મરેલા વ્યકિતની આત્મા ૧ પટેલ મયુર કુમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

મરેલા વ્યકિતની આત્મા ૧

આ વાત સાચી ઘટના ઉપર આધારિત છે . મને આનો થોડો ઘણો ભાગ જાણવા મળેલો તેથી મેં તેના પર લખવાનો પ્રયાસ કર્યો છે . આ વાત છે પંજાબ ના જાલંધર ની થોડા સમય પેલા એટલે કે લગભગ 2012 માં પોતાના ઘટના બની ગઈ જેનાથી આખું જાલંધર ખૂબ મોટા આઘાત ની સાથે એક આત્માના છાયામાં પણ આવી ચૂક્યું હતું . મનીષા અને કિરપાલસિંઘ નામના બે દંપતી પોતાના માતા - પિતા સાથે સુખથી જીવન જીવતા હોઈ છે અને એવામાં એમને ત્યાં બે બાળકોનો જન્મ થાય છે . જે બાળક જોડ્યા હોઈ છે . આ બંને બાળક જન્મતાની સાથે જ કિરપાલસિંઘ નું એક કાર અકસ્માતમાં મૃત્યુ થાય છે . તેથી બંબાળકોને માથેથી પિતાનો છાયો ઉઠી જાય છે . આથી આખા પરિવાર પર ભારે સંકટ આવી પડે છે . જેમ - તેમ કરીને પોતાના બંને પુત્ર ને માતા મોટા કરે છે સાથે - સાથે ઘરડા માતા - પિતાને પણ ખૂબ જ સાચવે છે . હજી તો મોટા દીકરો જેનું નામ માહિપાલસિંઘ હતું તેના લગ્ન થયા હતા.તે ખૂબ જ વહેમી વ્યક્તિ હતો. તે પોતાની પત્ની પર વારંવાર શંકા કરતો અને ઘણી વખત તેને મારતો પણ હતો . તો પણ તેની પત્ની પ્રતીતિ તેના પતીના વિરુદ્ધ કાંઈ બોલિ શક્તિ નથી . હા આમ તો તે પોતાની ફરજ સમજીને સારી રીતે કમાઈ ને ઘર ચલાવતો થયો ત્યાં તો તે પણ હૃદયરોગથી મરી જાય છે . હવે તે મનીષા ના બીજા પુત્ર સિંધેર સિંધ પર બધી જ ફરજ આવી પડી હતી . પરંતુ પોતાની ભાભી અને માહિપાલસિંઘ પત્ની નું હવે શું થશે આ ચિંતા બધાને ચતાવી રહી હતી . હવે મનીષા એવું એવું વિચારે છે કે તેના મોટા પુત્ર ની પત્ની પ્રતીતિ હવે શું કરશે તે હવે પોતાની આખી જિંદગી વિધવા બની કઈ રીતે વિતાવશે . આવું વિચારીને મનીષા પોતાના પુત્ર અને તેની ભાભી મનીષા ના લગ્ન કરી દેવાનું વિચારે છૅ . પરંતુ પેલા તો સિંધેર સિઘ તો તૈયાર થતા જ નથી કેમકે તે એવું વિચારે છે કે ભાઈ ની પત્ની સાથે લગ્ન ન કરાય . બીજી બાજુ ભાઈ ના ભાઈ સાથે કેમ લગ્ન કરવા તે વિચારીને પ્રતીતિ પણ લગ્ન વીશે ના પાડે છે . તો પણ એની માતા બંનેને મનાવે છે . તે પ્રતીતિ ને કહે છે કે આ દુનિયા ખુબજ ખરાબ છે તને વિધવા મહિલા ને જીવવા નહીં દેઈ માટે તું સિંધેર સિંધ સાથે લગ્ન કરી લે , તો સિંધેર સિંધ ને કહે છે કે પોતાના ભાઈ ના સ્વર્ગવાસ પછી તેની પત્ની ની જવાબદારી તેના પર જ છે . આવું બંનેને સમજાવી લગ્ન માટે તૈયાર કરે છે . હવે તે બંનેના લગ્ન નક્કી થઈ ચૂક્યા હતા . તે બંનેને લગ્ન 5 તારીખે રખાયા હતા . પરંતુ લગ્ન થાય તેના પહેલાથી જ ઘરમાં કંઈક ને કંઈક ઘટના ઘટિત થઈ રહી હતી . આ ઘટના એવી હતી કે પેલા કદી આવી ઘટના ઘટિત થઈ જ ન હતી જેમાં ઘરના દરવાજા પર કોઈ નો અવાજ આવવો , પંખા કે ઘરની લાઈટ ચાલુ બંધ થવી , કિરપાલસિંઘ જે પ્રીતિતી નો પતિ અને સિંધેર સિંઘ નો ભાઈ હતો તેનો ફોટો પડવો. પરંતુ નવાઈ ની વાત તો એ છે કે આ બધી ઘટના પ્રીતિતી સાથે જ ઘટિત થઈ રહી હતી . હવે લગ્ન ના દિવસો નજીક આવી રહ્યા હતા . જેમ જેમ લગ્ન ના દિવસો નજીક આવી રહ્યા તેમ - તેમ ઘરના બધા લોકો સાથે કંઈક ને કંઈક ખરાબ ઘટના બની રહી હતી. આગળની સ્ટોરી હવે પછીના એપિસોડ માટે