M I Alone ? - Chapter: 1 P R TRIVEDI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

M I Alone ? - Chapter: 1

અંક-1

બોસ્ટન શહેરના પશ્ચિમ વિભાગમાં ના આલ્ફા રેવન્યુના બ્લોક નં ૪માં પેકર્સ એન્ડ મુવર્સના લોકો કામ કરી રહ્યા હતા.જે વ્યક્તિ નું ઘર હતું તે ઘર ના દરવાજા પાસે ઉભો હતો.મજબૂત કદ કાઠી, કાળા તથા વ્યવસ્થિત ઓળેલા વાળ અને કોઈ ઓફિસર જેવા કોટ પેન્ટ ,આ ઉપરાંત ગંભીર મુખ હતું.નામ હતું ડ્યૂક ટર્નર.ડ્યૂક આજે બીજા નવા ઘર માં શિફ્ટ થઇ રહ્યો હતો.તેથી તેનું જૂનું મકાન ખાલી થઇ રહ્યું હતું.ડ્યૂક સ્વભાવ નો જરા તીખો માણસ હતો.આજુ બાજુ કોઈ વ્યક્તિઓ સાથે તે વાત કરતો નહિ.સંબંધી, સગો કે મિત્ર જે કહો તે માટે હતો જોન સ્મિથ જે ડ્યૂકનો જૂનો મિત્ર હતો.ડ્યૂક માત્ર તેની સાથે વ્યવસ્થિત વાત કરતો.આ દરમિયાન એક માણસ આવીને ડ્યૂકની બાજુ માં ઉભો રહ્યો.તેનું નામ Mr.White હતું.Mr.White અતિશય જાડિયા તથા અવ્યવસ્થિત દેખાતા હતા

.તેને ડ્યૂકને પૂછ્યું ,"શું સમાન બદલાય છે ?"

ડયુકે જવાબ આપ્યો,"ના,ના પેકર્સ એન્ડ મુવર્સ ની ટ્રેનિંગ ચાલુ છે, તમારે જોડાવું છે ?"

Mr.White હસતા હસતા જવાબ આપ્યો ,"સારી મજાક કરો છો."

ડ્યૂક Mr.White સામે કતરાયો.આ જોતા જ Mr.White ની હાસ્ય અટકી ગયું.

તેને હજુ આગળ ડ્યૂકને પૂછ્યું,"મતલબ, તમે જાવ જ છો ને?"

ડયુકના મગજ નો પારો હવે ચડ્યો હતો.તેને Mr.White ને કહ્યું,"મારા જવાની તમનું બહુ ઉતાવળ છે, હં....બહુ યાદ આવતો હોવ તો હજી રોકાય જાવ?"

હજુ ડ્યૂક કઈં આગળ બોલે ત્યાં જોને આવી તેને અટકાવ્યો.

જોને કહ્યું,"ડ્યૂક,શાંત...શાંત...આ તને બાય કહેવા આવ્યા છે તેમની સાથે એમ ન બોલાય."જોને Mr.White ની ડ્યૂક તરફથી માફી માંગી.

જોને ડ્યૂક ને ખખડાવતા કહ્યું,"તારામાં અક્કલ છે ? બધા સાથે શું કામ ઝગડો કરશ ? એક સારી વ્યક્તિ સાથે કેમ વાત કરવી એ નથી ખબર પડતી ?"

ડયુકે જવાબ આપ્યો," આ બધી વ્યક્તિઓ માત્ર પોતાનો જ ફાયદો જોવે છે, બીજા ના કામમાં પણ પોતાનો ફાયદો જોવે છે,કોઈ સારું નથી હોતું માત્ર સારા હોવાની દેખાવ કરે છે."

"ડ્યૂક તુ એક અનુભવ થી આ બધી ધારણા ન બાંધી શક."જોને કહ્યું.

બંને વચ્ચે થોડી વાર શૂનકાર રહ્યો.પછી ડયુકે જોનને કહ્યુ ,"ઓકે જોન મારે નવા ઘરે જવું છે ત્યાં જરા કામ છે.તુ આવીશ અત્યારે મારી સાથે ?

"નહિ હું સાંજે આવીશ અત્યારે મારે કામ છે." જોને જવાબ આપ્યો.

જોન અને ડ્યૂક બંને છુટા પડયા.જોન જતો હતો ત્યારે ડયુકે પાછળ થી બુમ પડી,"બંગલૉ નં 13, સ્ટ્રીટ નં 7, એબેલોઝ પાર્ક,ઈસ્ટ બોસ્ટન."

"ખબર છે ચોથી વખત કહ્યું તે."જોને જવાબ આપ્યો.

બંને જણા છુટા પડ્યા. ડ્યૂક પણ તેના નવા ઘરે ગયો અને તેનું ઘર ગોઠવ્યું.ધીમે-ધીમે સાંજ પડી.સાંજે જોન ડ્યૂકના ઘરે આવ્યો.

ઘર જોઈને જોને કહયું,"વાહ ! બહુ મસ્ત છે યાર.”

"ડયુકે કહ્યું,"હં...મને ઘર બહુ ગમ્યું એટલે જ મેં તરત હા પાડી.

"જોન ડ્યૂકનો આ જવાબ સાંભળી બોલી ઉઠ્યો,"ઓહો ! તારા મોઢા માંથી આટલી પોઝિટિવ વાત !"

ડ્યુકે કહ્યું,"હા કારણ કે નિર્જીવ વસ્તુ સજીવ કરતા સારી જેવી હોય તેવીજ દેખાય."

"પણ ડ્યૂક અમુક વસ્તુ દેખાય નહિ પણ છતાંય હોય."જોન બોલ્યો.

"જેમકે ?"ડયુકે પૂછ્યું.

જોને જરા હસી ને હળવેકથી કહ્યું," ભૂત ! "

આ સાંભળી બંને હસવા લાગ્યા.બંનેએ આ પછી સાથે ડિનર લીધું અને પછી જોન તેના ઘરે ગયો.બહુ રાત થઇ ગઈ હતી.ડયુકે ઘરના દરવાજા બંધ કર્યા અને ઉપરના માળે સુવા ગયો. ડ્યુક તેના બેડરૂમમાં ગયો તો તેણે જોયું કે રૂમ ના લાઈટ-પાંખો ચાલુ હતા.આ જોઈ ડયુકે વિચાર્યું,"મેં તો આ બધું બંધ કર્યું હતું.તો આ ચાલુ કઈ રીતે ?" છતાં ડ્યુકે તેને ધ્યાન માં ના લીધું. ડ્યુક તે રાતે તરત સુઈ ગયો.પણ રાત ના વારે વારે તે ઉઠી જતી હતો.તેની સત્તત કઈંક સંભળાતું હતું. જેવો તે સાંભળવા બેઠો થાય કે તરત અવાજ બંધ થઇ જતા હત્તા. થોડીવાર પછી જયારે તેને પાછા અવાજ સંભળાય ત્યારે તેણે ધ્યાન થી સુતા સુતા સાંભળ્યું.તેણે સંભળાયું,"બે એક બે, બે દુ ચાર, બે તેરી છ,..."કોઈ નાનું બાળક તેના પેસેજ માં ઘડિયા બોલી રહ્યું હતું."

આ શું?

ડ્યૂકના આ નવા ઘર માં આ શું થયું?

શું આ ડ્યુક નો વહેમ છે ?

કે ખરેખાર કોઈ પેસેજમાં છે ?

જાણવા માટે વાંચો " M I ALONE " નો અંક-2