બધું જોતી હતી સીમાએ પણ પોલીસને ફોન કરી બાલાવી લીધા.

પોલીસે રૂમનો દરવાજો ખખડાવતા રાજે દરવાજો ખોલ્યો. પલંગ ઉપર પૈસાનો ખુલ્લો થેલો પડયો હતો. રાજ તો સીમા સામે શરમથી માથું નીચું ઝુકાવી ઉભો હતો, પરંતુ એની આંખોમાં ઘણા સવાલ હતા. મોના પોલીસને જોઈને રાજ ઉપર જ આરોપ મુકવા લાગી.

" સર ! સર! બચાવો મને રાજ ખરીદીને અહીં લાવ્યો છે !
એ મારા ઉપર પૈસાની ઘોંસ જમાવી અત્યાચાર કરે છે. "

"મોના, થોડી તો શરમ કર !" સીમાએ ગુસ્સામાં આવીને મોનાની સાવ નજીક જઈને બોલી.

"સર ! હું સાચું કહું છું! પ્લીઝ,સર મને આ માણસથી બચાવો." બે હાથ જોડી પોલીસ સામે કરગરવા લાગી.

સીમા પણ રાજ પાસે આવી અને કહ્યું, "તમે ચિંતા નહી કરો. હું છું ને ! " સીમાએ એનો ફોન પર્સ માંથી કાઢ્યો અને ચાલુ કર્યો. એમાં એક વિડીઓ ચાલુ થયો જેના સંવાદ કંઈક આ મુજબ હતા. એ પ્રેમીજનો થોડી રકજક કરી રહ્યા હતા. એ પુરુષ એની પ્રેયસીને કહી રહ્યો હતો. " પ્લીઝ ! મને માફ કરી દે ! મારી ભૂલ થઈ હું તારો અને મારી પત્નીનો બન્નેનો ગુનેગાર છું."

"માફી....માયફુટ ! બધા સરખા જ છો હવસના પુજારી, મારી પાસે આવ્યો ત્યારે આ બધું તને યાદ ના હતું ?"

"હા, મારી ભુલ છે! પરતું, જાગ્યા ત્યારથી સવાર સમજીને આપણે આપણાં સબંધને અહીં જ રોકી દેવા જોઈએ."

"હું એક સ્ત્રી છું અને એક સ્ત્રીનું ઘર બરબાદ નહીં જ કરું, પરંતુ, તે કરેલી ભુલની માફી પણ નહીં જ આપું." એ સ્ત્રી બહુ ગુસ્સામાં હતી.

"તું જે સજા આપીશ એ ભોગવી લઈશ પરંતુ, આપણે એક માસુમ અને નિર્દોષ સ્ત્રી માટે અલગ થવું પડશે.બે માસુમ બાળકો માટે અલગ થવું જ પડશે. " આખી રાત મારી પત્ની સૂઈ નથી શકી. પેલી સ્ત્રી તો જાણે એની ઔકાત ઉપર આવી ગઈ હતી.

"ઠીક છે જો મારાથી દુર જ જવું હોય તો પચાસ લાખ મને આપવાં પડશે, નહીં તો પોલીસમાં બળાત્કારના કેસમાં અંદર કરાવી દઈશ."

"બળાત્કાર ! પરંતુ, જે કર્યુ બંનેની મરજી હતી પછી આવો જુઠ્ઠો આરોપ !"

