નિર્મલા નો બગીચો - ૨ CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિર્મલા નો બગીચો - ૨

Disclaimer : આ એક કાલ્પનિક વાર્તા છે.

નિર્મલા જેમ ને બગીચો ખૂબ જ પ્રિય છે એ પોતાના ૮૫ માં જન્મદિવસે વર્ષો પહેલા મળેલા એ છોકરા ને યાદ કરે છે અને વિચારે છે કે કદાચ જિંદગી અલગ હોત. હવે આગળ.

વાત બહુ જૂની છે . હજી તો નિર્મલા પોતાના માંબાપ સાથે સોસાયટી માં રહેવા આવ્યા ને એક વર્ષ પણ થયું ન હતું. ઉનાળા નું વેકેશન બસ પૂરું થવા માં હતું પણ કમોસમી વરસાદ અઠવાડિયા થી પડી રહ્યો હતો એટલે નિર્મલા એમના પિતાજી સાથે ઝાડ વાવવામાં વ્યસ્ત હતા. ચોમાસુ બેસવાને માંડ એકાદ મહીના ની વાર હતી અને પછી પિતા ને સિવિલ સપ્લાય માં જોબ હોવાથી ૨ મહિના માટે ટુર પર જવાનું હતું એટલે બાપ અને બેટી બંને આ સમય નો ઉપયોગ કરી લેવા માંગતા હતા . વેકેશન હોવાથી સોસાયટી માં બધા ના ઘરે માસી ના, ફોઈ ના કે કાકા મામા ના છોકરા આવેલા હતા. બધા છોકરા નિર્મલા ને રમવા બોલાવા આવ્યા પણ એને ગાર્ડનીંગ કરતા જોઈ સમજી ગયા કે નિર્મલા રમવા નહિ આવે. એ વખતે નિર્મલા આ બોગનવેલ માટે પપ્પા સાથે લડી રહ્યા હતા . એ પપ્પા ને કહી રહ્યા હતા કે મને બોગનવેલ અહીંયા આગળ જ વાવવી છે જયારે પપ્પા કહી રહ્યા તા કે એને બાજુ માં વાવીએ જેથી કરીને કાંટા ના વાગે. આવી બધી દલીલો માં એક નિર્મલા જેટલી જ ઉંમર નો લાગતો લાલ ચડ્ડી અને સફેદ જર્સી પહેરેલો છોકરો આગળ આવ્યો અને બોલ્યો કે સીતાફળ ની આજુ બાજુ બોગનવેલ વાવી દેવાય જેથી વાંદરા પણ સીતાફળ સુધી પહોંચતા વિચારે. નિર્મલા ને સીતાફળ ખૂબ ભાવતા વળી બોગનવેલ પણ એની પ્રિય એટલે એને આ વિચાર ખૂબ ગમ્યો . અને બસ પછી તો સીતાફળ ની આસપાસ બોગનવેલ વાવી દીધી . એ છોકરા એ ઝાંપા ની આસ પાસ પીળો અને લાલ ચંપો વાવવાનું પણ સૂચન કરેલું જે પપ્પા ને બહુ પસંદ આવ્યું હતું . ઝાંપા પાસે સૌથી વધારે તાપ આવતો એટલે બંને ચમ્પા માં ખૂબ ફૂલ આવશે એવું છોકરા નું સૂચન એમ ને વધાવી લીધું હતું . એટલા માં ધોધમાર વરસાદ પડ્યો અને પેલો છોકરો ભાગ્યો . એનું નામ પૂછવાનું રહી ગયું . કોના ઘેર આવ્યો હતો એ પણ પૂછવાનું રહી ગયું .એના પછી દરેક વેકેશન માં એ રાહ જોતી કે ક્યારે એ આવે અને પોતે બોગનવેલ, ચંપો અને સીતાફળી બતાવે. આટલા છોકરા માં કોઈ ને એનું નામ ખબર ન હતી આમ કરતા કરતા વર્ષો વીતી ગયા અને બિપિન અને નિર્મલા ના લગ્ન ની તારીખ પણ આવી ગઈ. આજે તો એ વાત ને ૫૦ ઉપર વર્ષ થઇ ગયા. છેલ્લા કેટલા દિવસથી નિર્મલા ખૂબ એકલવાયું મહેસુસ કરતા હતા . વારે વારે એમને એ લાલ ચડ્ડી વાળો છોકરો યાદ આવતો . વારે વારે પોતે પિતાજી સાથે ગાર્ડન કામ કરતા એ યાદ આવતું . એમ ને મન થતું કે એ પિતાજી ને અને પેલા છોકરા ને બતાવે કે જો મારા બોગનવેલ ના ફૂલો . જો મારા પીળા ચંપા ના ફૂલો . અને આ સફેદ અને લાલ ચમ્પા ની કલમ કરી એના ફૂલ જોયા કે નહિ ? લાલ બોગનવેલ કેટલી સુંદર લાગે છે! હમણાં થી એમ ને ખૂબ ઉચાટ રહેતો પણ પછી પોતે જ મન મનાવતા કે ઢળતી ઉંમરે આવું થયા કરે.

