એ રમણલાલ એટલે એ ગામનો નામી ગુંડો. તેના નામે તે ગામનો સરપંચ નિમાયો. એટલે આખા ગામનો એ ધણી કેવાય આમ તો. એ ગામના બધા પોલીસવાળા એને ત્યાં આવે. મળે બેસે, વાતું કરે. અને એમનું મહિનાનુ વળતર પણ કહેવાય કે આ ગુંડાને ત્યાંથી થતું. એમ કેવાય કે આખા ગામનો ધણી આ રમણલાલ પોતે.
તો એ આરામથી એના માટે બનેવલા ખાસ ઓરડામાં બાજુમાં પડેલા સોફા પર બેઠો બેઠો, મદિરા પાન કરતો હતો. બાઇ અંદર આવી અને એની આંખોમાં જોયું તો એની આંખોમા કામરસ છલકતો હતો.
"એ સ્ત્રીની સુંદરતા જોઈ, જેવી એ સ્ત્રી એના ઓરડે આવી એ તરત સીધો બેસી ગયો, અને બોલ્યો,
"આખા ગામમાં હું જેમ ચાહું, તે જ થાય છે, તને ખબર છે ને, આ ગામ મારું છે, અહીં મારું રાજ ચાલે છે. પણ મને એક વાત કે આ ગામમાં કોઈ સ્ત્રી મારા ઢોલિયે આવ્યા વગર નથી રહી, તું કેમની રહી ગયી...???"
આટલી વાત જ્યાં કરી, ત્યાં તો આ બાઈને રૂવાટાં ઉભા થઇ ગયાં. અને વિચારવા લાગી કે આખી જિંદગી હું કોઈ પર પુરુષને શ્પર્શ તો શું એની સામે જોયું પણ નથી. અને આજ મારે આને સુઈ જાવું...?" નાના... કંઈક તો કરવું જોહે...
એટલું જ્યાં વિચારતી હતી કે રમણલાલ ફરી બોલ્યો, અરે ઓ ગાંડી, તું ચિંતાનાં કર તું તો સક્ષાત અપ્સરા છે. તને કંઈ નહીં કરું, પણ એક કામ કર હવે તું તારા પતિને છોડીને હવે મારી સાથે જ ". - આટલું રમણલાલ બોલ્યો.
પણ એટલામાં તો આ બાઈ સમજી ગયી કે હવે એને શું કરવું છે. એ તો મુખ પાર સ્મિત રાખી ઉભી થઈ.
જીવનમાં પહેલી વાર કોઈ પર પુરુષ સામે એણે સ્મિત કર્યું. પણ આજે એણે સ્મિત એની ઈજ્જત બચાવા માટે કર્યુ. સ્મિતમાં જ એ મન માં વગોળવા લાગી, હે દ્વારકાધીશ, આટલા વર્ષોથી મેં મારી ઈજ્જત બચાવી રાખી છે, આજે તું મારી ઈજ્જત જવાનાં દેતો. એમ કહી એ હળવેકથી રમણલાલ ને બાજુમાં આવી, રમણલાલની આંખોમાં જોયું,
પણ રમણલાલની આંખોમાં કામરસ ફૂટી ફૂટીને ભરેલું દેખાયું. પણ આ બાઈની આંખો માં જેમ સૂર્ય ને ગ્રહણ લાગે એમ બાઇ ની આંખમા અંદર તો ક્રોધનો લાવા ભળકતો હતો, પણ બહાર તો એને શ્રૃંગાર રસ ટપકતો હતો. એ બાઇ પાસે આવી રમણલાલ ને બોલી, રમણલાલ શેઠ, હું તો આવી તેદુણી તમારી પાસે આવાનું વિચારતી હતી, પણ આ મારો પતિ હતો, એટલે હું નાં આવી શકી. પણ હવે તો તમે જ મને તમારી પાસે બોલાવી લીધી. મારા તો ભાગ્ય ખૂલી ગયાં. તમારાં જેવા બળવાન અને મહાન પુરુષ, જેનું વર્ચસ્વ આખા ગામમાં અને ગામની બહાર પણ હોય, તેના જોડે જવામાં કોણ નાં પાડે. ???
હું તો વર્ષોથી તપસ્યા કરતી હતી કે મને તમારાં જેવો વર મળે, પણ ઘરના લોકો એ આના જોડે લગ્ન કરાવી દીધા. પણ કઈ નહીં, છોડો એ વાતો ને.
લાવો હવેથી તો તમે જ મારા સર્વસ્વ છો, લાવો હું તમને આજે પેહલા મારા હાથે મદિરા પીવડાવું, પછી આગળની વાત.
એમ કહેતાની સાથે જાણે રમણલાલ ખુશ થઇ ગયો, એની કામવાસના એકદમ વધારે ભડકી ઊઠી. એ તો તૈયાર થઈ સોફા પર જમણો પગ ઉંચો છડાવી લાંબો થઈ ગયો. ને આ સ્ત્રી હળવેકથી એની લાલ સાડીનો છેડો એની કમરમાં ભરાયો, જેમ અજગર ડાળને પોતાના શરીરે લપેટી આગળ વધે તેમ આ બાઈ પણ, સાડીના છેડાને કમરમાં નાખી ટેબલ પર પડેલાં ગ્લાસમા દારૂ ભરવા લાગી, અને પોતાના જ હાથે રમણલાલને પિવડાવા લાગી. એક ગ્લાસ, બે ગ્લાસ, ત્રણ-ચાર-પાંચ પાંચ ગ્લાસ એના મોઢે ઉંધા કરી દીધાં અને પીવડાવી દીધાં. અને આ રમણલાલ જે થોડીવાર પહેલા કામરસમા હતો હવે મદિરાપાનથી એના ડોરા ઊંચા ચડી ગયેલા, પોતાના શરીરને કાબુ નથી કરી શકતો, અને આ બાઈને ખબર પડી કે હવે સારો સમય છે. ટેબલની બાજુમાં રમણલાલની બંદુક(રિવોલ્વર) પડી હતી, તે જટથી ઉઠાવી અને થોડીવાર પહેલા જે બાઇ જે સ્ત્રી શ્રૃંગાર રસમા હતી તે હવે મહાકાળી બની ગયી છે, વાળ ખૂલી ગયા છે, આંખોનાં ડોરા લાલ ટેટા જેવા થઈ ગયા છે, અને જટથી બાજુમાં પડેલી બંદુક ઉઠાવી અને રમણલાલના માથામાં બે ગોળી ઠોકી દીધી. અને તરત જ રમણલાલ ત્યાં ને ત્યાં ઢેર થઈ ગયો.
ક્રમશઃ