આલોચના Pradip Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આલોચના

તારે હવે ધક્કો મારવો છે કે હું રીક્ષા માં ચાલ્યો જાવ ? ઓય,હું કઈ માનસિક બીમાર નથી કે એકલો એકલો બોલ્યા કરું તને કવ છું એલા રોહિત... એ ખાયાલો નો બાદશાહ...
હું છેલ્લા કેેટલા કલાક થી આ ખટારા ગાડી ને ધક્કો મારી રહ્યો છું ને તું એક હાથ માં સિગારેટ લઈ ને હીરો ની જેમ સાઇડ માં ચાલ્યો આવે છે.
શું છે તારે હરિયા, શાંતિ રાખ ને યાર બી પોઝટીવ ! ક્યારેક આવા દિવસો નો સામનો પણ કરતા શીખવું જોઈએ તારે.
આનું નામ જ જિંદગી છે દોસ્ત.
મને તો એ નથી સમજાતું રોહિત કે તું કેમ બન્યો છે ?
ઓય ,કેમ એટલે શું કેવા માંગે છે હે ' રોહિત બોલ્યો.
અરે ગાંડા! એમ કવ છું કે તારી લાઈફ ને જીવવાની અલગ રીત જોઈ ને મને બળતરા થઈ છે તું કેમ આટલો ખુશ રહી શકે .
કઈ નહિ દોસ્ત આનું નામ જ જિંદગી છે , ઓલવેજ હેપી.હા...હા....
એ તો હજી તને ક્યારેય પ્રેમ થયો નથી ને ભૂત એટલે અને જો એમાં પણ એકવાર દિલ તૂટ્યું તો સમજી લે તું ગયો .આ બધું બંધ કરી દેઇસ તું ને બની જઈશ દેવદાસ ...
પ્રેમ,અને એ પણ મને ..નારે ના.એના જેવી મહાન ભૂલ હું ના કરું આપણે રહ્યા આઝાદ પછીં આપને ના ફાવે એ બૈરાં ની ગુલામી હો .
એટલે એલા તારો કહેવાનો મતલબ કે હું ગુલામ છું મારી લવાર નો એમ ને ?
જો ભાઈ મે એમ નથી કહ્યું તરે જે સમજવું હોય તારી ઈચ્છા.બાકી હા એ વાત પણ છે કે આજે પણ મારી સાથે રાતે રખડવા નીકળવું હોય તો પેલી ચકલી ની પરમિશન લેવી પડે ...( ખીે....ખી...હસે છે )
નીકળ ને હવે હું ના પૂછું હો આતો એના માટે પ્રેમ છે દોસ્ત એટલે માન આપવું પડે .
હા તો એને ગુલામી જ કહેવાય હરેશ ભાઈ...
તું મુક ને એ બધી લપ.હાલ હવે ધક્કો મર અને પેટ્રોલ પંપ સુધી હોને ,.
હા ભાઈ હવે નબળા સાવ ' રોહિત બબડ્યો.
( રોહિત ગાડી હવે એના હાથ માં લઇ લે છે )
બોલ્યો: હું શું કહું છું હરી, આપણે એક કામ કરીએ ચાલો ક્યાંક ફરવા જઇએ..મઝા આવશે દોસ્તો સાથે .
ના, એલા હમણાં મેડ નય આવે મારી ચકી નો જનામદિવસ છે એની સાથે રહવું પડે મારે..( હરિયો બોલ્યો)
બસ..જો આને જ કહેવાય ગુલામી..સાચું ને
તારા માટે આજે એ મહત્વ ની છે અમે નહી એમ ને.
( પેટ્રોલ પંપ આવી ગયો )
ઓહ , ભાઈ ૧૦૦ નું નાખી આપો હાલો " રોહિત બોલ્યો.
૧૦૦ માં. શું થશે એલા વધારે નાખી દે ( હરી બોલ્યો )
કેમ ભાઈ , મારા બાપ ને કઈ ફેક્ટરી નથી પૈસા ની ..
કઈ વાંધો નય બસ રેવા દે .
મારે એક વાત કરવાની હતી ભૂલી ગયો , હું એમ કહેતો હતો કે ૩ દિવસ પછી ચકી નો બર્થડે છે તારે આવવાનુ છે ' હરિયો બોલ્યો."
હા ..હા ..જરૂર આવશું તું પાર્ટી આપે ને હું કેમ મૂકી દવ લોભિયા.' રોહિત મઝા લેતો બોલ્યો '
હરિયો: હા, તો આવજે ને એમાં એની ઘણી ફ્રેન્ડ આવવાની છે તારો મેડ કરવી દેઇશ.
રોહિત.: શું ? મેડ ? ના ના હો મારે ગુલામ નથી બનવું અને તારી જેમ ઉછીના લય ને ગિફ્ટો નથી આપવી ઓકે.
હરિયો: તું નઈ સમજે જ્યાં સુધી તને પ્રેમ નહી થાય
જોઈ લેજે ...એક દિવસ જરૂર થશે.