હમણાં હમણાં થી પપ્પા ની બહુ યાદ આવતી . બિપિન સાથે ગાળેલા વર્ષો યાદ આવતા . હવે યાદો નો પણ થાક લાગતો. સાંજ ના સમયે ગાર્ડન માં ફરતા ફૂલ ની કળી જોઈ ને એને ફૂલ બનતું જોવાની ઈચ્છા સાથે સુઈ જતા અને સવારે ઉઠતા જ એ ફૂલ જોતા. પછી જે મળે એને બતાવતા . ઘર માં કોઈ ને બહુ ખાસ રસ ન હતો ગાર્ડન માં . પણ બધા નિર્મલા નું મન રાખવા ખુશ થવાની એકટિંગ કરતા અને નિર્મલા સમજી જતા કે કોઈ ને રસ નથી. એ જાણતા કે બધા એમને પ્રેમ કરે છે પણ કોઈ ને ગાર્ડનિંગ નો શોખ નથી .હા નાની પ્રિયા ને ગમતું પણ એની કૉલેજ દૂર હોવાથી એનો વધારે સમય આવવા જવા માં જ જતો અને એટલે એ કઈ ખાસ ના કરી શકતી.

આજે જન્મદિવસે પણ ૫ થી ૬ બગીચા માં જ બેઠા હતા . મન ઘણું ઉચાટ અનુભવી રહ્યું હતું .કંઈક એક ખૂણા માં ખુશી હતી કે પરિવાર આટલા પ્રેમ થી પોતાને સાચવે છે. ઘણા ખરા ઘર માં વડીલ જવાબદારી તરીકે વધારે સમજવામાં આવે છે. જયારે અહીંયા નિર્મલા એ વડ હતા જેની આસપાસ આખું ઘર ગૂંથાયેલું હતું . પણ એક દર પણ હતો કે શું જીવન આમજ પૂરું થઇ જશે . શું ફરી ક્યારેય નહિ મળી શકે એ લાલ ચડ્ડી વાળા છોકરા ને. હમણાં થી અંદેશો આવતો કે જીવન બસ પૂરું જ થવામાં છે. ત્યાંજ મોટા એ બૂમ પાડી ને કહ્યું કે માં હવે તૈયાર થઇ જાવો ,બધા મહેમાન આવતા હશે .

બ્લૅક ડ્રેસ અને એની ઉપર હીરા ના પેન્ડન્ટ માં નિર્મળ ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા .એમ ના વાળ લગભગ ખુલ્લા જ રાખતા. આજે સિલ્કી ગ્રે વાળ લાઈટ માં કંઈક વધારે જ નિખરી રહ્યા હતા . પ્રિયા તો ઘણી વાર કહેતી કે મારે તમારા જેવો શેડ કરવો છે વાળ માં. અને પોતે કહેતા કે બેટા એના માટે જિંદગી ના તડકા છાયા જોવા પડે.

પોતે રેડી થઇ ને ૭ વાગ્યા ના નીચે આવી ગયા હતા . ધીરે ધીરે બધા મહેમાનો આવવા લાગ્યા . જન્મ દિવસ ની પાર્ટી માં બધા મહેમાનો ની સાથે નિર્મલા ની જૂની સહેલી કમલા પણ આવી હતી. એની સાથે કોઈ વડીલ હતા લગભગ એમની જ ઉંમરના . કમલા એ એમની ઓળખાણ આપતા કહ્યું કે એનું નામ જીગ્નેશ છે અને એ એનો માસીયાઈ ભાઈ છે . એના પપ્પા ના અવસાન પછી કમલા મુંબઈ જતી રહી હતી. અને પછી વારે તહેવારે કે પ્રસંગો પાત નિર્મલા ની મુલાકાતે આવતી. કમલા એ કહ્યું કે હવે જીગ્નેશ નું કોઈ નથી અને પોતાનું પણ એટલે બંને જોડે રહે છે . બંને ભાઈ બહેન એક બીજા ની ઓથ છે . નિર્મલા ને જીગ્નેશ માં પેલો લાલ ચડ્ડી વાળો છોકરો દેખાયો. પણ ક્યાં ૫ વર્ષ અને ક્યાં ૮૫વર્ષ? ફક્ત ચૂપ રહીને સ્મિત કર્યું . જીગ્નેશ પણ એક આદરપૂર્વક નું સ્મિત આપ્યું અને હાથ માં રહેલો બોગનવેલ નો ગુલદસ્તો આપતા જન્મ દિવસની બધાઈ આપી. ઘેરા લાલ રંગ નો એ ગુલદસ્તો નિર્મલા ને એટલે ગમ્યો કે આખી પાર્ટી માં એમણે હાથ માં જ પકડી રાખ્યો.

૮.૧૫ વાગ્યે કેક કટ કરવાનો સમય થયો. રોસેટ વાળી કેક પર લાઈવ બોગનવેલ જોઈ એ હરખાઈ પડ્યા. એમ ના માટે મેનુ પણ surprise હતું . જયારે એમને જાણ્યું કે એમના ગમતા ઢોકળા , ખમણ , પાણી પુરી અને ઢોસા ના લાઈવ કાઉન્ટર છે તો એમને બહુ સારું લાગ્યું. એમાં નું લગભગ બધું જ બીપીન અને પપ્પા ને ભાવતું એ યાદ આવતા એમની આંખો ભરાઈ આવી . જમવા નું શરુ થતા નિર્મલા બધા થી છૂટા પડ્યા અને કમલા અને જીગ્નેશ સાથે એક જગ્યાએ બેઠા .

બધી જૂની વાતો નીકળી . એવા માં જીગ્નેશ એકદમ બોલ્યો કે સીતાફળી માં ફળ બેસે છે? ચંપો તો જોયો મેં . પીળો ચંપો તો હવે બહુ ઓછો દેખાય છે . જીગ્નેશ જયારે આ બોલતો હતો ત્યારે નિર્મલા સુખદ આંચકો પામી ને એને જોવા લાગ્યા.
નિર્મલા : તું એ લાલ ચડ્ડી વાળો છોકરો ?
જીગ્નેશ : હા અને તું પેલી પીળા ફ્રોક વાલી છોકરી , ખરું ને મને યાદ છે .

નિર્મલા , કઈ સમજાયું ના હોય એમ કમલા ને જોવા લાગી . જાણે પોતાનો વારો આવ્યો હોય બોલવાનો એમ કમલા એ બેય ની સામે જોયું અને પછી કહ્યું કે હા , નિર્મલા આ એજ છોકરો છે . જયારે મને જીગ્નેશે કહ્યું કે એ તને પરણવા માંગે છે એજ દિવસે તારો ફોને આવ્યો હતો કે તારા અને બિપિન ના લગ્ન ની તારીખ આવી ગઈ છે .

પછી તો જીગ્નેશે મને , તને આ વાત કરવાની ના પાડી હતી . મારી પાસે થી વચન લીધું હતું . એણે લગ્ન પણ ના કર્યા . કોઈ જીગ્નેશ ને પૂછે તો કહેતો કે જેની જોડે લગ્ન કરવા હતા એણે તો પોતાનો બાગ બીજે બનાવી લીધો છે . મારે તો હવે જંગલ જ રહેવું પડશે . જીગ્નેશ નો પણ મુંબઈ માં બંગલો છે અને ખુબ સુંદર ગાર્ડન છે . એ હમેશા થી એ ગાર્ડન તને બતાવવા માંગતો .


હમણાં હમણાં થી એ તને બહુ યાદ કરે છે અને જયારે તે મને આ પાર્ટી માટે આમંત્રણ આપ્યું ત્યારે તબિયત નાદુરસ્ત હોવા છતાં જીગ્નેશ એ જીદ કરી કે એ તને જોવા માંગે છે અને એટલે હું તને પૂછ્યા વગર એને લઈને આવી ગઈ .

આટલું સાંભળતા નિર્મલા એ વ્હાલ થી જીગ્નેશ ની સામે જોયું અને પૂછ્યું કે અત્યારે તો અંધારું છે પણ કાલે સવારે હું આપણું ગાર્ડન બતાડીશ. તમે લોકો અહીંયા જ રહી જજો . જીગ્નેશ અને કમલા માની ગયા . પછી બધા જમવા બેઠા અને જમ્યા પછી બધા મહેમાન નીકળવા લાગ્યા એટલે નિર્મલાએ કમલા અને જીગ્નેશ થી છુટ્ટા પડવું પડ્યું .

રાત્રે કમલા અને નિર્મલા એક જ રૂમ માં સુઈ ગયા અને જીગ્નેશ ગેસ્ટ રૂમ માં . સવારે ૭ વાગ્યે જયારે નિર્મલા ઉઠયા અને ગાર્ડન માં આવ્યા ત્યારે કમલા અને ઘર ના સભ્યો તો હજી સુતા હતા પણ જીગ્નેશ ગાર્ડન માં જ હતા . નિર્મલા ને જોતા જ બંને એક બીજા ને જય શ્રી કૃષ્ણ કહ્યું ને પછી એક કલાક નિર્મલા જીગ્નેશ ને ગાર્ડન બતાવવા લાગ્યા બંને જણ જાણે કોઈ બીજી જ દુનિયા માં પહોંચી ગયા હતા. ૮.૨૦ એ મોટા ની વહુ એ બા નો આવાજ કર્યો અને કહ્યું કે નાસ્તો ગાર્ડન માં લગાડું ? તો નિર્મલાએ હા પડી . વહુ બોલી આજે માં ને કોઈ ટક્કર નું મળી ગયું છે .કમલા આ સાંભળી ને હસી અને પોતે પણ નિર્મલા અને જીગ્નેશ ની જોડે જોડાઈ .

નાસ્તો કરતા નિર્મલા બોલ્યા કે કમલા , હું પણ આજે રાત્રે મુંબઈ આવું છું. મારે જીગ્નેશ નો ગાર્ડન જોવો છે . જીગ્નેશ આ સાંભળી ને બોલ્યા નિર્મલા તો હવે મારુ જંગલ પણ બગીચો બની જશે. તો તો મારો ગાર્ડન ખીલી ઉઠશે .

સાંજે નિર્મલા કમલા અને જીગ્નેશ મુંબઈ માં ખાર માં આવેલા જીગ્નેશ ના બંગલૉ માં હતા . જયારે એ લોકો એરપોર્ટ થી બંગલે પહોંચ્યા ત્યારે રાત ના ૧૦ વાગ્યા હતા .નિર્મલા ને ફ્લાઈટ માં એકલા ન આવું પડે એટલે નાની વહુ પણ સાથે આવી હતી . એની માસી મુંબઈ માં જ રહેતા એટલે એ એમના ઘરે ઉતરી.

સવારે ઉઠતા ૮ વાગી ગયા હતા . નિર્મલા જયારે નીચે ગાર્ડન મા પહોંચ્યા તો જીગ્નેશ એમની રાહ જોતા ઉભા હતા .બંને જણ ખાસ્સું એકાદ કલાક ગાર્ડન માં ટહેલ્યાં. નિર્મલા ને જીગ્નેશ નું ગાર્ડન ખૂબ ગમ્યું . ત્યાં નારિયેળ ના ઝાડ હતા . નાગરવેલ ની લાંબી વેલ અને અળવીના જંગલ હતા . જીગ્નેશ એક કુંડ માં કમળ પણ વાવ્યા હતા . ગુલાબ ની બધી જાત અને મની પ્લાન્ટ ની બધી પ્રજાતિ જીગ્નેશ પાસે હતી . જીગ્નેશ નિર્મલા ને કહે છે કે ચાલ હવે તને કંઈક સ્પેશ્યલ બતાવું અને એમ બોલતા એ નિર્મલા ને ગાર્ડન ની વચ્ચો વચ્ચ લઇ જાય છે ત્યાં ગોળાકાર માં બોગનવેલ વાવેલી છે અને એની વચ્ચે પીળા ફ્રોક માં એક છોકરી ઉભી છે એક પુરુષ અને લાડ ચડ્ડી પહેરેલા એક બાળક સાથે . જાણે બંને કે કઈ સમજાવતી ના હોય . નિર્મલા આ જોઈ ને ગળગળી થઇ જાય છે એમની આંખો માં આંસુ આવી જાય છે . બંને કાંઈજ બોલતા નથી . એટલા માં કમલા બંને ને નાસ્તા માટે બોલાવે છે . પછી બીજી જૂની વાતોમાં સમય ક્યાંય પસાર થઇ જાય છે . સાંજે ૮ વાગ્યા ની ફ્લાઈટ હોય છે . મુંબઈ માં ટ્રાફિક ના કારણે સમય વધારે લાગે એટલે વહુ ડ્રાઈવર સહીત માસી ની ગાડી લઇ ને નિર્મલા ને એરપોર્ટ મારે પીક કરવા ચાર વાગ્યે જ આવી જાય છે .