રાજ તો વિડીઓ જોતા જ આશ્ચર્યભરી નજરે સીમા સામે જોવા લાગ્યો. પોલીસને પણ મોના વિરુદ્ઘ સબુત મળી જતા એને અરેસ્ટ કરી જતા રહ્યા. રાજ સવાલો ભરી નજરે સીમા પાસે આવ્યો એટલે સીમાએ કહ્યું, "મને તમારા અને મોનાના સંબંધની ખબર ઘણાં સમયથી હતી પરંતુ, હું જાણતી હતી કે તમે મને છોડી ન હતી. બસ, તમે રસ્તો ભુલી ગયા હતા અને સાચો રસ્તો બતાવવો એ મારી ફરજ હતી. આ વીડીઓ એક અનાયાસે થયેલું કૃત્ય જ હતું. હું પાયલ સાથે હોટલમાં આવી હતી એના સવાલના જવાબ માટે...પણ ત્યાં મને તમારી અને મોનાની માથાકુટ સંભળાઈ એ મેં વિડીઓ રેકોર્ડીંગ કરી લીધું. મને ખબર જ હતી તમને બચાવવા સબુત જોઈશે. આ સાંભળી રાજની આંખોમાં પાણી આવી ગયા એ એક ઝટકાથી સીમાને ગળે વળગી પડયો. બે હાથ જોડીને સીમાની માફી પણ માંગી.

"સોરી સીમા, આઈ એમ વેરી વેરી સોરી ! આઈ લવ યુ સીમા ! હું તારો સાચો પ્રેમ સમજી ના શકયો. ઝાંઝવાના જળની પાછળ ભાગતો જ રહ્યો. મને માફ કરી શકીશ ?"

" મે તો પ્રેમ કર્યો છે અને કરતી રહીશ. માફી તો મારે તમારી માંગવાની હતી.તમારી ઈચ્છાઓ ઉપર હું ખરી ના ઉતરી શકી.
"સોરી રાજ !આઈ લવ યુ, "સીમાની આંખો માંથી આજ સુનામી વહી પડ્યો.

બન્ને એકબીજાના ગળે મળી મૂક હ્રદયે અને મૌન હોઠે એકબીજાને સમજી રહ્યા હતા. બેયના દિલનો ભાર આજ ઉતરી ગયો. બંને ખુશી ખુશી ઘરે આવ્યા. અહીં પાયલને ઊંઘ નહોતી આવતી. એણે ટીવી ચાલું કર્યુ. સમાચાર આવતા હતા દેવેશની ધરપકડના. બે દિવસ પછી છાપામાં સમાચાર પણ વાંચ્યા. દેવેશે એનો ગુનો કબુલી લીધો હતો અને એની આ ગુનાની પ્રવૃત્તિમાં એની પત્નીની સરખી ભાગીદાર હતી. એની પત્નીએ એને છોડયો જ નહોતો. દેવેશે અને મોનાએ પાયલ અને સીમાને સાથે મોલમાં જોયા હતા અને ત્યારે જ આ આખો પ્લાન રચવામા આવ્યો હતો. મોનાએ રાજની ઓફીસમાં નોકરીની શરૂઆત કરી એને ફસાવાનુ ચાલું કર્યુ હતું અને દેવેશે પાયલને ફસાવવાનું. બંનેને ઈમોશનલ બ્લેકમેલીંગ કરી પૈસા અને પ્રોપર્ટી પડાવવાની રચના કરી હતી. પાયલ હવે સમજી ગઈ હતી કે દેવેશનું પાયલની જીંદગીમા પાછું આવવું એ પણ એક કાવત્રું જ હતું પાયલના શોષણનુ અને એની પ્રોપર્ટી પડાવી લેવાનું. પાયલે સમાચાર વાંચી સીધો સીમાને ફોન કર્યો.

"થેન્ક યુ, દીદી તમારી સલાહના કારણે હું બચી ગઈ.મારી જીંદગી બરબાદ થતાં બચી ગઈ. થેંક્યુ સો મચ દીદી !"

"બસ બસ, થેંકયુ વાળી ! ચલ, હવે પાર્ટી ક્યારે આપે છે ?
અને સાંભળ એ હું નહી પણ રાજ પુછે છે હોં ! "

"અરે વાહ !શું વાત છે ?" પાયલે સવાલ તો કર્યો પરંતુ, એ જવાબ મળ્યા પહેલા જ ઘણું બધું સમજી ગઈ હતી અને પછી બંનેના મુકતપણે આનંદભર્યા હાસ્યના અવાજથી સાત સુરો ગગનમા પ્રસરી ગયાં.


--------- ( ક્રમશઃ) ----------

લેખક:- Doli modi ✍
Shital malani ✍

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED