મોટાભાગના એવું માનતા હોય છે કે સ્ત્રીઓ ડરપોક નબળા મનની હોય છે પરંતુ મનોવૈજ્ઞાનિકો ના અભ્યાસ અને વાસ્તવિક આંકડા જોઈએ તો સ્ત્રીને સરખામણીમાં પુરુષ લાચાર અને નબળાં હોય છે.
પુરુષ પોતાને નબળો છે એમ તેને તે સંમત થતો નથી પણ જ્યારે આત્મહત્યાના આંકડા જોઈએ ત્યારે ખબર પડે છે કે સ્ત્રીઓની સરખામણીમાં તેમનો આંકડો વધારે છે.
7:3 આંકડા પરથી એવું કહી શકાય કે મુશ્કેલ પરિસ્થિતિમાં સ્ત્રીઓ તેનો સામનો કરી લેવામાં સક્ષમ હોય છે પણ તેમની સરખામણીમાં પુરુષ નથી હોતો.
તેની સેલ્ફડીફેનિઝમ સિસ્ટમ ખૂબ જ નબળી હોય છે તેના કારણે તે જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે પુરુષ ને પુરુષ હોવાનો અહકારમાં જ તે તૂટી જાય છે.
સ્ત્રી ભલે લાગણીશીલ દેખાતી હોય રડતી હોય પણ કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય તો તે તેની પર વિજય મેળવી શકે છે.
જ્યારે પુરુષ એમ નથી કરી શકતો.
તેનું પણ એક કારણ એ જ હોય છે કે સ્ત્રી ઘણી જ સરળતાથી, સહજતાથી સ્વીકારી લે છે કે તે શક્તિમાન નથી... પોતે લાચાર છે ..તે પોતાને સમજાવી શકે છે..
જ્યારે પુરુષ નું ઘડતર માં જ ખોટ છે.. જેને કારણે પુરુષ ડરતો નથી...પુરુષ હારતો નથી... પુરુષ રડતો નથી .
જેવા સંસ્કારો ભરી ભરીને ઉતારવામાં આવે છે.. જે ખરી વાસ્તવિકતા કરતાં સાવ જુદા હોય છે...તેને પણ ડર લાગે છે ..હારવાનો.. અને રડવું પણ આવે છે પણ ખોટું શિક્ષણ તેને હારવા નથી દેતું રડવા નથી દેતું બસ આજ કારણે તે પરિસ્થિતિને સ્વીકારી તેને નિયંત્રણમાં લાવી નથી શકતો.
જ્યારે સ્ત્રી કોઈ પણ પરિસ્થિતિ કે ઘટના બને ત્યારે તેને સરળતાથી નિયંત્રણ કરી શકે છે.
પતિનું અવસાન થાય અથવા કોઈ કારણસર તેનાથી છુટા પડવું પડે ત્યારે પણ સ્ત્રી ૯૯ કિસ્સામાં સિંગલ પેરેન્ટ ની ભૂમિકા નિભાવી શકે છે પણ આ જ પરિસ્થિતિ માં પુરુષ સિંગલ પેરેન્ટ ની ભૂમિકા નિભાવી નથી શકતો..
આખરે તે બીજા લગ્ન પણ એટલે જ કરતો હોય છે આમ પુરુષને માટે એકલા રહેવું ઘણું અઘરું હોય છે. અને મોટા ભાગના ઘર ના કામો તે જાતે સંભાળી શકતો નથી તેની ગળથૂથીમાં જ એવા સંસ્કાર ભરેલા હોય છે જેના કારણે તે કશું શીખ્યા જ હોતા નથી અને તેથી જ તેઓ ધરેલું કામ પર સ્ત્રીઓ પર આધારિત બની જાય છે.
આપણા દેશમાં લાખોની સંખ્યામાં આવા કિસ્સા જોવા મળે છે કે સ્ત્રી તેના પતિ વગર માતાની જોડે જોડે પિતાની પણ ભૂમિકા નિભાવી શકે છે.
જ્યારે જો પત્નીનું મૃત્યુ પહેલાં થઈ ગયું હોય તો પતિ લાંબું જીવી નથી શકતો એવો એક અભ્યાસ પણ થયો છે.
આમ પુરુષ અને સ્ત્રી વિશે જે આપણી સમાજની માન્યતાઓ છે તે મનોવૈજ્ઞાનિક ધોરણે ખૂબ જ ખોટી રીતે આપણે માની લીધેલી માન્યતાઓ વાસ્તવિક આંકડા પ્રમાણે નથી.જ્યારે મુશ્કેલ સ્થિતિ નિર્માણ થાય ત્યારે સ્ત્રી તેનો સામનો કરી લે છે પરંતુ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સેલ્ફડીફેનિઝમ સિસ્ટમ ખુબ જ નબળી હોય છે. જેના પરિણામ સ્વરૂમ મુશ્કેલ સ્થિતિઓમાં સ્ત્રી રસ્તો શોધી પહાડની જેમ અડઘ ઊભી રહેવાના સતત પ્રયત્નો કરતી હોય છે જ્યારે પુરુષનો પુરુષ હોવાનો અહંકાર ક્ષણમાં જ તૂટી જાય છે.
વાત અહીં માત્ર જીવન મરણની નથી, પણ એવી હજારો ઘટનાઓ છે જેમાં સ્ત્રી પરિસ્થિતિ ઉપર વિજય મેળવવાનો પ્રયત્ન કરી વિજય પણ મેળવે છે જ્યારે પુરુષ નાની નાની ઘટનાઓમાં પણ નાસીપાસ થઈ જાય છે. તેનું એક કારણ એવું પણ છે કે, સ્ત્રી ઘણી સરળતાથી પોતે શક્તિમાન નથી, પોતે લાચાર છે અને નબળી છે તેવું સહજતાથી પોતાને સમજાવી શકે છે. જ્યારે આપણે ત્યાં પુરુષના ઘડતરમાં જ ખોટ છે, જેને કારણે પુરુષને ડર લાગતો નથી, પુરુષ હારતો નથી અને પુરુષ રડતો નથી તેવી ગળથૂંથી જે આપણને પીવડાવી દેવામાં આવી છે તે ખરી વાસ્તવિક્તા કરતાં સાવ જુદી હોય છે.
આમ સ્ત્રી એકલી રહી શકે છે પણ પુરુષ માટે એકલું રહેવું શક્ય નથી.