ચેકમેટ - 7 Urmi Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 59

    મુક્તારના જીવનમાં મારે લીધે આવેલ બદલાવ વિશે જાણીને હું ખુબ ખ...

  • ભાગવત રહસ્ય - 121

    ભાગવત રહસ્ય-૧૨૧   ધર્મ -પ્રકરણ પછી હવે -અર્થ -પ્રકરણ ચાલુ થા...

  • કૃતજ્ઞતા

      આ એ દિવસોની વાત છે જ્યારે માનવતા હજી જીવતી હતી. એક ગામમાં...

  • નિતુ - પ્રકરણ 53

    નિતુ : ૫૩ (ધ ગેમ ઇજ ઓન)નિતુને કૃતિ સાથે વાત કરવાની જરૂર લાગી...

  • સંઘર્ષ - પ્રકરણ 13

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

ચેકમેટ - 7

મિત્રો ચેકમેટ પાર્ટ -6 માં આપણે જોયું કે મિ. રાજપૂત અને મોક્ષા ગેસ્ટહાઉસ તથા પોલીસ સ્ટેશન બંને જગ્યાની મુલાકાત લે છે..
રસ્તામાં મોક્ષા આલયની બધી જ વિગત મિ.રાજપૂતને આપવાનું પ્રોમિસ આપે છે.સાથે માનવ જે આલયનો મિત્ર હતો એનું નામ સરનામું પણ લઈ લે છે....હવે આગળ...

ગેસ્ટહાઉસથી ઇન્સ્પેક્ટર મોહંત્રે સાથે છુટા પડ્યા બાદ મોક્ષા અને મિ. રાજપૂત કારમાં બેસે છે.મોક્ષાના કાનમાં હજુ એ ગેસ્ટહાઉસના મેનેજરના જ શબ્દો ગુંજતા હતા...

"મિ. રાજપૂત, વેસે તો હર મહિને કઇ સારે રાજ્યોસે કઈ સારી કોલેજકી અલગ અલગ ટિમ ઓર ગ્રૂપ આતે હૈ...પર આપ જીસ લડકેકી ફોટો દિખા રહે હો ના વો બહોત સ્પેશ્યલ હૈ મેરે લિયે ક્યોંકી અજીબસી શકલ બનાકે સારે સ્ટાફકો વો હસાતે રહેતા થા.

એક બાર મેરી કેબિનમે ભી આયા થા..બહોત હોનહાર પ્લેયર થા વૉ બંદા... પર હા... એક બાત હે જો મેને નોટિસ કરી થી કી ઉસકી અપની ટીમકે સાથ બહોત બનતી નહીં થી.એકદમ અકેલા હી રહેતા થા વો... કિસીકે સાથ નહીં બેઠતા થા...પર લડકા બહોત હી હોનહાર થા....બસ મેં ઇતના હી બતા સકતા હું"
મેનેજર ખૂબ જ અદબ પૂર્વક બોલ્યો હતો.
"મોક્ષા ડેસ્ટિનેશન આવી ગયું કાર પાર્ક કરીને આવું છું.તમે અહીંયા જ મારી રાહ જુવો"..કહીને મિ. રાજપૂત કાર ઉભી રાખે છે.અને મોક્ષા સફાળી જાણે તંદ્રામાંથી જાગી હોય એમ ભડકી જાય છે...

થોડીક જ વારમાં આલીશાન બંગલાના ડાઇનિંગ ટેબલ પર મિ. અને મિસિસ રિધમ મહેતા તથા મનોજભાઈ ,મોક્ષા મિ. રાજપૂત તથા તેમની સાથે દિલ્હીથી આવેલ વ્યક્તિ સામસામે હતા.

મિ.મહેતા : તો મનોજભાઈ કેવું રહ્યો રિસ્પોન્સ અહીંની સિમલા પોલીસનો...તપાસમાં પૂરતો સાથ આપશે કે નહીં આલયની કંઈક ખબર પડી?

મનોજભાઈ કંઈ પણ બોલે એ પહેલાં મિ. રાજપુતે વળતો જવાબ આપ્યો " યસ, અંકલ એકદમ મસ્ત... આફ્ટર ઓલ હું ડ્યૂટી પર આવ્યો છું...ફેમિલી મેમ્બર તરીકે નથી આવ્યો તો કાલ થી મારી અહીંયા ના પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી રહેશે.તો હું તો જતો રહીશ .પણ આઈ હોપ..કે તમે અંકલ અને મોક્ષાનું ધ્યાન રાખશો.

