સૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુ સજોડ દીઠામાં આવે છે. ઉદ્ભિજવર્ગ, પશુવર્ગ, મનુષ્યવર્ગ એ સર્વેમાં સ્ત્રી અને પુરુષ એવી જોડી જણાય છે.
આવી જાતની વિજાતીય સૃષ્ટિ રચવાનો મુખ્ય હેતુ મંડલની વૃદ્ધિ સિવાય બીજો જણાતો નથી.
સ્ત્રી એ પોષકશક્તિનું સ્વરૂપ છે.
પુરુષ ઉત્પાદકશક્તિનું સ્વરૂપ છે.
બન્નેના યોગ વિના સૃષ્ટિકાર્ય સંભવતું નથી.
વળી ઈશ્વર પોતે પણ એ શક્તિ વિના જગત રચી શકતો નથી.
શાસ્ત્રમાં પ્રકૃતિ અને પુરુષ,
માયા ને પરમાત્મા, વગેરે આ બે શક્તિનાં. તેઓ પરમાર્થદ્રષ્ટિથી એક છતાં પણ, ઘણાં ઘણાં ભિન્ન રૂપ માનેલાં છે.
આ બે શક્તિઓ એક એકને પોતાનું કાર્ય કરવાને એટલી બધી અગત્યની છે કે એક વિના બીજી કેવલ નિરુપયોગી થઈ પડે તેમ છે.
આ બન્ને શક્તિઓ આમ એક એકને આધારે રહે છે.
એક એકનું અર્ધું અંગ બને છે. એ બેમાંની એકે શક્તિ સંપૂર્ણ નથી પણ બીજી વિના અર્ધી જ છે.
જ્યારે પોષકશક્તિ ને ઉત્પાદકશક્તિ ભેગાં થાય ત્યારે જ એક આખી શક્તિ ઉત્પન્ન થવાની.
આ ઉપરથી સહજ સમજાશે કે સ્ત્રી અને પુરુષ અન્યોન્યનાં અર્ધા અંગ છે.
સવાલ એ ઊઠે છે કે બંનેને સમાન ગણવામાં જોઈએ કે નહીં.
વધારે સ્પષ્ટ રીતે કહીએ તો સ્ત્રી અને પુરુષના સર્વ હક સમાન ગણેલા છે.
આ બે વિચારમાં કાંઈ ફરક છે કે નહિ તે વિચારીએ...તો
ઉત્પાદકશક્તિરૂ૫ પુરુષ જે અત્યંત મહેનત અને બલથી જ પોતાનું કાર્ય કર્યાં જાય છે, તેનાથી પોષકશક્તિસ્વરૂપ સ્ત્રી જે માત્ર પ્રેમથી, સંભાળથી પોષણ કરે છે તે વિશેષ નબળી છે.
એક પગલું આગળ જવાથી બાકીનો હેતુ યથાર્થ જણાશે.
ઉત્પાદકશક્તિ કરતાં પોષકશક્તિ વધારે જરૂરની છે. ખેતરમાં દાણા વાવ્યા પણ તેને પોષણકર્તા ખાતર, પાણી, તાપ વગેરે ન હોય તો ઊગવાના નહિ; તેમ ખાતર પાણી સર્વ છતાં ઉત્પાદક બીજ ન મળે તો પણ કંઈ ઊગવાનું નહિ.
આમ પોષક ને ઉત્પાદકનો અનંતાશ્રય સંબંધ છે. તેથી એટલું સ્પષ્ટ જણાયું હશે કે પોષકશક્તિ સ્થિર (passive) છે ને ઉત્પાદકશક્તિ ચંચલ (active) છે.
આ પ્રમાણે પોષકશક્તિને ઉત્પાદકશક્તિએ ટકાવી રાખવી જોઈએ.
અને પોતાનાથી વધારે જરૂરની ગણવી જોઈએ.
હવે પાશ્ચાત્ય લોકનો અભિપ્રાય તપાસીએ. સ્ત્રી અને પુરુષના હક સમાન છે. આવું બોલવું એમ બતાવે છે કે એક વાર હક સમાન ન હતા તે હવે સમાન ગણવા.
પણ પોષકશક્તિ ને ઉત્પાદકશક્તિનો જે સંબંધ હવણાં જ બતાવ્યો તે ઉપરથી જણાશે કે એ બેને સમાન તો ગણાય જ નહિ.
કદાપિ પુરુષોએ અસલના વખતમાં સ્ત્રીઓને હલકી ગણી તેમને યોગ્ય રીતે પાળી હશે નહિ ને તેથી જ એમ કહેવું થયું હશે.
સ્ત્રીપુરુષના હક સમાન ગણવા જોઈએ પણ સ્ત્રીને અધમ ગણવી એ જેટલી ભૂલ છે તેટલી જ ભૂલ સ્ત્રીને સમાન હકવાળી ગણવી એ પણ છે.
છે. તેઓ આ પ્રકૃતિના અસમાન ધ્રુવો છે. જે એકબીજાને આકર્ષે છે. અને એટલું યાદ રાખવું જરૂરી છે કે સ્ત્રી હંમેશા પ્રકૃતિની નજીક રહે છે.
સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્ત્રીત્વ અને પુરુષત્વ ભેગા મળીને જ મનુષ્યત્વ બને છે.
સ્ત્રીત્વમાં કૃત્રિમતા આવશે તો વિશ્વનો નાશ થશે, પ્રકૃતિની તાલબધ્ધતા તુટી પડશે.
વિશ્વની રક્ષા માટે, પ્રકૃતિની તાલબદ્ધતા જાળવી રાખવા સ્ત્રીએ અને પુરુષે પોતાના સ્વભાવને જાળવવો જોઇએ.
સ્ત્રી પ્રકૃતિને પુરૂષ પ્રકૃતિ જેટલો જ અધિકાર મળવો જોઇએ તે જરૂરી છે.
આ માટે તેને પુરુષનો હૃદયપૂર્વકનો સહકાર આવશ્યક છે.
જગતના નિર્માણમાં ઈશ્વરે મનુષ્ય ના બે રૂપો નિયત કર્યા છે.
એક પુરુષ અને બીજી સ્ત્રી .
સમગ્ર વૈશ્વિક ઘટા ટોપના કેન્દ્રમાં એકલો પુરુષ નથી કે એકલી સ્ત્રી નથી.
"એક્ સેક્સ ને અન્ય સેક્સ વિરુદ્ધ મુકવી કે એક ને બીજા કરતા ચઢીયાતી કે ઉતરતી માનવી અથવા બતાવવી એ ક્રિયા મનુષ્ય જગતના તખ્તા પર લોકોએ બન્ને પાર્ટીને એકબીજાની વિરુદ્ધ મેદાનમાં ઉતારવી એ ખાનગી સમાજ વ્યવસ્થા નું પરિણામ છે.."
તાત્પર્ય માનવજાતિના વિકાસ માં સ્ત્રી નો ફાળો પુરુષ જેટલો જ હોવો જોઈએ સ્ત્રીઓ સ્ત્રીઓ છે પુરુષ પુરુષ છે તુલના નો કોઈ સવાલ જ નથી તેઓ પોતપોતાની રીતે અનન્ય છે.
આમ પ્રકૃતિમાં રહેલી સ્ત્રી અને પુરુષ પોત પોતાની જગ્યાએ યોગ્ય છે..