Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રકૃતિમાં રહેલ સ્ત્રી અને પુરુષ. - 4

મહિલાઓ કેમ સમજાતી નથી?

પુરુષોના વ્યક્તિગત અનુભવોમાં સતત કહેવાતું આવ્યું છે કે સ્ત્રીઓને જોઈએ છે શું એ જ નથી સમજાતું.
સ્ત્રીઓ માટે પ્રવર્તેલી આવી માન્યતાઓમાં ખરેખર કોઈ વજૂદ છ?

મહિલાઓ વિશે પુષ્કળ લખાયું છે અને પુષ્કળ લખાતું રહેવાનું છે, કારણ કે સ્ત્રીમાં પુરુષોને જેટલો રસ છે એટલો જ સ્ત્રીઓને પોતાને પણ છે.

મહિલાઓની બાબતમાં એક વાત હંમેશાં અને સતત કહેવામાં આવતી રહી છે કે સ્ત્રીઓને સમજવી ખૂબ અઘરી છે.
ખરેખર? શું સ્ત્રીઓ કૉમ્પ્લીકેટેડ હોય છે?

કદાચ એટલે જ મહિલાઓને જોઈએ છે શું એ વાત પર ફોકસ કરીને અઢળક રિસર્ચ અત્યાર સુધીમાં થયાં છે જેમાં મહિલાઓના શરીરમાં આવતાં પરિવર્તનો, મહિલાઓને બાળપણથી મળેલી ટ્રેઇનિંગ અને તેમના મૂળભૂત સ્વભાવને જ તેમની અંદર રહેલી જટિલતા પાછળ કારણ....

મહિલા બાયોલૉજિકલ અને સાઇકોલૉજિકલ એમ બન્ને રીતે પુરુષો કરતાં જુદી છે.
એ જ કદાચ કારણ છે...

તો એનું મુખ્ય કારણ ....
સ્ત્રી નુ મગજ અલગ રીતે કામ કરે છે અને પુરુષનું મગજ અલગ રીતે કામ કરે છે માટે પુરુષને સ્ત્રી જલ્દી સમજાતી નથી.

સ્ત્રીઓનો હોર્મોન્સ બહુ મોટો ભાગ ભજવે છે તેની પાસે estrogen અને oxygen હોર્મોન્સનું પ્રમાણ ખૂબ હોય છે.
જેના લીધે તેને બાળકોને સાચવવા માટે ખૂબ મદદ મળે છે.

પ્રિહિસટોરીક સમયે ભયજનક વસ્તુ સામે તેને મદદ મળે છે...
સ્ત્રીઓને છઠ્ઠી ઈન્દ્રિય બહુ સારી હોય છે..
માટે સ્ત્રીઓ ખાલી દૃષ્ટિ વડે સામી વ્યક્તિના ભાવ સમજી જાય છે... અને મિત્રતા પણ જલદી કરી શકતી હોય છે... એનું એક મહત્વનું કારણ સ્ત્રીઓનું માઈન્ડ ના બંને ભાગમાં શરીરની સંવેદનાઓ અને લાગણીઓનું પ્રોસેસિંગ કરતા neurons વધુ હોય છે
સ્ત્રી કોઈ ની બાજુમાં બેસે એટલે તરત જ એનું નિરીક્ષણ ચાલુ થઈ જાય છે... સામાની વ્યક્તિને સ્મૃતિના અનુભવો પ્રમાણે ...એનું વિશ્લેષણ કરવા લાગે... અને આ રીતે તે.... હકારાત્મક અને નકારાત્મક લાગણીઓ ની.... પ્રતિક્રિયા સાથે જોડાઈ શકે છે....સ્ત્રી સામી વ્યક્તિનું સુખ કે દુઃખ પુરુષની સરખામણીમાં સારી રીતે અનુભવી શકે છે... અને સમજી શકે છે...
દરેક પુરુષને લાગતું હોય છે કે.... સ્ત્રી એને સમજતી નથી ....આવી રીતે દરેક સ્ત્રીને પણ એવું જ લાગતું હોય છે કે ...‌‌.પુરુષ તેને સમજી શકતો નથી.
પુરુષનું બ્રેન અને સ્ત્રીનું બ્રેન જુદી જુદી રીતે વિચારતું હોય છે.
પુરુષ તર્ક અને ગણિતને લક્ષ્મમા લેતો હોય છે તેને બધું પદ્ધતિસર જોઈએ એમાં નવી પદ્ધતિ શોધવામાં મદદરૂપ થાય છે સ્વભાવ વસ્તુગત અને વસ્તુલક્ષી બને છે.
જ્યારે સ્ત્રીઓનું બ્રેન લાગણીઓને પ્રાધાન્ય આપે ભાવના સાથે સંબંધ ધરાવતું હોય છે.
ટૂંકમાં સ્ત્રીને સમજવા માટે એની બાયોલોજી ને ખાસ સમજવી પડે..

તે દરેક પાસા તરફ દિલથી વિચારે છે અને એટલે જ કદાચ દરેક બાબતની સ્પષ્ટતા કરવાનું તે ટાળી દે છે.
ક્યારેક ખૂબ જ શાંત અને ચૂપચાપ બેસેલી મહિલાને તમે પૂછશો કે શું વિચારે છે તો તે સહજતાથી કહી દે છે કે કશું નહીં પણ હકીકતમાં તે ઘણુંબધું વિચારતી હોય છે.😀
જ્યારે પુરુષોના મામલામાં ઊંધું હોય છે. તેઓ નથિંગ કહે ત્યારે એવું બને કે ખરેખર તેઓ કંઈ જ ન વિચારતા હોય.😀
ઘણી વખત તમે ઑબ્ઝર્વ કર્યું હશે કે મમ્મી કે પત્નીને કંઈ કહેવામાં આવે એ પહેલાં જ તેણે તમારી ઇચ્છા મુજબનું કામ કરી દીધું હોય.

આ જ બાબત પુરુષો માટે અઘરી છે, તેમને તો બધું જ કહેવું પડે.
આવા સમયે મહિલાની પુરુષો પાસેથી ઇચ્છે છે કે પુરુષ સમજે જ્યારે પુરુષ કહ્યા વિના ઝડપથી સમજી નથી શકતો કૉમ્પ્લીકેશન્સની શરૂઆત ત્યાંથી થાય છે.
મહિલાઓના જીવનમાં મેનોપૉઝ, મેન્સ્ટ%અલ સાઇકલ, પ્રેગ્નન્સી જેવા કેટલાક તબક્કા હોય છે જેમાં સતત તેના શરીરમાં પણ પરિવર્તન આવતાં રહે છે. તેનું એ હૉમોર્નલ ઇમ્બૅલૅન્સ તેના મૂડ અને પસંદ-નાપસંદ સાથે ચેડાં કરતું રહે છે જે તેના બિહેવિયરમાં પણ ક્યારેક વર્તાય છે અને પુરુષોને લાગે છે કે સ્ત્રીઓને સમજવી અઘરી છે.
મહિલાઓની રચનામાં જ કેટલાંક એવાં પરિબળો કામ કરી રહ્યાં છે જે તેને ક્યાંક થોડીક અઘરી બનાવી દે છે
‘મહિલાઓ કાચ જેવી ખુલ્લી અને પારદર્શક જ હોેય છે. બસ તેની બાયોલોજી અને સાયકોલોજી સમજવી જરૂરી છે..