મિસિસ મહેતા : અરે એ તો કંઈ કહેવાનું હોય તમારે.... આરતી મારી માસિયાઈ ભાઈની દીકરી છે...એની ફ્રેન્ડ એ મારી દીકરી બરોબર જ છે...

જમીને બધા છુટા પડે છે.અને પોતાના કોટેજમાં આવે છે.મનોજભાઈ અને મિ. રાજપૂત વાતોએ વળગે છે.જ્યારે મોક્ષા ફ્રેશ થઈને નાઈટસૂટ પહેરવા જાય છે.આખા દિવસની તમામ દિનચર્યા તેમજ ગેસ્ટહાઉસમાં બનેલી ઘટનાઓ તેમજ મેનેજર સાથે થયેલી તમામ વાતોની મનોજભાઈ સાથે ચર્ચા કરતા હોય છે. ત્યાં જ તેમની નજર કોટેજની બહારની બાજુના ટ્રાન્સપેરેન્ટ ગ્લાસનાં દરવાજા પર જાય છે..કોઈ પડછાયો જાણે આવીને જતો રહે છે.

મોક્ષા : પપ્પા તમે સુઈ જાવ દવા લઇને અને હું પણ સાહેબ સાથે ભાઈની તેમજ તેના ગ્રુપની વિગત શેર કરીને સુવા જ જઉ છું.

મનોજભાઈ ઉભા થઈને સુવા જાય છે..પણ આંખોમાં ઊંઘ ક્યાંથી હોય જેનો જુવાન દીકરો અચાનક ગાયબ થઈ ગયો હોય.
મોક્ષા : સર, આપ ક્યાં વિચારમાં છો?
મિ. રાજપૂત : કંઈ નહીં આપણે મારા રૂમમાં બેસીએ આપને વાંધો ના હોય તો...મોક્ષા હસીને મુક સંમતિ આપે છે.

મિ. રાજપૂત અને મોક્ષા એમના બેડરૂમમાં બેસીને વાતો ચાલુ કરે છે...કોટેજની તમામ લાઈટ બંધ હોય છે....માત્ર એક નાનો નાઇટલેમ્પ ચાલુ હોય છે.જેથી બહારના લોકોને ખ્યાલ ના આવે કે અંદર કોઈ જાગે છે...

મોક્ષા : સર, આલય એક અલ્લડ પ્રકારનો છોકરો છે.બહુ બિન્દાસ હતો એ પહેલાં અને ખૂબ જ મસ્તીખોર..હોશિયાર ખરો પણ...હેરાન કરવામાં જ બાકી ભણવામાં તો મીડીયમ જ હતો.પણ સ્પોર્ટ્સમાં જોરદાર છે.એની કોલેજની ફૂટબોલ ટીમનો કપ્તાન હતો.
ખૂબ જ મોટું ફ્રેન્ડલિસ્ટ હો સર....એનું..
એક દિવસ એમ જ એણે કીધું કે મમ્મી અમારી ટિમ સિમલા ટ્રેકિંગ પર જવાની છે..દસ દિવસની ટ્રીપ છે. પપ્પાને મનાવી લેજે.પણ હું તો જઈશ જ.એક અઠવાડિયા સુધી મમ્મીએ પપ્પા સાથે યુદ્ધ કર્યું ત્યારે પપ્પા માન્યા અને એ પણ એનો ફ્રેન્ડ માનવ જવાનો હતો એટલે માની ગયા.

મિ. રાજપૂત : એના ફ્રેન્ડ સાથે એને કેવું બનતું હતું?? કોઈ સાથે દુશ્મની તો નહોતીને??
મોક્ષા સ્તબ્ધ થઈ ગઈ.નિશબ્દા બનીને રડી પડી.
મિ. રાજપૂત ઉભા થઈને પાણી લઈ આવ્યા અને મોક્ષાને આપતા બોલ્યા કે હજુ તો આવી ઘણી ક્ષણ આવશે... પણ આપણે દરેક પરિણામની તૈયારી રાખવી પડે..કાળજું કઠણ નહીં કરો તો મમ્મી પપ્પાને કોણ સાચવશે...