જતા પહેલા નિર્મલા ફરી એ જગ્યા એ જાય છે , બોગનવેલ ની વચ્ચે પોતાનું એ બાળપણ ફરી એક વાર જીવી લેવા. પાછા જતી વખતે એ જાણે છેલ્લી વાર જોતા હોય એમ ગાર્ડન ને જુવે છે અને પછી જીગ્નેશ ને જુવે છે . કમલા ને ભેટી ને આવજો કહે છે. અને પછી પાછળ જોયા વગર જ ગાડી માં બેસી જાય છે . કાર માં કે ફ્લાઈટ માં નિર્મલા કઈ બોલતા નથી . વહુ ને ખબર છે કે માં જયારે ઇમોશનલ હોય ત્યારે ચુપ રહેવાનું પસંદ કરે છે અને એ પણ માં ને બોલાવતી નથી.


ઘેર પહોચતા ૧૧.૩- જેવું થાય છે . નાનો દીકરો ગાડી લઈને લેવા માટે આવ્યો હોય છે. નિર્મલા ઘેર પહોંચ્યા પછી દૂધ પીને સુઈ જાય છે . સવારે ૭ વાગ્યે ઉઠીને ગાર્ડન મા જાય છે અને નેતર ની આરામ ખુરશી માં બેસે છે . વળી કંઈક યાદ આવતા ઉભા થાય છે અને આખા ગાર્ડન નો આંટો મારે છે . જાણે છેલ્લી વાત જોતા હોય એમ એક એક ઝાડ અને છોડ ને પ્રેમ થી જુવે છે . કળી ઓ ને હાથ થી વ્હાલ કરે છે . પછી નેતર ની ખુરશી પર જઈને પાછા બેસી જાય છે . ૮.૩૦ સુધી એ અંદર ના આવતા મોટી વહુ, પ્રિયા ને માં ને બોલવા મોકલે છે. આજે તો માં સાથે બેસી ને પાર્ટી વિશે વાતો કરવા નો બધા નો પ્લાન છે. આમે ય આજે રવિવાર એટલે બધા ઘરે જ છે.

પ્રિયા માં પાસે જાય છે અને એકદમ ચીસ પડે છે . એના નિર્મલા મોમ હવે નથી રહ્યા . એમ ની પ્રિય જગ્યા એમના ગાર્ડન માં જ એમ ને છેલ્લો શ્વાશ લીધો. નિર્મલા ના મોઢા પર અપાર સંતુષ્ટિ હોય છે .જીવન જીવી લીધાનો સંતોષ દર્શાવતું એક સ્મિત . બધા ગાર્ડન માં ભેગા થઇ જાય છે ત્યાંજ નિર્મલા ના મોબાઇલ માં રિંગ વાગે છે . ડિસ્પ્લે માં કમલા લખેલું આવતા નાની વહુ ફોને ઉપાડે છે અને રડતા અવાજે કઈ બોલે એ પહેલા , ત્યાંથી કમલા કહે છે કે નિર્મલા , જીગ્નેશ ગયો અને હજી કમલા આગળ કઈ બોલે એ પહેલા નાની વહુ બોલે છે કે કમલા માસી , મમ્મી પણ ગયા .

કદાચ એક બીજા નો બગીચો જોવા ની ઈચ્છા એ જ બંને ને ટકાવી રાખ્યા હતા.


બગીચો .......................