મોક્ષા એ ફરીથી વાત કરવાનો પ્રયત્ન કર્યો"સર, વધારે તો ખબર નથી.પણ ચાર મહિના પહેલા આંતર કોલેજ ટુર્નામેન્ટમાં જ્યારે એ લોકો ભાગ લેવા રાજસ્થાન ગયા ત્યારે પાછા આવીને એ સાવ બદલાઈ જ ગયો હતો.વાત વાતમાં ગુસ્સો કરતો...એકલો એકલો રડ્યા કરતો.. કોઈની સાથે વાત નહોતો કરતો...હા એની ટિમ જીતીને આવી હતી..એની કોલેજમાં એનો ટ્રોફી સાથેનો ફોટો પણ છે.

મિ. રાજપૂત : પેલી ખાસ વાત કઇ હતી મોક્ષા..
મોક્ષા થોડી વાર એકદમ શાંત થઈ જાય છે.પછી એકાએક બોલી જાય છે.
મોક્ષા : સર આલય બધી રીતે સારો છે પણ એક જ આદત ખરાબ હતી.સર એ સટ્ટો રમતો હતો .ત્રીસ લાખનું દેવું કર્યું હતું એણે અને એ ચુકવવાની જવાબદારી અમારી હતી.અને એ પણ કોલેજના ફ્રેન્ડ દ્વારા કોઈ સટોડીયાના ચક્કરમાં ફસાઈ ગયો હતો.
અમને ખબર પડી ત્યાં સુધીમાં તો આલયને ટેવ પડી ગઈ હતી.
એ તો કહેતો જ નહોતો પણ એની એક સારી આદતને કારણે અમે જાણી શક્યા.. કે એ સટ્ટામાં હારી ગયો છે...એને ડાયરી લખવાની ટેવ હતી..સર એણે એની અંગત ડાયરીમાં એના તમામ મિત્રો, તથા એમની સાથેના સંબંધો વિશે, અને એની સફળતા વિશે ખૂબ જ ચીવટપૂર્વક લખ્યું છે.માનવ એનો ખાસ દોસ્ત છે.
પણ હા સિમલા જતા પહેલાના અઠવાડિયામાં એ જાણે ખોવાયેલો લાગતો હતો..એના માથે પૈસાનું ટેંશન વધી રહ્યું હતું.હું અને પપ્પા ઘર ગિરવી રાખવાનું વિચારતા હતા.કારણકે પપ્પાના પેંશન અને પ્રોવિડન્ડ ફંડના ભેગા કરીને પણ આટલા તો નહોતા થાય એમ...હા અમારા આ ફ્લેટની સારી એવી કિંમત ઉપજે એમ છે.

મિ. રાજપૂત : મોક્ષા આપની તમામ વાત પરથી એક વાત તો નક્કી થઈ ગઈ કે જે થયું છે આલય સાથે એમાં કદાચ આ રૃપિયાએ બહુ મોટો ભાગ ભજવ્યો છે...પણ તો એ માટે તો એના મિત્રો જવાબદાર હોય.એટલે મામલો કંઈક અંશે કિડનેપિંગ નો હોય શકે.પણ તો એમણે અમદાવાદ માંથી કીડનેપ કેમ નાં કર્યો.કદાચ રિધમ મહેતા આ બધું જ જાણે છે.
રાત્રીનો બાર વાગ્યાનો સમય છે.મોક્ષા અને રાજપૂત સાથે બેસીને વિચારી રહ્યા છે....ઘડિયાળની ટિક ટિકનો અવાજ આવી રહ્યો છે અને એટલામાં મોક્ષાના મોબાઈલમાં રિંગ વાગે છે.
મિત્રો આટલી મોડી કોની રિંગ વાગી છે...આલયની સટ્ટાની આદતને કારણે એ કિડનેપ થયો છે...કે એનું મર્ડર થયું છે કે પછી જાણી જોઈને કરવામાં આવેલો ડ્રામાં...કે પછી ર્ડો. રિધમ મહેતાનું સિક્રેટ...કોણ છે વજીર .....કોણ છે પ્યાદા...

કોણ કોને કહેશે ચેકમેટ
એ માટે વાંચતા રહો...ચેકમેટ
વધુ આવતા અંગે...